________________
૬૩
જૈનદષ્ટિએ મહા ભૂગળ-સૂર્યમંડલનું સ્વરૂપ દિનમાન આવી રહે છે. એ પ્રમાણે જ્યારે સર્વ બાહ્ય મંડળેથી અંદર અત્યંતર મંડળ તરફ સૂર્યો આવતા જાય ત્યારે પ્રતિમંડળે દિનમાન વૃદ્ધિ અને રાત્રિામાનમાં હાની કરતા કરતા ૯૧મા મંડલમાં ફરી આવે ત્યારે પુનઃ એ ઉત્તરાયણમાં ૧૫ મુહુર્તનું દિનમાન અને ૧૫ મુહુર્તનું રાત્રિામાન થાય છે. ઉત્તરાયણમાં આગળ જતાં સર્વ અત્યંતર મંડળમાં પ્રથમ ક્ષણે આવે ત્યારે ૧૮ મુહુર્ત પ્રમાણ દિવસ અને ૧૨ મુહુર્ત પ્રમાણ રાત્રિ હેય છે. આ પ્રમાણે એક સંવત્સરકાળ પૂર્ણ થાય.
આ પ્રમાણે એક અહેરા િકલાામા મંડળે દક્ષિણાયનમાં અને પુનઃ પાછો ફરતાં રામા મંડળે એક અહેરાત્રિ ઉત્તરાયનમાં, એ બે અહેરાત્રિ એક સંવત્સરમાં તથા ૧૦ અહોરાત્રિા જુદી જુદી માસતિથિવાળા એક યુગમાં સમાન પ્રમાણવાળી હોય છે. આખા સંવત્સર દરમ્યાન આ બે અહોરાત્રિ છોડીને કોઈ પણ દિવસ–રાત્રિ સરખા પ્રમાણવાળી હોતી નથી. અર્થાત દિવસ કે રાતમાં થોડી થોડી પણ વધઘટ હોય છે.
અહીં ભરતક્ષેત્રમાં જે ૧૮ મુહુર્ત પ્રમાણ દિવસ કહ્યો છે તે ભરતક્ષેત્રના કોઈપણ એક વિવક્ષિત વિભાગમાં સુર્યોદયથી સૂર્યાસ્તના સમય સુધીના કાળની અપેક્ષાએ લેવાના છે. આ જ પ્રમાણે ૧૫ મુહુર્ત, ૧૨ મુહુર્ત વગેરેના કાળ પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ગણવાને હોય છે.
નિષધ પર્વત ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે દક્ષિણ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલી અયોધ્યા નગરીને અને તેની આજુબાજુની અમુક અમુક પ્રમાણ હદમાં રહેનારાઓને ૧૮ મુહુર્ત સુધી તે સૂર્યનું દેખાવું થાય, ત્યારબાદ મેરુ પર્વતને સ્વભાવસિદ્ધ ગોળાકારે, પ્રદક્ષિણ આપતા સૂર્ય જ્યારે નિષઘ પર્વતથી ભરતક્ષેત્ર તરફ વલયાકારે આગળ વધે છે ત્યારે એટલે પ્રથમ જે અયોધ્યાની હદમાં જ પ્રકાશ પાડતો હતો તે હવે આગળના ક્ષેત્રમાં (મૂલ સ્થાનથી જેટલું ક્ષેત્ર સૂર્ય વલયાકારે આ બાજુ જેટલો ખસ્ય તેટલા જ પ્રમાણે પ્રકાશ આ બાજુ આગળ આવ્યો.) પ્રકાશ પડવા માંડે છે.
એ સૂર્ય આગળ કહ્યું ક્ષેત્ર પ્રકાશ્ય?
ભરત ક્ષેત્રની અપેક્ષાએ ભારત સૂર્ય નિષધ પર્વત ઉપર ઉદય પામ્યો હોય ત્યારે સુર્યના તેજની લંબાઈ અધ્યા સુધી હોવાથી અધ્યાના પ્રદેશમાં રહેતા માણસોને તે સૂર્ય ઉદય રૂપે દેખાય, જ્યારે અયોધ્યાની અંતીમ હદે એટલે જ્યાં સુધી સૂર્યના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org