________________
બૃહત ક્ષેત્ર સમાસ ત્રણ મુહુર્ત બાકી રહ્યા હોય ત્યારે બન્ને વિદેહગત ક્ષેત્રોમાં પ્રભાત થઈ જાય. આ ત્રણ મુહુર્ત વીત્યા પછી તે તે દિશાઓમાં સૂર્ય પિતાની ગતિને અનુસાર ક્રમે ક્રમે દિવસ પૂરા થતા જાય છે.
સાથે સાથે એ પણ સમજવું કે જયારે ૧૫ મુહુર્ત=૩૦ ઘડીને દિવસ અને ૧૫ મુહુર્ત=૩૦ ઘડીની રાત્રિ એટલે દિવસ અને રાત્રિ બન્ને સરખા પ્રમાણવાળા હેય ત્યારે તે મહાવિદેહ ક્ષેત્રના ત્રણ મુહુર્ત સંબંધી કંઈ પણ વિચારણા કરવાની આવશ્યક્તા રહેતી નથી. પરંતુ આવા દિવસ તે વર્ષમાં બે વાર જ આવે છે– જયારે સૂર્ય સર્વઅત્યંતર મંડળના બીજા મંડળને પ્રારંભ કરે ત્યારે યુગના પહેલા વર્ષ (ગુજરાતી અષાડ વદ ૧) ૨/૬૧ ભાગ ન્યુન ૧૮ મુહુર્તનું દિનમાન અને ૨/૬૧ ભાગ મુહુર્ત અધિક ૧૨ મુહુર્તનું રાત્રિમાન હેય. જેમ જેમ સૂર્ય આગળઆગળના મંડળમાં જતો જાય તેમ તેમ દિનમાન ઘટે અને રાત્રિામાન વધે. એમ
જ્યારે સૂર્ય ૯૧ાામા મંડળે ૧૮૪ મંડળના મધ્ય ભાગે આવે ત્યારે ગાણ મુહુર્ત દિનમાન સર્વ અત્યંતર મંડળની અપેક્ષાએ ઘટયું. જયારે રાત્રિામાન ગાણ મુહુર્ત પ્રમાણ વધ્યું. તે દિવસનું દિનમાન ૧૫ મુહુર્તનું પૂરેપૂરું હોય અને રાત્રિામાન પણ ૧૫ મુહુર્તનું હોય અને આગળ વધતાં સૂર્ય સર્વ બાઘમંડળે પહોંચીને પાછા ઉત્તરાયણમાં આવતા રામા મંડળમાં આવે ત્યારે પણ રાત્રિામાન-દિનમાન સરખા હેય છે.
આ પ્રમાણે રાત્રિમાન અને દિનમાન સરખા ૧૫-૧૫ મુહુર્તના એક વર્ષમાં બે વાર જ થાય છે.
સુર્ય બાહ્ય મંડળમાં ઘણે દૂર ગયા હોય ત્યારે ભરત–રવત ક્ષેત્રમાં ૧૫ મુહુર્તનું દિનમાન પૂર્ણ થાય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ૧૫ મુહુર્ત પ્રમાણે રાત્રિા પણ સમાન હોવાથી ત્યાં રાત્રિ પ્રારંભાય. તેમ જયારે મહાવિદેહમાં રાત્રિો પ્રારંભાય ત્યારે ભરત–રવતમાં સૂર્યોદયને પ્રારંભ થાય. આ પ્રમાણે સરખા પ્રમાણના દિનમાનરાત્રિામાન હોય ત્યારે મુહુર્તની વધઘટ નહિ હેવાથી કંઈ પણ જાતની હરકત નડતી નથી.
જ્યારે એ જ સૂર્યો ૯૧ાામા મંડળથી આગળ વધતા વધતા સર્વ બાહ્યમંડળે પ્રથમ ક્ષણે પહોંચે ત્યારે તાદાશ્રયી ૧૮ મુહુર્ત પ્રમાણ અને રાત્રિ ૧૨ મુહુર્ત પ્રમાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org