________________
બૃહત્ ક્ષેત્ર સમાસ પ્રકાશવાળું ક્ષેત્ર હોય છે તે ક્ષેત્ર છોડીને ત્યાંથી આગળના આજુબાજુના સમગ્ર ભાગમાં (ભરતક્ષેત્રના સૂર્યાસ્ત સુધીના પાશ્ચાત્ય પ્રદેશોમાં) સર્વત્ર અંધકાર હોય છે.
આ પ્રશ્ન પૂર્વક સમાધાન આપવાનું કારણ એ છે કે આપણે અહીં સૂર્યોદય થાય છે. ત્યારે અમુક પ્રાશ્ચાત્ય દેશોમાં અંધકાર હોય છે. તથા અમુક જુદા જુદા પ્રદેશોમાં રાત્રિ અથવા દિવસના અમુક અમુક વાગ્યા હોય છે, આ પ્રમાણે આપણું અપેક્ષાના સૂર્યોદય અને સૂર્યાસ્ત ત્યાં ત્યાંના કાળની અપેક્ષાએ ઘણા અંતરવાળા હોય છે. તેમાં કારણ શું ? તે ખ્યાલમાં લાવવા માટે છે.
પૂર્વ નિષધ પર્વત ઉપર રહેલો ભારત સૂર્ય ભરતક્ષેત્ર (અયોધ્યામાં) જયારે ઉદય પામે ત્યારે પાશ્ચાત્ય દેશો-એટલે અત્યારના દષ્ટિગોચર તથા અદષ્ટિગોચર સર્વ સ્થાને અંધકાર હેય, કેમ કે ભારત સૂર્ય હજુ ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામે છે. તેથી (અયોધ્યાથી) આગળ તો તે સૂર્યના તેજની લંબાઈ સમાપ્ત થવાથી આગળ પ્રકાશ આપી શકતો નથી, તેમ ઐરાવત સૂર્ય તે એરવત ક્ષેત્ર તરફ ઉદય પામેલ હેવાથી તે આ બાજુ પશ્ચિમના કેઈ અના દેશો તરફ કોઈ પ્રકાશ આપી શકે તેમ નથી એટલે ભરતક્ષેત્રથી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રોમાં અને ઐવિત ક્ષેત્રાશ્રયી પશ્ચિમ તાપ દિશા તરફના ક્ષેત્રોમાં એમ બન્ને દિશાગત ક્ષેત્રમાં બન્ને સૂર્યમાંથી કોઈપણ સૂર્યને પ્રકાશ નહિ હોવાથી રાત્રિકાળ વર્તતે હોય છે
આથી એ સ્પષ્ટ થાય છે કે ભરતક્ષેત્રમાં (અધ્યા)માં સૂર્યોદય હેય તે કાળે અન્ય પ્રદેશોમાં સર્વત્ર અંધકાર હોવાથી પાશ્ચાત્ય દેશોમાં જે સૂર્યોદય-સૂર્યાસ્તનું અંતર પડે છે. તેમાં કંઈ નવાઈ જેવું નથી.
હવે ભારતમાં શાસ્ત્રીય (અધ્યામાં) ઉદય પામતો સૂર્ય જયારે તે વિવક્ષિત મંડળ સ્થાનના પ્રથમ ક્ષણથી આગળ-આગળ નિષધ સ્થાનેથી ખસવા માંડયો એટલે અંધકાર ક્ષેત્રની આદિના પ્રથમ ક્ષેત્રોમાં (અયોધ્યા)ની હદ છોડી નજીકના ક્ષેત્રોમાં અર્થાત સૂર્ય જેમ જેમ નિષધ પર્વતથી એટલે જેટલો ખસવા માંડે તેમ તેમ તેટલા તેટલા પ્રમાણ ક્ષેત્રોમાં સ્વપ્રકાશની રપર્શના કરતો જાય.) પ્રકાશ પડવો શરૂ થાય. (પુનઃ હજુ તેથી આગળના પશ્ચિમ ગત સર્વ ક્ષેત્રોમાં અંધકાર છે.) એમ ભારત સૂર્ય તેથી પણ આગળ ભરત ક્ષેત્ર તરફ આવતો જાય. ત્યારે જેટલું આગળ વધી આ તેટલા પ્રમાણમાં અંધકારવાળા ક્ષેત્રોને પ્રકાશિત કરતો જાય. તેથી પાછળના ક્ષેત્રોમાં અંધકાર થતો જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org