________________
૨૧
બૃહત્ ક્ષેત્ર સમાસ જ્યારે સર્વ બાહ્ય મંડલથી આગળના ત્રીજા મંડલમાં આવીને સૂર્ય ગતિ કરતા હોય ત્યારે એક મુહુર્તમાં પ૩૦૪ યોજન ગતિ કરે છે.
આ પ્રમાણે અંદર પ્રવેશ કરતાં સૂર્યની મંડલે મંડલે મુહુર્તની ગતિમાં ૧૮૬૦ જન ઓછા કરતાં જવું, યાવત્ સર્વ અત્યંતર મંડલમાં સૂર્ય આવે. ત્યારે એક મુહુર્તમાં પરપ૧ર યોજન ગતિ કરે છે.
આ પ્રમાણે મંડલે મંડલે સૂર્યની મુહુર્તમાં ગતિ જાણવી. (૬) હવે દષ્ટિપથ–સૂર્યનું દેખાવું.
જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં આવીને ગતિ કરતો હોય ત્યારે અહીં રહેલા મનુષ્યને ૪૭૨૬૩ યોજન દૂરથી સૂર્ય દષ્ટિપથમાં એટલે એવામાં આવે છે. ત્યારે તે વખતે સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મુહુર્ત પ્રમાણ દિવસ હોય છે અને સર્વ જઘન્ય ૧૨ મુહુતની રાત્રિ હોય છે. કર્ક સંક્રાંતિને દિવસ સૌથી મોટામાં મોટે હોય છે. - જયારે સર્વ અત્યંતર મંડલમાંથી બીજા મંડલમાં આવીને સૂર્ય ગતિ કરતા હોય ત્યારે ૪૧૮ -૧૯ ચોકન દરથી અહી રહેલા મનુષ્યો સુર્યને જોઈ શકે છે. ત્યારે દિવસ ૧૮ મુહુર્તમાં ૨/૬૧ મુહુર્ત પ્રમાણ ઓછું હોય છે અને રાત્રિ ૧૨ મુહુર્ત પ્રમાણ હોય છે.
જ્યારે સર્વ અત્યંતર મંડલથી ત્રીજા મંડલમાં આવીને સૂર્ય ગતિ કરતા હોય ત્યારે ૪૭૦૯૯ - યોજન દૂર રહેલા સૂર્યને અહીં રહેલા મનુષ્ય જોઇ શકે છે, ત્યારે દિવસ ૧૮ મુહુર્તમાં ૪/૬૧ મુહુર્ત પ્રમાણ ન્યૂન હોય છે અને રાત્રિ ૧૨ મુહુર્તની હોય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org