________________
બહ ક્ષેત્ર સમાસ પામ્ય અને સૂર્ય દેખાય એટલે સૂર્ય ઉદય થયો.' એમ સૂર્ય સાથે વ્યવહાર કરીએ છીએ છતાં એટલું તે સિદ્ધ છે કે સર્વ ઠેકાણે સૂર્યને એક જ વખતે ઉદય કે એક જ વખતે અસ્ત હેતો નથી. પરંતુ સૂર્યની ગતિ જેમ જેમ આગળ-આગળ થતી જાય તેમ તેમ આગળ-આગળના ક્ષેત્રોમાં સૂર્યને પ્રકાશ પડે તે વખતે ત્યાં ત્યાં સૂર્યનું ઉદયપણું અને પાછળ-પાછળના ક્ષેત્રોમાં સૂર્ય દૂર-દૂર થતું હોવાથી ત્યાં ત્યાં સૂર્યનું અસ્તપણું થતું હોય છે.
શંકા–જ્યારે સૂર્યનું આવું અનિયમિતપણે જણાવ્યું તે શું દરેક ક્ષેત્રાશ્રયી સૂર્યને ઉદય અને અસ્ત અનિયમિત જ હોય ને ?
સમાધાન–હા. અનિયમિતપણું જ છે. સમભૂતલાથી ૮૦૦ એજન ઊંચે રહેલે સૂર્ય જેમ જેમ સમયે સમયે જે જે ક્ષેત્રોથી આગળ આગળ વધતું જાય તેમ તેમ તે તે ક્ષેત્રોની પાછળના દૂર દૂર ક્ષેત્રોમાં સૂર્ય પ્રકાશ ઘટતો જવાથી તે તે ક્ષેત્રોમાં રાત્રી આરંભાતી જાય અને આગળ આગળના ક્ષેત્રોમાં પ્રકાશ વધતો જવાથી, ત્યાં ત્યાં દિવસ થતો જાય છે. આથી સૂર્યના સર્વ સામુદાયિક ક્ષેત્રાશ્રયી સૂર્યનું ઉદય અને અસ્તનું અનિયમિતપણું જ છે. પણ જે સ્વ–રવ ક્ષેત્રાશ્રયી વિચારીએ તે ઉદય તથા અસ્ત લગભગ નિયમિત હેાય છે. કેમકે આપણે પણ જો ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં ઉભા રહીને જોઈશું તે ભરત ક્ષેત્રમાં આજે જે સમયે સૂર્ય ઉદયને પામે અને જે સમયે અસ્ત પામે, હવે બીજે દિવસે સૂર્યને જોઈશું તોપણ ગઈ કાલના ઉદય-અસ્તનો જે સમય હતો તે જ સમય લગભગ આજના સૂર્ય ઉદય—અને હેય. પણ આવું જ્યારે સૂર્ય અમુક મંડલમાં હોય ત્યારે અમુક દિવસ સુધી આવું એક જ ટાઈમે સૂર્યનું ઉદયપણું અને સૂર્યનું અતપણું થાય. પરંતુ ત્યાર બાદ ક્રમે ક્રમે સૂર્યના ઉદય અને અત– પણામાં હંમેશાં વધઘટ થયા કરે છે. એટલે જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે દિવસને ઉદય વહેલે થવા પામે અને અસ્ત પણ મોડો હેવાથી રાત્રી નાની હોય અને દિવસ માટે હોય તથા જ્યારે સૂર્ય બાહ્ય મંડલમાં હોય ત્યારે ઉદય મેડો અને અરત વહેલે થાય તેથી રાત્રિ મેટી અને દિવસ ટુંકે થાય છે. આથી સૂર્યના ઉદય-અસ્તપણામાં અનિયમિતપણું અને તેથી તે તે રાત્રિ-દિવસે નાના-મોટા,ઓછા-વત્તા મુહુર્ત પ્રમાણવાળા થાય છે. બાકી ઉદય અને અસ્ત ક્ષેત્રાશ્રયી તે લગભગ નિયમિત હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org