________________
જેનદષ્ટિએ મહા ભૂગળ-સૂર્યમંડલનું સ્વરૂપ
૫૭. આ કારણથી એ તે ચોક્કસ થાય છે, કે સૂર્ય જેમ જેમ આગળ-આગળ વધત જાય અને તેથી જે જે ક્ષેત્રોમાં પ્રકાશ થતો જાય છે તે ક્ષેત્રોના માણસો ક્રમે-ક્રમે “આપણે ત્યાં સૂર્ય ઉદય થયો,' એમ બેલે છે, અને જ્યારે સૂર્ય ક્રમે ક્રમે આગળ વધતા જાય અને પ્રકાશ ઘટતું જાય ત્યારે તે ક્ષેત્રવતિ માણસો પ્રકાશના અભાવે કમે ક્રમે “સૂર્ય અસ્ત થે.' એમ કહે છે. શ્રી ભગવતીજી સત્રની ટીકામાં કહ્યું છે કે –
जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे । तह तह इओवि नियमा जायइ रयणीय भावत्थो ॥१॥ एवं च सइ नराणं उदयत्थमणाई होतऽनिययाइ। सइ देसभेए कस्सइ किंची ववदिस्सए नियमा ॥२॥ सइ चेव य निदिहो भद्दमुहूत्तो.कमेण सव्वेसि ।
केसि चीदाणि पि य विसयपमाणे रवी जेसि ॥३॥ - ભાવાર્થ–સમયે સમયે સૂર્ય જેમ જેમ આકાશમાં આગળ વધે છે, તેમ તેમ પાછળ નિયમ રાત્રિ થતી જાય છે.
આ સ્થિતિ હેવાથી જુદા જુદા ક્ષેત્રોના મનુષ્ય માટે ઉદય અને અસ્તને કાલ પણ જુદા જુદા હોય છે.
ક્ષેત્રને ભેદ હોવાથી એક જ સમયે ક્યાંક દિવસ તે કયાંક રાત્રિ, ક્યાંક પ્રભાત તે કયાંક સંધ્યા અને મધ્યાહ્મ કહેવાય છે.
બધાય ક્ષેત્રોમાં ક્રમસર ભદ્રમુહુર્ત (પ્રાયઃ સૂર્યના ઉદય પૂર્વેનું બે ઘડી પ્રમાણ બ્રહ્મમુહુર્ત) એક અહેરાત્રિમાં એક જ વાર કહ્યું છે. હમણું એટલે આ ગ્રંથના પઠન સમયે પણ જેઓનું ક્ષેત્ર સૂર્યને વિષય બનવાની તૈયારીમાં છે, તે મનુષ્યોને ભદ્રમુહુર્ત (બ્રહ્મમુહુર્ત વર્તે છે.)
આથી એકંદરે જે બાજુ સૂર્ય દેખાય તે તે ક્ષેત્રોની અથવા જેનારની તે પૂર્વ દિશા, અને જે ક્ષેત્રોમાં જે બાજુ સૂર્ય અસ્ત થાય તે તેની પશ્ચિમ દિશા હેય, અર્થાત કેઈ માણસ ઉદય પામેલા સૂર્ય સામે ઉભો રહે ત્યારે તેની સામેની પૂર્વ દિશા, પાછળની પશ્ચિમ દિશા, જમણી બાજુની દક્ષિણ દિશા અને ડાબી બાજુની ઉત્તર દિશા કહેવાય છે, આ ચાર મુખ્ય દિશા, ખૂણાને ભાગ વિદિશા-ખૂણું જમણી તરફથી ગણતા પૂર્વ અને દક્ષિણ વચ્ચેને અગ્નિ ખૂણે, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેને નૈહત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org