________________
નદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ દિશા તરફ રહેલા ઐરાવત આદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. અને ક્રમસર આગળઆગળના ક્ષેત્રોને. પ્રકાશિત કરતા કરતા આગળ-આગળ ગતિ કરે છે.
આ બન્ને સૂર્યો પિત–પોતાના મંડલોની દિશા તરફ પિત–પિતાના સ્થાનથી મંડલનો પ્રારંભ કરે અને એ સર્વ અત્યંતર મંડલમાં એક સૂર્ય એક અહેરાત્રિમાં અડધું મંડલ ફરે છે. આથી પ્રત્યેક સૂર્ય એક આખું મંડલ બે અહેરાત્રિમાં ફરી રહે છે.
આ સર્વ અત્યંતર મંડલનું પ્રથમ અહેરાત્ર તે ઉત્તરાયણનું અંતિમ અહોરાત્ર કહેવાય. આ પ્રમાણે બન્ને સૂર્યો બે અહેરાત્રિએ સર્વ અત્યંતર મંડલને પૂર્ણ કરીને જ્યારે બન્ને સૂર્યો બીજા મંડલમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે, ત્યારે તે મંડલ પણ પૂર્વવત એટલે એક અહેરાત્રમાં અધમંડલ પુરુ કરે અને આખું મંડલ પૂર્ણ કરતા બે અહેરાત્રિ જેટલો સમય લાગે છે.
આ પ્રમાણે આ બીજા મંડલનું જે અહેરાત્ર તે શાસ્ત્રીય નૂતન વર્ષના પ્રથમ દિવસ-શાસ્ત્રીયશ્રાવણ વદ-૧, ગુજરાતી અષાઢ વદ–૧ મે નૂતન વર્ષને પ્રારંભ થાય છે.
આથી જયારે સૂર્ય સર્વ બાહ્ય મંડલે આવી, સર્વ બાહ્ય મંડલમાંથી નીકળીને બીજા મંડલમાં અર્થાત્ મેથી ૧૮૩ માં મંડલમાં છેલ્લેથી બીજા (૧૮૩ માં) મંડલમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જે અહોરાત્ર વડે એ મંડલ પૂર્ણ કરે, તે અહેરાત્ર ઉત્તરાયણના પ્રારંભ કાળનું પ્રથમ અહોરાત્ર કહેવાય છે.
જેમ દક્ષિણાયનને પ્રારંભ સર્વ અત્યંતર મંડલ વર્જીને બીજા મંડલથી ગણાય છે. તેમ ઉત્તરાયણને પ્રારંભ સર્વ બાહ્ય મંડલ વર્જીને બીજા મંડલથી ગણાય છે. આ રીતે દક્ષિણાયન અને ઉત્તરાયણનના ૬-૬ મહિનાને કાળ પ્રાપ્ત થાય છે.
અહીં એટલું વિશેષમાં સમજવું કે દરેક વર્ષે બને સૂર્યોનું સર્વ અત્યંતર મંડલ અને સર્વ બાહ્ય મંડલ-એટલે પહેલું મંડલ અને છેલ્લે ૧૮૪ મું મંડલ આ બે મંડલ સિવાયના ૧૮૨ મંડલોમાં દક્ષિણાયન પ્રસંગે જતાં અને ઉત્તરાયન પ્રસંગે
૧–હાલમાં વ્યવહાર માં નૂતન વર્ષનો પ્રારંભ કઈ સ્થાને કાર્તિક સુદ ૧, કેઈક સ્થાને ચૈત્ર સુદ થી થાય છે. કાર્તિક સુદ ૧થી નૂતન વર્ષને પ્રારંભ વિક્રમ રાજાના સમયથી વિક્રમ સંવત ચાલુ થયો. અને શ્રી મહાવીર પ્રભને મોક્ષગમન આસો વદ ૦))સે થવાથી બીજો દિવસ કાર્તિક સુદ ૧થી વીર સંવતની અણની મા થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org