________________
૧૨
બૃહત ક્ષેત્ર સમાસ અંજનકૂટ, અને માતજનકૂટ, અંકાવતીફૂટ, પહ્માવતીફટ, આશીવિષફટ, તથા સુખાવહકૂટ, ચંદ્રકૂટ, સૂરકુટ, નાગટ, અને દેવકૂટ આ સોળ વક્ષસ્કાર પર્વતોના નામો છે.
વિવેચન–૧૬ વક્ષસ્કાર પર્વતના નામો આ પ્રમાણે છે. તેમાં અહીં ઉત્તર કુરુ ક્ષેત્રથી પૂર્વ દિશામાં રહેલ કચ્છ વિજયની નજીકમાં રહેલ વક્ષરકાર પર્વતથી શરૂઆત કરીને પ્રદક્ષિણાને ક્રમે આ નામો જાણવા.
પહેલો વક્ષરકાર પર્વત ચિત્રકૂટ નામને છે, બીજો બ્રહ્મકૂટ નામને, ત્રીજે નલિનીકૂટ નામનો, ચોથો એકશેલકૂટ નામને, પાંચમો ત્રિકૂટ નામને, છઠ્ઠો વૈશ્રમણકૂટ નામને, સાતમો અંજનકૂટ નામને, આઠમે માતંજનટ નામને, નવમે અંકાવતી નામને, દશમો પદ્માવતીકૂટ નામનો, અગીયારમો આશીવિષકૂટ નામને, બારમો સુખાવહકૂટ નામને, તેમ ચંદ્રકૂટ નામન, ચૌદમો સૂરકૂટ નામને, પંદરમો નાગકૂટ નામને અને સોળ દેવકૂટ નામનો વક્ષરકાર પર્વત છે.
પહેલા વક્ષરકાર પર્વતની ઉપર ચિત્ર નામને દેવ, એક પલ્યોપમના આયુષ્યવાળો અને વિજ્યદેવની સમાન મહાર્ષિક પર્વતનું અધિપતિપણું કરે છે, તેથી આ વક્ષસ્કાર પર્વતનું નામ ચિત્રકૂટ કહેવાય છે.
આ પ્રમાણે દરેક વક્ષરકાર પર્વત ઉપર જે જે દેવ અધિપણું કરે છે તેના નામ ઉપરથી તે તે વક્ષરકાર પર્વત તે તે નામથી ઓળખાય છે.
શીતા મહા નદી અને શીદા મહા નદીની દક્ષિણ તરફ રહેલા વક્ષરકાર પર્વતના અધિપતિ દેવોની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ બીજા જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર યથાયોગ્ય સ્થાને આવેલી છે, જ્યારે શીતા મહા નદી અને શીતાદા મહી નદીની ઉત્તર તરફ રહેલા વક્ષસ્કાર પર્વતના અધિપતિ દેવોની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર દિશામાં બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર યથા ગ્ય સ્થાને આવેલી છે. ૩૭૩-૩૭૪
હવે અંતર નદીઓના નામ કહે છે. गाहावई दहवई, वेगवई तत्त मत्त उम्मत्ता। खीरोय सीयसोया, तह अंतोवाहिणी चेव॥३७५॥ उम्मीमालिणि गंभीर-मालिणी फेणमालिणी चेव ।
एया कुंडप्पवहा, उव्वेहो जोयणा दसओ॥३७६॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org