________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-સુર્યમંડલનું સ્વરૂપ એટલે ૮૦૦ એજન ઉંચે કર યોજના ૧૦૦૦૦ એજન વિસ્તારમાંથી ઓછા થાય. એટલે ૯૯૨૭ યોજન વિરતાર મેરુ પર્વતને હોય છતાં પણ જમીન ઉપર તો ૧૦૦૦૦ યોજન વિસ્તાર છે. તેથી વ્યવહારથી ૧૦૦૦૦ જનની વિવક્ષા કરવામાં આવી છે. એટલે ૯૯૬૪૦માંથી ૧૦૦૦૦ એજન ઓછા કરવા.
८८६४०
૮૯૬૪૦ યજન રહ્યા. આના અડધા કરતાં ૪૪૮૨૦ જન આવ્યા. આથી મેરુ પર્વતથી સર્વ અત્યંતર મંડલ ૪૪૮૨૦ એજન દૂર રહેલું છે. એટલે મેરુ પર્વતથી ૪૪૮૨૦ એજન અબાધા છે. (આનાથી નજીક સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર આવતા નથી પણ તારાના વિમાનની અબાધા તે ૧૧૨ ૧ જન કહેલી છે તેથી તારાના વિમાને ૧૧૨૧ જનથી વધુ નજીક હતા નથી.) અર્થાત તારાના વિમાન ઓછામાં ઓછા મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર હોય છે.
ઉપર જણાવેલ જગતીથી ૧૮૦ યોજન અંદર અને મેરુ પર્વતથી ૪૪૮૨૦ જન દૂર સર્વ અત્યંતર મંડલ છે. અને તે સર્વ અત્યંતર મંડલની ઉત્પત્તિ ક્ષણે જ પ્રાપ્ત થાય છે એમ સમજવું. પણ ચારે બાજુએ યથાર્થ ન સમજવું પણ બીજે બધે થોડું થોડું અંતર વધતું જાય છે.
આથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે સર્વ અત્યંતર મંડલ (ઉત્તરાયણને સમાપ્ત કરીને દક્ષિણાયનના પહેલા મંડલને આરંભતા) ભરત ક્ષેત્રને ભારત સૂર્ય મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં નિષધ પર્વત ઉપર મેરુ પર્વતથી ૪૪૮૨૦ એજન દૂર રહ્યો હોય ત્યારે તેની સામી બાજુમાં વાયવ્ય ખૂણામાં તીઠ્ઠી સમશ્રેણુએ એરવતક્ષેત્રને રિવતસૂર્ય નીલવંત પર્વત ઉપર મેરુપર્વતથી ૪૪૮૨૦ એજન દૂર હોય છે. કહ્યું છે કે,
'जंबूद्दीवे णं भंते दीवे मंदरस्स पव्वयस्स केवइय अबाहाए सव्वभंतरे सूरमंडले पन्नत्ते ? गोयमा ! चत्तालीसं जोयणसहस्साई अट्ठ सए वीसे जोयणस्स अबाहाए सव्वन्भंतरे (સૂરમંક) પન ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org