________________
૨૫
જેનદષ્ટિએ મહા ભૂગોળ-વિજયનું સ્વરૂપ
વૃષભ ફૂટ ૮ એજન ઉચ, ૧૨ યોજના નીચે વિસ્તારવાળો અને ૪ જન ઉપર વિસ્તારવાળો, બંબૂનદ સુવર્ણમય કંઇક રતવર્ણવાળો છે. તેના ઉપર બે ગાઉ લાગે, બે ગાઉ પહોળો અને એક ગાઉ ઉંચા સમરસ પ્રાસાદ છે, વૃષભકૂટને અધિપતિ વૃષભ નામને વ્યંતર દેવ એક પલ્યોપમના આયુષ્યવાળો છે અને તેની રાજધાની બીજા જંબૂનામના દ્વીપમાં આવેલી છે.
ચક્રવર્તિ દિવિજય કરીને આ માથાકૂટ પાસે આવતા પિતાનું નામ કાકીરત્ન વડે લખે છે.'
સિધુકંડમાંથી સિધુ નદી નીકળે છે, તેમ ગંગાકુંડમાંથી ગંગાનદી નીકળે છે. તે પણ સિન્ધનદીની માફક ઉત્તર કચ્છાર્ધમાં થઇને ખંડપાત ગુફાની પૂર્વ તરફથી વૈતાય પર્વતને નીચેથી ભેદીને દક્ષિણ કચ્છમાં આવીને શીતા મહાનદીને મળે છે. સિધુ નદીની માફક ગંગાનદીને પણ ૭૦૦૦-૭૦૦૦ કુલ ૧૪૦૦૦ નદીઓ ભેગી થાય છે.
સિધુ નદી અને ગંગા નદીના યોગે ઉત્તર કચ્છાર્ધમાં ત્રણ વિભાગ પડે છે તે પ્રમાણે દક્ષિણ કચ્છમાં પણ ત્રણ વિભાગે પડે છે. આમ એક કચ્છ વિજયમાં છ વિભાગ-ખંડ થાય છે. ચક્રવતિ આ છ ખંડ જીતે છે.
જેમ કચ્છ વિજયમાં ઉપર મુજબ ૬ વિભાગ થાય છે તેમ બત્રીસે વિજયમાં છ-છ વિભાગે થાય છે.
કચ્છ વિજય આદિ ૧ થી ૮ વિજામાં તથા પશ્ન વિજય આદિ ૧૭ થી ૨૪ નંબરની વિજેમાં સિધુ નદી અને ગંગા નદી છે.
૧ થી ૮ વિજયેની સિધુ નદી અને ગંગાનદી નીલવંત પર્વત પાસેના કુંડમાંથી નીકળી શીતા મહાનદીને મળે છે, જ્યારે ૧૭ થી ૨૪ વિજયેની સિબ્ધ નદી અને ગંગાનદી નિષધ પર્વત પાસેના કુંડમાંથી નીકળી શીદા મહાનદીને મળે છે.
વત્સ વિજય આદિ ૯ થી ૧૬ વિજેમાં તથા વખ વિજય આદિ ૨૫ થી ૩૨ વિજેમાં રક્તાનંદી અને રક્તવતી નામની નદીઓ છે.
૯ થી ૧૬ વિજાની રક્તાનથી અને રક્તવતી નદી નિષધ પર્વત પાસેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org