Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ભૂમિકા
અનાદિ કાળથી જીવ આ જગતમાં ચતુર્ગતિપરિભ્રમણ કરી રહ્યો છે, જે દરમ્યાન જન્મ-મરણના મહાદુઃખદાયી પથ ઉપર તે અનંત નિષ્ફળ ફેરા ફરતો રહ્યો છે; પરંતુ જ્યારે એ નિષ્ફળતાથી ત્રાસી તે જાગૃત થાય છે, ત્યારે એકાદ જન્મારો તે એવો જીવી જાય છે કે તેનો જન્મ સાર્થક થઈ જાય છે, તેનું પરિભ્રમણ સાંત થાય છે અને ત્યારે તેનું જીવન અન્યને માટે પણ દીવાદાંડીરૂપ બને છે. સ્વપકલ્યાણશિલ્પના આવા અનેરા ઘડવૈયાઓમાં - પરમ મંગળકારી વિરલ દિવ્યાત્માઓમાં સમર્થ જ્ઞાનાવતાર અને અધ્યાત્મયુગસષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્થાન વિશિષ્ટ ગરિમાયુક્ત અને ચિરંતન છે. રાગ-દ્વેષ-અજ્ઞાનજનિત સંસારતાપગ્નિને નિવારી; અત્યંત શાંત, શીતળ, સ્વરૂપસ્થ દશાને પામી, શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનું તો સર્વોત્કૃષ્ટ શ્રેય સાધી જ ગયા છે, સાથે સાથે આગામી કાળના સર્વ સંસાધકોને માર્ગદર્શક રૂપ નીવડે એવું તત્ત્વલક્ષી અને સાધનાપ્રધાન સાહિત્ય પણ નિષ્કારણ કરૂણાશીલતાથી બક્ષી ગયા છે, જે તેમનો સાંપ્રત મુમુક્ષુસમાજ ઉપર અપરિમિત ઉપકાર છે. શ્રીમદ્ અત્યારે દેહધારી સ્વરૂપે નથી, છતાં પણ તેમનો અમૂલ્ય અક્ષરદેહ કલ્યાણાભિલાષી ભવ્ય જીવોને નિરંતર જ્ઞાનપ્રકાશ આપતો રહે છે. તેમના સર્વોત્તમ સાહિત્યનો આધાર આવા દુષમ કાળમાં આત્મહિતવાંછુ મુમુક્ષુને માટે પરમ આશીર્વાદરૂપ છે.
શ્રીમનું જીવન અધ્યાત્મની અખંડ સાધનારૂપ હતું. તેમનું વ્યક્તિત્વ અપૂર્વ આત્મપરાક્રમના દર્પણરૂપ હતું. તેમની વિલક્ષણ અત્યંતર દશાનો નિચોડ તેમનાં પ્રેરક લખાણોમાં મૂર્તસ્વરૂપ પામ્યો છે. તેમનો જીવનસંદેશ જીવનમાં ઉતારવા, તેમના અંતરઆશયને સમ્યકપણે સમજવા તથા તેમની તીવ્ર જ્ઞાનમય આત્મદશાને ઓળખવા માટે તેમના આ અપ્રતિમ સાહિત્યનો યથાર્થ અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય છે.
શ્રીમદ્ભા લખાણમાં એક એવું પરમ દૈવત રહેલું છે કે જે સતુજિજ્ઞાસુઓને સ્વસ્વરૂપની સન્મુખ થવામાં અત્યંત સહાયકારી નીવડે છે. તેમના પ્રત્યેક વાક્ય, પ્રત્યેક શબ્દ અધ્યાત્મના રંગથી રંગાયેલાં જોવા મળે છે. શ્રીમદ્રનાં સર્વ લખાણોનું સંગૃહીત રૂપ - શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ સાધંત વાંચી જનાર ઉપર પહેલી છાપ તો તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. પુષ્પમાળા'થી માંડીને અંતિમ સંદેશ' સુધીનું કોઈ પણ લખાણ જોતાં જણાય છે કે તેમણે અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત કરી નથી. તેમનાં બધાં જ લખાણોમાં આત્મા જ કેન્દ્રસ્થાને રહ્યો છે. તેમનું સમસ્ત સાહિત્ય આત્માર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org