________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 38 )
ગણાય? વ્યવહારધર્મનાં અનેક પ્રકારનાં આચરણા આદરીને ઉત્તમ અધ્યાત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનનેા સ્વાદ લહીને પશ્ચાત્ અન્ય જીવાના અધિકાર યોગ્ય ધર્માચરણાના નિષેધ કરવા મંડી જવું ! એ શાસ્ત્રથી તે શું પણ નીતિના માર્ગથી પણ વિરૂદ્ધ કૃત્ય છે; એમ કય્યાવિના ચાલે તેમ નથી. અધ્યાત્મજ્ઞાનના જિજ્ઞાસુઓએ નીતિઆદિ વ્યવહારના પણ કદી ત્યાગ કરવા નહિ, શુષ્ક અધ્યાત્મજ્ઞાનની ધૂનમાં ઉતરીને માઘના વિવેક કર્તવ્યથી કદી ભ્રષ્ટ થવું નહિ; તે ઉપર એક સામાન્ય દૃષ્ટાંત કથવામાં આવે છે.
વ્યવહાર ધમૈથી ભ્રષ્ટ ન થયા વિષે એક સંન્યાસીનું ઃષ્ટાંત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સંન્યાસી અદ્વૈતવાદના જ્ઞાનની ધૂનમાં ખુખ ચડી ગયા, એક ભકતે તેને જમવાનું નેાતરૂં કહ્યું, પેલા સંન્યાસીના પગ કાદવથી બગડેલા હતા, તેથી ગૃહસ્થભકતે કહ્યું કે સંન્યાસી મહારાજ લોટા લેઇને તમારા પગ વા. સંન્યાસીએ કહ્યું, જ્ઞાનગંગામાં મારા પગ ધોઈ લીધા છે. ગૃહસ્થ સમજી ગયા કે સંન્યાસી બિલકુલ આચારથી દૂર થયા છે, તેથી તેણે સંન્યાસીને બેધ દેવાનેમાટે તે સંન્યાસીને અનેક પ્રકારનું મિષ્ટાન્ન જમાડ્યા બાદ ખૂબ ભજી ખવરાવ્યાં અને તેને એક કેટડીમાં સુવાડી મહારથી તાળું માર્યું. સંન્યાસી કેટલાક વખત થયા એટલે જાગ્રત થયા અને તેણે કમાડ ઉઘાડવા પ્રયત્ન કર્યો પણ કમાડ ઉઘડવું નહિ. તૃષાથી તેના જીવ ખૂબ આકુલ વ્યાકુલ થયા ત્યારે ગૃહસ્થે કહ્યું કે, કેમ સંન્યાસીમહારાજ, બૂમ પાડે છે ? સંન્યાસીએ કહ્યું કે, મારે જીય જળવિના ચાલ્યા જાય છે. ગૃહસ્થે કહ્યું કે, પેલી જ્ઞાનગંગામાંથી જલ પી શાંત થાઓ ! સંન્યાસીએ કહ્યું એમ કેમ અને, ત્યારે ગૃહસ્થે કહ્યું કે કાદવ વગેરેને જ્યારે જ્ઞાનગંગામાં ધોઈ નાખ્યા ત્યારે, પાણી પણ જ્ઞાનગંગામાંથી પ્રેમ નથી પીતા ? ગૃહસ્થના આવા યુક્તિભર્યા ઉપદેશથી સંન્યાસીનું મન ઠેકાણે આવ્યું. આ દૃષ્ટાંતના સાર એટલેા છે કે, કદી શુષ્ક અધ્યાત્મજ્ઞાની બનવું નહિ, તેમજ શુષ્ક ક્રિયાવાદી પણ બનવું નહિ. એટલું તે કથવું આવશ્યક છે કે, ક્રિયાઓના જ્ઞાનના ખપ ૉવિના કેટલાક મનુષ્યાએ ક્રિયાપ્રતિ પ્રવૃત્તિ કરી હેાય છે; પણ નીતિના સદ્ગુણા, તેમજ ઉત્તમ આચારાની ખામીને લીધે તેની ક્રિયા દેખીને કેટલાક સંદિગ્ધ મનુષ્યા ક્રિયામાર્ગના વ્યવહારથી પરાડ઼મુખ થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ધાર્મિક ક્રિયાનું રહસ્ય સમજતાં, તે ક્રિયાઆની અધિકારીભેદે ઉત્તમતા સંબન્ધી કંઈપણ શંકા રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સ્થૂળ અને સૂક્ષ્મ ભૂમિકામાં, અર્થાત્ અંતરમાં અને
For Private And Personal Use Only