________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) અધ્યાત્મજ્ઞાનને પચાવીને હૃદયમાં ઉતારવું જોઈએ. કેટલીક વખત જેનામાં નીતિના ગુણાની ગ્યતા ન હોય એવા મનુ અધ્યાત્મજ્ઞાનના પગથીએ ચઢે છે તેથી તેઓને ફાયદો થતો નથી. પહેલી ચોપડી ભણનારે બીજીમાં ન બેસતાં એકદમ છ ઘોરણમાં બેસે તે ઉભયથી ભ્રષ્ટ થાય તેમાં કંઈપણું આશ્ચર્ય નથી. અધ્યાત્મજ્ઞાનના અધિકારી થયા હોય તેઓને અધ્યાત્મજ્ઞાન શિખવવું જોઈએ. પહેલી ચોપડીના વિદ્યાથી એમ. એ. થએલાની મશ્કરી કરે અને કહે કે એમ. એ. ના કલાસનું જ્ઞાન ખોટું છે, તો તેઓના એમ કહેવાથી એમ. એ. ને કલાસ અને તેઓનું જ્ઞાન ખોટું ઠરતું નથી, તેમ વ્યવહારમાર્ગના પ્રથમ પગથીએજ જેઓ ચઢવાને લાયક થયા છે તેઓ અધ્યાત્મજ્ઞાનીઓના સૂક્ષ્મ બોધને સમજી શકે નહિ અને તેઓને ખોટા ઠેરવે તેથી કંઈ અધ્યાત્મજ્ઞાનના અભ્યાસકે ખેટા સિદ્ધ થતા નથી.
આ ઉપરથી સાર એટલે ખેંચવાને છે કે, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓએ શુષ્કપણું પ્રાપ્ત ન થાય અને અધ્યાત્મજ્ઞાન નિન્દાય નહીં એ ઉપયોગ રાખવો જોઈએ. સાનિયેના વ્યવહાર આચારોમાં અને મૂર્ખાઓના વ્યવહાર આચરણમાં ભિન્નતા પડે છે; જ્ઞાનીઓના સદાચારનું બાળકોએ અનુકરણ કરવું જોઈએ. કેટલીક વખત એવું બને છે કે, અધ્યાત્મશાસ્ત્રજ્ઞાનને કેટલેક અભ્યાસ કરીને બાળ પિતાનું એક ટોળું અધ્યાત્મિના નામનું બાંધવા પ્રયત્ન કરે છે અને વ્યવહારમાર્ગના ભેદની ઉત્થાપના થાય એવો ઉપદેશ દે છે, તેથી તેઓ અધ્યાત્મજ્ઞાનીઓ ગણાતા છતાં ઉલટા અન્યોની સાથે લડીને અધ્યાત્મજ્ઞાન અને શુદ્ધ વ્યવહારથી પણ દૂર થઈ જાય છે.
અધ્યાત્મજ્ઞાનીથી કદી ગ૭ બાંધી શકાય નહિ. વ્યવહારનયને અવલંબી ટાળું ભેગું કરતાં છતાં વ્યવહારધર્મનયનું ખંડન કરવું એ વદવ્યાઘાત જેવું છે. જૈન ધર્મનાં બંધારણે, આચારે, ઉપદેશ અને ગુરૂશિષ્યનો સંબન્ધ, વંદન-પૂજન ઇત્યાદિ સર્વની સિદ્ધિ, ખરેખર વ્યવહારનય માન્યાવિના થતી નથી. ગુરૂશિષ્યનો સંબધ, વંદન, પૂજન, યાત્રા, દર્શન, આદિ વ્યવહારધર્મના આચારેને આચરતાં છતાં, વ્યવહારનયનું ખંડન કરીને નિશ્ચયધર્મના વિચારેનું એકાતે પ્રતિપાદન કરવું, એ વાત કદી બનવા ગ્ય નથી. જે પોતાની માતાનું સ્તનપાન કરીને મેટો થયાબાદ એમ થે કે “માતાનું દૂધ પીવું નહિ” એ વાત કેમ બને,ભલે તે પોતે દૂધ પીવાનો અધિકારી નથી પણ અન્ય બાળકેતો છે. બાળકોને જે દૂધ પીવાનું નિષેધીએ તે કેવું ખરાબ.
ભ. ઉ. ૫
For Private And Personal Use Only