________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) વિના આચારેને આદરી શકાતા નથી, તેમ આત્માવિના વિચારે અર્થાત જ્ઞાન ઉત્પન્ન થતું નથી. અધ્યાત્મજ્ઞાનથી આ સઘળું સમજાય છે અને આત્માના સદગુણે પ્રાપ્ત કરવા સંબધી લક્ષ ખેંચાય છે. આત્મજ્ઞાનથી સારમાં સાર સુખ પ્રાપ્ત કરવા વિવેક થાય છે.
અધ્યાત્મજ્ઞાનથી પિતા અને પરનો વિવેક થવાથી હવનમાં
પરિભ્રમણ કરવાની પ્રવૃત્તિનો નાશ કરવા પ્રતિ પ્રવૃત્તિ અધ્યાત્મજ્ઞાન થાય છે. ઇલાચી કુમારને વાંસ ઉપર નાચતાંનાચતાં નથી વિવેક, કેવલજ્ઞાન ઉત્પન્ન કરાવનાર વસ્તુતઃ વિચારીએ તે
અધ્યાત્મજ્ઞાન જ સિદ્ધ કરે છે. હૃદયમાં ધર્મના અપૂર્વ પ્રેમને ઉત્પન્ન કરનાર અધ્યાત્મજ્ઞાન છે. ગજસુકુમાલ મુનિવરને સમતા ભાવમાં ઝીલાવનાર આન્તરિક વિચારરૂપ-અધ્યામજ્ઞાન જ હતું. સ્કંધક મુનિવરના શિને સમભાવમાં લદબદ કરીને શરીરનું ભાન ભુલાવી મુક્ત કરનાર અધ્યાત્મજ્ઞાન હતું. પ્રસન્નચંદ્રરાજર્ષિને શત્રુપર સમભાવ કરાવીને કેવલજ્ઞાન અર્પનાર–ભાવનામય અધ્યાત્મજ્ઞાન હતું. જે જે મુનિવરે અધ્યાત્મજ્ઞાનની ઉપાસના કરે છે તેઓ બાહ્ય દુનિયાને સ્વપસમાન ક્ષણિક માનીને, આતરિક જ્ઞાનાદિ લક્ષ્મીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. કેઈપણ મનુષ્ય, અધ્યાત્મજ્ઞાનવિના મોક્ષમાર્ગમાં ચાલી શકનાર નથી. શ્વાસે છાસને અને પ્રાણુને જેમ નિકટને સંબધ છે તેમ આનન્દ અને અધ્યાત્મજ્ઞાનને પણ નીકટને સંબન્ધ છે. જલવિના જેમ વૃક્ષના સર્વ અવયનું પિષણ થતું નથી, તેમ અધ્યાત્મજ્ઞાન વિના આત્માના સર્વ ગુણેનું પિષણ થતું નથી. સૂર્યનાં કિરણોઅપવિત્ર વસ્તુઓને પવિત્ર કરવા જેમ સમર્થ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અપવિત્ર આત્માને પવિત્ર કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી જન્મ-જરા અને મરણ પણ હીસાબમાં ગણુતું નથી. ગમે તેવાં વાદળાંને ભેદીને સૂર્યનાં કિરણે પૃથ્વી ઉપર પ્રકાશ નાખવા સમર્થ થાય છે, તેમ ગમે તેવા આશાઓનાં બંધનોને છેદવાને માટે અધ્યાત્મજ્ઞાન સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનરસની ખુમારીથી જેઓના હદય આનન્દી બન્યાં છે તેઓને, અન્ય જડ પદાર્થોદ્વારા સુખ મેળવવાની રૂચિ રહેતી નથી. પ્રત્યેક મનુષ્ય સુખ મેળવવાને માટે પ્રયત્ન કરે છે. ખરું સુખ મેળવવાને માટે હૃદયની સ્વાભાવિક પ્રેરણા થાય છે. મનુષ્યોને ખરા સુખનું જ્ઞાન થાય તે, તેઓ ક્ષણિક સુખની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રપંચે કરે નહિ અને આમિક સુખ મેળવવાને માટે પ્રયત્ન કરી શકે.
For Private And Personal Use Only