________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ ધાર્મિક વ્યવહાર,
અર્થત આચારોને છોડી ન દેવા જોઈએ. અધ્યાત્મજ્ઞાન ક્રિયાઓ પિતાની દિશા જણાવે છે પણ તે ધર્મક્રિયાનો અનાદર કરવી જોઈએ. સૂચવતું નથી. જેઓ ગુરુ પરંપરાથી આત્મજ્ઞાન પ્રાપ્ત
કરે છે તેઓને ધર્મક્રિયાઓ કરવામાં સ્થિરતાના યોગે વિશેષ પ્રકારે રસ પડે છે. અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓને આચારે ઉત્તમ થાય છે અને તેઓને આત્મા પ્રતિદિન મોક્ષમાર્ગપ્રતિ ગમન કરે છે. અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થમાં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાએ, શુષ્ક અધ્યાત્મીઓ કે જે સાધુઓના પ્રતિપક્ષી બને છે અને વ્રતોમાં ધર્મ માનતા નથી તથા સાધુઓને માનતા નથી, તેઓને સારી રીતે ઉપદેશ આવે છે. અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કરનારાઓને અધ્યાત્મશાનમાં રસ પડે છે તેથી તેઓ અધ્યામશાનનું વર્ણન કરે એ બનવા યોગ્ય છે, પણ જિજ્ઞાસુઓએ સમજવું જોઈએ કે ધર્મક્રિયાના વ્યવહારને નિષેધ થાય એવો ઉપદેશ કદી ન કરવું જોઈએ. એક દિવસમાં કઈ જ્ઞાનીની પણ, એકસરખી પરિણતિ રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનીઓની પણ એકસરખી પરિણતિ રહેતી નથી. ઉચ્ચ પરિણુમની ધારામાંથી પડતાં છતાં વ્યવહારમાર્ગ શરણભૂત થાય છે. વ્યવહારધર્મ માન્યાવિના નિશ્ચયધર્મની સિદ્ધિ પણ થતી નથી. વ્યવહારધર્મના અનેક ભેદ છે તેથી,-અધિકારીભેદે-સર્વ ભેદનું જ્ઞાન કરવું જોઈએ. વ્યવહાર કારણ છે અને નિશ્ચય કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનથી જેઓએ તનાં સૂક્ષ્મ રહસ્ય જાણ્યાં છે તેઓ, તીર્થકર, ગણધર આદિ પ્રતિપાદિત આવશ્યકાદિ ધર્માચારેનું ઉત્તમ રહસ્ય જાણી શકે છે અને તેથી તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકે છે. જૈનશાસ્ત્રોનું ગુરૂ પરંપરાએ જ્ઞાન પ્રાપ્ત કરીને જેઓએ આત્મતત્વની વિચારણું કરી છે તેઓ નિમિત્તકારરૂપ વ્યવહારધર્મની કદાપિ પણ ઉથાપના કરતા નથી. અધ્યાત્મજ્ઞાનમાં વિશેષ રમણુતા થતી હોય તે પણ વ્યવહારધર્મને ઉછેદ કરે નહિ. કેઈ મનુષ્ય એમ. એ. ની કલાસમાં ગયો હોય તે પહેલી ચોપડી ભણવી નહિ એમ પહેલી ચોપડીના અધિકારીઓને કહી શકે નહિ. એમ. એ. ની પરીક્ષામાં પાસ થએલાને પહેલી ચોપડીની જરૂર નથી એ તો ઠીક છે, પણ તેથી પહેલી ચોપડીને ત્યાગવા ગ્ય કહી શકાય નહિ, પહેલી ચોપડી ભણનારાઓ તો ઘણું પાકવાના છે, એમ જાણી કારણ કાર્યભાવની પરંપરાનો નાશ કરવા કદી ઉપદેશ દે નહિ એમ, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓને સૂચના કરવામાં આવે છે. અનુભવીઓ અધ્યાત્મજ્ઞાનને કાચા પારાસુમાને કહે છે, માટે ગુરૂગમથી
For Private And Personal Use Only