________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ગુણોથી અન્યોને પણ ધર્મની છાપ બેસાડી હતી. સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉચ્ચમાં ઉચ્ચ અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. આસન્નભવ્યને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
અધ્યાત્મશાસ્ત્રો આત્મિક ધર્મના માર્ગને દેખાડે છે અને આત્મામાં પ્રેમ ઉત્પન્ન થાય તે બેધ આપે છે. અધ્યાત્મશાસ્ત્રોની ઉપયોગિતા સંબધી જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને દુનિયાના લેકે મેહનો નાશ કરવા પ્રયતશીલ બને છે. અધ્યાત્મશાસ્ત્રો ખરેખર, આત્માના ધર્મની દિશા દર્શાવવાને સમર્થ બને છે અને પરભાવ દૃષ્ટિનો પરાભવ કરવા સમર્થ બને છે. શ્રીમાન્ મુનિસુંદરસૂરિ મહારાજાએ અધ્યાત્મકલ્પદ્રમ નામનો ગ્રન્થ રચીને ભારતભૂમિના મનુષ્યો પર મહાન ઉપકાર કર્યો છે. અધ્યાત્મકલ્પક્રમ વાંચીને હજારો મનુ પિતાના વર્તનમાં સુધાર કરે છે, અને પિતાના આત્માના સદ્ગુણો ખીલવવાને માટે કાલાનુસારે ભાગ્યશાળી બને છે. એક ગ્રન્થ પિતાની વિદ્યમાનતાપર્યન્ત વાચકને પોતાનામાં રહેલા વિચારોને આપવા સમર્થ થાય છે. દુનિયાના બાહ્ય પદાર્થોમાં સુખ નથી, ખરું સુખ તો આત્મામાં છે એવું, દેવ દંદભિ વગાડીને કહેનાર અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મના ગ્રન્થ બનાવનારા જગતમાં દિવ્ય કલ્પવૃક્ષે વાવે છે અને તેનાં ફળ વર્તમાન કાળની પ્રજા કરતાં ભવિ
ધ્યકાળની પ્રજા વિશેષતઃ આસ્વાદે છે. વર્તમાન કાળમાં રચાયેલા ગ્રન્થની મહત્તાને ભવિષ્ય કાળના મનુષ્ય જાણી શકે છે. વક્તા મનુષ્ય વર્તમાનકાળમાં મનુષ્ય ઉપર અસર કરી શકે છે અને ગ્રન્થો તો ભવિખ્ય કાળમાં વિશેષ પ્રકારે અસર કરવા શક્તિમાન થાય છે. કેઈપણ પ્રકારનું જ્ઞાન, દુનિયામાં નકામું નથી; ત્યારે અધ્યાત્મજ્ઞાનતા દુનિયામાં નકામું હોયજ નહિ એમાં શું કહેવું? શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય ભાર દઈને કહે છે કે, સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. મદોન્મત્ત હાથી જેમ અંકુશથી વશ થાય છે તેમ ચંચળ એવું મન પણ અધ્યાત્મજ્ઞાનથી વશ થાય છે. મનરૂપ પારાને મારવા માટે અધ્યાત્મજ્ઞાનરૂપ ઔષધી સમાન અન્ય કોઈ ઔષધી નથી. પાંચ ઈન્દ્રિય પિતાની છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, પણ તેના ઉપર કાબુ મેળવનાર અધ્યાત્મજ્ઞાન છે. મનરૂપ માંકડું કદી ઠરીને ઠેકાણે બેસી શકતું નથી, તો પણ તેને અધ્યાત્મજ્ઞાનની સાંકળથી આત્મારૂપ ઘરમાં બાંધી શકાય છે. આત્મસૃષ્ટિમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળાએ અવશ્ય અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેનું આત્મા ઉપર લક્ષ નથી તે મેહને જીતવા સમર્થ થતો નથી. મનને વશ કરવાના જે જે ઉપાયો છે
For Private And Personal Use Only