________________
માટે પ્રચંડ ખેદ થાય છે અને આત્માની ઈચ્છા એવી થાય છે કે આ શરીર આદિને યવહાર કયારે ત્ય અને એક માત્ર મોક્ષની આરાધના કરવા માંડું! જ્યારે કર્મ સંગ્રામ ખરેખર શરૂ થાય છે એટલે કે લેકિક ભાંજગડોનો અંત આવે છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમાધિ આ સઘળી ભાંજગડમાં મન રાત દિવસ ચાલુ થાય છે ત્યારે છઠું અને તે ઉપરના ગુણસ્થાનકે હોય છે, અને જ્યારે કર્મ ઉપર વિજય મેળવી આત્મા મોક્ષનું સાટું કરી લે છે અને નિર્વિકલ્પ દશામાં પહોંચે છે ત્યારે તેને તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ બધી બાબતો ઉપર ઘણો સારો પ્રકાશ પાડવામાં આવ્યા છે.
૧૬ સોળમાં યાખ્યાનમાં “સમ્યકત્વ અને તેની આવશ્યક્તા” ઉપર વિવેચન કરવામાં આવેલું છે. સમ્યકત્વના (૧) દ્રવ્ય સમ્યકત્વ અથવા વ્યવહાર સમ્યકત્વ, અને (૨) નિશ્ચય સમ્યકત્વ એવા બે પ્રકાર સમજાવી કેવલી અને છાસ્થની સ્થિતિનું સ્વરૂપ અને તેમના અધિકાર અનેક તરેહના દ્રષ્ટાંતો આપી આપણને જણાવવામાં આવેલાં છે, તેમજ અવિરતિ, દેશવિરતિ, અને સર્વવિરતિની ફરજ શું છે તે પણ સમાવવામાં આવ્યું છે. સાથે સાથે અનેક ઉપયોગી વિષયો – જેવા કે (૧) સ્વાધીન ધર્મ અને પરાધીન ધર્મ, (૨) તીર્થકરોને પૂજ્ય કેમ માનવા, (૩) કેવલીઓ તીર્થંકરોની સત્કાર સેવા કરતા નથી છતાં આપણે તીર્થકરોને પૂજ્ય કેમ માનવા, (૪) જૈન સાધુએ પોતે ભગવાનના પ્રતિબિંબોની પૂજા કરતા નથી તો તેઓ શ્રાવકોને શા માટે પ્રતિમાપૂજાને ઉપદેશ આપે છે, (૫) વીતરાગ ભગવાન પોતે “નમો અરિહંતા” એમ કહેતા નથી છતાં તેઓએ આપણને તેને ઉપદેશ કેમ આઓ, (૬) તીર્થકર ભગવાન અને કેવલી મહારાજાઓએ ભલે કર્યું હોય કે ન કર્યું હોય તો પણ તેમણે આપણે માટે જે કરવા ચોગ્ય જાણીને આપણને કરવાનું ફરમાવ્યું છે તે સઘળું આપણે કરવુંજ ચોગ્ય છે, અને તેઓએ જે કાંઈ કર્યું છે તે આપણે ચોગ્ય અવસ્થાએ અનુકરણીય તો જરૂર માનવાનું છે, પછી તે વસ્તુને આપણે ન આદરી શકીએ તો એ આપણી શકિતની ખામી છે, (૭) સાચું શ્રાવકપણું કઈ જગાએ છે, (૮) દેવપૂજાનું પ્રયોજન અને તેની અનિવાર્ય જરૂર-આ વિષયો ઉપર ઘણું બેધક વિવેચન કરી મુખ્ય વિષયને અત્યંત પુષ્ટ કર્યો છે. - ૧૭ સત્તરમા વ્યાખ્યાનમાં “યાદ્વાદના મમ” સંબંધી વિવેચન કર્યું છે. પદાર્થમાત્રની ત્રિવિધાત્મતા –ઉત્પત્તિ, નાશ અને ધ્રુવપણું સમજાવી ભેદભેદ રૂપી સ્યાદ્વાદ બહુ સરલતાથી આપણા મગજમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. આ વિષયની ચર્ચા કરતાં સામાન્ય દ્રષ્ટિએ આપણે માનવા માટે સકેચાઇએ કે શંકા કરીએ એવી અનેક બાબતો ઉપર પ્રકાશ નાંખી, જુદા જુદા સિદ્ધાંતના વચનો ઘણી યુક્તિ પ્રયુક્તિથી આ૫ણા દીલમાં. ઠસાવવામાં આવેલાં છે. ૧() સર્વરૂપણું તે કહેવાય છે કે સઘળા પદાર્થો ને યથાવિધ જાણવા. સમ્યકત્વમાં પણ એજ રિથતિ છે. જે સર્વ પદાર્થોને જાણે છે તેને જ સમ્યકત્વની પ્રાપ્તિ થયેલી છે એમ કહી શકાય છે. (૩) વળી એમ પણ કહ્યું છે કે “સર્વજ્ઞતાની પ્રાપ્તિ પહેલાં જ સમ્યકત્વની પ્રાપ્તિ થવી જોઈએ” આ બંને બાબત શી રીતે બની શકે? (૨) શ્રીમાન ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે “વ્યા મમત” તે કેવી રીતે સંભવે? શ્રીઆચારંગ સૂત્રમાં જણાવ્યું છે કે “જે gii કાળજું તે સબ્સ નાળ કલ્વે ના? તે gri ના” એ સૂત્ર સમ્યકત્વને અંગે કેવી રીતે લગાડી શકાય ? (૪) ત્રણ ગુણો-ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું એ પદાર્થ માત્રમાં કબૂલ રાખવામાં આવે તો જીવની ઉત્પત્તિ હોય તો જીવ અનાદિ કેમ સંભવે? (૫) એક પણ પદ એકપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com