Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh
Catalog link: https://jainqq.org/explore/005884/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 미리 'ચિત્રભાનું Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણના પગથારે : પ્રવચનકાર : ચિત્રભાનું પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય આત્મશ્રીની પૂર્ણતા પૂની પ્યાસ મહાવીરજન્મ કલ્યાણક પ્રાણી મૈત્રી દિન પરિસ’વાદ જીવનને પૂર્ણ કેમ બનાવવું ? જીવનનું દન સમ્યગ્દર્શન વિકાસ આપણું સંસ્કાર ધન પ્રાના અને પુરુષા અનુક્રમ પ્રકાશક : માણેકલાલ સી. શાહ દિવ્ય જ્ઞાન સધ ‘ કવીન્સ વ્યૂ’ ૨૮/૩૦ વાલકેશ્વર મુંબઈ-૬ : : : : :::: :::: ,, : પ્રથમ આવૃત્તિ ૧૯૬૮ : વિક્રમ સવત ૨૦૨૪ દ્વિતીય આવૃત્તિ ૧૯૬૯ મૂલ્ય : ત્રણ રૂપિયા ૨૦૨૫ : પૃષ્ઠાંક ૧. ૧૯ ૩૬ ૫૦. ૫૯ ૧૦ ૧૨૯ ૧ ૩ ૧૬૩ ૧૮૨ મુદ્રક : કૈવલ્ય શાહ લિપિની પ્રિન્ટરી ૩૮૦ ગિરગામ રોડ . મુંબઈ-૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ CCC જમ ૪ મરણ. = શ્રાવણ વદ્દ ૧૨ સ. ૧૯૬૯ શ્રાવણ વદ ૨ સ’, ૨૦૧૪ જેમને ખાયકાળથી જ ધર્મનું શિક્ષણ અને સંસકારા મઇયા હતા, જેમનું આતિથ્ય મિત્રો અને સ્નેહીઓમાં પરાગની જેમ પ્રસયુ હતું, જેમની મેધા અને સમરણશકિત વિશિષ્ટતાની દ્યોતક હતી અને જે મણે પોતાને મળેલા સરકાર પોતાના સંતાનને પણ એક વારસારૂપે આપ્યા છે એવાં શ્રી સવિતાબહેનના | મરણ માં, શેઠ વિજયસિંહ ચીમનલાલ તરફથી પ્રેમ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ મૌનની મંત્રમયી વાણી માનવજીવનના વિકાસનાં ચાર પાનની વાત કરતાં, યૌવનેત્તર ભૂમિકાએ મુનિવ્રતના માહાભ્ય તરફ મુનિવર્ય પૂ. શ્રી ચંદ્રપ્રભસાગર મહારાજે આપણું ધ્યાન દોર્યું છે. “મૌનમાં આત્માના સંગીતને અનુભવ કરે તે મુનિ” આમ કહેવામાં એમણે એક રહસ્ય આપણું સમક્ષ પ્રગટ કર્યું છે. મૌન એટલે વાણીને અભાવ નહીં, એ એક એવી અવસ્થા છે જેમાં, ભીતર જે ઝીણું ઝીણું સતત ગુંજન ચાલી રહ્યું છે એને અનુભવ થાય છે. ગુંજન તે છે વાણું અને લયને સંવાદ, ને જ્યાં સંવાદ છે ત્યાં છે આનંદ. આમ સચ્ચિદાનંદના અનુભવની જ એમણે વાત કરી છે. ' સચ્ચિદાનંદનો અનુભવ એ જ પૂર્ણત્વને-આત્મશ્રીને અનુભવ છે. એ અનુભવ સહુને થવો જોઈએ પણ થતો નથી. એનું કારણ છે સ્વરૂપવિસ્મરણ; ભૌતિક મહોરાની પાછળ રહેલા આપણુ સાચા સ્વરૂપનું જ આપણું અજ્ઞાન. જીવનની સર્વ કંઈ વિષમતાનું–રાગદ્વેષનું, આશાનિરાશાનું, ભયક્રોધનું, દેન્યનું, દુ:ખનું, બધી વાસનાઓનું, અભાવનું, અપૂર્ણતાનું-મૂળ આમાં જ રહ્યું છે. એ જ છે. અંતઃકરણ પરનું થર થર થઈ જામેલું આવરણ, જે આપણા શુધ સ્વરૂપના નિમલ પ્રતિબિંબને ફુટ થવા દેતું નથી. ' મુનિશ્રી એમની સરલ, સુંદર અને પ્રભાવક વાણીમાં કહે છે કે “દીવાલમાં મન અટવાઈ ગયું, તે પરમ સત્યનું દર્શન તમે નથી કરી શકવાના” દીવાલે એટલે ઈંદ્રિયોના વિષયો જે અંશરૂપ છે, અનિત્ય છે; એના છંદે ચડવામાં આખરે તો પડવાનું જ રહે છે. દીવાલ સામે નજર માડવાથી કેઇ પેતાને જોઈ શકતું નથી. પોતાને જોવા માટે તે અમલિન સમતલ અરીસાની જરૂર રહે છે. આત્મશ્રીના દર્શન માટે એવી જ રીતે જોઈએ મલમુકત અચંચલ મન. Page #7 -------------------------------------------------------------------------- ________________ પણ મૌનની, કે ચિત્તની અચંચલતાની વાત અહીં નિષેધાત્મક નથી. આ ગ્રંથમાં લેવાયેલાં પ્રવચનામાં પ્રગટ થતા એમના મનાભાવને બેઈશું તે જણાશે કે જીવનને એ આનંદના આવિષ્કાર જ ગણે છે. જીવનને એમણે તે! આન'દસભર જ યુ છે . અને એટલે જ, એ રીતે જે જોઇ નથી શકતા એમને એ રીતે જોવાની એ દૃષ્ટિ આપે છે. મૌનમાંથી પ્રગટ થતા આત્માના સંગીતને એ સગત કરે છે. આપણા-હવે તા લગભગ આખી દુનિયાને-સમાજ જ્યારે જનતંત્ર અધીન છે ત્યારે વિચિત્રતા તે એ છે કે સમાજના એક. અપરિહાર્ય અંગ રૂપે એની અખિલાઇના નહીં પણ માનવી એનાથી કેવલ અસ ́બદ્ધ એવી વિચ્છિન્નતાનો અનુભવ કરતે જણાય છે. એની દૃષ્ટિનું લક્ષ્ય સમાજ નથી. નજરનુ કેન્દ્ર છે સ્વય’ પેાતે. અહીં એનુ ફલક સાંકડું બને છે, બને છે અત્યંત અલ્પ. જે અલ્પ છે તે ભૂમાને ધારણ કરી શકતું નથી. અને ભૂમા નથી તે। આનંદ નથી. આ પ્રવચના બાહ્યના આંતરિક સાથે. સમષ્ટિને વ્યકિત સાથે સંવાદ સધાવનારાં છે, સ્વનુ જ્ઞાન કરાવનારાં છે, આનંદ અભિમુખ કરાવનારાં છે, ને તે પણ સહુને સરળ પડે. એવી મધુર વાણીમાં. હૃદયે હૃદયે એના ગુંજનધ્વનિ જાગે એવી ઇચ્છા એમના પ્રકાશન સાથે વ્યકત કરું છું. —રાજેન્દ્ર શા Page #8 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्द पूर्णेन पूर्ण जगदवेक्ष्यते ॥ ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના મંગળાચરણમાં આત્માની સહજ અવસ્થાના સ્વરૂપનું આલેખન કરે છે, આત્માની સહજ આધ્યાત્મિક લક્ષ્મીનું એમાં વર્ણન કરે છે, આ આત્માની આધ્યાત્મિક લક્ષ્મીની સભરતાને–આત્મશ્રીને જેને અનુભવ થાય તે ન વર્ણવી શકાય એવાં સહજ સુખને અનુભવ કરી શકે. પછી તે આ જગતમાં રહેવા છતાં અને આ દેહમાં વસવા છતાં એ કંઈક અનોખું અને આનંદમય જીવન જીવી શકે. પણ એ દુઃખની વાત છે કે આ આત્મા વિભાવના પ્રમાદમાં પડીને પિતાના સાચા સ્વરૂપને અને આત્મશ્રીને ભૂલી શકે છે. શ્રેષ્ઠ ધનવાનના પુત્ર પણ જ્યાં સુધી પોતે ધનવાન છે એમ સમજતા નથી ત્યાં સુધી એ રસ્તામાં કોઈ વટેમાર્ગ પાસે પણ ચોકલેટ લેવા માટે બે આના માગવા ઊભો રહી જાય છે કારણકે એને ખબર નથી કે એ કેટલા ધનને વારસદાર છે! એને કેટાધિપતિ પિતા રસ્તા પરના આવા $જારે માણસોને નભાવી શકે તેમ છે તેને એને ખ્યાલ નથી. બાળક અજ્ઞાન છે. એનું આ અજ્ઞાન ભીખ મંગાવે છે. એને જ્યારે જ્ઞાન આવે છે, માટે થાય છે, સમજ આવે Page #9 -------------------------------------------------------------------------- ________________ [૨] આત્મશ્રીની પૂણ્ તા છે ત્યારે વિચારે છે, શું એ હું જ હતા જે બસ સ્ટેન્ડ આગળ ઊભા રહીને ચાકલેટ માટે બે આના માગતા હતા! હું ધનપતિના પુત્ર ભિખારી ?” એ અજ્ઞાનમાં પડેલા હતા ત્યારે એ આના માટે ભિક્ષા માગતા પણ જ્યારે એને ખબર પડે છે કે હું તે મેટી સંપત્તિના સ્વામી, શ્રીના માલિક છું, ત્યારે એ માગતા તેા નથી પર ંતુ જે માગ્યું હાય એના ઉપર એને હસવું આવે છે. આ જ રીતે આ આત્મા આત્મશ્રીને ઓળખતા નથી ત્યાં સુધી વિષયેા માટે યાચના કરે છે, 'કામના માટે ભીખ માગે છે, એક સામાન્ય સત્તા માટે—પાંચ વર્ષ સુધી સત્તાના કાઇક પણ આસને બેસી શકે એટલા ખાતર ચૂંટાવા માટે વેટની ભીખ માગે છે ને એ માટે પામર થઇને અહીંથી તહી ફર્યા કરે છે. કારણકે આત્મશ્રીમાં શું સુખ છે અને જીવન જીવીને અંદરથી શુ મેળવવાનું છે. એની એને ખબર નથી. એટલે જીવન—આખું જીવન આ માગવામાં અને તે માગવામાં વેચી નાખે છે. આત્મસુખના જ્ઞાનથી તેા વાર્ધક્ય પણ મધુર બને માણસ પચાસ જીવે, સાઠ જીવે કે સિત્તેર જીવે, પણ અનુભવનું અમૃત લઈ ને જીવે એમાં સા કતા છે. જેમ જેમ એ જીવન જીવતા જાય તેમ તેમ એની પાસે અનુભવની મીઠાશ આવતી જાય છે. એણે દુનિયા જોઈ છે, માણસા જોયા છે, અનુભવેામાંથી ઘણું ઘણું મેળવવાનુ મેળવ્યુ છે. જેવી રીતે પાકી કેરી મીઠી હાય એમ વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ સ્ત્રી મીઠાશથી ભરેલાં હાય, એમની વાણીમાં મીઠાશ હાય, એમના વનમાં મીઠાશ હાય, એમનાં મેાઢાં ઉપર આવેલી રેખાઓમાં મીઠાશ હાય અને જોનારને એમ થાય કે આામની પાસે જઈએ તે કેવું સારું ! Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા [3] પણ આવું કેમ થતુ નથી? એનું કારણ એ જ કે જિંદગી શા માટે છે અને જિંદગીના હેતુ શે! છે એ પહેલેથી જાણ્યુ નથી. એટલે કરાંજેમ પેલાં ડખલાં— ડબલીએ ભેગાં કરતાં હાય છે એમ માણસા માત્ર થેાડાક પૈસા, ઘેાડીક સત્તા, થોડીક પદવી-આ બધું ભેગું કરવામાં આયુષ્ય પૂરું કરી નાખે છે, દુનિયાનું આ પલટાતું દશ્ય તો જુએ ? - જ્યાં સુધી તમારી પાસે પૈસા હાય, સત્તા હોય, પ્રતિષ્ઠા હૈાય ત્યાં સુધી દુનિયા તમને પૂછ્યા કરે, પણ જેવી એ સત્તા ગઇ, જેવા એ પૈસા ગયા, જેવી એ પ્રતિષ્ઠા ગઇ એટલે દુનિયા કહે કે હવે એને બાજુમાં ફૂંકે. દુનિયા એને જે માનતી હતી તે એના વ્યકિતત્વના વિકાસને લીધે નહિ, એની આધ્યાત્મિક ચેતનાના આરેહણને લીધે નહિ, પણ એની પાસે જે દસ લાખ રૂપિયા હતા એને લીધે એ એને પૂજતી હતી. હવે એ દસ લાખ રૂપિયા એના હાથમાં નથી, એના દીકરાના હાથમાં છે. દુનિયા કહે કે હવે ડોસો આપણે શું કામના છે? મૂકે અને બાજુમાં આમ માણસના હાથમાં સત્તા હતી ત્યાં સુધી પૂજાતા હતા, પુછાતા હતા પણ સત્તા ઉપરથી ઊતરી ગયા એટલે એ પણ ભુલાઈ ગયા. ભુલાઈ જ જાયને. કારણકે હવે એ કાઈને સુખી કરી શકે, કાઈને લાભ કરાવી શકે એવું કાંઇ એની પાસે રહ્યું નથી. ખૂટ પૉલિશ કરનાર પાસે કરોડપતિ ઊભેલે હાય, એકના જનરલ મેનેજર ઊભા હાય ત્યારે એ એમ નથી માનતા કે એકના જનરલ મેનેજર મારે ત્યાં ઊભા રહ્યો. એના ગવ એ કરે તેા એ ગવ ખાટા છે. એકના જનરલ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૪] આત્મશ્રીની પૂર્ણ તા મેનેજર બૂટ પૉલીશ કરનારા ઘણા સારા માણસ છે એમ સમજીને નથી, પણ ખૂટ પૉલિશ કરાવવા છે એટલે એ ઊભે છે. ખટ પૉલિશ ચાલતુ હાય ત્યાં સુધી એ બૂટ પાલિશવાળા કહે તેમ ડાબે અને જમણા પગ મૂકે, એ વખતે એ એમ કહે: જુઓ, હું કેવે કે આ મેનેજરને કેવા લેફ્ટ-રાઇટ કરાવું છું! આ કેટલી બધી અણુસમજ છે! ‘તું ડાબેા અને જમણા પગ મુકાવે છે એમાં કાંઇ તારી હેાશિયારી નથી, એમાં ગવ કરવાના નથી કારણકે તું એના બૂટ પૉલિશ કરે છે, એને એનાં બૂટ ચકચકત કરવાનાં છે એટલા માટે એ ઊભા રહે છે; એવી જ રીતે મોટામાં મોટા કરોડાધિપતિ પણ ગાડીમાંથી ઊતરીને આવે છે. શા માટે આવે છે? પૉલિશ કરાવવા આવે છે. એમ કાઇ સત્તાધીશની પાસે ઘણા માણસે આવતા હાય તા એણે એમ માનવાનું નથી કે એની પાસે ઘણા આવી ગયા. એ તા એટલા માટે આવતા હતા કે એમને એ કાંઈક ઉપયાગી થઇ શકે એવી સત્તા એની પાસે હતી. કોઇ ધનવાનની પાછળ ઘણાં લોકો દોડતાં હાય તા એણે એમ નહિ માનવાનું કે મારી પાછળ દોડે છે, એની પાસે ધન છે એટલે એમાંથી થાડુંક કાંઈક મળશે એ આશાએ એ દોડે છે. આ બધુ શું સૂચવે છે ? બહારની વસ્તુ જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી એ લેકે આપણી પાસે આવે છે. જ્યાં એ વસ્તુમાંથી આપણે ખસીએ, કાં વસ્તુ ખસે એટલે દુનિયા આખી ખસી જાય છે. ત્યારે આપણી પાસે સરવૈયામાં શુ રહે છે? કાંઈ જ નહિ. આ આત્મા દેહ છેાડીને જાય છે ત્યારે એની સાથે Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા શું લઈ જાય છે એ તે વિચાર કરે! આખી જિંદગી સુધી આપણે આટલા આવ્યા, આટલા મળ્યા. એમાં ને એમાં જીવન પૂરું થઈ ગયું. જે આધ્યાત્મિક ઓળખ ન થઈ સ્વશ્રીની પહેચાન ન થઈ, હું કેણ છું એ માટેનું જ્ઞાન ન મળ્યું તે આ બધું તમે જે સંગ્રહ કરેલું છે એ બધું જ બીજાને માટે છે. તમે સંચય કરે છે, શેઠ છે, બીજાને આપીને ચાલ્યા જાઓ છે, પિતાને માટે શું છે એ વિચાર કરવાનું છે. અને એ વિચાર કરવાને માટે આપણે અહીં મળ્યા છીએ. • તું કેવું છે? તારું સ્વરૂપ શું છે ? થોડું તે પિછાન. આત્માની શ્રીથી મગ્ન બનેલે અને સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ એ આત્મા તે આ જગતને પણ પૂર્ણ જ જુએ છે. અને માને છે કે કર્મને વશ બની આખું જગત લીલામાં લાગેલું છે તેમને જગતના માણસે કેવા દેખાય? જેમ બાળકે સાગરના કિનારે જાય, નાનકડાં રેતીનાં ઘર બનાવે અને વહેંચી લે કે આ ઘર મારું, આ ઘર તારુ. એમાં બાળક આખી બપોર કાઢી નાખે, ખાવાનું પણ ભૂલી જાય. રેતીના ઘરના માળ ગણ્યા કરે. એક કહેઃ બીજે માળ મેં ખેંચે. બીજે કહેઃ ત્રીજો માળ મેં બાંધ્યું. એમ કરતાં હેય ત્યાં એમની મા શેધતી શેલતી આવે. “અરે ! તમે જમ્યાં પણ નથી ?' બાળકે કહે, “નહિ. અમે અમારું ઘર બાંધીએ છીએ, માળ બાંધીએ છીએ.” “હવે બાંધ્યાં મકાન, ચાલ મા ખેંચીને લઈ જાય છે, આ રેતીનાં ઘર મૂકતાં પણ પેલાં બાળકને દુઃખ થાય છે. એમને થાય કે ' મા ક્યાં વચમાં આવી! પણ મા તે જમવા માટે લાવવા Page #13 -------------------------------------------------------------------------- ________________ [૬] આત્મશ્રીની પૂર્ણતા આવી છે. પણ એમને ગમતુ નથી. એમને તે પેલાં રેતીનાં ઘરોમાં, પહેલા માળ ખાંધવામાં, બીજો માળ બાંધવામાં, આ ઘર મારું અને આ ઘર તારું એમ કરવામાં જે એક લહેજત પડે છે, એ જમવામાં એમને નથી પડતી એવી જ રીતે જ્ઞાનદશામાં જગતના લાકા પણ એવા જ દેખાય, ‘આ ઘર મારુ' અને આ ઘર તારું.' લેાકેા એ માટે જ લડી રહ્યા છે. બાળકમાં અને તમારામાં જો ફેર હાય તા આટલે છે કે બાળકેા છોડી શકે છે-હસતાં હસતાં છોડી શકે છે—અને આગળ વધીને જરૂર પડે તો એકાદી લાત મારીને પાતે બાંધેલાં રેતીનાં ઘરને પાતે ઉડાડી પણ મારે છે. પણ તમે ખાંધેલા ઘર છોડ છે તેા ખરા, પણ રડતાં રડતાં છાડા છે. તમારાં જ બાંધેલાં. ઘરમાંથી જ્યારે તમારે નીકળવાના વારો આવે ત્યારે કેવી દશા થાય છે? આપણે પ્રવાસી જ છીએ. અહીંથી આગળ વધવાનું જ છે, પથ જો કાપવાના છે, તેા શા માટે આસકિતની અંદર લપટાઈ જવું? પ્રભુ મહાવીરે જીવા ચાર પ્રકારના કહ્યા છે. પહેલા પ્રકાર સાકરની ઉપર બેઠેલી માખી જેવા હાય છે, બીજો પ્રકાર પથ્થર પર બેઠેલી માખી જેવા હાય છે, ત્રીજો પ્રકાર મધના બિન્દુ પર બેઠેલી માખી જેવા હાય છે અને ચાથા પ્રકાર લીંટમાં પડેલી માખી જેવા હાય છે. પહેલા પ્રકાર એ ઊંચા પ્રકાર છે, સાકરની લાદી પડેલી હાય તેના પર માખી આવીને બેસે તે એ ખૂબ મીઠાશ માણે. જ્યાં સુધી એ લાદી ઉપર બેઠેલી છે ત્યાં સુધી તેને ચૂસ્યા જ કરે, પણ એનામાં ઊડવાની સ્વત'ત્રતા છે. જ્યારે Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા એને થાય કે હવે ઊડીએ, ત્યારે પાંખો ફફડાવી ઊડી જાય છે. સાકરની માખીને કેઈ બંધન નથી. સ્વાદ છે, સ્વતંત્રતા પણ છે; મધુરતા અને મસ્તી બને છે. એણે સ્વતંત્રતાને વેંચીને મધુરતા માણી નથી. આ જીવનમાં તમે રહો. તમને મકાન મળે, વૈભવ મળે, સમૃદ્ધિ મળે, સત્તા વગેરે ઘણું ઘણું મળે. એ પુણ્યના પરિણામે મળેલી આ બધી વસ્તુઓમાં પણ તમે સાકરની માખી જેવા અલિપ્ત રહે. તમે તમારા આત્માની સ્વતંત્રતાને આસક્તિની મીઠાશમાં નાખી ન દે, બંધાઈ ન જાઓ. સાકરની માખી આ સ્વાદ માણે છે પણ પિતાની પાંખને સદા સચેત રાખે છે. ધારે ત્યારે એ ઊડી જાય છે. બીજી માખી પથ્થર ઉપર બેઠેલી છે. એમાં ભલે મીઠાશ કાંઈ ન હોય, સ્વાદ કાંઈ ન હોય પણ એને માટે સહથી મોટી વાત સ્વતંત્રતા છે. એ જ્યારે ધારે ત્યારે ઊડીને જઈ શકે, ધારે ત્યારે નીકળી શકે, એને બાંધનાર કેઈ નથી. પથ્થર ઉપર આસ્વાદ નથી પણ સ્વતંત્રતા છે. ' - ત્રીજા પ્રકારમાં મધના બિંદુઓ પર બેઠેલી માખી આવે છે. એ માખીને મધ મળે છે, મીઠાશ મળે છે. જ્યાં સુધી મધ ચૂસે ત્યાં સુધી મસ્તાની બની રહે છે. પણ જેવી ઊડવા જાય ત્યાં બંધન. એ ઊડી શકે નહિ. મધની ચીકાશે એની પાંખને પરવશ બનાવી દીધી છે, એ પંગુ બની ગયેલી છે. ઊડવા જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ઊડી શકાતું નથી. જ્યાં આસકિત છે ત્યાં મરણ છે. એ ઊડી નથી શકતી, તરફડે છે અને જે મધમાં મીઠાશ માણતી હતી એ મધમાં જ એ મરી જાય છે. ચેથી માખી લીંટમાં પડેલી હોય છે. એને આસ્વાદમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ [૮] આત્મશ્રીની પૂર્ણતા, પણ કાંઈ નહિ અને ઊડવા ધારે તો ઊડી પણ ન શકે કારણકે એની પાંખે જ ચૂંટી ગયેલી છે. પ્રભુએ બતાવ્યું કે જીવે ચાર પ્રકારના છે. પહેલે પ્રકાર કર્યો છે કે હેન્દ્રથીસુન્નમન. આત્માની લક્ષ્મીની ઓળખવાળે છેવ–આત્માની વિભૂતિને જાણનારો. જીવ-સદા સત, ચિત્ અને આનંદથી સભર છે, આપણામાં આ બધું ભરેલું છે. જ્ઞાન પણ અંદર ભરેલું છે, આનંદ પણ અંદર ભરેલો છે, અને શાશ્વતતા એટલે અનંતતા પણ અંદર ભરેલી છે. કઈ પૂછે કે તું કોણ? તારી ઓળખ તે આપ! તે એમ ન કહેશે કે મારી ઓળખ આ દેહ, ફલાણું નામ, ફલાણું ગામ, ફલાણું રહેઠાણું. કઈ એમ કહે કે ફલાણા ગામના અમે જૂનામાં જૂના રહેવાસી, અમારા બાપદાદા ત્યાં રહેતા હતા. પણ તું એ ગામમાં રહેતો જ નથી. તું તે ચાલ્યા જ આવ્યા છે. તારું વળી ગામ કયાં છે ? આ તે એક વિસામે છે. વિસામો એ ગામ નથી બની શકતું. આરામનું સ્થાન એ કદી ધ્યેય નથી બની શકતું અને મુકામ, જ્યાં રહેવું પડે એ મંજિલ નથી. માણસની મંજિલ તો આગળ છે. માણસ એ મંજિલને ભૂલી ગયા છે. કઈ પ્રવાસી થાકીને ઊંઘી જાય છે, એ અર્ધનિદ્રા કે તંદ્રામાં હોય ત્યારે પૂછો કે કયાં છે ? તે કહે કે અહીં જ ૨હું છું. કયાં જવાનું છે એ ભૂલી જાય છે. આપણને કઈ પૂછે કે તું કોણ? તે આપણે એમ જ કહીએ કે સદા પ્રવાસી–ગામ અને ઠામ વગરને, ઠામ અને Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા ગામમાં અટવાઈ ગયે તે ભગવાન કહે છે કે “સચ્ચિદાનંદ પૂણેનની પૂર્ણ અવસ્થા વિસરાઈ જશે. આ શ્લેકમાં કહ્યું કે તું સત્ છે. તને કેણ મારી શકે એમ છે? તું મરવાને જ નથી. તમે ગુજરાતીમાં કહે છે? પાછા થા.” પાછો થયે એટલે મરી નથી ગયે, જીવતે છે. આ જન્મ લીધે એના પહેલાં પણ હતું અને મરી ગયે તે પણ છે. તે મરી કેણ ગયે? આ દેહ મરી ગયે. ઘરડું કે શું થયું? દેહ થશે. જન્મ કેને થયે? દેહને થયે. યુવાન કેણ થયું? દેહ થયે. અને બળી કેણ ગયું ? દેડ બળી ગયે. જન્મ, શૈશવ, યૌવન, વાર્ધક અને મરણઆ બધું શું છે? અવસ્થા છે. આ ચાર દેહની અવસ્થાઓ છે. ચેતનની અવસ્થા છે જ નહિ. ચેતન તે અવસ્થા વગરને છે, સ્વસ્થ છે. એટલે જ મીરાએ ગાયું : હંસલે નાને ને દેવળ જૂનું તો થયું.” હું ક્યાં ઘરડે થયે છું? હું કયાં થાક ગયો . તે આત્મા છું. હું તે આયુના બંધન વિનાને છું જેને ઉંમર જ નથી; અવસ્થા જ નથી, કેઈ વર્ષો નથી એ હંસ છે, આત્મા ઉંમર વગરને છે. ઉંમર કેને લાગે છે? દેહને. ઉધઈ જે લાગતી હોય તે લાકડાને લાગે છે, કાટ જે લાગતું હોય તે લેખંડને લાગે છે પણ અગ્નિને ઉધેઈન લાગે, સેનાને કાટ ન લાગે, એવી જ રીતે આત્માને કંઈ જ ન થાય. આ દેહને બધું જ લાગે. એ જન્મ પણ ખરે અને મરે પણ ખરા. નાનકડે હોય ત્યારે રૂપાળો રૂપાળો હેય; યૌવનમાં આવે ત્યારે આકર્ષણનું એક કેન્દ્ર બની જાય; ઘરડે થાય ત્યારે એને બીજાની મદદ લેવી પડે વૃદ્ધ થાય Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૦] આત્મશ્રીની પૂર્ણતા અને રેગથી ઘેરાય ત્યારે માણસને પરવશતાને અનુભવ થાય અને મૃત્યુ થાય એટલે આ દેહ બળી જાય. આ બધી અવસ્થાએ કેની થઈ? દેહની થઈ પણ આ આત્મા છે એ અવસ્થાહીન છે. એને કઈ ઉંમર નડતી નથી. એને શૈશવે નથી, ઘડપણે નથી, મરણે નથી અને જન્મ પણ નથી. આત્મા અમર છે, શાશ્વત છે, અને જે શાશ્વત છે એ જ સત્ છે. સના અસ્તિત્વના અનુભવમાં સત્તા કેન્દ્ર બને; પછી ભલે શરીર ઉપર થઈને ઘડપણ પસાર થતું, દેહ ભલે જીર્ણ થતેપણ એ અંદર બેઠે બેઠે મલકાય છે કે હું તે એવે ને એ જ છું. આ બધું ય બહાર થઈ રહ્યું છે. આત્મા જ્યારે સ્વસત્તામાં કેન્દ્રિ બને છે ત્યારે એને લાગે છે કે હું તે આ બધાની કેન્દ્રમાં બેઠેલે છું. આ બધું ય આસપાસ બની રહેલું છે. આ દેહનું જ એક નાટક ચાલી રહ્યું છે. એટલે જ ઉપાધ્યાયજીએ કહ્યું કે “નાટ પ્રતિ પાટ' જ્ઞાનદશામાં એને દરેક શેરીમાં નાટક લાગે છે; નાટકને જ જુએ અને નાટકને જેવા છતાં પિતે પ્રેક્ષક તરીકેને અધિકાર ગુમાવે નહિ. મારે એ જ કહેવાનું છે કે તમે પ્રેક્ષક રહે; પ્રેક્ષક તરીકેનો તમારે અધિકાર છે. તમે નટ ન બની જાઓ. પ્રેક્ષક જેટલે સુખી છે એટલે દુનિયામાં કેઈ સુખી નથી. એ રંગશાળામાં આવે છે, બેસે છે, જુએ છે અને સમય પૂરે થાય ત્યારે ચાલતે થાય છે, એને પડદા સંકેલવાના નહિ કે ગઠવવાના નહિ; સામાન ઉઠાવવાને નહિ કે મુકાવવાને નહિ. એ તે પ્રેક્ષક છે. તટસ્થતાથી જુએ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા [૧૧] આ અનુભવ જે કરી શકાય તે લડાલડી, ઝગડાઝગડને અંત આવે. આજે વૃદ્ધોને એટલી બધી આસક્તિ છે કે લેકે હેરાન થઈ ગયા છે, તેને બદલે તમે એવા બની જવ કે તમને પૂછવા આવે ત્યારે જ તમે સલાહ આપે, અને કહે કે તમને તમારી જવાબદારીને ખ્યાલ આપી દીધો છે, તમારી જવાબદારીને ધ્યાનમાં રાખીને છે, જવાબદારીને ધ્યાનમાં રાખીને નહિ જીવે તે અકાળે હેરાન થઈ જશે. આ તે દેરી ઉપર ચાલવાનું છે. - આત્માને પણ એટલી સમજણ આપીને સ્વ તરફ વાળી . તે જોઈએ. એમ થાય તે માણસ આ જગતમાં બહુ મઝાથી જીવી શકે. અને એ માટે પહેલે પ્રકાર બતાવ્યું કે તું કોણ છે? લખ્યિાનંદ પૂન. તું સત નિત અને આનંથી પૂર્ણ છે. તું સત્ છે. તારી શાશ્વત સત્તામાં તું રહેવાનું છે. મરવાને છે જ નહિ. આ જુઓ. જૈન ધર્મમાંથી મરવાની વાત જ નીકળી ગઈ. સાચે જૈન કેણુ? જે મારવામાં માનતે નથી. જ્યારે ઘરમાં એક માણસને વિયોગ થાય તે કહે: પાછા થયા.” એટલે અમારું ઘર મૂકીને બીજે ઠેકાણે ગયા, પાછા થયા, અહીંથી ગયા, પણ ક્યાંક ગયા. એટલે જૈનકુળમાં મરણું નહિ, શક નહિ, કાળાં કપડાં નહિ, પ્રવચન : સાંભળવાનું બંધ નહિ, અને ખૂણું પાળવાના પણ નહિ. જેવી રીતે આવ્યા છે તેવી રીતે ગમે છે. “કીધા વિના આવ્યા હતા અને કીધા વિના ગયા, આ વાત જેટલી સમ જાય એટલે માનવી શેક રહિત થાય. '' અજ્ઞાની રોજ માથાં કુટે, કકળાટ કરે પણ આમ કર- વાથી જે ગયેલું છે એ ડું જ પાછું આવવાનું છે? Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૨] આત્મશ્રીની પૂર્ણતા મમતાની જડે ઊંડી શા માટે નાખવી કે જેથી જીવન એક યાત્રાને બદલે સંતાપ બને? મેં એવાં કુટુંબ પણ જોયાં છે કે જેમાં મરતી વખતે કહે, “જુઓ, હું જાઉં છું. મારી પાછળ આંસુ પાડશે નહિ, બને તે પ્રાર્થના કરજે, મારી પાછળ રડશે નહિ, બને તે ધર્મ કરજે, મારી પાછળ ખૂણામાં ભરાઈને બેસશે નહિ, ને બને તે યાત્રાએ જજે.” આમ વિદાયને યાત્રા માની જનારા માણસો પણ છે. તમે દીકરાને બહારગામ મોકલે છે. કેઈ પૂછે તે કહે છે કે પાંચ વર્ષે આવશે. ઘરે આવીને શું કરે છે? એમ માને છે ને કે બહારગામ બેઠે છે, ભણે છે, આમાં પણ એ જ સમજ કેળવવાની છે. બહારગામ ગયે છે, વિશ્વમાંથી કયાંય ગયે નથી. જેવી રીતે સ્વજન પરદેશ ગયું એ સમજ છે, પણ દેહ છોડીને એ પરદેશ ગયું છે એવી સમજ આવી નથી. જ્ઞાનીને આ સમજ હોય છે. જોકે સમજે છે એના કરતાં જ્ઞાનીએ જરાક આટલું વધારે સમજે છે. આ જરાક વધારે સમજણ એ જ જાગૃતિ છે. આ વાત સમજાય તે મરણને શેક કે કકળાટ છે જ કેમ ? આ સતુ છે, આત્મા રહેવાનો છે. આજે અહીં હતે. અહીંથી નીકળીને બીજે જવાનો છે. - આપણે અહીં રહેવા માટે આવ્યા એ પહેલાં આપણે ક્યાંક રહેતા હતા જ. કદાચ એક સ્થળ કે ફલેટ ન ફાવે તે બીજે જઈએ, એવી જ રીતે આ દેહમાંથી આત્મા નીકળી જાય છે અને બીજે નિવાસ કરે છે. કેઈ પછે ક્યાં ગયે ? કહે : “ખબર નથી, અમને સરનામું ખબર નથી પણ ક્યાંક ગયે તે છે જ.” Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા | [૧૩] જનાર માટે ત્યાં બધી ગઠવણ થઈ ગઈ છે. કઈ ગોઠવણ? કમની. પુણ્યની અને પાપની, કર્મની ગોઠવણને લીધે આ દેડાદેડ છે. મેં એવા માણસો જોયા છે કે તેમને કઈ કહે કે મારે કરે માંદે છે, દવાની જરૂર છે. સે રૂપિયા આપશે ? તે કહે, “મારી શક્તિ નથીપણ એને એ જ માણસ ગદ્ધાવૈતરું કરી કરીને હજારો રૂપિયા એના દીકરાને આપીને ચાલ્યું જાય ! જતી વખતે સંતોષ માને કે મારા દીકરાને માટે આટલા રૂપિયા પાછળ મૂક્યા છે! આની પાછળ શાનું જોડાણ છે? લેણદેણનું. એ ગયા જન્મનું લેવા માટે આવે છે. એટલે તમે સત્કર્મ માટે ન વાપરે, આત્મા માટે ન વાપરે, પિતાને માટે ન વાપરે, નજર સામે તરફડતો માણસ હોય એને માટે ન વાપરે પણ દીકરા માટે મૂકીને જાઓ. આ મમત્વની માયાએ માણસને કે બનાવી મૂક્ય છે! એ માયાને માર્યો પિતાના શ્રમના રૂપિયા મૂકીને જાય અને રાજી થાય, કે હાશ! મારે દીકરે હવે સુખી થવાને! પણ એને ખબર નથી કે સુખી થશે કે દુઃખી થશે. માણસ જે ઊંડાણથી વિચાર કરે તે લાગે આ કર્મ રાજાની વિચિત્ર ગૂંથણી છે. અને આ ગૂંથણીને લીધે જ આ સંસાર વણસૂચ, વણનિર્દો અને વણઆલેખે ચાલ્યા જાય છે. આ ગૂંથણને જે લેકે સમજે છે એ લેકે કઈ દહાડે * ગૂંથાતા નથી; બંધાતા નથી. એ તે એમ કહે છે કે મારે તે મારું આ એક કમ હતું, જે પૂરું થયું. હવે ફરી હું શું કરવા આ બધાની અંદર ગૂંથાઈ જાઉં ? Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૪] આત્મશ્રીની પૂર્ણતા આ જગતના બધા જ સંબંધેની પાછળ કર્મોનાં બંધને પડેલાં છે. દાનાન્તરાયને ઉદય કે છે? તમને એમ નહિ થાય કે બિહારમાં અનાજ વિના ટળવળતાં માણસ મરી જાય છે. લાવ, હું હજાર રૂપિયા આપી દઉં; પણ દીકરાને દુનિયાની મુસાફરી ઉપર જવું હોય તે ત્રીસ હજાર રૂપિયા આપી દે! જ્ઞાની તે જાણે જ છે, કે હું તે એક પ્રવાસી છું. સત્ છે. આ તે એક અવસ્થા છે. આ અવસ્થાનું ભાન થઈ ગયું પછી તમે દુઃખી નહિ થાઓ, સ્વસ્થ રહેશે. કઈ વિદાય થઈ જાય તે એમ નહિ માને કે મરી ગયે, કહેશે કે જુદે પડયે, પાછો થઈ ગયો. અહીંથી ગયે પણ ક્યાંક થઈ ગયો. બીજી વાત, તું ચિત છે. તું જ્ઞાનમય છે. તારી અંદર ખજાને ભર્યો છે. જેમ જેમ આવરણે ઊઘડતાં જાય છે, તેમ તેમ અંદરને પ્રકાશ આવતા જાય છે. હીરો ખાણમાં પડેલે હોય ત્યારે મેલે હેય. ઉપર જેમ જેમ પૉલિશ થતું જાય તેમ તેમ પાસા પડતાં જાય, અંદરથી કિરણે બહાર આવતાં જાય, પ્રકાશ આવતે જાય. અને હીરે ચકચકિત બનતું જાય છે. પણ જ્યાં સુધી એને કટ (cut) ન થાય, પૉલિશ ન થાય, એને પાસા ન પડે, અંદરને ભાગ બહાર ન આવે ત્યાં સુધી હીરાનું તેજ કેમ પ્રગટે? આપણે આત્મા પણ તેજથી ઝગમગતે છે, પ્રકાશથી ભરેલો છે, પણ કેઈ પાસા પાડનાર મળ્યું નથી, કેઈ Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા [૧૫] ઘસિયે મળ્યું નથી. એને ઘસી ઘસીને એના ઉપરનાં આવરણને ખસેડ્યાં નથી, એટલા જ માટે ભગવાને કહ્યું કે જ્ઞાન લાવવું પડતું નથી, પણ ઉઘાડવું પડે છે. એ બહારથી કાંઇ આવતું નથી, અંદર જ છે. ઉપર ઢાંકણ છે, એ ઉઘડી જાય તે પ્રકાશ અંદર જ છે. આનંદ પણ તમારી અંદર છે. તમે જે નિરુપાધિ અવસ્થામાં હો, તમારા ઉપર કેઈ ઉપાધિને ભાર ન હોય, તમારા ઉપર ચિંતાની સમડીઓ ચક્કર લગાવતી ન હોય અને તમે દરિયાના કિનારે બેઠા છે તે પાણીના તરંગમાંથી . પણ તમને આનંદના તરંગો દેખાય, વનની શ્રીમાં તમે બેઠેલા હો તે એ વનશ્રી આખી આનંદથી ભરેલી લાગે, કઈ પર્વતની ટોચ ઉપર બેઠા છે તે ત્યાં પણ પરમાત્માનાં દર્શન થાય કારણકે ચિંતાની સમડીઓએ ચક્કર લગાવવાનાં બંધ કર્યા છે. પણ જ્યાં સુધી એ ચક્કર લગાવે છે ત્યાં સુધી અંદરને આનંદ પ્રાપ્ત નહિ થાય. માણસ મંદિરમાં જાય પણ એને મગજમાં બીજુ જ કાંઈ ચાલતું હોય. તે એને ભગવાનમાં પણ કાંઈ દેખાતું નથી. કયાંથી દેખાય ? તને તારામાં દેખાતું નથી તે ભગવાનમાં ક્યાંથી દેખાય? તને તારામાં કોઈ દેખાય તે જ ભગવાનમાં દેખાય. પોતાનામાં પોતે દેખાવું જોઈએ. જો એ પિતે જ જોઈ શકતા નથી તે ભગવાનને કેવી રીતે જોઈ શકે? કાઠિયાવાડને એક પ્રસંગ યાદ આવે છે. એક બાપુ એટલા ઉપર બેઠેલા. અફીણને કસૂંબે પીધેલ. ગુલાંટ ખાધી ને બાપુ ઓટલા પરથી પડી ગયા. બાજુમાં બેઠેલા ખુશામતિયાઓ બાપુને ઊભા કરવા ગયા. ત્યાં બાપુએ પૂછયું: “કેણ પડી Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મશ્રીની પૂર્ણતા ગયું?” પેલા ખુશામતિયાઓ વિચારે કે હવે શું કહેવું? એકે બાપુને કહ્યું: “આપ પડી ગયા.” બાપુ ગજર્યો. “તે તમે શું કરતા હતા ત્યારે ?” એમ આ જીવને પિતાને જ ખબર નથી કે કયાં ચાલ્ય જાય છે. અને કહે છે કે ભગવાન મને જડતું નથી જ્ઞાનીઓ કહે છે કે તું તને જડી જા, તું તને ઓળખી લે, પછી ભગવાનને વાર નહિ લાગે. એટલે જ આચારાંગ સૂત્રમાં કહ્યું : gો ગાયા, તુ ગાળે સર્વે જ્ઞાળે જે તું એકને જાણીશ તે સહુને જાણીશ. તું તને નહીં જાણે તે તું કેઈને નહિ જાણે પિતાને જાણવાથી જ પરમાત્માને જાણી શકાય છે. ' આનંદને અનુભવ ક્યારે થાય? ચિંતાની સમડીઓથી જીવ મુક્ત હોય ત્યારે, પછી તમે જ્યાં જશે ત્યાં ત્યાં આનંદ આનંદ દેખાશે. “નાર પૂર્વીન' . આ સત્ ચિત્ અને આનંદથી સભર છે, અમૃતથી છલકાતે આ કુંભ છે. | ‘પૂર્ણ જ્ઞાતિ ' જે માણસ આવો પૂર્ણ છે એ જ આખા જગતને પૂર્ણ જુએ છે. એ જગતમાં રહે છે પણ એની પાંખે મુક્ત છે. એ રસ ચૂસે છે, ઊડી જાય છે, મુકતતા પણ માણે છે, મધુરતા પણ માણે છે. - પથ્થરની માખીને મીઠાશ ન હોય તે પણ સ્વતંત્રતા તે છે જ. ધારે ત્યારે ઊડી પણ શકે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ [૧] આત્મશ્રીની પૂર્ણતા - મધની માખીને મીઠાશ છે પણ સ્વતંત્રતા નથી. એ ધારે ત્યારે ઊડી શકતી નથી. , પણ જે જી લીંટની માખી જેવા છે એમના માટે સંસારમાં સુખ પણ નથી અને સ્વતંત્રતા પણ નથી. આસકિતમાં પડ્યા છે, ઍટયા છે, પૂછો કે શું સુખ છે? તે કહેઃ જીવન પૂરું કરીએ છીએ, ને એમ પૂરું કરવામાં જ જીવન પૂરું થઈ જાય છે. - આ ચાર કક્ષાએ બતાવી. આ ચાર ભૂમિકાઓમાં માખીની તે માત્ર એક ઉપમા આપી છે. પણ જીવના સ્વભાવનું આમાં દર્શન સમાયેલું છે. આ જીવનું દર્શન, એના સ્વભાવનું દર્શન આપણને થવું જોઈએ. આ થાય પછી તમે ગમે ત્યાં રહે, ગમે ત્યાં બેસો, ગમે ત્યાં અનુભવ કરે, પણ તમને એમ થાય કે મારામાં એક આત્મા બેઠેલે છે, જે અવસ્થા વગને છે, જેને ઉંમર નથી, જેને ગામ નથી, કેઈ ઠેકાણું નથી. એ અનંતકાળથી ચાલતું આવ્યું છે અને એને પ્રવાસ અંતે મોક્ષમાં પૂરું થવાનું છે. - જ્યાં સુધી એ મોક્ષમાં બિરાજમાન ન થાય ત્યાં સુધી જ્યાં જ્યાં જન્મ લેવો પડે, જ્યાં જ્યાં શરીર ધારણ કરવું પડે ત્યાં એ કમને લીધે કરે છે એમ જાણવું. | આપણામાં આ સ્વરૂપની જાગૃતિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આપણે આત્મા સુખમાં, આનંદમાં અને શાંતિમાં સમૃદ્ધ બનતું જાય છે. પછી એને સંસારનાં દુઃખ નડતાં નથી. એને આઘાતે આવે છે પણ જેવી રીતે પાણીમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૮] આત્મશ્રીની પૂર્ણતા પથ્થર પડે, ઘા દેખાય અને ડીક ક્ષણમાં પાછો મટી જાય છે, એવી એની અવસ્થા હોય. એ સમજે છે, જે જે કર્મ બાંધ્યાં છે, પછી તે પૂર્વજન્મનાં હોય કે આ જન્મનાં હોય-એ કર્મને આધીન આ બધા બનાવ બનવાના જ. તમે પણ જો આ સ્વભાવ દશાને, આત્મદશાને, આત્મશ્રીનો અનુભવ કરી શકે તે સંસારના બધા જ બનાવમાં જેમ પાણીમાં પથ્થર પડે, ખાડે પડે અને તરત પુરાઈ જાય, એવી સહજ અવસ્થાના ભાવને માણી શકે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણની પ્યાસ पूर्णता या परोपाधेः सा याचितकमंडनम् । या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ॥ આ સુભાષિતમાં તેના રચયિતા મહાપુરુષે એક સુંદર વાત એ બતાવી કે બડારના સાધનથી, બહારની ઉપાધિથી અને બહારના ભવ્ય એવા ભપકાએથી જે તમે પૂર્ણતા મેળવી છે, અને લેકે તમને જે પૂર્ણ માની બેઠા છે, અને તમે પોતે પણ આ બાહ્ય પૂર્ણતામાં મગ્ન બનીને જે સાચી પૂર્ણતાને ભૂલી ગયા છો. આ પૂર્ણતા તે માગી લાવેલાં ઘરેણાં જેવી છે. કેઈ શુભ પ્રસંગમાં કે કેઈ લગ્નના ટાણે કેઈ ધનવાન પુરુષ પાસેથી તમે અલંકારે, આભૂષણે, વા અને સામગ્રીને માગી લાવે અને એનાથી તમે સારા દેખાવાને પ્રયત્ન કરે, પણ એ દાગીના તમારા નથી, અલંકાર તમારા નથી, વ તમારાં નથી, એ બધી ભાડતી વસ્તુઓ છે. અને જેમણે અલંકાર અને આભૂષણ આપ્યાં હોય એ લેકે મનમાં હસતા હોય છે કે “અમારા અલંકારેથી, આ માણસ પૂર્ણ બનવાને પ્રયત્ન કરે છે.” અને જે માણસ માગીને લાવ્યા હોય એ માણસ હૃદયથી, મનથી અને વ્યક્તિ ત્વથી દીન બની જાય છે. વળી જે માણસનાં અલંકાર અને વચ્ચે માગીને લાવ્યા હોય એને સાચવવા માટે એ માણસ વીલેવલે થઈ જાય છે. કારણ કે જેના અલંકાર છે એને [૧૯] Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પૂર્ણના પગથારે એના ઉપર ઉપકાર છે. એ અલંકારથી કદાચ બાહ્ય શોભા વધતી હશે, પણ અંદર તે દીનતા વધી જાય છે, બહારથી લકે કદાચ વાહવાહના શબ્દો કહી દેતા હશે, પણ માણસ અંદરથી પામર બની જાય છે, અને અંદરનું જે તેજ છે, જે સ્વત્વ છે, એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે. એટલે પરપાધિનું દુઃખ એ છે કે એનાથી માણસ દેખાય સારે પણ અંદરથી નબળ બની જાય છે. આથી એની સરખામણી સેજાની સાથે કરવામાં આવી છે. બિમાર આદમીને સોજા આવ્યા હોય ત્યારે એ ઘણે સરસ અને જાડે લાગે, મોઢું ફૂલેલું લાગે, એની આંખનાં પિપચાં ભરાયેલાં લાગે અને આપણને લાગે કે આ વ્યક્તિ કેટલી તંદુરસ્ત અને મસ્ત બની ગઈ છે ! પણ એ તે સજા છે, એ કમતાકાતની નિશાની છે, અંદરની નિર્બળતાની નિશાની છે. સોજાવાળો માણસ સરસ દેખાય પણ સ્વસ્થ નહિ. અને સરસમાં અને સ્વસ્થમાં આટલે ફૅર છે. પપાધિ છે એ સરસ છે, પણ સ્વસ્થ નથી, મહાપુરુષે કહે છે “તું સ્વસ્થ બની જા, તું સ્વસ્થ હઈશ તે સરસતા આવી જ જશે.” સ્વાથ્ય વગર કોઈ બિમાર માણસ સુંદર વસ્ત્ર પરિધાન કરે, સારા અલંકાર ધારણ કરે, સુવાસિત પદાર્થોને. ઉપયોગ કરે, પણ એ જ્યાં સુધી અંદરથી બિમાર છે ત્યાં સુધી એના મુખ પર તિ, મનમાં ઉત્સાહ અને અંગેઅંગમાં શકિત પ્રગટવી જોઈએ તે નહિ પ્રગટે. તમે જાણે જ છે કે ટ્રેઈનનાં એંજિનમાં વરાળ હોય છે, જે હજાર ટન બેજાને તાણી જાય છે. એ વરાળ એમની એમ નીકળી જાય છે તે ગાડી વચ્ચે જ અટકી જાય છે. ફરી પાણી ભરવું પડે છે, સ્ટીમ તૈયાર કરવી પડે છે Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણની ખાસ [૨૧] અને જ્યારે સ્ટીમથી ન્જિન તૈયાર થાય છે પછી એ હજારો ટનના બેજાને તાણ શકે છે. - સ્વસ્થ માણસનું મન એ સ્ટીમ જેવું છે, વરાળ જેવું છે. એ સંસારના ગમે એવા બેજાને, ગમે એવા ભારને, ગમે એવાં દુઃખને, ગમે એવી વિપત્તિને ગમે એવાં કષ્ટોને, અને ગમે એવાં આક્રમણને પણ એ હસતાં હસતાં સહન કરી શકે છે, કારણકે એના મનની શકિત પામરતાને કારણે પડી નથી ગઈ, પણ એને એણે પિતાની સ્વસ્થતાને કારણે સબળ રાખી છે. સંસારમાં તમને એક પણ સંત નહિ જડે કે જેના પર દુઃખને ભાર, વિપત્તિનાં વાદળ અને આક્રમણને આતશ ન આવ્યો હોય. આવે જ છે. એ બધું એમણે સહન કર્યું એટલે જ એ સંત બન્યા. એમણે જે સહન કર્યું ન હેત તે એ સંત બની શકત જ નહિ. અને એ બતાવી આપે છે કે જેમ જેમ તમારામાં સહન કરવાની શક્તિ આવે છે તેમ તેમ તમારામાં સંતપણું આવતું જાય છે. - ઘણા ભકતે, ખાસ કરીને ધર્મ કરનારા માણસો ફરિયાદ કરતા હોય છેઃ “અમે રેજ મંદિરમાં જઈએ છીએ, રોજ કથા સાંભળીએ છીએ છતાં ભગવાન અમારે ત્યાં દુઃખ શું કરવા મેકલે છે? હું કહું છું કે તમે સારા બન્યા છે, ભકત થયા છો એમ કહે છે તે તમે પિલા તે નથી ને એ | તપાસવા દુઃખ આવે છે. બેટા માણસ અંદર ઘસી ન જાય તે માટે દુઃખની કસોટી પર તમારી પરીક્ષા થાય છે. * અને કેઈવાર પિત્તળ પણ પિતાને સેનું ગણાવીને અંદર ઘૂસી જાય તે સોનીનું કામ છે કે એ એને તેજાબમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૨]. પૂણના પગથારે નાખી કટી પર પણ ચઢાવે. એમાં પણ એને જે શંકા લાગે તે અંદરથી તેડીને પણ એ ક્યાંય ખોટું તો નથી ને એની ચકાસણી અને તપાસણી કરે, કારણકે એ પિતાની જાતને સેનું કહેવડાવે છે. જો એ એમ કહી દે કે હું પિત્તળ છું, તે કઈ એ મૂખ ની નહિ મળે, જે એને કસોટી ઉપર ચઢાવે, અને એના ઉપર તેજાબ ખર્ચે. એ જ કહેશે કે, ભાઈ, આ તે પિત્તળને કટકે છે, એના ઉપર કેણ મહેનત કરે ? પણ જે એમ કહે કે હું સુવર્ણ છું, તે કઈ પણ ચોકસી આવીને કહેશે કે “જરા, મને તપાસવા દે.” જીવનની આ એક દષ્ટિ છે. સંત બનવું છે, સજજન બનવું છે અને સંત અને સજજન બનવા છતાં કષ્ટ સહન કરવાનો વારો આવે ત્યારે ભગવાનની આગળ ફરિયાદ કરવી છે કે “હે ભગવાન, તું દુઃખ કેમ મેકલે છે ?? હું તો એમ કહું છું કે તમે એમ કહો કે હવે અમે તારું શરણું લીધુ છે, હવે અમે તારી મદદ લીધી છે, હવે તું અમારે પડખે છે.” એટલા માટે જે કષ્ટ આવે તેય મને વાંધો નથી. સહન કરવાની શકિત મળે, બીજું કાંઈ નહિ જોઈએ. કવિવર ટાગેરે પ્રાર્થનામાં એમ કહ્યું છે કે, “હું એમ નથી કહેતા કે દુઃખ ન આવે, પ્રભુ! હું એમ નથી કહેતે કે મુસીબત ન આવે, હું એમ પણ નથી કહેતા કે મને દુઃખમાંથી મુક્ત કરી દે. હું તે એટલું જ કહું છું કે દુઃખ આવે, મુસીબત આવે કષ્ટ આવે તે તે સમયમાં હું ભાંગી ન પડું અને નબળે બનીને દીન ન બની જાઉં; એ દુઃખને સહન કરવાની જે શકિત છે એ મને મળે, દુઃખને સહન કરવાની શકિત, સરકી જવાની યુકિત નહિ.” આ પ્રાર્થના એ જ બતાવી આપે છે કે જે ભકત છે Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાંની પ્યાસ [૨૩] એ દુ:ખાને સહન કરવા માટે તત્પર બને છે અને એ દુઃખાને સહન કરવા માટે એને એક જાતની શક્તિ પ્રાપ્ત થઇ જાય છે. કઈ શકિત ? સ્વસ્થતાની શકિત. તમે જોજો કે જ્યારે તમારી તબિયત સારી હાય, તમારા શરીરમાં કાઈ જાતના વ્યાધિ નહાય ત્યારે સહજ સ્મૃતિ અને સહજ સ્વસ્થતાના તમને અનુભવ થવાના. તમે પગથિયાં ચઢતા હૈા તા જાણે કૂદતા કૂદતા ચઢતા હા, તમે ચાલતા હા તે! જાણે તમારા પગમાં વીજળીએ રમતી હેાય અને તમે ખેાલતા હૈ। તા જાણે તમારા શબ્દોમાં ચૈતન્યનું સામર્થ્ય પ્રગટતું હાય. એ બતાવી આપે છે કે અંદર તંદુરસ્તી છે. પણ જ્યારે તંદુરસ્તી ચાલી જાય છે ત્યારે ખેલવામાં પણ શિથિલતા હાય, ચઢતી વખતે પણ કેડે હાથ દેવા પડે, કાઇ મળવા આવે તો પણ બગાસાં આવે. આ બધું બતાવે છે કે તમે રાગી છે, માંદા છે. બીજા પાસેથી તમે જે પૂર્ણતા લાવ્યા છે એ એક જાતની માંદગી છે. પછી એ પૂર્ણતા સત્તાની હાય કે ધનની હાય, એ પૂર્ણ તા કાઈ એ આપેલી પદવીની હાય કે એ પૂર્ણતા કાઇક માણસે આપેલા માલાની હાય–એ બધુ ભાડૂતી છે, ખીજાએ આપેલુ છે. ત્યારે અંદર શું છે? અંદર તેા તુ ગવર્નરના ગવર્નર છે, રાજાધિરાજ છે, સર્વ સત્તાધીશ છે. પણ તું તારી સત્તાના અનુભવં ચૂકી ગયા. હવે ફરી એ અંદર પડેલી સત્તાના અનુભવ કરવા, એનું દર્શન કરવું, એનું સ્વસ વેદન કરવુ' એ જ આ મહાપુરુષોને સાંભળવાનો પરમ હેતુ છે. એ હેતુ જો તમારી પાસે નહાય તે કથા સાંભળી અને ઊતરી ગયા. શુ લઈ આવ્યા ? તા કહે: “કાંઇ નહિ, Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પૂણના પગથારે કથા સાંભળીને આવ્યા”. તમે કથા સાંભળી હોય તે એ કથા તમારા જીવનની વ્યથા દૂર કરી દે. જે વ્યથા દૂર ન કરે તેને કથા કેમ કહેવાય? આ શ્લેકમાં ઉપાધ્યાયજીએ કહ્યું કે પારકી ઉપાધિથી તું પૂર્ણ બનીને ડેલી રહ્યો છે, પણ ભાઈ ! તારી પૂર્ણતા તે પાંચ વર્ષની, દશ વર્ષની, પંદર વર્ષની, વીસ વર્ષની માગી લાવેલી પૂર્ણતા છે. ચૂંટણીમાં ચૂંટાઈને આવેલે હેય એ પાંચ વર્ષ માટે પ્રધાન બને. જ્યારે એ મુદત પૂરી થાય ત્યારે તમે એની દીનતા જુઓ. ટિકિટ લેવા માટે એ પગચંપીઓ કરતે હોય છે. અને ટિકિટ મેળવ્યા પછી વેટ લેવા માટે લેકેની ખુશામત કરતે હેય, રાત અને દિવસ એક કરીને એ દુઃખી થતું હોય. આ દીનતા જોઈએ ત્યારે આપણને થાય કે આ આત્મા કેટલું બધું નીચે ઊતરી ગયે છે! એને સત્તાએ પાંચ વર્ષ માટે માટે બનાવ્યું હતું પણ એ સત્તા ઉપરથી ઊતરી ગયે, તે રસ્તાને ભિખારી જે દીનતાથી પૈસા માગે એ દીનતા કરતાં પણ વધારે દીનતાથી એક વેટ માટે, એક ટિકિટ માટે ફરતો હોય છે. તે જે વસ્તુથી આપણે આત્માની શકિત ચાલી જાય, જે વસ્તુ મેળવવાથી આપણે સમૃદ્ધ બનવાને બદલે આવા દિીન બની જઈએ એ વસ્તુ પર પાધિ છે, ભાડૂતી માગી લાવેલી ચિન્તા છે. આ વાત માણસને બરાબર અનુભવ અને અભ્યાસથી સમજાય તે આજે સત્તા માટેનું જે આકર્ષણ છે, પૈસા માટેનું જે પ્રલેભન છે, અને માન અને સ્થાન માટેની જે સતત તૃષ્ણા છે તે જરૂર નીકળી જાય. હું તે ઇચ્છું કે માણસનું જીવન દર્પણ જેવું હેય. Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ ની પ્યાસ દર્પણની વિશિષ્ટતા શું છે તે એલીવે છે ને ? એ સ્વાગત સૌનું કરે, સ્વીકાર કેઇનેય નહિ, એની સામે ઊભેલ વસ્તુનુ એ અનાસકિત પૂર્વક પ્રતિબિમ્બ ઝીલે છે, એ વસ્તુ ખસી જતાં કાચ એવા જ સ્વસ્થ અને સ્વચ્છ રહે છે. સ્વાગત સહુનુ કર પણુ સ્વીકાર કાંઈને નહિ. સત્તા આવે તે આવવા દે, માન આવે તે પણ આવવા દે, અપમાન આવી જાય તેા તેને પણ આવવા દે, દુ:ખ આવી જાય તે પણ તે ભલે આવે, આવે છે તેા સ્વાગત છે; ચાલી જાય છે તે સ્વચ્છતા છે. અરીસા આપણને જીવનનુ આ એક દૃષ્ટિબિંદુ આપે છે. એ યાદ આપે છે કે તમે આદર્શોના જેવા બની જાએ. જે માણસ સ્વાગત નથી કરતા અને એમાં બંધાઇ જાય છે એ દુ:ખી દુ:ખી ખની જાય છે. સતાએ, ભારતના સંતાએ અને દુનિયાભરના સતાએ આ જીવનઆદર્શ આપણને આપ્યા છે. એ લેાકેાને સુખ મળ્યું તો એનું સ્વાગત કરતા રહ્યા. એમને ત્યાં જ દુઃખ આવ્યું તે એનુ પણું સ્વાગત કરતા રહ્યા. સુખ ગયુ તા પણુ અક્સાસ નહિં, દુઃખ આવી ગયું તે પણ અફ્સાસ નહિ. ભગવાન મહાવીરને એક પ્રસંગ મને યાદ આવે છે. ભગવાન મહાવીરની ઉપર સાડા બાર વર્ષ સુધી આપત્તિની ઝડીએ વરસવાની હતી તે પહેલાં ઈંદ્રે આવીને કહ્યું : ‘પ્રભુ ! તમારા માર્ગમાં હવે સાડા ખાર વર્ષ સુધી દુઃખ આવશે. એ દુઃખના કાળાં વાદળો ઘેરાય ત્યારે હું આપની પડખે ઊભો રહું અને આપની સેવા કરું એવી મને આજ્ઞા આપો.' ત્યારે ભગવાને શું કહ્યું ? ભગવાને કહ્યું : 66755549 સ'સારમાં કાઇપણ માણસ બીજાની મદદથી મિકત મેળવી Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨૬] પૂર્ણ ના પગથારે શકતા નથી; અને ખીજાની મદદથી મેળવેલી મુક્તિ એ મુકિત નથી હાતી, તે ખીજી ગમે તે વસ્તુ હાઇ શકે. મુકિત મળશે તે આપખળથી જ મળશે. જો પેાતાની સાધનાથી તે નહિં મળે. તે દુનિયાની કોઈપણ વ્યકિતની મદદથી નથી મળવાની; એટલા જ માટે મારા ઉપર જે દુ:ખો આવી રહ્યાં છે એનુ સ્વાગત કરવા માટે મને જ રહેવા દે, વચ્ચે તું ન આવીશ.” અરીસા પણ તમને એ જ કહે છે કે તમે સંસારની વસ્તુઓ પ્રત્યે મારી જેમ વર્તા તે પછી તમારા હૃદયના અરીસા ઉપર કોઈ જાતના ડાઘ નહિં પડે. દુ:ખના કે સુખને પડછાયા ચાલ્યા જાય છે પણ હૃદયના અરીસા જે છે એ તેા એ જ રહે છે. કુંભારને પૂછી જોજો, અગ્નિમાં તપાવ્યા વિના એ કોઇ પણ ઘડાને બજારમાં મૂકે છે? એ જાણે છે કે કાચા ઘડા મારી ઇજ્જત લેશે. પેાતે જ સર્જેલા પેાતાના પ્રિય ઘડાને એ બરાબર અગ્નિમાં તપાવે છે. અને જે ઘડા પાકા થયેલા હાય એને માટે છાતી કાઢીને કહે છે કે આ ઘડો લઇ શકે! છે, એને ટકેારા મારી તપાસી શકે! છે.” એમ જે ભકત છે એ દુ:ખના તાપમાં તપીતપીને પેાતાની જાતને મજબૂત કરે છે અને એ સંસારને પડકાર કરે છે કે કોઈ પણ ટકારે આ તૂટે તેમ નથી. કુંભાર ઘડાને રિપકવ કરવા જેમ અગ્નિના ઉપયાગ કરે છે તેમ સાધકે આત્માને નિળ કરવા અને કના મેલને દૂર કરવા દુઃખનેા પણ ઉપયોગ કરવાના છે. મરણ શું છે? કપડાં બદલી નાખવાં તે. અને એમાં પણ જૂના કપડાં બદલવા એ તે વધુ આનંદના વિષય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણની પ્યાસ [૨૭] વપરાઈ ગયેલાં, ફાટી ગયેલાં, જીર્ણ થયેલાં શરીર પડી જાય તે અફસેસ શે? લગ્નની જેમ મરણને પણ ઉત્સવ માનવ જોઈએ. આ તે વિદાયને ઉત્સવ છે, ક્યાં જાઓ છો? તે કહે : “પ્રભુના ધામમાં જઈએ છીએ.” મૃત્યુ એ તે જીવનની જ એક અવસ્થા છે. અને એટલા જ માટે સિદ્ધો મૃત્યુને ત્યાં થઈને પૂર્ણતામાં પહોંચી ગયા. મૃત્યુ એ મૃત્યુ જ હેત તે એ પૂર્ણતાને કેમ પામત? પણ તમારી નિર્બળતાએ, તમારી આસકિતઓએ અને તમારી ભેગની તૃષ્ણાએ મૃત્યુને ભયંકર બનાવી દીધું છે. અતિ તૃષ્ણ જીવન પ્રત્યે જાગી છે. આ તૃષ્ણાએ મૃત્યુ એ જીવનની એક અવસ્થા છે એ વાતને ભુલાવી દીધી છે. ખાસ તે એ સમજવાનું છે કે જેવી રીતે યુવાની એક અવસ્થા છે, ઘડપણ એક અવસ્થા છે, તેવી રીતે મૃત્યુ પણ એક અવસ્થા જ છે. વસ્તુ ટકી રહે અને આકાર બદલાઈ જાય, એનું નામ અવસ્થા કહેવાય. મૃત્યુની પહેલાં પણ જીવન હતું અને મૃત્યુની પછી પણ જીવન રહેવાનું છે, અને પૂર્ણ સત્ય એ છે કે મૃત્યુ જીવનને મારી શકતું નથી. જીવન એ અક્ષય છે, અખંડ છે, શાશ્વત છે. યૌવન અને વાર્ધક્યની જેમ મૃત્યુ માત્ર એક પરિસ્થિતિ છે. આ શૈશવ, આ યૌવન, આ ઘડપણ અને આ મૃત્યુ, આ આકારે બદલાય પણ જીવન જે નિરાકાર છે તે શાશ્વત રહે. આ ભાવના સર્વત્ર ફેલાવવી જોઈએ. આજ મરણની ભીરુતા આવી છે એનું કારણ ધર્મના નામે સત્યને બદલે, દીવાલે ઊભી કરી છે. દીવાલને લીધે આપણે વહેંચાઈ ગયા છીએ. અને જ્યાં દીવાલ છે ત્યાં પછીનું દર્શન જતું રહે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ [૨૮] પૂર્ણના પગથારે ચક્ષુને અંધાપે આવી જાય તે વધે નથી, પણ વિચારેને અંધાપ ન આવો જોઈએ. ચક્ષુના અંધાપામાં સ્થૂળ વસ્તુઓ નથી દેખાતી પણ ધારે તે સૂક્ષ્મને અનુભવ કરી શકે. પણ વિચારના અંધાપામાં તે સૂક્ષ્મ વસ્તુઓ જ નથી દેખાતી. અને ચક્ષુ કદાચ ન હોય તે પ્રજ્ઞા વડે કરીને પણ આંતરચક્ષુથી વસ્તુઓ જોઈ શકાય છે, પણ જે આંતરચક્ષુ ચાલી ગયાં, દીવાલમાં મન અટવાઈ ગયું, તે પરમ સત્યનું દર્શન તમે નથી કરી શકવાના. એટલે વિચારોને અંધાપ એ બહુ ખરાબ છે, સત્યદર્શનની લગન લાગે તે જ આ અંધાપ જાય. આ દીવાલે તૂટી જાય તે માણસ એક બીજાની નજીક આવે અને જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ માણસમાં વસેલ ચૈતન્યનું દર્શન થતું જાય. આપણી આંખની આડે જેટલાં અંતરાયે છે, જેટલાં આવરણ છે, એ વસ્તુને ઓળખવામાં મુશ્કેલી ઊભી કરે છે. આત્મસત્તાને ઓળખવામાં જે અંતરાય કરનાર કોઈ હોય તે તે સંપ્રદાયનાં આવરણે છે, બીજું કાંઈ નથી. એટલે મહાપુરુષોએ કહ્યું કે તારે બનવું નથી પડતું, જાણવું પડે છે; લાવવું નથી પડતું, ઓળખવું પડે છે, અને બહારથી મેળવવું નથી પડતું પણ અંદરથી ઉઘાડવું પડે છે. એક પાંચ વર્ષને રાજકુમાર હતા. એ રાજકુમારને કોઈ ચેરે આવીને ઊઠાવી ગયા; એને પોતાને ત્યાં રાખીને તૈયાર કર્યો. એ રાજકુમાર ચેરેને રાજા બન્યો અને પહેલા નંબરને શિકારી બને. એ વાતને પંદર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાજા શિકારે નીકળે છે. ત્યાં પેલે ચોરેને રાજા પણ શિકાર કરવા નીકળે છે. બન્ને જણ મળી જાય Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂણની પ્યાસ [૯] છે. રાજાએ ચારની સામે જોયું, અને એના હૃદયમાં પ્રેમને સ્રોત વહેવા લાગ્યું. રાજા વિચારે છેઃ આમ કેમ? મારું હદય કેમ તણાય છે ? અને હૃદય તણાય છે. એ ઉપરથી લાગે છે કે આ ચારને અને મારે કોઈ સંબંધ હોવો જોઈએ. એટલામાં એણે ધારીને જોયું તે એના કપાળમાં એક સુંદર લાખું હતું. અને એને યાદ આવ્યું કે મારા રાજકુમારને પણ આવું લાબું હતું. છેકરાને ગુમાવ્યાને પંદર વર્ષ થયાં. એ વખતે છેક પાંચ વર્ષનો હતો. આજે એ વીસ વર્ષને હેય. જોયું તે એ શિકારી પણ વીસ વર્ષને હતા, એટલે રાજા એની પાસે ગયો અને પૂછ્યું : “તું કેણ છે? તે કહે, ‘ચેરેને પલીપતિ.” “તારા પિતા ક્યાં છે?” તે કહેઃ “બિમાર છે અને અત્યારે પલ્લીમાં છે. રાજા કહેઃ મને પલ્લીમાં લઈ જા. ચેરેને રાજા તેને ત્યાં લઈ જાય છે. રાજા પલ્લી પતિને પૂછે છેઃ “આ કેને કરે છે ?” પેલે પલ્લીપતિ કહે છે કે, “એ મારે છે.” “તમારે છે પણ મને મનમાં એવી અનુભૂતિ થાય છે કે આ છોકરો મારે છે.” “તમે કેરું તે કહેઃ વૈશાલીને હું રાજા છું.” પિલા પલ્લી પંતિની આંખ ભીની ભીની થઈ. એણે કહ્યું: વાત સાચી છે. આજથી પંદર વર્ષ ઉપર હું જ્યારે લૂંટ ચલાવવા આવ્યા હતા ત્યારે એ લૂંટમાં આ સુંદર દેખાવડા રાજકુમારને પણ ઉઠાવી આવ્યું હતું, કારણકે મને સંતાન નહતું. મેં એને માટે કર્યો, એને મારા પુત્રની ભાવનાથી રંગ્યો. મારે માટે એ પુત્ર છે, એને મન હું પિતા છું. પણ આજ સાચા પિતા અને પુત્રનું મિલન થયું છે. તે રાજાએ - નમ્રતાથી કહ્યું કે, “મારી ગાદી ખાલી છે અને મારે પણ આ એકને એક જ પુત્ર છે, એને હવે હું લઈ જાઉં છું. પેલે પલ્લીપતિ કહે છે કે “બહુ સારી વાત છે. કારણકે Page #37 -------------------------------------------------------------------------- ________________ [૩૦] પૂણેના પગથારે મારે પુત્ર અને તમારે પુત્ર એક જ છે. અને હવે એ ચોરને બદલે રાજા થાય એ જ શ્રેષ્ઠ છે.” રાજા એને લઈ જાય છે. ગાદી ઉપર બેસાડે છે, એ દિવસથી એ રાજા બને છે, હુકમ કરે છે. અહીં રાજકુમારને બનવું નથી પડ્યું, રાજકુમાર તે હતો જ. પણ એને જાણ ન હતી. હવે જાણ થઈ કે હું રાજકુમાર છું. આટલા દિવસ સુધી એ અજાણ હતે. જાણ થતાં હવે એ ગામનાં લેકેની ચેરી, નથી કરતે. ગામના લેકેનાં ઘરમાં અંધારામાં ઘૂસી નથી જતે. હવે એ કહે છે કે આખી નગરી અને સમૃદ્ધિને સ્વામી હું છું. કારણકે એને જાણપણું થયું, એને જ્ઞાન થયું, એને અવબોધ થયા. એમ કહે કે સ્વ સ્વરૂપનું ભાન થયું ! જે ઘડીએ ભાન થયું તે ઘડીથી જ એ સ્વામીત્વ ભેગવે છે. નગરીના લેકેને એ આજ્ઞા કરી શકે છે. હવે એ રાજાધિરાજનું ગૌરવ અનુભવે છે. જે અંધારામાં ચોરની જેમ. આવતા હતા તે હવે પ્રકાશમાં સ્વામી થઈને હુકમ કરી શકે છે. . અહીં તમે પણ આટલું જાણી લે કે હું બ્રહ્મ છું, તમે જાણી લે કે હું ભગવત્ સ્વરૂપ છું, તમે જાણી લે કે હું પરમાત્મ સ્વરૂપ છું. પછી વિષયના અંધારામાં તમારે દેડવું નહિ પડે. તમે તમને પાપી જ માન્યા કરે તે તમે પાપીની જેમ જ જીવવાના ને? જે પિતાને ચેર જાણે એ તે ચેરી જ કરે ને? બીજું શું કરે? સ્વરૂપ વિસ્મરણ થયું છે, બીજું કાંઈ થયું નથી. અને આ સ્વરૂપ વિસ્મરણે માણસને ઘણો નીચે નાખી દીધું છે–એટલે નીચે નાખે છે કે એ ચેરની જેમ આજે વર્તન કરે છે, જે ખરી રીતે સમ્રાટ છે. આ વાત પર ખાસ તમે વિચાર કરશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂણની પ્યાસ [૩૧] મદાલસાએ તે ઘોડિયામાં પોઢેલા બાળકને હિંચકે નાખતાં શિખવાડ્યું: “સિદ્ધોતિ યુદ્ધોતું સિદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે. આ સંસારની માયામાં તું લપટાઈશ નહિ.” ઘેડિયાના ધાવણા બાળકને આધ્યાત્મિક ધાવણ પાનાર માતાઓ હતી. બાળકને એ બૈર્યવાન બનાવતી. આજ તે માતાએ છોકરાને બિવડાવે કે જે બિલાડી આવી, બો આવ્ય, સાધુ આવ્યા. તે આવા નિર્બળ સંસ્કાર ન સિંચવા જોઈએ. હાલરડાના સંસ્કારથી આત્મસ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ એને બદલે આજે બાળક ભયથી આવૃત્ત બને છે, એ વીર કેમ બને? ભયથી તમે કેટલા આવૃત્ત છે? એક જમાદાર આવી જાય અને તમે ધ્રુજી જાઓ છે. માણસે જ્યારે સરસ કેટ પહેરીને મેટી ગાડીમાં નીકળતા હોય ત્યારે દયા આવે કે આવી મેટી ગાડી છે પણ જ્યારે એને ઇન્કમટેક્ષ ઓફિસર પૂછે છે ત્યારે તે જીભના ચા વળી જાય છે. બહારથી શેઠનું સ્વરૂપ છે, અંદર તે ચેર છે. મન ભાંગી ગયુ છે, મનથી બીકણ છે ચાર કદાચ સમૃદ્ધ બની જાય તે પણ આખરે તે એ ચેર છે. , એમ જ્યાં સુધી આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી તમે ગમે તે કરે, ગમે તેટલી પ્રવૃત્તિ કરે, ગમે તેટલું આચરણ કરે, છતાં એ ઉપરનું છે, બાહ્ય છે, પરપાધિ છે, માગી લાવેલા અલંકારે છે, એક જાતને સેજે છે; અને એ સેજે તંદુરસ્તી તે નથી જ. " તમે અંદરની શકિતને પેદા કરે. દુબળા થાઓ તો વધે નહિ પણ તંદુરસ્ત થાઓ. પાતળા હો એને વાંધો નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૨] પૂર્ણ ના પગથારે એક ભાઇ માત્ર અઠ્ઠાણું રતલના હતા પણ મને કહેઃ “આપનું કામ હું અઢાર કલાક કરવા તૈયાર છું. મારું વજન અઠ્ઠાણુ રતલ છે પણ મારું શરીર એ રૂના લાચા નહીં પણ વણેલી વાટ છે.' રૂના લેાચા હાય તે ફેદાઇ જાય પણ વણેલી વાટ કેવી મજબૂત હાય ! બહારના સેાજાથી માંદગીના સંચય કરેા એના કરતાં પાતળા થઇને તંદુરસ્તી પ્રાપ્ત કરે એવા શુભ દિવસ, એવુ સુપ્રભાત કયારે આવે ? અને એ પ્રભાત ચાક્કસ માનજો કે ત્યારે જ આવવાનું છે કે જ્યારે તમે માના કે હું તેા ઇશ્વર સ્વરૂપ છું; અને જે ભગવાનને પ્રિય છે તે મને પણ પ્રિય હોવુ જોઇએ. ભગવાનને જે પ્રિય છે તે મને પ્રિય કેમ ન થાય ? ભગવાનને જે પ્રિય નથી એ મને પ્રિય છે એ બતાવી આપે છે કે મારામાં કાંઇ એક માંદગી છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે You are always sure when you are pure-જ્યારે તમે નિમલ હશે ત્યારે જ તમે નિ:સશય હશે કારણકે તમારી બાબત અને તમારી હકીકત તમે જાણતા હા છે. તે જ્યારે તમે pure હશે! ત્યારેજ sure બની શકેા. પણ માણસ જો ચાખ્ખા ન હાય, શુદ્ધ ન હેાય તા એ કેવી રીતે ચાક્કસ બની શકે ? આપણે કાંઈ બનવાનું નથી. આપણે જન્મથી, પહેલેથી, બ્રહ્મસ્વરૂપ છીએ. આત્મા પરમાત્મા સ્વરૂપ છીએ: સામાન્ય લેકા પણ કોઇકવાર આ સત્ય ઉચ્ચારતા હેાય છે કે જીવ તે શિવ છે, આત્મા તે પરમાત્મા છે, ખુદ તે ખુદા છે, બિંદુ તે સિંધુ છે. આ ભાષાની કહેવતા એ સ્વશકિતનું દર્શન Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂણની પ્યાસ [૩૩] કરાવે છે. અને જ્યારે આ શક્તિનું તમને દર્શન થઈ જાય છે ત્યારે તમે જ રાજકુમાર છે. માત્ર તમે જાણી લે. જે ઘડીએ જાણી લે તે ઘડીથી હુકમ કરવા માંડે છે. પછી તમારી ચેરવૃત્તિઓ નીકળી જાય છે. મિત્ર, અત્યારે તમારી જે પૂર્ણતા છે એ તે માગી લાવેલાં ઘરેણ જેવી છે. પણ અંદરની પૂર્ણતા, સહજ આત્મસ્વરૂપનું જ્ઞાન, એ જાતિવંત રત્ન સમાન છે. જાતિવંત રત્નમાં રહેલી વિભા, એનાં કિરણો, એને પ્રકાશ, એનું તેજ એ ઉછીની લાવેલ ભાડૂતી વસ્તુ નથી. રત્નના કટકા કરે પણ એના અંશેઅંશમાં તેજથી ચમકતાં કિરણો પુરાયમાન થઈ રહ્યા છે. એમ આપણા આત્માના પ્રદેશ પ્રદેશમાં પૂર્ણ આનન્દની એ જ શકિત ભરેલી છે જે પરમાત્મામાં છે. આ શક્તિનું દર્શન કરવું એ જ જીવનને હેતુ છે. તે આ માટે મનને તૈયાર કરવું પડશે. આ મન જે નિર્બળ બની ગયું તે ગાડીને તાણવાને બદલે ગાડી અધવચ્ચે જ ઊભી રહી જશે અને આ એન્જિનને ખેંચવા માટે બીજુ અંજિન લાવવું પડશે. જે જિન ભાર ખેંચી શકે છે એ વરાળથી સમૃદ્ધ છે, જે એંજિન ઠંડું પડ્યું છે એની વરાળ નીકળી ગઈ છે. ' બાવીસ વર્ષ પહેલાંની આ વાત છે. અમારું ચાતુર્માસ ત્યારે ઘાટકોપરમાં હતું. એક ડૉકટર મારી પાસે સ્વાધ્યાય માટે આવતા. એ ગાંડાની હોસ્પિટલમાં કામ કરતા હતા. મને કહેઃ “એક વખત તમે ગાંડાની હોસ્પિટલ જેવા આવે.” મેં કહ્યું: “અહીં આપણી આસપાસ દુનિયામાં બધું એ જ છે ને? તે કહે, “ના, આના કરતાં એ જુદી જાતના છે. અહીં જે લેકે મનમાં આવે તેમ સાચેસાચું નથી કરી Page #41 -------------------------------------------------------------------------- ________________ [૩૪] પૂના પગથારે શકતા તે ત્યાં કરી શકે છે. અહીં જે કઇ કરવાનું મન થાય ત્યારે તે નહિ કરી શકે અને ન કરવાના સમયે અભિનય કરે છે. આટલા ફેર છે. ચાલે.’ અમે ત્યાં ગયા. ત્યાં ડૉકટરો એ લેાકેાને તાલીમ આપતા હતા. ગાંડાઓનાં મન ભટકયાં કરે એટલે એમનાં મન ઠેકાણે લાવવા માટે કૂવામાંથી પાણી કઢાવતા હતા. મેટી ડોલ અને ખાસ્સા ઊંડા કૂવા. ડૉકટર ગાંડાને કહે કે અંદરથી ડોલ ભરીને પાણી લાવ અને વૃક્ષના આ છેડને પા. એટલે એ પાણી કાઢે. એ પાણી કાઢે ત્યારે એના ખાવડાં દુખવા આવે પણ જ્યારે ડાલ ઉપર આવે અને રેડવા જાય તો એ ડાલ ખાલી હાય, કારણકે ડાલની વચ્ચે પાંચ કાણાં કરેલાં. એટલે જ્યારે ડૂબે ત્યારે ભરાઇ જાય પણ ઉપર ખેંચતાં પેલાં પાંચ કાણાંમાંથી બધું જ પાણી નીકળી જાય. ડાલ ખાલી આવે એટલે પેલા ડૉકટરો એને ખરાખર’ દબડાવે, કે પાણી કેમ આવ્યું નહીં? એટલે ગાંડાઓને વિચાર કરવે પડે. શિક્ષા થાય એટલે પછી ગાંડાએ વિચાર કરે કે પાણી કેમ આવ્યું નહીં ? ભટકતું મન, ક્રતું મન વિચાર કરે કે આ કાણાં છે, પાણી આમાંથી જ નીકળી જાય છે. બાજુમાં ચા, કપડાં એવી વસ્તુ રાખેલી હેાય જે લગાડીને એ કાણાં પૂરે. ગાંડાઓમાં વિચારની એકાગ્રતા લાવવા એ આ રીત અજમાવે. મને ઘણીવાર આધ્યાત્મિક ક્ષેત્રમાં આ વાત યાદ આવે છે. લોકા ઘણીવાર ક્રિયારૂપ પાણીની ડાલા ભરી ભરીને બહાર કાઢવાના પ્રયત્ન કરે છે. પણ માણસનાં મનમાં કાણાં બહુ પડી ગયાં છે. સાધના ખૂબ થતી દેખાય છે, પણ મનનાં કાણાંમાંથી બધું જ નીકળી જાય છે. અહીંથી જાઓ ત્યારે. Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણની પ્યાસ [૫] ખાલી ખાલી. તે તમે એવું ન કરે કે પેલા લેકે જેમતેમ કરી પહેલાં કાણું પૂરી દેતા અને ડેલ ભરીને પછી બહાર કાઢતા. એવું ન થાય કે મનમાં જે ઘણાં કાણાં પડી ગયાં છે એ તમે પૂરી નાખે, અને પછી જુઓ કે તમારી દરેક ડેલ કેવી પૂર્ણ આવે છે ! પછી તમને ખાલીપણું નહિ લાગે પણ જ્યાં સુધી કાણું છે ત્યાં સુધી ઉપદેશ, કિયાએ બધુંય વરસી રહ્યું છે પણ એ બધુંય વહી જાય છે. આ છિદ્રોને પૂરવાને માટે આ અનુભવ કરવાને છે કે હું પરમસ્વરૂપ છું, હું જ્યોતિ–સ્વરૂપ છું, હું આત્મા છું - અને હું પરમાત્મ સ્વરૂપ છું. આ આત્મા પરમાત્મ સ્વરૂપને અનુભવ કરે. બિન્દુ વિચારે કે સિન્થની બધી જ વિશિષ્ટતા એનામાં છે. આ સ્વરૂપનાં દર્શન વિનાની પૂર્ણતા એ લગ્ન પ્રસંગે લાવેલા અલંકાર જેવી છે જેમાં ચિંતા અને દીનતા છે. પણ જે આત્મસ્વરૂપના જ્ઞાનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે એ જાતિવંત રત્ન જેવી છે. એનું તેજ એ ભાડૂતી નથી. સદાકાળ એમાં હતું, છે અને એમાં જ રહેવાનું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક આજે સૌથી વધારે આનંદ મને એટલા માટે થાય . છે કે આજથી સાત વર્ષ પહેલાં જ્યારે હું મુંબઈ આવ્યા ત્યારે જૈન લોકે મહાવીર જયંતી માત્ર પોતાના ઉપાશ્રયમાં મળીને ઊજવતા હતા. મેં જોયું કે જે રીતે પાણી, પ્રકાશ અને પવન માનવમાત્રને આવશ્યક છે એ રીતે ભગવાન મહાવીરની અહિંસા, અનેકાન્તવાદ, કર્મવાદ અને અપરિગ્રહવાદ માનવમાત્રને તે શું, પણ હું આગળ વધીને કહું છું કે પ્રાણીમાત્રને આવશ્યક છે. આવી દિવ્ય વસ્તુ માત્ર ચાર દિવાલે વચ્ચે પૂરીને આપણે આપણી જાતને સંકુચિત બનાવીએ છીએ અને માનવજાતને એના અમૂલ્ય લાભથી વંચિત કરીએ છીએ. આ વાત મેં મારા મિત્રની સામે મૂકી; અને આજે હું જોઈ રહ્યો છું કે ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક માત્ર જૈને જ નહિ પણ આખી મુંબઈ નગરી ઊજવી રહી છે,મુંબઈના નગરપતિ, મુંબઈના શેરીફ, કોંગ્રેસના પ્રમુખ અને સર્વ કેમના લેકે સાથે મળીને આજે ભગવાન મહાવીરને જન્મત્સવ ઊજવી રહ્યા છે. આનાથી વધારે હર્ષની વાત શું હઈ શકે ? હે તે ઈચ્છું છું કે માત્ર ભગવાન મહાવીરની નહિ પણ દુનિયાના જે જે પયગંબરેએ, જે જે મહાપુરુષોએ અહિંસા અને અપરિગ્રહને સંદેશ આપે છે, અહિંસાના Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક [૩૭] તત્ત્વનું સંશોધન કર્યું છે, એવા મહાપુરુષની જયતી બધા મળીને ઊજવે. જ્યારે આપણે સાથે મળીને, સામે બેસીને એકબીજાને સમજીશું ત્યારે માનવ માનવની નજીક આવશે, માનવ માનવને મિત્ર બનશે. માનવ માનવની નિકટ નહિ આવે તે એ સામાને સમજશે કેમ ? આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં આટલા બધા ભગવાન અને અવતાર થઈ ગયા, તેમ છતાં મનુષ્ય અંદર અંદર પ્રાંતને માટે, ભાષાને માટે, આગળ વધીને સત્તા માટે લડી રહ્યા છે. આ જોઈને મારા દિલમાં અસીમ -દર્દ ઊભું થાય છે, કે જેને વાચા પણ વ્યકત નથી કરી શકતી. આ રેને આપણે કેવી રીતે મટાડી શકીએ? આવા પુણ્ય-પનેતા દિવસે એ મહાપુરુષના વિચાર અને ચિન્તનનું ઊંડાણથી મનન કરી એને આચરણમાં મૂકીએ. સાચું પૂછો તે મહાવીર જયન્તી ઊજવવામાં બીજો કેઈ આશય નથી. ભગવાનનું તે કલ્યાણ થઈ ગયું. આજે આપણે જયન્તી ઊજવીશું તેથી એમનું સ્થાન કે મસ્ત વધવાનાં નથી. અને આપણે નહિ ઊજવીએ તે તેઓ જે સ્થાન ઉપર પહોંચી ગયા છે ત્યાંથી નીચે આવવાના નથી. • પણ આપણે જ્યારે જયન્તી ઊજવીએ છીએ ત્યારે આપણામાં introspection અવલોકન, આત્મ-નિરીક્ષણ કરવાને એક શુભ અવસર અને પુણ્ય ઘડી આવે છે. આજે આ પુણ્ય ઘડીમાં આપણે આપણા આત્માનું' અવેલેકન કરીએ, અને એ માટે ભગવાનની વિભૂતિને, આ દુનિયામાં ભગવાનના આગમનને અને ભગવાનના પ્રાણી માત્રના કલ્યાણ માટે જે ઉપયોગી સિદ્ધાંત છે, તેને સ્વાધ્યાય કરીએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ [૩૮] પૂર્ણને પગથારે તમે જાણે છે કે સંસાર પરિવર્તનશીલ છે. કેટલીય વસ્તુઓ આવે છે, કેટલીય વસ્તુઓ જાય છે પણ જે સત્ય છે તે શાશ્વત છે. ભગવાન મહાવીર સત્ય હતા એટલે અહી હજાર વર્ષ પછી પણ તેઓ શાશ્વત છે. આપણે આંખ બંધ કરીશ તે એમ લાગશે કે ભગવાન હમણાં જ થઈ ગયા, જાણે કાલે જ થઈ ગયા. તેઓશ્રી આટલા તાજા, આટલા સ્વસ્થ અને આટલા નજીક આપણને કેમ પ્રતીત થાય છે? કારણકે એ સત્ય હતા; અને જે સત્ય છે તે શાશ્વત છે. વસ્તુઓ બદલાય છે પણ સત્ય બદલાતું નથી. આજે નહિ પણ કરડે વર્ષો પછી પણ ભગવાન મહાવીરનાં પરમ સત્ય બદલાવાનાં નથી. ભગવાન મહાવીરને જન્મ શા માટે થયે? ગીતામાં કહ્યું છે કે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । જ્યારે જ્યારે દુનિયામાં કીચડ થાય છે ત્યારે સૂર્ય ચાલ્યો આવે છે, એવી રીતે દુનિયામાં જ્યારે તેફાન થાય છે, અશાંતિ ઊભી થાય છે ત્યારે કોઈ મહાપુરુષ આકાશ માંથી ધરતી ઉપર ઊતરી આવે છે. ભગવાન મહાવીરમાં બીજી વાત છે. ભગવાન મહાવીર ઉપરથી નીચે નથી આવ્યા; એ આપણામાંથી ઉપર આવ્યા. એ આકાશમાંથી પડયા નથી પણ ધરતી પર ઊભા થયા. ધરતીની માટીમાંથી ભગવાન કેવી રીતે બની શકાય છે એ એમણે બતાવ્યું. હું ભગવાન મહાવીરના પ્રતિ કેવી રીતે આકર્ષિત Page #46 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક [૩૯] થયે એ મારા જીવનની એક નાની કહાણી છે. હું જે દેશમાં મેટે થયે એ દેશની ભાષા ગુજરાતી નથી પણ કન્નડ છે અને આજથી બત્રીસ વર્ષ પહેલાં હું જૈનધર્મથી પરિચિત પણ નહતું. ત્યાં એક દિવસ મેં કન્નડ ભાષામાં ભગવાન મહાવીરને એક સુંદર અનુવાદ વાંચ્યો. એ વાક્ય હતું: “જે રીતે કેરીને હૃદયમાં છુપાયેલી ગેટલીમાં એક વિશાળ આંબાનું ઝાડ છુપાયેલું છે એ રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા–ભગવાન છુપાયેલું છે એને તું શેધી લે.” બસ, આ એક નાનું વાકય વાંચ્યું અને મને લાગ્યું કે જે રીતે આંબાની ગોટલીમાં એક મેટું વૃક્ષ છે અને ચકમકમાં આગ છે, તે પ્રકારે આપણા આ શરીરમાં, આપણી આ કાયામાં જ પરમાત્મા છે, ઈશ્વર છે, આ જ વાત ભગવાન મહાવીરે પિતાના જીવનમાં બતાવી. નયસારના જીવનમાંથી પ્રારંભ થયેલા વિકાસ ભગવાન મહાવીરના જીવનમાં પૂર્ણતાના શિખરે પહોંચ્યા. એ માનવમાંથી મહામાનવ બન્યા, બીજને ચન્દ્ર પૂર્ણ ચન્દ્ર બને. એમને જન્મ કયાં થયે? બિહારમાં. જે બિહાર ભૂમિ આજ અન્ન અને પાણી વગર પરેશાન છે, એ ભૂમિમાં - કરુણાસાગર ભગવાન મહાવીરને જન્મ થયે હતે. રાજગૃહીના ક્ષત્રિયકુંડના રાજકુળમાં એમને જન્મ થયે હતા. યશોદા જેવી સુંદર પત્ની હતી અને પ્રિયદર્શના જેવી સંસ્કારવાન પુત્રી હતી; રાજવૈભવ હતું અને સુખ ચારે બાજુ ફૂલની સુવાસની માફક ફેલાઈ ગયું હતું. પણ મહેલની બહાર એમને લાગ્યું કે દુઃખ છે, દર્દ છે, આંસુ છે, માનવ Page #47 -------------------------------------------------------------------------- ________________ [૪૦] પૂર્ણના પગથારે માનવનું શોષણ કરી રહ્યો છે, સત્તા ઉપર બેઠેલા લેકે ઉંદરની જેમ અંધારામાં બેસીને એક બીજાને ફૂંક મારીને કરડી કરડીને ખાઈ રહ્યા છે. આ બધી વાતે ભગવાન મહાવીરે રાજમહેલમાં હોવા છતાં ચિન્તનના પ્રકાશમાં જોઈ, અને એમના દિલમાં એવા પ્રકારની બેચેની આવી કે વૈભવથી ભરેલા રાજમહેલમાં પણ એ સુખથી રહી ન શક્યા.. તમે લેકે તાજમહાલમાં ગુલાબજાંબુ અને પાર્ટીઓ ઉડાવી શકે છે કારણકે બિહારના લેકનું દર્દ તમારા દિલમાં બેચેની નથી ઊભું કરતું, જે દિવસે એ બેચેની ઊભી થશે, એ દિવસે તમારી ઊંઘ ઊડી જશે, એ દિવસે તમારું ભેજન પણ તમને કડવું લાગશે. આ દર્દ શબ્દમાં નથી કહી શકાતું આ અનુભવની સંવેદના છે. ભગવાન મહાવીર શાંતિથી ન રહી શક્યા. નીકળી પડ્યા. એ મહાભિનિષ્ક્રમણની પાછળ પ્રાણીની અસંહાયતાનું દર્શન હતું. એમણે જોયું કે દુનિયાના આ અત્રાણ છે, નિરાધાર છે. લેભી-લંપટ પુરુષ સ્ત્રીને ગુલામ તરીકે રાખતા હતા, એક એક પુરુષ દશ સ્ત્રી, પંદર સ્ત્રી, પચાસ સ્ત્રીઓને, જે રીતે આજે મનુષ્ય પશુઓને રાખે છે એ રીતે રાખતે. એમને દર્દ થયું. સ્ત્રીઓની આ અવદશા? કેઈએ કહ્યું કે ના સ્ત્રી સ્વાતંત્ર્યનું પ્રતિ સ્ત્રી સ્વાતંત્ર્યને લાયક નથી. ભગવાને વિચાર્યું. શા માટે સ્ત્રીને સ્વાતંત્ર્ય નહિ? “ બીજી વાતઃ ધર્મના જ નામે પશુઓનાં બલિદાન થતાં હતાં, સંહાર થતા હતા, અધ્વર્યું સ્નાન કરીને, પવિત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક [૪૧] થઈને, ફૂલ ચઢાવીને દેવની મૂર્તિની સામે જ યજ્ઞમાં અબોલ પશુઓની હિંસા કરતે. આ જોઈને એમના દિલમાં દર્દે બેચેની સજી. ત્રીજી વાત : જાતિવાદ. શુદ્ર લેકેને કૂતરાની જેમ ગણવામાં આવતા હતા. ઘરમાં ઉંદર, બિલાડી, કૂતરાં આવી શકતાં પણ શુદ્ર મનુષ્ય નહોતો આવી શકતા. એને ઢેઢ કહી, ચમાર કહી, શુદ્ર કહીને કાઢી મૂકવામાં આવતા હતા. માનવજાતની આ ભયંકર અવહેલના હતી. ભગવાને જોયું કે લેકે કૂતરાને લાવીને ઘરમાં રાખે, પાળે, દૂધ પીવડાવે અને મનુષ્ય જેવા મનુષ્યને શુદ્ર કહી તિરસ્કારવામાં આવે ! માનવતા શું મરી પરવારી! ઘણી વાર જોવા મળે છે, દર્દ ઘણું હોય પણ એનું નિદાન એક જ હોય. સ્ત્રીની પરતંત્રતા, પશુઓને સંહાર અને માનવને શુદ્ર ગણી ફેંકી દેવાતા એનાં મૂળમાં અસમાનતા હતી. ભગવાને નસ પકડી લીધી. મૂળ પકડ્યું. અસમાનતાનું મૂળ વિષમતા હતું. એમણે ઈછયું કે વિષમતાને દૂર કરીશું તે જ સમાનતા આવશે; સમાનતા આવશે તે જ સ્ત્રી પુરુષની સમેવડી બનશે. પિતાનાથી કઈ બળવાન શકિત છે એમ માની, એનાથી ડરીને એને રાજી રાખવા પશુઓને સંહાર કરવામાં આવે છે તે બંધ થવું જોઈએ. શૂદ્રમાં પણ આત્મા છે, એનું દર્શન થતાં ઉચ્ચ નીચની ભાવના ધીરે ધીરે લુપ્ત થશે અને જે કર્મ સંસારી આત્માઓનાં સમગ્ર દુઃખનું મૂળ , કારણ છે તે નિર્મૂળ થતાં આત્માઓ પૂર્ણ સમાનતાને પામશે. - મહેતારજ અને હરિકેશીબલ નામના બે શુદ્ર હતા, Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂણેના પગથારે ચંડાળ કુળમાં જન્મેલા હતા, ભગવાને તેમને પિતાના શિષ્ય બનાવ્યા. આજે આપણે હરિજન ઉદ્ધારની વાત કરીએ છીએ, સમાનતાની બાંગ પુકારીએ છીએ, પણ જીવનમાં અને. વ્યવહારમાં કેવી ભયંકર વિષમતા છે? A man of words and not of deeds, :: Is like a garden, full of weeds. માત્ર શબ્દ બોલીને બેસી રહે એવા ભગવાન મહાવીર નહોતા. ભગવાન મહાવીરે વિચાર્યું કે હું પૂર્ણતાને લાવવા માટે, સમતાને લાવવા માટે, વિષમતાને દૂર કરવા માટે, પહેલાં હું મારા જીવનમાં પૂર્ણ સમાનતા લાવું. પહેલાં પિતાના ઉપર પ્રવેશ કર્યો, પછીથી ઉપદેશ દેવાને પ્રારંભ કર્યો. સમાનતા શાથી લાવી શકાય? વાતેથી? ના. પહેલાં તે એમણે અસમાનતાનું મૂળ એ વૈભવ છોડ્યો, પિતાનાં પ્રિયજનનાં આંસુથી પણ એ ન થંભ્યા. મહાભિનિષ્ક્રમણ કર્યું અને સાધુ બન્યા. મનુષ્યના જીવનમાં સમાનતાનું સંગીત આવે છે વિચાર, ઉચ્ચાર અને આચારના સંવાદથી. આ ત્રણે સંગીત છે, લય છે, મિલાવટ છે. આ ત્રણે પ્રકારનું સંગીત જેનામાં ગુંજે છે એ perfect man છે, પૂર્ણ મનુષ્ય છે. ભગવાનને પૂર્ણ બનવું હતું. એટલે એમણે અહિંસાને પ્રયોગ કર્યો. જેમ વૈજ્ઞાનિક Page #50 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક [૪૩] પ્રયોગશાળામાં જઈને પ્રયોગ કરે છે એમ મહાવીરે સાડા બાર વર્ષ જીવનની પ્રગશાળામાં, આ ત્રણેને સુધારવા અને અહિંસક બનાવવા પ્રયોગ કર્યો વિચાર ધ્યાનથી અહિંસક બને, ઉચ્ચાર મૌનથી અહિંસક બને અને આચાર તપશ્ચર્યાથી અહિંસક બને. વિચાર, ઉચ્ચાર અને આચાર: આ ત્રણેને અહિંસક બનાવવા માટે એમને ધ્યાન, મૌન અને તપશ્ચર્યાનાં સાધન જડ્યાં. એમણે ધીરે ધીરે ધ્યાન ધરતાં વિચારોમાં અહં છે, તેને ધ્યાનથી નાહં કરી સેહને અનુભવ કર્યો. પણ તે કરતાં પહેલાં પ્રભુએ અહમને નાશ કરવા પ્રયત્ન કર્યો. અહમ વચમાં આવે છે. કવિ રવીન્દ્રનાથે એક નાને પ્રસંગ લખ્યો છે. પૂનમની રાત હતી, હું ઓરડામાં બેઠે હતા અને કાંઈક લખી રહ્યો હતો. લખતાં લખતાં થાકી ગયો અને મેં મારા ટેબલના લેમ્પનું બટન બંધ કર્યું. બત્તી બંધ થઈ. જેવી બત્તી બંધ કરી ત્યાં મારા આશ્ચર્યની વચ્ચે આકાશમાંથી પૂર્ણિમાની ચાંદની બારીમાંથી એકદમ અંદર પ્રવેશી મારા રૂમને પ્રકાશથી ભરી દીધે. શે મધુર, શીતળ, શે સુંદર, એ પ્રકાશ! એ પ્રકાશને જોઈ કવિહૃદય દ્રવી જાય છે, એમનું દિલ ભરાઈ જાય છે. એ વિચારે છે કે હું છ વાગ્યાથી બેઠે છું, અત્યારે સાડા નવ થયા છે, પણ સાડા ત્રણ કલાક સુધી મેં આ ચાંદનીને કેમ ન જોઈ? એમને ખબર પડી કે એ નાની બત્તી, આકાશમાં પૂર્ણ ચંદ્રમાની જે પ્રકાશસ્ના Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૪] પૂર્ણના પગથારે એના ખંડમાં આવી રહી હતી તેને અવરોધ કરતી હતી.' જ્યારે નાની બત્તી બંધ કરી ત્યારે પૂર્ણિમાની સ્ના એમના ખંડમાં આવતી દેખાઈ. આ વિચારતાં એ અંદર " ઊતરી ગયા, ધ્યાનમાં ઊતરી ગયા. એમણે વિચાર્યું કે , પરમાત્માની સ્ના પણ આવી રહી છે, પણ મારા અહમને નાને દીવ પરમામાની સ્નાને જોઈ શકતા નથી. જ્યારે હું મારા અહમૂની બત્તીને બંધ કરી નાખું છું ત્યારે તેમને પ્રકાશ આવતે દેખાય છે અને દિલને, મનને અને પ્રાણને ભરી દે છે, ' ' પણ મહાવીરે પિતાના અહમૂને દૂર કરવા ધ્યાનને પકડ્યું. ધ્યાનના પ્રયોગથી વિચારને અહિંસક બનાવ્યું. બીજી વાત વાચા. આપણું ઉચ્ચારમાં એક પ્રકારની દ્વિધા ભરી છે. આપણે સભાની સામે કાંઈ બેલીએ છીએ અને એકાંતમાં કોઈ બેલીએ છીએ. લેકેની સામે જઈને પ્રશંસા કરીએ છીએ અને લેકેથી દૂર થતાં ઉંદરની જેમ એક બીજાને કાપવાનું, એક બીજાનું બગાડવાનું,. એક બીજાની ખરાબ વાત કરવાનું શરૂ કરીએ છીએ. આપણી વાણી આજે તલવાર બની ગઈ છે અને એ તલવાર આપણને જ કાપી રહી છે. જે ઈન્સાન પોતાની જાત પ્રત્યે સાચો નથી તે બીજા કેની સાથે સાચે થવાનું છે? પહેલાં તે આપણે આપણું પ્રત્યે સાચા થવાનું છે. ભગવાને એને માટે મૌન બતાવ્યું. મૌનથી આપણું ઉચ્ચારનું સંશોધન કરી, શુદ્ધ કરી સ્યાદ્વાદી અહિંસક વાણું બનાવવાની છે. • હવે આવે છે આચાર. જીવનમાં જ્યાં સુધી ત્યાગ- 3 તપશ્ચર્યા નહિ આવે ત્યાં સુધી જીવન વિલાસી રહે છે અને વિલાસી જીવન કેઈ પ્રકારના કામમાં નથી આવતું. Page #52 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક [૪૫] - લેકે કહે છે કે મહાવીર મેટા તપસ્વી હતા અને માત્ર તપશ્ચર્યાની જ વાત કરી છે. હું કહું છું કે મહાવીરે તપશ્ચર્યાને વિરોધ પણ કર્યો છે. એમણે કહ્યું કે અજ્ઞાનની તપશ્ચર્યા માનવને નીચે લઈ જાય છે. અજ્ઞાન તપ એ કષ્ટ છે, એમણે કહ્યું કે તમારે આચાર સુંદર બનાવવા માટે તપ કરે પણ દંભ ન થઈ જાય અને અતિશય થઈને તમને પરેશાન ન કરે એ વિચારતા રહે. | વિચાર, ઉચ્ચાર અને આચાર એ ત્રણ સાધનને અહિંસામય બનાવવા માટે એમણે ધ્યાન, મૌન અને તપશ્ચર્યાનાં સાધનથી પિતાના જીવનને અહિંસામય બનાવી લીધું. આ સાધનાને અંતે એમને જે પ્રાપ્ત થયું એનું નામ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એટલે Perfect Knowledge પૂર્ણ જ્ઞાન. એ કેવળજ્ઞાનના પ્રકાશમાં એમણે જે મેળવ્યું એ જ એમણે દુનિયાને આપ્યું. એમણે માનવ આત્માઓ માટે, પ્રાણીમાત્ર માટે અને વિશ્વ માટે ત્રણ વાત બતાવી. પ્રાણી ત્રણ વસ્તુ ઈચ્છે છે; સુખ મૈત્રી અને આઝાદી. મનુષ્ય આ ત્રણ વસ્તુનો ચાહક છે. આ ત્રણ વાતને ભગવાને જરાક વળાંક આપે, અને એમાં નવપ્રકાશ ભર્યો. એમણે શું કહ્યું? કહ્યું કે સુખ નહિ, પણ શાંતિદ્રા યુવ. ઈદ્રિનું સુખ નહિ. ઈદ્રિના સુખથી થાકી જશે. શાંતિદા સુખ સંતોષથી મળે છે. તમે જુઓ છે, દેડે છે અને થાકી જાઓ છે. પણ જે સુખ સંતોષથી મળે છે, તેમાં થાક નથી. આ માટે એમણે પહેલી વાત અપરિગ્રહની બતાવી. Page #53 -------------------------------------------------------------------------- ________________ [૪૬] પૂણના પગથરો સંગ્રહ કરવાની ઝંખના માણસને અશાન્તિની ખીણ તરફ લઈ જાય છે. જે સંચય કરે છે. જેની પાસે નાનાં બંડલ છે, એમને સૂવા માટે દવા લેવી પડે છે એની તમને ખબર છે? તમે તે એમ ને એમ સૂઈ જાઓ છે. તે સુખી કેણ છે? ભગવાને બતાવ્યું કે શાંતિ આપનારું સુખ એ સાચું સુખ, અને શાંતિ આપનારું સુખ સંતોષથી જ મળે. બીજી વાત બતાવી મિત્રની. તમે મિત્રને શોધે છે પણ ઘણીવાર મિત્રો જ તમારો નાશ કરી નાખે છે. કલબમાં લઈ જઈને, હૉટલમાં લઈ જઈને, તમને વ્યસનને રસ્તે ચઢાવીને તમારે વિનાશ, તમારે જ મિત્ર કરે છે. તે ભગવાને કહ્યું કે મિત્ર એ છે જે તમારા જીવનમાં આનંદ લાવે, તમારા પ્રાણને આનંદથી ભરી દે, નૈસગિક આનંદથી તમારા દિલમાં માનસિક સ્વસ્થતાનું સુખ પેદા કરે. તે મિત્ર કણ? ભગવાને કહ્યું, તારા આત્માને જ તું તારો મિત્ર બનાવ. જેને મિત્ર આત્મા નથી, જેનામાં introspection. અવેલેકન શક્તિનથી, અંદર ઊતરીને જોવાની શકિત નથી, જે પિતાને શે તે નથી, પિતાની જાત સાથે company સંબંધ બાંધવા ઈચ્છતે નથી, પિતાની સાથે બેસીને છેડીક મિનિટ પણ પિતે વાત કરતે નથી એ બહારના મિત્રને શું આપી શકવાને છે? - હું ઈચ્છું કે તમારા મિત્ર તમે જ બને. અડધે કલાક તે કાઢે, પિતાની સાથે વાત કરે. અંદર અંદર પૂછે કે દસ્ત, શું ચાલી રહ્યું છે? જીવન શું છે? સમસ્યા શું છે? એને ઉત્તર શે છે? આવવાનું શું છે, અને જવાનું શું છે? Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણક [૪૭] અને શાશ્વત શું છે? આમ અંદરનું મનન વધે તે અંતર તૂટે. આપણે બીજાની સાથે વાત કરીએ છીએ તે પિતાને ભૂલી જઈએ છીએ. આપણે આપણી સાથે વાત કરીએ છીએ ત્યારે જ આપણી નજીક આપણે આવીએ છીએ અને જાતને પિછાનીએ છીએ. ભગવાને કહ્યું કે તમે બીજાને કાં મિત્ર બનાવે છે? તમે તમને પિતાને મિત્ર બનાવે. તમારે મિત્ર તમારે આત્મા છે. માત્ર મિત્ર જ નહિ પણ સાચો આનંદ આપનારે મિત્ર, અને તે તમારે આત્મા. ત્રીજી વાત ભગવાને બતાવી કે લેકે આઝાદી છે છે, પણ આઝાદીને હેતુ ભૂલી જાય છે. આપણને આઝાદી મળવા છતાં દિલમાં અને મુખ ઉપર જે બરબાદી દેખાય તે એ મિથ્યા છે. આઝાદીના રહસ્યને સમજવાની જરૂર છે, એને માટે કઈ ખાસ વિશેષણની આવશ્યકતા છે. આપણી આઝાદીમાં આજે શું સુખ છે તે જુઓ. જીવનમાં અનીતિ છે, રસ્તાઓમાં જુઓ તે પશુઓને સંહાર થઈ રહ્યો છે, માર્ગમાં માછલીઓ વેચાઈ રહી છે. પશુઓ પર કૂરતા છે અને નિર્બળાનું શેષણ છે. આપણી માનવતા જ જાણે મરી ગઈ હોય એવી પ્રતીતિ થાય છે. આપણું ખાવામાં, - આપણું વસ્ત્રોમાં, આપણા સાબુમાં, ચારે બાજુ હિંસાનું પ્રદર્શન થઈ રહ્યું છે. આપણી આઝાદી શું લાવી ? હિંસા જ લાવી કે બીજુ કાંઈ? મિત્રે, વિચાર કરવાની આ વાત છે. હું જાણું છું કે આ વાત દર્દ ઉત્પન્ન કરે છે. ક્રિયાકાંડની મૂછનામાં આપણે સત્યને ભૂલવા ઈચ્છીએ છીએ, પણ ભૂલવાથી તે વાત દૂર Page #55 -------------------------------------------------------------------------- ________________ [૪૮] પૂણેના પગથારે નહિ જાય પણ સામે આવશે. બિહારને દુષ્કાળ, ગુજરાતને દુષ્કાળ અને ચારે બાજુ કુદરતને પ્રકોપ માનવની માનતાના અભાવનું પ્રદર્શન નથી ? ત્રણ દિવસ પહેલાં બિહારના મુખ્ય પ્રધાન શ્રી મહામાયાપ્રસાદ બિહારમાં આપણે જે રાહતકેન્દ્રો શરૂ કર્યા તે માટે પિતાની પ્રજા અને સરકાર વતી ધન્યવાદ પાઠવવા આવ્યા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે બિહારને દુષ્કાળ માત્ર અન્ન આપવાથી, વસ્ત્ર આપવાથી દૂર થવાને નથી. એ તે અમે આપીશું, અમે નહિ આપીએ તે અમારી માનવતા પરવારેલી ગણાશે. પણ જો પ્રજા ઊઠશે, જાગશે, અને ઊભી થશે તે જ એને ઉદ્ધાર થવાનું છે. હવે તમે પ્રજાને જગાડવાનું કામ કરે. પ્રજાને સુવાડવાનું અને જુઠ્ઠાં વચને આપીને પ્રજાને અંધારામાં રાખવાને ધંધે આજસુધી ખૂબ ચાલે. મારી આ વાત સાંભળી એમણે કહ્યું કે ભગવાન અમને સદબુદ્ધિ આપે. મેં કહ્યું કે ભગવાન તે આપી ચૂક્યા છે. ભંડારે તે ભરેલા જ છે પણ આજ સુધી એના દરવાજે તાળું હતું, હવે આપણે તાળું ખેલી એ દરવાજા ઉઘાડવાના છે. ભગવાન મહાવીરે કહ્યું કે આપણને જે સમૃદ્ધ બનાવે, આપણને જે ઉઠાવે અને આપણામાં છુપાયેલી આપણી દિવ્યતાને બહાર લાવે એવી આઝાદી લાવો. સુખ ઈચ્છશો તે સુખ મળશે પણ શાંતિ આપે એવું સુખ ઈચ્છો. મિત્ર જોઈશે તો મિત્ર મળશે પણ આનંદ આપે એવા આત્માને જ મિત્ર બનાવે. અને આઝાદી જોઈએ તે મળશે પણ આપણને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે એવી આઝાદી આપણે ઈચ્છીએ. Page #56 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જન્મ કલ્યાણકા [૪૯] * આજે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને દિવસ હવાથી આપણા હૃદયમાં ખૂબ ખૂબ ભાવ અને ઉલ્લાસ છે. આ ઉત્સવ નિમિત્તે આપણે સૌ મળ્યા પણ મળીને છૂટા પડી આ પ્રસંગને ભૂલી જઈએ તે આપણને એને સાચે લાભ શું મળે? આજ આપણે આ પાવન પ્રસંગનું ચિંતન કરીએ અને આ ચિન્તનમાંથી સંકલ્પશકિત પ્રગટાવીએ જેથી આપણું જીવન સમૃદ્ધ બને અને એ રીતે આજને દિવસ પ્રકાશમય અને રાત્રી સ્નામય બની રહે. પ્રભુ મહાવીરનું જીવન અને એમની સાધના સાગર સમાં વિશાળ છે. આ થડા સમયમાં એ વિશે શું કહી શકાય ? એની તે ઉપાસના જ હેય. હું તે ભાવપૂર્વક નમન કરી એટલી જ પ્રાર્થના કરું કે પાણી, પ્રકાશ અને પવન જેવાં પ્રભુએ પ્રબે ઘેલાં ધ્યાન, મને અને તપ, પ્રાણીમાત્રનાં આધ્યાત્મિક સ્વાથ્ય માટે હે અને સર્વ છે અને પૂર્ણ લાભ પામે. . નેધ - પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે – તા. ૨૨-૪-૬૭ – ચોપાટીના - સાગરતટે આપેલ પ્રવચન. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી મૈત્રી દિન नत्वहम् कामये राज्यम् ना स्वर्गम् नापुनर्भवम् । कामये दुःख तप्तानाम् प्राणीनाम् आतिमोवनम् ॥ હું જ્યારે નાનો હતો ત્યારે એક સાધુ પાસે જતા. એ સાધુ પ્રવચનકાર તે નહેતા પણ જીવનને દષ્ટાંત અને આદર્શોથી બતાવનાર ઓછાલા સાધુ હતા. એક દિવસની વાત છે. એક દિવસ તેઓ મને સાથે લઈ નીકળ્યા અને કહ્યું કે એક રૂપિયે લઈ આવ. હું દુકાનેથી મારા પિતાજી પાસેથી રૂપિયે લઈ આવ્યું. સાધુએ રસ્તામાં ચાલતાં કહ્યું કે એક રૂપિયાની પીપરમીટ લઈ લે. મને થયું કે આ સાધુને પીપરમીટ ખાવાનું મન ક્યાંથી થયું ? નાના બાળકને તે થાય, પણ સાધુને ક્યાંથી મન થયું ? પણ હું એને પ્રેમી હતે. હું એ રૂપિયાની પીપરમીટ લઈ આવ્યા અને એમને આપી. અમે સાથે નીકળ્યા. એક બગીચામાં નાનાં નાનાં બાળકે સાથે માતાઓ આવતી હતી. પેલા સાધુ દરેક બાળકને બોલાવીને પીપરમીટ આપતા અને પ્યાર કરતા. આ જોઈ એની માતાઓ ખુશ થઈ જતી અને સાધુને પ્રણામ કરીને આગળ વધતી. એમ કરતાં રૂપિયાની પીપરમીટ પૂરી થઈ ગઈ. 1 ત્યાંથી ઊઠતાં સાધુએ મને કહ્યું : “જોયું?” મેં કહ્યું, શું ?” “તું સમજે નહિ?” “ના, હું નથી સમજો. [૫૦] Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી મૈત્રી દિન [[પ૧] | તમે શું કહેવા માગે છે?" જે એક રૂપિયાની પિપરમીટથી કેટલાં બાળકે ખુશ થઈ ગયાં અને સાથે એમની માતાઓ પણ ખુશ થઈ ગઈ ને ? શા માટે ખુશ થઈ ગઈ? બાળકને પ્યાર કરીએ છીએ તે એમની મા પણ ખુશ થઈ જાય છે.” આમ કહી મને બતાવ્યું કે ભગવાનનાં બાળકને પ્રેમ કરશે ભગવાન ખુશ થશે જ, લેકે ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છે છે કે બોલે છેઃ “હે ભગવાન, તારે જ આ સંસાર છે; પણ ભગવાનનાં બાળકને પ્રેમ કરતા નથી. .ભગવાનને પ્રેમ કયા પ્રકારથી કરીશું અને આપણે ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરીશું ? જે પરમાત્માને પ્રસન્ન કરવા હોય તે આત્માઓને પ્રસન્ન કરવા જ પડશે. આત્માને પ્રસન્ન નહિ કરીએ તે પરમાત્મા પ્રસન્ન કેમ થશે ? હમણાં શ્રી જયપ્રકાશજીએ આજની ક્રૂરતાની, માનવને હૃદયમાં છુપાયેલા દંભની, ધનલાલસાની, વર્તમાનના વૈભવ અને વિકાસના પ્રદર્શનની વાત કરી. આ વાતેના કેન્દ્રમાં જે તે જણાશે કે માનવ આત્મદષ્ટિ ગુમાવી બેઠે છે. '. સાચી વાત તે એ છે કે આપણે આપણામાં અને આપણુ આસપાસ જે આત્માઓ છે તેમને પ્રસન્ન કર્યા વિના સીધા જ પરમાત્માને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ, પણ જે આત્માને પ્રસન્ન નથી કરત એ પરમાત્માને કદી પણ પ્રસન્ન નથી કરી શકવાને. એટલે જ આપણા ચિંતક મહર્ષિઓએ એક સરસ વાત બતાવી અને તે વાત આ સુભાષિતમાં છે. આ સુભાષિતને Page #59 -------------------------------------------------------------------------- ________________ [પર] પૂણેના પગથારે વિચાર કરીએ તે આપણને ખ્યાલ આવશે કે સર્વ જીના કલ્યાણની ભાવના કેટલી તીવ્ર હોઈ શકે. 'न त्वहं कामये राज्यम्' હે પ્રભુ! મારે રાજ્ય નહિ જોઈએ. જેને પાંચ વર્ષ માટે electionમાં–ચૂંટણીમાં જિતાઈને આવવું છે એમની વાત છેડી દે. પણ જે ભક્ત છે, જે સાધક છે, જે જીવનને ધન્ય બનાવવા માગે છે, અને જેને ખબર છે કે જીવનને હેતુ શું છે એની આ પ્રાર્થના છે. ' મને સ્વર્ગ પણ નથી જોઈતું. આપણું બંધુએ જ્યારે દુઃખી છે ત્યારે આપણે સ્વર્ગમાં જઈને કરીશું પણ શું? આસપાસ આંસુ હોય છે તે ખાવાનું પણ બગડી જાય છે. ' , પણ હું જોઈ રહ્યો છું કે આજે આંસુ વહી રહ્યા છે, લેકે ચારે બાજુ પરેશાન થઈ રહ્યા છે, છતાં ઘણું માણસે આનંદ અને મહેફિલ માણી–મણાવી રહ્યા છે. તો વળી આ સુભાષિતમાં કહ્યું કે “ના,નર્મવમ્ મને મેક્ષ પણ નથી જોઈતા. તે મને શું જોઈએ છે? .'कामये दुःखतप्तानाम् प्राणीनामू आर्तिमोचनम्' એક જ કામના અને મહેચ્છા છે કે જે દુઃખથી તપ્ત છે, જે દુખેથી પીડિત છે અને જે વેદનાનાં આંસુ વહાવે છે તે સૌ સર્વ પ્રકારનાં દુઃખેમાંથી મુકત થાઓ.. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી મૈત્રી દિન [૫૩] - આપણે ગઈ કાલે પ્રભુ મહાવીર સ્વામીનું જન્મ-કલ્યાણક તે ઊજવ્યું. પણ આપણે પ્રથમ એમના મુખ્ય સિદ્ધાંતને જીવનમાં ઉતારવા માટે પૂર્ણ પ્રયત્ન કરે પડશે. ભગવાને બતાવ્યું કે અહિંસા એ જ ધર્મનું અને જીવનનું મૂળ છે. અહિંસા શું છે? તું જીવવા ઈચ્છે છે તે સંસારના બધા જ પ્રાણીઓ જીવવા માગે છે. આ અહિંસા બે પ્રકારની છે વિધેયાત્મક અને નિષેધાત્મક - નિષેધાત્મક એટલે કે આ નહિ ખાવું, આ નહિ કરવું. આજે ચતુર્દશી છે એટલે આ નહિ ખવાય. પણ જે વિધેયાત્મક છે એટલે શું કરવું એ વાત પણ વિચારવી જોઈએ. લેકે શું નહિ કરવું એ વાત જાણે છે, પણ શું કરવું એ વાત ભૂલી ગયા છે. મહાપુરુષોએ કહ્યું કે માનવી નિષેધ ખૂબ કરે છે પણ જે વિધેયાત્મક છે એ નથી કરતા. આપણે એ જાણીએ છીએ કે શું ન કરવું પણ આપણે એ નથી જાણતા કે શું કરવું. મારું કર્તવ્ય શું, મારે શું કરવું જોઈએ એને વિવેક એટલે વિધેય. જે દિવસથી માનવના જીવનમાં વિધેયને અરુણોદય થાય છે એ દિવસથી માનવના હૃદયમાં કર્તવ્યને પ્રકાશ પ્રગટે છે. એ દિવસથી એ પૂર્ણતા પ્રતિ પ્રયાણ કરે છે. તે આજે આપણે કરવાની વાત કરવાની છે. નહિ કરવાની વાત તે બહુ વર્ષોથી કરી અને કરવાની વાત ભૂલી ગયા. એટલે જ હિંદુસ્તાનમાં આટલા લેકે હોવા છતાં આજે ગરીબી છે, નિર્ધનતા છે, પરેશાની છે અને દુષ્કાળને Page #61 -------------------------------------------------------------------------- ________________ [૫૪]. પૂણના પગથારે સામને નહિ કરવાની નિર્બળતા છે. આપણને ખબર હેત કે આપણે શું કરવાનું છે તે ચાલીસ કરેડ માનવી આવી ખરાબ હાલતમાં ન હેત. આજે વિચાર કરવાને છે કે આપણે શું કરવાનું છે. વિધેય માટે ત્રણ વાત છે. પહેલી વાત અપરિગ્રહ છે. જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી અહિંસા નથી આવતી. પરિગ્રહ અને અહિંસા સા નથી રહી શકતાં. પરિગ્રહ એટલે સંચય, પરિગ્રહ એટલે ભેગું કરવું, પરિગ્રહ એટલે બીજા જે વસ્તુ માટે ટળવળતા હોય તે પિતાની પાસે હોવા છતાં એમાંથી આપવું નહિ અને સંગ્રહવૃત્તિ રાખવી. આવી વ્યક્તિ અહિંસક કેવી રીતે બની શકે? ધનને સંચય ક્યારે થાય? શેષણ વિના સંચય નહિ અને શેષણ ત્યાં અહિંસા નહિ. * , “જર્મના, મન, વાયા' કાં તે કર્મથી, કાં તે મનથી કે પછી વાચાથી હિંસા તે થાય જ. અહિંસક બનવું હોય તે અપરિગ્રહી બનવું પડશે. જેટલા અંશે અપરિગ્રહી બનશું એટલા અંશે આપણે સાચા અહિંસક બનીશું. એટલે જ ભગવાને સાધુને કહ્યું: “હે સાધુ, તારે અહિંસક બનવું હોય તે પહેલાં અપરિગ્રહી બની જા.” અને જે વધારે પરિગ્રહી છે એ કદી પણ અહિંસક નથી બની શો અને જે અહિંસક બની શકતે હેય તે અમારે કહેવું પડશે કે અમૃત અને વિષ બને એક સરખાં છે. પણ સૌ જાણે છે કે અમૃત અને વિષ સરખાં નથી. તેવી જ રીતે પરિગ્રહ અને અહિંસા જુદાં છે. તે અહિંસા લાવવા માટે આપણે અપરિગ્રહની ભાવનાને વિસ્તારવી પડશે. . Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી મૈત્રી દિન [૫] - ભય અને હિંસા પરિગ્રહમાંથી જન્મ લે છે. આપણે જે અભય થવું હોય કે અહિંસક થવું હોય તે આપણે અપરિગ્રહી બનવા માટે પહેલે પ્રયત્ન કરે પડશે. * બિહારના માનવીઓ અને પશુધન માટે તમે “કાંઈક” કરે છે એ વિચારે તમારી ભાવના પુલકિત થશે. તમને દાન કરવાની આ તક મળી છે એની પાછળ ભાવના કામ કરે છે. માનવતા પ્રબુદ્ધ થાય તે દેશમાં દારિદ્રય રહે ખરું? પ્રબુદ્ધ થયેલી માનવતા એક કે બીજી રીતે ઘણું કામ કરી શકે. એક રીતે નહિ પણ હજાર રીતે મદદ કરી શકાય. કેઈ કપડાંથી કરી શકે, કેઈ અનાજ આપીને કરી શકે, કઈ પૈસા આપીને કરી શકે, કેઈ બિહાર જઈને કરી શકે અને કેઈ બિહારની એ સુષુપ્ત પ્રજાને જાગ્રત કરીને પણ સેવા કરી શકે. હું જ્યારે પંચમહાલ જિલ્લામાં વિહાર કરતે હતે ત્યારે માર્ગમાં મને એક બહારવટિયો મળે, જે ઘણાનાં ખૂન કરી ચૂક્યો હતે, ઘણાને મારી ચૂક્યો હતો. અમારે, ત્યાંના એ પહાડોમાંથી થઈને નીકળવાનું થયું. ત્યાં એ બહારવટિયાની ઝુંપડી આગળ જ અમારે મુકામ કરવાને વારે આવ્યું. સાંજે ફરતે ફરતે એ મારી પાસે આવી ચો. એ આવ્યા, થેડી ભાંગીતૂટી વાતે થઈ. વાત કરતાં કરતાં એની સાથે એક કૂતરે હવે તેને એ પ્રેમથી રમાડતા હતે, એને હાથ ફેરવતું હતું. આ દશ્યમાં મને જીવનનું એક નવું દર્શન સાંપડ્યુંઃ ક્રમાં પૂર આદમીમાં પણ પ્રેમ ! માણસેને મારનાર, ગોળીઓ ચલાવનાર અને નિર્દય રીતે તલવાર વીંગનાર આદમી પણ કૂતરા પ્રત્યે પ્રેમ બતાવી રહ્યો હતે. એટલે મને લાગ્યું કે માનવીના એક ખૂણામાં ઊંડે ઊંડે Page #63 -------------------------------------------------------------------------- ________________ [૫૬] પૂના પગથારે પણ કયાંક પ્રેમનુ દર્દ છે, અને તેને લીધે એ એમ માને છે કે કાઈક ઠેકાણે કરુણામય, પ્રેમમય અનવુ જોઇએ. માણસ જ્યારે માણસ પ્રત્યે કરુણામય નથી બની શકતા તે એક કૂતરા પ્રત્યે પણ એ કરુણાવાળા, પ્રેમવાળા ખની જાય છે. અંદર એક જાતનું પ્રેમનું છૂપું અવ્યકત સ ંવેદન છે અને તેથી જ કૂતરાને પ પાળતાં અંદરના એ તત્ત્વને સંતેષીને એવું consolation (સમાધાન) મેળવે છે કે દુનિયામાં ભલે હું બધે ક્રૂર છે પણ કૂતરાને માટે હું કરુણાવાળા છું, હું પ્રેમ કરી શકું છું. આ વાતનું ઊંડાણથી ચિન્તન કરશે તે આપને પણ લાગશે કે દરેક માનવીના હૃદયના એક ખૂણામાં આ એક એવું તત્ત્વ પડ્યું જ છે, જે હરહમેશાં કરુણાને પ્રેરે છે અને માનવતાને પૂજે છે. આ તત્ત્વ જેમ જેમ વિકસતું જાય તેમ તેમ માનવ પૂર્ણ અનતા જાય છે; જેમ જેમ આ તત્ત્વ ઢંકાતુ જાય છે, તેમ તેમ માનવ પશુ બનતા જાય છે. આપણે આ પક્ષીઓને ઉડાડીએ એની પાછળ પણ આ જ તત્ત્વ છે કે બંધનમાંથી પંખીને મુકત કરીએ એ સાથે આપણી માનવતા જે આજે બંધાયેલી છે, પુરાયેલી છે, ઢંકાયેલી છે એ ખીલી ઊઠે અને આપણામાં રહેલું દયાનુ ઝરણુ એકદમ વહી જાય. પ’ખી ઉડાડનારને સહેજ રીતે એક પ્રશ્ન તેા આવી જવાના કે આ કબૂતરને મુક્તિ આપનાર હું... પ્રાણીસૃષ્ટિ પ્રત્યે કરુણાળુ છું ખરો ? આ વિચાર પુનઃ પુનઃ આવે તે માનવમાં રહેલી દિવ્ય શકિત પ્રગટ થાય, પ્રજવલિત થાય અને પ્રબુદ્ધ થાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ [૫૭] પ્રાણી મૈત્રી દિન - “પ્રાણી મિત્રી દિન” એટલે પ્રાણીને મિત્ર કલ્પ અને પ્રાણીસૃષ્ટિને મિત્રની દષ્ટિથી જુએ. મિત્રા - સુષ પરચું સૃષ્ટિને મિત્રની આંખથી જુઓ. બસ તમારી નજર બદલાઈ જાય તે દુનિયાને માટે તમારે શું કરવું એ તમને ઉપદેશ દેવા અને કહેવા નહિ આવવું પડે. આજ સુધી તમે સહુને પરાય ગણે છે અને પ્રાંત પ્રાંત વચ્ચે ભેદ માને છે પણ આપણે હવે વસુધૈવ કુટુમ્ આખી પૃથ્વી આપણું કુટુંબ છે, એ ભાવના કેળવવી જોઈએ. - ઘણાં વર્ષો પહેલાની વાત છે. વિહાર કરતાં કરતાં હું એક ગામડામાં ગમે ત્યાં ભિક્ષા (ગૌચર) માટે હું એક ઘરમાં ગયે તે ઘરમાં બે બાળક અને એમની મા હતી. એણે માટે ટલે. બનાવ્યું હતું. એક જ રેટ હતે. એણે વિનંતિપૂર્વક કહ્યું કે મહારાજ, તમે લઈ જાઓ. મને થયું કે એક જ ટલે. છે તેમાં હું શું લઉં? એટલે મેં કહ્યું કે બાઈ, મારે તે ઘણું ઘર છે, હું તારું નહિ લઉં, કારણકે તારે બે બાળકેને જમાડવાનાં છે. ત્યાં તે એ બાઈની આંખમાં આંસુ ધસી આવ્યાં અને કહેવા લાગીઃ “આ એક મેટેરેટ છે, એને હું અડધે કરું છું અને મારાં બે બાળકે પા પા પેટલામાં પેટ ભરીને જમી લેશે પણ મારા ભાગને અર્થે : શેટલે તમે લઈ જ જાઓ.” એની ભાવના અને પ્રેમ જોઈ હું દ્રવી ગયે. મને થયું કે આ બહેનની ભાવનાને નહિ સત્કારું તે એ ભુક્કો થઈ જશે. એટલે મેં કહ્યું, “તારે જે અડધો રોટલે છે એમાંથી પ મને આપ અને પાતું તારે માટે રાખ.” મિત્રની આંખથી જોતાં દુનિયા કઈ . જુદી જ લાગે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [૫૮] પૂર્ણ ના પગથારે મિત્રની આંખથી જુએ તે તમારી દુનિયા, દિલ અને દાનત્રણે બદલાઈ જાય ! એટલુ જ કહેવાનું છે કે બિહારની કે ગુજરાતની વણસેલી પરિસ્થિતિમાં આપનાથી જે કાંઇ અને એ તમે કરી. એ બાબતમાં હરીફાઈ ન હેાય. કોઈ પણ રીતે મદદ પહાંચાડી શકતા હા તે રીતે મદદ પહોંચાડો. હું તેા કહું છું કે બાર મહિનામાં એક મહિના હવા ખાવા જાએ છે તેા શા માટે તમે પંદર દિવસ બિહાર ન જાએ ? જે શરીરને ખાળી નાંખવાનું છે, એ શરીર વડે જો પંદર દિવસ પ્રજાની સેવા કરેલી હશેતેા આ બળતાં શરીરને પણ એક consolation-સ ંતેષ મળશે, શાંતિ અને સમાધાન મળશે કે હા, આ કાયા કાઇકની સેવામાં કામ લાગી ગઇ હતી ! કરુણાની આ ભાવના સ્પર્શી અને આપણી દિવ્યતા પ્રગટ એવી શુભેચ્છા સાથે ઓપણે વિદાય લઈ એ. નોંધ : ‘ પ્રાણી મૈત્રી દન ’ના પ્રસંગે તા. ૨૩-૪-૬૭ ચેાપાટીના સાગરતટે આપેલ પ્રવચન. Page #66 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ धर्मस्य फलमिच्छन्ति, धर्मम् नेच्छन्ति मानवाः। फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः॥ આજ આપણા સ્વાધ્યાયનું કેન્દ્ર પરિસંવાદ છે. વાદ, વિવાદ, સંવાદ અને પરિસંવાદ–આ ચારમાંથી પહેલા ત્રણ તે તમારા જાણીતા જ છે. વાદ, વિવાદ અને સંવાદમાં જ પિતાના જીવનને વિતાવે છે, પણ પરિસંવાદ કરવા માટે અવસર મળતું નથી. સ્વાર્થ માટે જે કાંઈ જગતમાં થાય છે તે વાદ છે, કલહ માટે થાય તે વિવાદ છે, સ્નેહ માટે થાય છે તે સંવાદ છે પણ શરીર, ઇન્દ્રિ અને આસપાસના વાતાવરણને ભૂલીને પિતાના આત્મા માટે વિચારણા કરવી, એ પરિસંવાદ છે. દુનિયામાં દષ્ટિ બે જાતની છે સ્વાર્થની અને પરમાર્થની. સ્વાર્થની દૃષ્ટિમાં વાદ, વિવાદ અને સંવાદને સંભવ છે પણ પરિસંવાદ તે ચિત્તમાં પરમાર્થ દષ્ટિ જાગે તે જ પ્રગટે. - પરિસંવાદ એ અધ્યાત્મની. ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટેની નિસરણું છે. ચિન્તન એ એનાં પગથિયાં છે. જેમ જેમ પગથિયાં ચઢીએ તેમ તેમ પ્રકાશ અને સ્વસ્થ અવસ્થાને અનુભવ થાય છે. આત્માની દુનિયામાં ભય માત્રને અભાવ છે. ત્યાં અભયના પ્રકાશને જ અનુભવ છે. [૫૯] Page #67 -------------------------------------------------------------------------- ________________ [૬૦] પૂણના પગથારે આ જીવે ગામના લેકે સાથે ખૂબ વાત કરી. મિત્ર સાથે ખૂબ વાત કરી, પત્ની સાથે વાત કરી, નેહીઓ સાથે પણ વાત કરી. આમ દુનિયામાં વાદ અને સંવાદ તે ચાલે જ છે પણ પરિસંવાદ કયારે થાય કે જ્યારે આત્મા પિતાની સાથે વાત કરતે થાય, પિતાની સાથે બેસીને મીમાંસા કરે; વિચારણા કરે, પ્રશ્ન કરે કે હું કેણ છું ? મારું સ્વરૂપ શું છે? હું શું કરવા આવ્યો છું? મારે અહીં આવીને શું પામવાનું છે? શું મેળવવાનું છે ? મારે ક્યાં જવાનું છે? મારી શું કરણી છે? મારી સાથે શું આવવાનું છે ? હું જે જીવન જીવું છું, સંસારમાં દેટ લગાવી રહ્યો છું એને હેત શું છે? મારા જીવનમાં ચારે બાજુ આ જે રોવીસે કલાક ધાંધલ, ધમાલ, અશાંતિ, મૃત્યુ દેખાઈ રહ્યાં છે એ બધું શું છે? - જેમ પાણીમાંથી પર પિટા ઉત્પન્ન થાય, તેમ આ વિચારોમાંથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ પ્રકની પણ એક ભૂમિકા છે. મોટા ભાગના માણસને આ પ્રશ્ન ઉપસ્થિત જ થતા નથી. પરિસંવાદમાં બીજાની જરૂર જ નથી. સંવાદમાં સામા પાસેથી ઉત્તરની અપેક્ષા રખાય છે, પણ પરિસંવાદમાં આત્મા પિતાની પાસેથી જ ઉત્તર મેળવે છે. અંદરથી જવા મેળવવા માટે અભ્યાસ કરે પડે છે. મનની સ્થિરતાથી ચંચળતાને અભાવ ઉત્પન્ન થાય છે, પછી ચિત્ત એક એવી ભૂમિકાએ પહોંચે છે જ્યાં એને સહજ ઉત્તર મળે. કઈ અને Inner voice-આત્માનો અવાજ કહે છે. પણ જ્ઞાની એને પરિસંવાદમાંથી મળેલે પ્રત્યુત્તર કહે છે, ચિત્ત સ્વસ્થ બને છે ત્યારે અંદરથી ઉત્તર મળે છે. , . Page #68 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૬૧] કેળના થંભ ઉપરથી એક પડ કાઢે તે અંદરથી કમળ પડ નીકળે છે તેમ પરિસંવાદમાં અંદરથી સૂમ ઉત્તર મળે છે. માનવી પિતાના સ્વરૂપને વિચાર કરે તે જ એને જ્ઞાન અને ભાન થાય, જેને જ્ઞાન અને ભાન નથી તે સામાન્ય જીવન જીવે છે, જે જીવન વિનાનું જીવન છે. વકતૃત્વકલાના વર્ગ આગળ એક પ્રસિદ્ધ વકતાએ અસરકારક વકતૃત્વ કેમ કરવું તેના નિયમે સમજાવતાં કહ્યું: તમે જે વિષય પર પ્રવચન કરતા હો તેને અનુરૂપ અભિનય અને ભાવ એ બહુ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે તમે સ્વર્ગને સુખનું વર્ણન કરતાં હો ત્યારે તમારે ચહેરે દેદિપ્યમાન હેવો જોઈએ અને તે સ્વર્ગીય સુખની સુરખીથી ચમક જોઈએ, તમારા નયનમાં પ્રસન્નતાની જ્યોત હેવી જોઈએ, પણ તમારે જ્યારે નરકનું વર્ણન કરવાને સમય આવે ત્યારે તે રેજના આ ચાલુ ચહેરાથી ય કામ ચાલી શકશે !” આ વાક્ય સામાન્ય છે પણ એમાં કે કટાક્ષ છે. લેકે એવું જીવન જીવી રહ્યા છે કે એ લેકેને નરકનું વર્ણન કરવા નો ભાવ લાવવાની જરૂર નથી. માણસના જીવનને વર્તમાનકાળ નિરાશામય છે. સંપત્તિવાળો પણ આનંદની સુરખી લઈને નથી આવતા. માણસ વાત કરતે હેય કે વાચન કરતે હોય પણ અંદરથી જે સહજ આનંદની સુરખી, જે સહજ પ્રસન્નતા આવવી જોઈએ તે કેમ નથી આવતી? શું સાધનને અભાવે છે? સાધનોવાળા પણ ચિત્તની સહજ અવસ્થાને અનુભવ નથી કરી શકતા, કારણ કે માણસના જીવનમાં આત્મજ્ઞાનને અભાવ છે, અને તેથી જાણે એ મૃત જીવન જીવે છે, જીવનમાં જ મૃત્યુનો અનુભવ - 5 Page #69 -------------------------------------------------------------------------- ________________ [૬૨] પૂર્ણ ના પગથારે થઇ રહ્યો છે. જીવનમાં અમૃતના અનુભવ ક્યારે કરી શકાય? પરિસ વાદ પ્રગટે ત્યારે ! મહેમાનની જેમ પૈસા આવે તે કહે કે સત્કાર કરીશુ અને જાય તા કહે। કે આવો! આવે તે સદુપયોગ અને જાય તેા સમતા ! આમ જીવન સમજવાની કળા આત્માને જાણ્યા વિના પ્રાપ્ત થતી નથી. માણસ બધી રીતે તૈયાર થાય છે પણ આત્મ રૂપી મીઠાશનો અનુભવ નથી એટલે એનું જીવનરૂપી ભેાજન ક્િક બની જાય છે. જીવનને મીઠુ બનાવવાની કળા આવડે પછી અભાવમાં પશુ ખાનદ મેળવી શકાય. અંદરનુ મશીન જ ખગડેલું. હાય ત્યાં dial (ડાયલ) ગમે તેટલું સુંદર દેખાતુ હાય તો ય શું કામનુ ? શરીર એ તા ડાયલ છે, ખરુ અંદરનું યત્ર તેા ચૈતન્ય છે. જિંદગી પૂરી થાય છે વાદ અને સંવાદમાં ! પણ જયારે પરિસંવાદ થાય છે ત્યારે જિંદગી પૂરી નથી થતી પણ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આજે હજારમાંથી ૯૯૯ માણસા જિંદગી પૂરી કરે છે અને એ પૂરી ન કરે તેા એમના કાળ એમને પૂરાં કરે છે. સવારના ઊઠે ત્યારે ચિ’તાના મુગટ પહેરીને નીકળે, વાળમાં ગોઠવીને નીકળે. રાતના સૂએ ત્યારે વાળ વિખરાય પણ ચિંતા ન વિખરાય. માથામાં આળેલી ચિંતા રાતના ઊંઘમાં આવે, સ્વપ્નામાં આવે. બેચેની ઊભી કરે, ચિંતાભર્યા દિવસ અને રાત માણસની જિંદગી પૂરી કરે છે. એને તે ખ્યાલે ય નથી કે એની જિંદગી પૂરી થાય છે. પૂરી થતી જિં દગીમાં પણ કેટલાક તા માને છે કે જિંદગી સફળ કરીએ છોએ! Page #70 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૬૩] પૈસા કમાયા, કારખાનાં ઊભાં કર્યા, છાપાંમાં નામ ચમક્યાંઆ એમને આનંદ ! જેટલી બહારની વસ્તુ વધારે એટલું જ એમાં મન કાય છે, પછી પ્રભુમાં એ ઓછું જ રહે ને! આ બધી વસ્તુઓ પ્રભુધી માણસને છૂટે પાડે છે. ભગવાન પાસે બેઠાં હે ત્યારે શું શું યાદ આવે છે? શરીર ભગવાન પાસે છે અને મન ઉપડી ક્યાંય જાય છે. કારણકે દુનિયાની વસ્તુઓ એટલી બધી વધારી છે અને એ વસ્તુઓએ માણસના મન ઉપર એટલે બધે કબજો મેળવ્યું છે કે એ ભગવાન પાસે જવા જ ન દે! જ્ઞાની કહે છે કે વસ્તુથી તમે તમને સુખી માને છે પણ આ વસ્તુઓ એવી ચઢી બેડી છે કે મન હાથમાં નથી. શરીર પ્રવૃત્તિ કરે છે પણ મન વસ્તુમાં રોકાયેલું છે. મનના બે કટકા ન થાય, મન જે ભૌતિક વસ્તુમાં રોકાયેલું હોય તે પરમાત્મતત્વમાં લાગે નહિ. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા કરવી સહેલી છે પણ અંદર જવું મુશ્કેલ છે. અને અંદર જવા માટે એકલા પડવાની જરૂર છે. પણ એ એકલે જ પડતું નથી. ડીવાર ઘરમાં એ બેઠેલે હોય અને થાય કે બહાર જઈ આવું, એકલે પડ્યો છું તે ગમતું નથી, બેચેની થાય કે એકલે પડી ગયો ! હવે શું કરું? લાવ કઈક સંબંધીને ત્યાં જઈ આવું! ' ખરી વાત એ છે કે એકલા પડે તે જ ચિન્તન માટે સમય મળે, અને સમય મળે તે જ ઊંડાણમાં અવેલેકન થાય. સામાયિક, ધ્યાન, સ્વાધ્યાય એકલા પડવા માટે છે. ૪૮ મિનિટનું સામાયિક લઈએ એટલે બધાથી જુદા પડીએ. Page #71 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણના પગથારે સામાયિક એટલે સમતામાં આવવું, શાંતિમાં સ્થિર થવું. શાંતિનો અનુભવ થાય પછી મઝા કેઈ ઔર આવે. પણ એને અનુભવ થવો જોઈએ. - ઘણા કાળથી બેલ બેલ કરવાની અને લેકેને મળવાની જીવને ટેવ પડી ગઈ છે. એક ફિલેસફરે જિંદગીની વ્યાખ આપી, “Save the words”—શબ્દ બચાવે. ઓછા શબ્દ બેલીએ તે ઓછા ફસાઈએ. જિંદગીને બેલી બેલીને વધારે ગૂંચવણમાં નાંખીએ છીએ. જન્મે ત્યારે એકલે હતા, તે બંધાયે કેમ? બેલી બોલીને જ ને ? એમાંથી પાછા કેમ વળવું ! તે માટે તે મૌન છે. આ દિવસ ન થાય તે પણ થેડી તે ટેવ પાડવી. એમાંથી શોધ કરવાને, સત્યને ખાળવાને સુઅવસર પ્રાપ્ત થાય છે. | પરિસંવાદ શું છે? સંસારની બધી વસ્તુઓને તટસ્થ તાથી જેવી અને એકલતામાં અનંતતા અનુભવવી. “Peace is ever beautiful” શાંતિ સર્વદા સુંદર અને સુખકર છે. પણ તે માટે ટેવ પાડવી પડે. આ અનુભવ કરવા રેજ એકાદ સામાયિક કરે. ધીમે ધીમે સ્વભાવ પડી જાય તે સામાયિક સુખદ બની જાય. જીવનમાં કઈ વસ્તુ કઠણ લાગે તે તેના ઉપર સતત પ્રયત્ન કર્યા કરે. એકાંતમાં બેસશે તે ગમશે નહિ પણ ટેવ પાડવાની જરૂર છે. ખરાબ ટેવ સામે સારી ટેવ મૂકવાની છે. જેમ પાણુ પંપથી ઉપર ચઢે તેમ સાધનના શ્રમથી જીવન ઉન્નત બને છે. લેકે એમ માનીને બેઠા છે Page #72 -------------------------------------------------------------------------- ________________ પરિસ વાદ [૬૫] કે અમારે જે કરવાનુ છે તે ભગવાન કરશે, મહારાજ કરશે અવતારી પુરુષ કરશે. કહે છે કે તુકારામને લેવા સ્વર્ગામાંથી વિમાન આવ્યું હતું. એ Symbolic idea (રૂપક) છે. શ્રેષ્ઠ જીવનનું વર્ણન કરવાની આ એક પૌરાણિક રીત છે. માણસનું જીવન એટલુ સરસ બને કે એને સત્કારવા માટે પૃથ્વીના રથ નહિ પણ દેવલાકનાં વિમાન આવે ! એટલી ઉચ્ચ કરણી કરા કે સ્વર્ગને સ્પર્શે . એના અથ એ નથી કે પ્રયત્ન ન કરેા છતાં ય તમે તરી જાએ ! મહેનત તેા કરવી જ પડે. સાચાને મદદ મળે છે, ખાટાને નહિ. હૃદયથી સાચા મનવાનું છે. બહારથી ખરાબ દેખાએ એને વાંધા નથી પણ સુખના સૌન્દર્યાંની અનુભૂતિ કરવા અંદરથી પણ સારા થવાનુ છે. ભગવાને કહ્યું કે ઉપવાસ કરવા સહેલા છે પણ ધ્યાન ધરવું કઠણ છે. શરીરને તક્લીફ આપવી સહેલી છે પણ મનને કેન્દ્રિત કરવુ કપરું છે. સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન શેનાથી થાય? મન પલાંઠી વાળીને બેસે ત્યારે, થાય. કાઇએ કહ્યું કે જૈન ધર્માં માત્ર તપ ઉપર ભાર આપે છે પણ એ અર્ધસત્ય છે. ખરું' તપ તો ધ્યાનથી શરૂ થાય છે. તપના કેટલા પ્રકાર છે ? સ્વાધ્યાય . અને ધ્યાન એ તપ છે. આ તપની પરાકાષ્ટા એ છે કે એમાં શરીર પણ ભુલાઈ જાય, એકાગ્રતા સહેજ ખની જાય ! ભગવાન મહાવીરની સાધનામાં બાહ્ય તપ એ તેા સ્વાધ્યાય અને ધ્યાનરૂપી અભ્યંતર તપનું પગથિયું છે. સ્વાધ્યાય અને ધ્યાન માટે જ તેા સામાયિક છે. સામાયિકમાં બેસે એટલે મન જરા શાંત થાય. Page #73 -------------------------------------------------------------------------- ________________ પૂણના પગથારે વસ્તુને તરંગએ છુપાવી છે એ નિસ્તરંગ અવસ્થામાં દેખાય.. સામાયિકમાં બેસો છે ત્યારે થાય કે આ સામાયિક કેણ કરે છે? શરીર બેઠેલું છે પણ મન તે કયાંય ભમે છે ! એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સામાયિક કરવાથી, માળા ફેરવવાથી શું ફાયદે? કારણકે ચિત્ત તે ભમ્યા જ કરે છે. મેં કહ્યું કે આજ સુધી ચિત્ત ભમે છે એને ખ્યાલ નહોતે. હવે સામાયિક કરવા બેઠા એટલે ખબર પડી કે ચિત્ત ભમે છે. - અત્યાર સુધી રેગ હતે એ ખબર નહોતી. હવે ખબર પડી કે રેગ છે. રેગની જાણ થઈ એ મોટામાં માટે ફાયદે છે. જે લેકે માળા ગણતા નથી, ધ્યાન ધરતા નથી, એમને માટે “મારું મન ભમે છે, એ વિચાર કરવાને અવકાશ પણ ક્યાં છે? પણ જે કરે છે તેને હવે ખબર પડી કે મન ભમે છે. Something is wrong-કાંઈક ખોટું છે; કાંઈક માંદગી છે. મનની આ માંદગીનું જ્ઞાન થયું એજ સામાયિકનું ફળ છે. જેટલા ધંધા વધારે એટલી જ ચિન્તા વધારે. જેટલા મગજનાં ખાનાં એટલી તરંગની ચાવીઓ. ચાવીઓ બહુ તે મૂંઝવણ બહુ. એ મૂંઝવણ ઓછી કરવા ખાનાં ઓછા કરવાનાં છે. મન ક્યાં દેડે છે ? ખાના હોય ત્યાં દેડે, વસ્તુ વિના વિચાર ન આવે. તમને એ વિચાર કદી આવે કે સસલાનાં શિંગડાં કેવાં છે! નહિ જ આવે, કારણકે જે દુનિયા ઉપર અસ્તિત્વ ધરાવે છે અને જેની સાથે મન જોડાયેલું છે એ જ ધ્યાન અવસ્થામાં પણ આવ્યા કરતું હોય છે. અંદરના પરમતત્ત્વને હાંકનાર આ તરંગો છે અને ઉઘાડનાર નિસ્તર’ગ અવસ્થા છે. ધ્યાનથી એ જોવાનું કે Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૬૭] અંદર તરંગ કેમ ઊભા થયા? એ તરંગ આપણા મૂળ સ્વરૂપને કેમ આવૃત કરે છે ? ધર્મકિયા કરતી વખતે નકામે વિચાર આવે તે ધર્મકિયા ન છેડે પણ જે કારણથી એ વિચાર આવ્યું તે કારણને દૂર કરે. . જડનું આવરણ ઘણું જ સ્થળ છે. એ આત્માની સૂક્ષ્મ સમજને આવરી લે છે. સારામાં સારા ધર્માચાર્યો પણ હું કેણ તે ભૂલી ગયા છે. હું કેણ? આ નામ દઈને બોલાવે છે તે? તમે રહો છે એ મકાનના માલિક તે? ડિગ્રીઓથી ઓળખાવે છે તે? એ તે બધે ભાર છે, ઉપાધિ છે. જે ડોહ્યો છે તે આત્મા ઉપર આ બધો ભાર નહિ વધારે. નામને ઓછું કરવાનું છે. - આજે બધા નામ વધારવા બેઠા છે. એક ભાઈને નામ દઈને ન બેલા તે એને ઓછું લાગ્યું. તે પછી ડિગ્રી, ઇલ્કાબ અને પદવી જોઈએ. આપણી બધી રમણતા દેહપ્રધાન છે, ભૌતિક છે. ભૌતિકતા તે અનંતકાળથી છે પણ એથી આત્માને શે ઉદ્ધાર થયે? આધ્યાત્મિકતા પ્રગટે તે જ ઉદય થાય. • - પ્રભુનું શરણું લઈને કહે કે દરેક જીવ કમને લીધે સારી સાથે જોડાયેલ છે, કર્મ લઈને આવે છે. એમનું સારું થાય કે ખરાબ થાય એમાં હું તે માત્ર નિમિત્ત જ છું. તકદીર નહિ હોય તે આપેલું ચાલ્યું જાય અને તકદીર હેય તે ન આપ્યું હોય છતાં મળી જાય. નિમિત્ત માત્ર રહે, ઉપાધિઓને ભાર ન લે. ગાડામાં બેઠેલે પિોટલું માથે મૂકે અને માને કે મેં બળદને ભાર ઓછો કર્યો છે ! આ જ રીતે ગામને આધાર Page #75 -------------------------------------------------------------------------- ________________ [૬૮] પૂણેના પગથારે બનીને કેઈ કહે કે તારે ઉદ્ધાર હું કરીશ. એક બાજુ કહે કે હું અશરણ છું અને બીજી બાજુ લેકેને આધાર બનવા માગે છે. તને તારો જ આધાર નથી તે બીજાને આધાર કેમ બનીશ? લાકડું પિતે સડી ગયું હોય તે બીજાને ટેકે કેમ બની શકે ? ગાડામાં બેસીને ભાર નીચે મૂકવાને બદલે માથા ઉપર મૂકે તે તું હળ થવાને બદલે ભારે થઈશ. લેકે અહમૂને ભાર લઈને બેઠા છે. જે ઘડીએ આ ભાર ફેંકી દે તે જ ક્ષણે નિશ્ચિત. કોઈ તમને કહે કે તમે મારા આધાર છે તે કહો કે સહન આધાર ભગવાન છે, હું તે ફકત નિમિત્ત છું. તારી તરસ પાણીથી છીપવાની છે. હું તે માત્ર ખ્યાલ ધરીશ. તરસ ખ્યાલ નથી છિપાવતે, તરસ તે પાણીથી છિપાવાય છે. તમે સરસ નિમિત્ત બની શકે. પછી માથા ઉપર કઈ બે નહિ. આ રીતે અહમના ભારથી હળવા થાઓ. તમે તમારી જાતને પૂછે કે મને જાને કેટલા વર્ષ થયાં ? મેં શું કર્યું ? દુનિયામાં પ્રેમ અને મૈત્રીની હવા કેટલી ફેલાવી? ભલાઈનાં કામ કેટલા કર્યા? મારું જીવન ગ્રંથિ વગરનું છે ખરું ? મનમાં ગાંઠ હશે તે નહિ ચાલે. ગાંઠવાળા દેરાની ગાંઠ ભલે દૂરથી ન દેખાય પણ મૃત્યરૂપી સેયમાં દેરાને પસાર થતી વખતે ગાંઠે હશે તે અટકવું પડશે. વેર અને બૂરાઈ કદાચ જગતમાં ચમક્તાં પણ દેખાય પણ મુક્તિરૂપી સેના દ્વારે તે એને અટકવું જ પડશે. હું આત્મા છું એને અનુભવ થવો જોઈએ. કાચમાં શરીર દેખાય છે પણ તેની પાછળ આત્મા દેખાય તે સમજવું કે પહેલું પગથિયું ચડ્યા. Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૧૯] આ કાચમાં આંખ, નાક, કાન વગેરે દેખાય, કાળે છે કે ધૂળે છે એ બધું દેખાય પણ બીજું કંઈ દેખાય છે? કહે કે, ગમાર ! આ તે તારે રંગ છે. તું કે છે એ કહેને? તું તે રંગ વગરને છે. - આત્મા નિરંજન છે, રંગ રહિત છે, કાળો, ધૂળે, પળે એ બધા રંગ દેહના છે. એ રંગની પાછળ નિરંજન બેઠેલે છે. રંગની મહત્તા નિરંજનને લીધે છે. એ નિરંજન નીકળી ગયા પછી ગમે તેવી સૌંદર્યવતી આકૃતિ હોય પણ તેની કશી કિંમત નથી. રંગ વગરનાને આ રંગ છે! જે લેકે આ શરીરને સલામ ભરતા હોય, આ શરીરને સૂવા માટેની પથારીની પણ કાળજી કરતા હોય એ જ સ્વજને આ નિરંજન નીકળી જતાં આ શરીરને લાકડામાં મૂકતાં વાર નહિ લગાડે. આ વાત કાચમાં મેટું જેમાં વિચારી શકે તે ધર્મનું પહેલું પગથિયું ચડ્યા છે એમ સમજજે. ધર્મ શું છે? મંદિર ગયા, સામાયિક કર્યું એ જ શું ધર્મ છે? એ બધું છે, પણ તેને માટે છે? મૂળ વરરાજા કેરું? લેકે જાનને જમાડતા નથી પણ જાનની વચ્ચે બેસનારા વરરાજાના સગપણે જાનૈયાઓનું સગપણ ઊભું થયું છે. . આપણી બધી પ્રવૃત્તિઓ, સંબંધ, નામ, સ્થાન કેને લીધે છે? આપણને દેખાય છે તે દેખાય છે પણ દેખાવું જોઈએ તે નથી દેખાતું. શરીર દેખાય છે પણ અરૂપી આમા દેખાતું નથી. જે દેખાતું નથી તે જ્યારે દેખાય તેનું નામ સમ્યકત્વ. જે દેખાતું નથી તેના ઉપર આ બધું દેખાતું ઊભું છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ [૭૦] પૂર્ણના પગથારે મકાનને પાયે દેખાય નહિ પણ આ મકાન પાયા ઉપર ઊભું છે. સંસારમાં પાયે કેણ છે? આત્મા છે. આપણને આત્માને વિચાર નથી આવતું. ચોવીસે કલાક જે દેખાય છે તેના વિચાર આવે છે પણ જે નથી દેખાતું તેને વિચાર કલાક માટે પણ નથી આવતું. - સ્વાધ્યાય એટલે શું ? સ્વને અભ્યાસ કરે તે. આ વિચાર નહિ કર્યો હોય તે આ બધા વિચાર ધૂળ બરાબર છે. અહીં સહુ ભલે વાહવાહ કરે પણ આત્મા માટે થે પણ નહિ કર્યું હોય તે અહીંથી ગમે એટલે પત્તાંને મહેલ બેસી જશે. વૈભવ, સંપત્તિ એ બધું પિતાના પુળમાંથી ઊભી કરેલી બાજી છે. નીચેનું પાનું ખસી ગયું, આત્મા એટલે આખે મહેલ નીચે આવવાને. એટલે જ ચિંતકે કહે છે કે તું થેડીકવાર બેસીને તારે વિચાર કર. તે જે મહેલ ઊભું કર્યું એમાં તારી અવસ્થા શી છે? આ જાગૃતિ ભરત ચક્રવતીને આવી. સ્નાન કરીને મહેલના દર્પણખંડમાં આવ્યા. આદર્શની સામે ઊભા ઊભા વિચારે છે. એમને થયું કે હું કેણ છું? આ બધું કેને માટે? હું ક્યાં છું? વિચાર કરતાં કરતાં પોતાનામાં ડૂબકી મારી તે નિરંજન અવસ્થામાં આવ્યા. પરિસંવાદમાં આ વિચારણા ઉત્પન્ન થાય છે. જ્યારે વિચારણા ઉત્પન્ન થાય ત્યારે જ રસ્તે જડે. જ્યાં સુધી વલેણું થાય નહિ ત્યાં સુધી માખણ મળે નહિ. વલેણામાં Page #78 -------------------------------------------------------------------------- ________________ પરિસ’વાદ [૧] વલાવાવું પડે, હાથ ચીકણા પણ થાય તો માખણ મળે. જેમ જેમ વિચાર કરતા જાઓ, જેમ જેમ મંથન કરતા જાએ, તેમ તેમ તમારા સ્વરૂપનું તમને દશન થશે. શાસ્ત્ર કહે છે કે તું આનમય છે. પણ માણસને લાગે છે કે હું આજે દુ:ખમય છું. આ વિધનું મૂળ શોધેા, કારણ કે આત્માને જડની સાથે ભાગીદારી થઇ છે અને ભાગીદારનું દુ:ખ એનુ દુ:ખ થઈ ગયુ છે. ભાગીદારનું દેવું સુખીને દેવું પડે છે, તેમ આત્માને જડના કારણે, જડની ભાગીદારીને કારણે પેાતાના આનંદને વેચી કાઢવા પડે છે. મરે છે કેણુ ? શરીર મરે છે, આત્મા નથી મરતા. જીવ મરતા નથી પણ નબળા ભાગીદાર મરે તેા સબળા ઉપર અસર થાય. આત્માએ દેહના, કર્માંના સમાગમ કર્યાં. આ કર્માંના સમાગમના કારણે આ જીવ ઘડીએ ઘડીએ દુઃખી થાય છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. આ ભાગીદારી કરવાથી આત્મા મુકત હાવા છતાં મરે છે, શાક કરે છે. એ પરિભ્રમણ મટાડવું હોય તા એ ભાગીદારી ધીમે ધીમે ઓછી કરવી જોઈ એ. એ કેમ થાય? એ તા જ થાય જો તમે ચારિત્ર્યના મા, તપનાં માર્ગ સ્વીકારે. આ બધા માર્ગ ફ્રેની ભાગીદારી ઓછી કરવા માટે છે. દેહના કારણે જીવ નીચે ઊતરી જાય છે. માગલાના છેલ્લામાં છેલ્લા ખાદશાહ અહમદશાહની પડતી થઇ. પૌદ્ગલિક જાહેાજલાલી એકસરખી રહેતી નથી. જ્ઞાનીઓએ કહ્યું કે એમ ન માનીશ કે તને રાખતાં આવડે છે એટલે રહ્યું છે અને રહેવાનું. પુણ્ય પરવારી જશે તા Page #79 -------------------------------------------------------------------------- ________________ [૨] પૂર્ણના પગથારે પૈસા પગ કરશે અને પછી તેને કઈ રોકી નહિ શકે. બુદ્ધિશાળી માણસે સાત પેઢી સુધી ચાલે એટલે સંગ્રહ અને - એની વ્યવસ્થા કરી જાય છતાં પણ બીજી પેઢી સુધી પણ ન પહોંચે. અહમદશાહની એવી જ અવસ્થા થઈ સૈનિકોનું, કરેનું દેવું વધી ગયું. ચૂકવી ન શક્યો અને અધરાતે જેમ ચાર ભાગે તેમ દિલ્હી છોડીને એ ભાગે. પણ એના . સૈનિકે એને છેડે એમ નહતા. અહમદશાહને પકડ્યો અને પિંજરામાં પૂર્યો. જેલમાં ફેંકાઈ ગયે, ખૂબ હેરાન થયે. ' પુદ્દગળ શું હેરાન કરે છે ! પૂરું ખાવાનું કે પીવાનું મળે નહિ. ઉનાળાને દિવસ છે, જેલમાં બેઠે છે, ખૂબ તરસ લાગી છે, પાણી પાણી કરે છે. એક સૈનિક પાસે પાણી માગ્યું, કહ્યું કે અલ્લાહની ખાતર પાણી આપ. જે ભીએ ભીખ માગતે આ અવાજ સાંભળ્યા હશે તેને પણ આંસુ કેમ નહિ આવ્યાં હોય? હીરા-પન્ના પહેરનારે પાણી વગર તરફડે ! સૈનિકને દયા આવી. ઠીકરામાં પાણી આપ્યું. કહે કે વાસણમાં કેણ આપે ! તું મુસલમાન છે. દિલહીને બાદશાહ પાણી પીએ છે. ફરીથી નહિ મળે એમ માનીને ફરી ફરીને પીએ છે. માણસ કેટલે બધે નીચે ફેંકાઈ જાય છે! ત્યારે તે પેલા કેહિનૂરને પણ થયું હશે કે પાછો કોલસે થઈ જાઉં ? મુગટ પહેરનારે ઠીકરામાં પાણી પીએ! માણસની, સમ્રાટની આવી અધમ અવહેલના ! સમૃદ્ધિને પડછાયો માણસને જ બદલી નાખે. પુદગળની આ અવસ્થા બતાવી ચિંતકેએ કહ્યું કે આત્મા પુદગળના સંગે કે ઈવાર ધનવાન બને, કેઈવાર નિધન બને, કેઈવાર સુખી બને, કેઈવાર દુઃખી બને. વિચારકને થાય કે આ પુગળ મને ગમે ત્યારે અને ગમે Page #80 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૭૩] તેમ નચાવે છે તે તેનાથી હવે નથી નાચવું. જે વરતુ મને નચાવે તેને હું નચાવું. આત્માને મરવાનું નથી, જન્મ-મરણ નથી, દુઃખ નથી પણ પુદગળની ભાગીદારીને લીધે આત્મા હીન અને દીન બની જાય છે. બધા આત્મા સરખા હોવા છતાં એક મેટે અને બીજે નાને એમ ભેદ પડે છે તે શાને લીધે? પુદગળને લીધેજ ને! કેઈકની પાસેથી મેળવવાનું છે, જરૂરિયાત છે, એટલા માટે આપણે મન એ મટે છે. - માના એક વચને શાલિભદ્રને જગાડ્યો. રાજા શ્રેણિક મળવા ગયા ત્યારે ગેભદ્રમાતાએ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું, “આપણે ધણું આવ્યું છે. શાલિભદ્રે પૂછયું: ધણું કેણ?” તે માએ કહ્યું કે “ણિક ગામધણી છે. ધારે તે આપણને ન્યાલ કરે અને ધારે તે આપણને લૂંટી લે.” શાલિભદ્રને થયું કે આ દેડ છે તે ધણી છે. માટે આ દેહ જ ન જોઈએ. મારે દાસ નથી બનવું, મને ધણીપણું નહિ જોઈએ. માને એણે પૂછયું : “મા, જેમ એ આપણે ધણી છે તેમ ભગવાન મહાવીરને ધણી ખરે?” માએ કહ્યું ભગવાનને ધણું કે ! ” શાલિભદ્રને થયું કે ભગવાન મનુષ્ય અને આપણે ય મનુષ્ય. ભગવાનની પાસે કોઈ જ નહિ અને મારી પાસે આટલું બધું, સંપત્તિનું સુખ હોવા છતાં મારે માથે ધણી ! જે ભગવાનના માર્ગે જાય તેને કેઈ ધણું નહિ, તે હંય તે માર્ગે શાને ન જાઉં? વૈભવ છેડી એ દીક્ષા લેવા નીકળ્યા! જે લેકએ આવું ખમીર બતાવી ત્યાગ કર્યો એ Page #81 -------------------------------------------------------------------------- ________________ [૪] પૂર્ણને પગથારે અમીર બની ગયા. કપડાંથી કરેલે ત્યાગ લબ નથી ચાલતે. છ મહિને રંગ ઊતરી જાય છે. ત્યાગને રંગ ક્યારે ટકે? અંદરથી આવે ત્યારે. હળદરમાં રંગેલાં પીળાં કપડાં ન ભીંજ અને તડકે ન ફરે ત્યાં સુધી રંગ રહે પણ જેવા તડકે ફરે કે રંગ ઊતરી જાય. ઘરે કજિયા થાય, અનુકૂળતા ન હોય અને પ્રતિકૂળતાને લીધે દીક્ષા લઈ નીકળી પડે એ હળદરિયે રંગ કહેવાય. મનમાં વૈરાગ્ય નથી આવ્યું, જીવનમાં મુશીબત આવી છે. ' ત્યાગ વૈરાગ્યથી આવે છે. વૈરાગ્ય કયારે આવે? જ્ઞાનથી. પુગળની અસારતા સમજાય, પુગળને લીધે મારે ભટકવું પડે છે. તે એ હવે ઓછું કેમ થાય એ વિચારણા જાગે ત્યારે વૈરાગ્ય આવે. પુદગળના સંગના પરિણામે બધી અવદશાઓ ઊભી થાય છે, અંદરનું સ્વામીત્વ દબાઈ જાય છે અને દાસપણું ઉપર આવે છે. કર્મબંધન વસ્તુમાં નથી પણ આસક્તિમાં છે. વર્ષોની સાધના પછી, વર્ષોના ચારિત્ર્ય પછી, વર્ષોના અભ્યાસ પછી એ તટસ્થતા આવે છે. અનુકૂલ છે કે પ્રતિકૂલ હે પણ દરેક પ્રસંગે ચિત્તમાં સમતા રાખવી એ કંઈ ભાષણથી કે વાતેથી ન થાય. શઠના પ્રત્યે શઠતા કરવી એ સંસારનું કામ છે, શઠના પ્રત્યે પણ સૌજન્ય દાખવવું એ સાધુતાનું કામ છે. આ સમતા એટલે સાધુતા. | આત્મા અમર હોવા છતાં વારંવાર મતના વિચાર આવે છે. માણસને થાય છે કે અણધાર્યું મત આવી જાય તે શું થાય ? ચિંતા થાય છે ને? જે વસ્તુ બનવાની છે એને ભ્રમે એવી બનાવી છે કે જાણે બનવાની નથી. આનું Page #82 -------------------------------------------------------------------------- ________________ પરિસ વાદ [૫] નામ માયા. મૃત્યુ એ દેહ માટે એક હકીકત છે. દેહ મરવાના છે, હું મરવાના નથી. હુ ં તેા કયાંક જઈ ને રહેવાના છું. આપણા સ્વાધ્યાયમાં આવતા એક ભાઇએ હમણાં પિતાનું છત્ર ગુમાવ્યું. એ ભાઇ મને મળવા આવ્યા ત્યારે એમણે એક પ્રશ્ન કર્યાં, “મને સમજાતું નથી કે માણસ મરવાના છે એમ જાણવા છતાં હું મરવાના જ નથી એમ સમજીને ચાવીસે કલાક પ્રવૃત્તિ શા માટે કરે છે? મે પિતાને ગુમાવ્યા, થાડા વખત પહેલાં માને ગુમાવ્યાં. તેમ છતાં પણ આ શોકના આંચકા માત્ર ઘડીભર લાગી ગયા. જેમ ઘેાડા ચણા ખાતે હાય અને વચમાં કાંકરો આવે તે ખાતાં ખાતાં એકદમ માતું ઊંચું કરે, જરા ઘડીભર અટકી જાય, પણ પાછો એ કાંકરેા પેટમાં ઊતરી જાય એટલે એ ચણાને તબિયતથી ચાવતા જ હેાય છે. એવી આ સંસારીએની અવસ્થા છે. જ્યારે કાઇક બનાવ બને, કાઇકનું મૃત્યુ આવે ત્યારે ઘડીભર વૈરાગ્યનો રંગ લાગી જાય છે, જેમ ચણામાં પેલા કાંકરા આવે તેમ, પણ પાઠે એ કાંકરા આગળ ધકેલાઈ જતાં માણસ હતા તેવા ને તેવા કેમ થઇ જાય છે?તા આવું કેમ બને છે? પિતા ગયા છે એટલે મૃત્યુના વિચાર આવે છે પણ પંદર દિવસ વીતી ગયા તા ધીમે ધીમે એ મૃત્યુના શાક આછા થતા ગયા. જે દહાડે પિતાજી મરી ગયા ત્યારે એમ થઇ ગયું કે અમારે પણ જવાનુ છે; તા આ બધું શા માટે ? એ દિવસે એટલે વૈરાગ્ય આવ્યે પણ ૫દર દિવસમાં એ વૈરાગ્ય એછે કેમ થઇ ગયા? અને મને લાગે છે કે બેચાર મહિનામાં તે મૃત્યુને વિચાર પણ ભુલાઈ જશે. તે! મારે જાણવું છે કે માણસ મરે છે, મરતાંને જુએ છે, મરેલાને વળાવે છે, ખાળે છે, દાટે છે, દફનાવે છે અને એનુ શ્રાદ્ધ પણ કરે છે અને તેમ છતાં પણ પોતે એમ કેમ નથી Page #83 -------------------------------------------------------------------------- ________________ [૬] પૂણેના પગથારે માનતે કે હું મરવાને છું અને મરવાને છું એમ જે માનતે હોય તે એનું જીવન કેટલું સારું બની જાય.” મેં આ ભાઈને કહ્યું કે ભાઇ ! આ આત્માને મરવાને વિચાર આવવાને જ નથી. આ વિચાર નથી આવતે એમાં એક પરમ સત્ય રહેલું છે. એનું કારણ એ છે કે જે મારે છે અને જે નથી મરતે એવા બે જણ આ શરીરમાં ભેગા થયા છે. મરે છે એવું એક છે અને નથી મરતે એ બીજે છે. અને એ બન્નેની partnership ભાગીદારી ચાલી રહી છે. મરનારે કેણ? આ દેહ. અને ન મરનારે કોણ? આ આત્મા. એટલે આત્મા આછું આછું પણ, અપ્રત્યક્ષ રીતે પણ, એ પોતે જાણે છે કે હું મરવાને નથી. જે મરે છે એ કેણ મરે છે? આ દેહ મરે છે. અને આ દેહના મૃત્યુની સાથે આત્માનું અમરત્વપણું તે રહેલું છે, પણ એનું સ્પષ્ટ જ્ઞાન કર્મને લીધે, વાસનાઓને લીધે, વૃત્તિઓને લીધે આપણને નથી થતું. એટલે ઘડીભર માટે આપણે ફફડી જઈએ છીએ, અને મૃત્યુને ભય લાગી જાય છે. પણ જો ખરેખરું જ્ઞાન થઈ જાય, જે સાચેસાચે અનુભવ થઈ જાય તે કઈ માણસ મરી જાય, જુદે થાય તે વખતે પણ તમને એમજ થાય કે મરનાર મરે છે, નથી મરનાર નથી મરતે. મરનાર આ દેહ છે, આત્મા મરતું નથી. એટલે તમને જે મૃત્યુને વિચાર આવ્યું એ મૃત્યુને વિચાર આત્મા માટે ન આવે, જોઈએ. જે મને વિચાર આવે છે એ દેહને માટે આવે છે. આ અનુભવ આનંદઘનજીને થયે અને એમણે ગાયું “દેહ વિનાશી, હમ અવિનાશી, અપની ગતિ પકડેગે.” જ્યારે અમારી partnership-ભાગીદારી જુદી થશે ત્યારે અમે બને જુદા પડી જવાના. “દેહ વિનાશી” આ શરીર અહીં Page #84 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૭] રહેવાનું. સગાંવહાલાં લઈ જવાનાં, ગઠવવાનાં, બાળવાનાં. હમ અવિનાશી” હું મરવાને નથી. આ જે આત્માનું અવિનાશીપણું છે એનું જે ભાન થાય, એનું જે જ્ઞાન થાય તે ચોવીસે કલાક આ જીવ શરીરની મમતામાં, ધનની ચિંતામાં, પ્રતિષ્ઠાના મેહમાં અને મારાપણાના અજ્ઞાનમાં મૂંઝાઈને જે સહન કરી રહ્યો છે એ સહન કરવામાંથી મુક્ત થઈ જાય છે. દક્ષિણ અમેરિકામાં ચીલી નામને પ્રદેશ છે. એમાં ઘણીવાર ધરતીકંપ થાય છે. આથી ત્યાંને લેકે એ નક્કી કર્યું કે આપણે ઊંચાં મકાને બાંધવાં નહિ. જે મકાને મેટાં બાંધીશું તે એ જ આપણું મૃત્યુનું કારણ બનવાનાં. એટલે ચીલી પ્રદેશના માણસો પાયા ઊંડા ઓછા નાખે અને મકાન ઓછાં ઊચાં બાંધે કે એના ભારથી માણસે દબાઈને મરી ન જાય. એ જાણે છે કે ગમે તે ઘડીએ ધરતીકંપ થાય, ગમે તે ઘડીએ આંચકે આવે અને આપણને બહાર નીકળવું પડે. ' આત્માના અમરત્વને અપક્ષ અનુભવ જેને થાય છે તે સંસારમાં રાગદ્વેષના ઊંડા પાયા ન નાખે. એ તે ચીલી પ્રદેશમાં વસતા માણસોની જેમ આ દેહમાં અપ્રમત્તપણે વસે. " તમે જુઓ છો ને આ બધું કેટલું ચંચળ છે! ચીલીમાં તે અમુક સમયે ધરતીકંપ થાય પણ આ માનવ જીવનમાં તે કઈ ઘડીએ કંપ થવાને છે એની પિતાને ખબર નથી. સાંજે સૂતેલે માણસ સવારે ઊો જ નહિ એવું આપણે છાપામાં ક્યાં નથી વાંચતા? અમુક ઠેકાણે ગયેલા માણસ પાછા આવ્યા જ નહિ એવું પણ આપણે સાંભળીએ છીએ. Page #85 -------------------------------------------------------------------------- ________________ [૮] પૂર્ણ ના પગથારે એટલે આ સસાર ચીલી પ્રદેશ જેવા છે. કઈ ઘડીએ · કા બનાવ બની જાય એની ખબર નથી. તા આ આત્મારૂપી રહેવાસીએ શું કરવું? ચીલીના માણસા એ કામ કરે છેઃ પાયા ઊંડા નહિ અને દીવાલ તોતિંગ નહિ, એમ આ સંસારમાં આપણે પણ રાગદ્વેષના પાયા ઊંડા નહિ નાખવા અને મેહની દીવાલેા ઊંચી નહિ ચણવી. આ બે વસ્તુ બહુ સાવધાનીથી કરવાની છે. લોકોએ પાયા બહુ ઊંડા નાખ્યા છે. મારા-તારાના ઝઘડા ઊભા કર્યાં. પહેલાં તા ઝઘડા જર, જમીન અને જોરુ માટે કરા. હવે તા ભાષાને માટે, પથને માટે, સપ્રદાયને માટે, એમ જ્યાં જોવા જાઓ ત્યાં ઝઘડા થવા લાગ્યા છે. જે તરવાનું સાધન છે, જેનામાંથી કલ્યાણ થવાનુ છે, જે કરવાથી આપણા આત્માના રાગદ્વેષ ઓછા થવાના છે એના નામે જ ઝઘડા ! અમૃતને જ ઝેર બનાવવુ' છે! આ જાણી માનવીએ એટલું તો સાવધાન રહેવુ જ જોઇએ કે મારા પાયા ઊંડા ન નખાય કેાઈની સાથે તીવ્ર મનદુ:ખ ન થાય. ઘડીભર કદી મનદુઃખ થઈગયું. તેા સાંજ થાય તે પહેલાં તા એના ચાપડા ચાખ્ખા. શી ખબર આવતી કાલનુ પ્રભાત જોવાના વારો આવશેકે નહિ આવે ? કદાચ તમને જોવાના વારો આવે અને મને જોવાના વારા ન આવે આપણા એમાંથી એક જો દુનિયામાંથી ચાલ્યા જાય અને આપણે ચાપડ ચાખ્ખા કર્યા વિના એમ ને એમ ચાલ્યા જઈએ તેા ખીજા જન્મમાં આપણે દેવુ' દેવા જવું પડે. આ જ્ઞાનદશા આવે, આ અપરીક્ષાનુભવ થાય તો આ કાયા, આ શરીર, આ ધન, જે બીજાને માટે જગતમાં. Page #86 -------------------------------------------------------------------------- ________________ · પરિસ’વાદ [૭૯] ઊંડા પાયા નાખવાનું કારણ બને છે એ ઉડ્ડયનનું કારણ અની જાય છે. આ જગતમાં જેટલા દિવસે રહેવુ', જેટલા મહિનાએ રહેવું, જેટલા વર્ષાં રહેવું એમાં આપણા પાયે અજાણતાં પણ ઊંડા ન નખાઈ જાય તે માટે જાગ્રત રહેવું. ભૂલથી પણ પાયા જો ઊંડો નખાઇ ગયા તે સમજી લેજો કે તમારે જ સહન કરવાનું છે. તેાતિંગ દીવાલનું નુકસાન બીજા કાઇને થવાનુ નથી, તમને જ થશે. ધરતીકંપ થાય છે ત્યારે તાતિંગ દીવાલા માંધનારની છાતી ઉપર જ એ ધસી પડે છે. માણસ ખૂબ લાભ કરે, ખૂબ અહંકાર કરે, ખૂબ આ દુનિયાની ઉપાધિએ ઊભી કરે તેા જીવ એ જ ઉપાધિ નીચે પાતે જ દખાઇ જાય છે. જેને આત્માના અમૃતત્ત્વના અનુભવ નથી થયે તે મરું મરુ'ના જ વિચાર કરે છે, અનુભવ થયા પછી થાય કે મરે છે કાણું ? જેના સ્વભાવ મરવાના છે એ મરે છે. મરવાના સ્વભાવ શરીરના છે તા ભલે એ મરે. હું કેમ મરું ? જયાં સુધી કમ છે ત્યાં સુધી આ મરણ ચાલ્યા કરવાનાં. કર્મીની આસકિતથી ભવ ચાલુ રહે છે. એવા કાઈ જ આનંદ કે. તહેવારના દિવસ નથી કે સ્મશાનમાં કાઇને અગ્નિદાહ દેવાતા ન હાય. બધાને રજા હાય પણ સ્મશાન તા ચાલુ જ હાય છે. એ બતાવી આપે છે કે દેહને માટે મૃત્યુ અનિવાય છે. આત્મા માટે તે આ મરણુ એ માત્ર દેહના પલટા છે, પછી ગભરામણ શી? અફ્સોસ શે ? દારી સળગવા માંડે ત્યારે દારીના ખીજો છેડો પણ સળગવાનો જ, કારણ કે એ પણ દેરીના એક ભાગ જ છે. આગ ખીજે છેડે આવવાની જ છે. જે દિવસે જન્મ્યા તે દિવસે મરણ લાગુ Page #87 -------------------------------------------------------------------------- ________________ [<0] પૂર્ણ ના પગથારે પડ્યું જ છે. મરણ જન્મથી જુદું નથી. આ સમજણ જાગે પછી ગમે તે ઘડીએ મત્યુ આવે; વાંધા નથી. કારણ કે સ્લેટ ચેાખી છે. પરિસ’વાદથી એવી આ અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થાય કે હું આત્મા છું અને આત્મા વાસનાથી ઘેરાયેલા છે. એટલે સંસારમાં સુખ અને દુઃખ છે. જો આત્મા વાસનાથી ઘેરાયેલા ન હાય તા દુઃખ છે જ નહિ. બીજો દુ:ખ દઈ શકે છે કારણ કે આપણી વાસનાએ આપણને નબળા બનાવ્યા છે એટલે એના એ લાભ લે છે. શરીરમાં પ્રાણપાષક તત્વા ઓછાં થાય ત્યારેજ રાગની અસર થાય. પણુ cells સખળ હાય તા ચેપ ન લાગે. ટી. મી.ની હાસ્પિટલમાં બાળકને નથી લઇ જવાતાં કારણકે ટી. ખી ના જં તુઓના સામના કરવા એમનાં શરીર તૈયાર નથી. તેવી જ રીતે ઘરડાંઓને રાગના ઝપાટા જલદી લાગે કારણ કે તેમનાં શરીર નમળા થયાં હાય છે, બીજા તને દુઃખ દેવામાં નિમિત્ત બને છે કારણકે તારું પુણ્ય ઓછુ છે. પુણ્યના cells બળવાન હૈાય તેા એની શુ તાકાત છે કે તને તે કાંઇ કરી શકે ! આપણું પુણ્ય પરવાયુ... હાય ત્યારે તે એક સામાન્ય માણસ પણ આપણને હેરાન કરી શકે છે. માણસ શું, ઢેકુ પણ નિમિત્ત બને. ઢેકુ વાગે, લાહી વહે અને માણસ મરી જાય. આ એક નિમિત્ત છે. પણ મૂળ તેા જીવવાનુ પુણ્ય પૂરું થયું, આયુષ્ય સમાપ્ત થયું. ઘરમાં દીવા બળતા હોય, તેલ ખૂટયું હેાય ત્યાં ખારણું ખૂલે, હવા આવે અને દીવા ઓલવાઈ જાય. કાઈ કહેઃ ખારણુ' ખાલ્યું એટલે એલવાયે; એમ નથી. દીવેલ ખૂટયું Page #88 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ | [૧] હતું એટલે એ તે બળીબળીને પણ ખલાસ થઈ જ જવાને હતે. આપણે અંદરથી સબળ બનવાનું છે. અંદરથી સબળ કેમ બનવું ? જ્ઞાન અને ચારિત્ર્ય એ અંદરની તાકાત છે. કર્મ ખપે છે જ્ઞાનની આરાધનાથી અને શુદ્ધ ચારિત્ર્યથી. * નબળાં બનેલા તને સબળાં કરવા માટે પાસપોર્ટ - લેતા પહેલાં ઇજેકશન આપે છે જેથી રેગ આવે ત્યારે સોમને કરી શકે. દુઃખ આવે તે પહેલાં દુઃખને જાણ લે. પછી દુઃખ આવે તે અજાણ્યું નહિ લાગે. દુઃખ તે બેઠું જ છે. જ્યાં ઘર છે ત્યાં દુઃખ છે મેદાનમાં દુઃખ નથી. માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે મહેલ નથી જોઈત, મેદાનમાં જવું છે. જેલ મહેલમાં છે, મસ્તી મેદાનમાં છે. સરસમાં સરસ મહેલ હેય પણ તેને ખૂણે તે હશે જ. જ્યાં ખૂણે હોય ત્યાં દુઃખ જરૂર હોય. મેદાનમાં ખૂણે નથી તે દુઃખ પણ નથી. * શાંતિ, સમતા અને જ્ઞાનદશાથી વિચાર કરીએ ત્યારે થાય છે કે જે લેકે. સર્વ મમતાને ત્યાગ કરી જંગલમાં બેઠા એ જેટલા સુખી હતા એના કરેડમા અંશે પણ અહીંને કડપતિ સુખી નથી. જે બધું છોડી કરીને બેઠા એને ચિંતા નથી. કે દુઃખ ક્યાં છે? દુઃખ મમતામાં છે. મમતા નથી ત્યાં દુખ પણ નથી. સમતામાં સુખ અને મમતામાં દુઃખ. જે વ્યક્તિ પ્રત્યે મમતા થઈ ત્યાં દુઃખ ઊભું થયું. એની વિચારણા થાય એનામાં મન રમ્યા કરે, પછી આધ્યાત્મિક પ્રગતિ કયાંથી થાય? Page #89 -------------------------------------------------------------------------- ________________ [૨] પૂર્ણ ના પગથારે જેમ પતંગ દોરાથી બધાયેલા છે. એમ આ. જીવ મમતાથી બંધાયેલા છે. ગમે ત્યાં જાય પણ મમતાના દ્વારા એને પાછે નીચે લઇ આવે. દુઃખ મમતાના ખૂણામાં છે, ચક્રવતીઓએ જ્યારે રાજ્ય ડી ચારિત્ર્ય લીધુ હશે . ત્યારે ચારિત્ર્યમાં એમને કેવી મીઠાશ દેખાણી હશે ? છોડવામાં મર્દાનગી છે. ભેગુ કરવાનું કામ તા ભિખારીએ પણ કરે છે. પેાતાના શ્રમથી મેળવેલુ છેાડવામાં ચક્રવતીનું દિલ જોઈએ. જે છેડી શકે છે એની મહત્તા મોટી છે. ચક્રવર્તીને લાગ્યું કે દુ:ખ મમતામાં છે. જેટલી મમતા એટલાં દુઃખ. કાઇ દુ:ખી હોય કે સુખી તેના પ્રત્યે અને એટલી શુભ ભાવના રાખવી, મમતા નહિ. શુભ ભાવનામાં સર્વ નુ ભર્યું થાએ એવી ભાવના હાય. મમતામાં ચિંતા ઊભી થાય છે, દુ:ખ ખીજાતુ અને ઉપાધિ તમારી. ઉપાધિ કેમ આવી? મમત્વ પડેલું છે એટલે. ચક્રવર્તી છોડે ત્યારે ભાગાને તણખલુ જાણી છેડે, જે દુઃખ આપે, મગજમાં ઉપાધિ ઊભી કરે એ નકામું છે એમ જાણી છેાડી દે છે. જે વસ્તુ છેડવા બેઠા તેની કિંમત મગજમાં હાય તા ન છોડાય. જે છેડે તેની કિંમત ઓછી લાગે અને જેને માટે છેડા તેની કિંમત વધારે લાગે તેા છેડી શકેા; નહિતર જીવ છૂટે નહિ, છૂટી જાય તો પાછળથી બળતરા થાય. છ ખંડનું રાજ્ય તણખલા જેવું ગણી છેડયું અને સમતાનુ Page #90 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [28] સિંહાસન મેળવ્યું. ચારિત્ર્યની મજા એ છે કે તમારામાં અંદરથી ખુમારી આવે, મસ્તી આવી જાય, ત્યાગ સહજ લાગે. પછી વસ્તુ સામે આવે પણ મૂચ્છ ન જાગે. નિસ્પૃહીનાં જેટલાં કામ થાય એટલાં પૃહાવાળાનાં ન. થાય. છેડે ત્યારે કહે કે તુચ્છને છોડયું અને પરમને મેળવ્યું. અક્ષયસુખનું કારણ, પરમસુખનું કારણ ત્યાગધર્મ છે, ચારિત્ર્યધર્મ છે. ચારિત્ર્ય અને જ્ઞાનથી આત્મામાં એવી શકિત ઉત્પન્ન થાય કે પાપ એને અડી પણ ન શકે. વિશ્વની કઈ તાકાત એનાથી બળવાન નથી ! હું આત્મા છું. હું જેમાં વસું છું એ દેહને દુઃખ આવે છે તેમાં કારણ દુઃખ આપનારાં નથી, પણ કર્મ છે. આ કમને ખલાસ કરવાં છે. જેમ કાંટે વાગે તે ન નીકળે ત્યાં સુધી વેદના થાય તેમ કમ લાગ્યાં હેય ત્યાં સુધી એક અથવા બીજી રીતે દુઃખ આવ્યા કરે છે. હું આત્મા છું એવી પ્રતીતિ થયા પછી પૂર્ણતા માટે બધી જ ક્રિયાઓ કરતાં આનંદ થાય છે. . એક બાઈ બોડિંગના દોઢસે છોકરાઓ માટે રસોઈ બનાવે અને ઘેર જઈને પિતાના દીકરા માટે બનાવે. પેલા બેડિંગના છોકરા સારા છે, દેખાવડા છે, ભણેલા છે પણ એમાં મારાપણાની રુચિ નથી. એટલે એમને જમાડતાં મનમાં પ્રીતિ નહિ જાગે અને ગમે તેમ કરીને કામ પૂરું કરશે. પણ પિતાને પુત્ર સાવ સામાન્ય હોય તે પણ તેને જોઈને તેને પ્રીતિ થાય છે, ઉલ્લાસ જાગે છે કારણકે એ Page #91 -------------------------------------------------------------------------- ________________ [૪] પૂણ ના પગથારે મારા પુત્ર છે એ જાતની એની સમજણ છે. ત્યાં દેખાવ કે ભણતર નહિ, પણ સંબંધને સ્થાન છે. એ શ્રમિત હાય તા પણ દીકરા માટે કામ કરતાં તેને થાક નહિ લાગે. આત્મા સમજાય. પછી ધર્મક્રિયા કરવામાં જે રુચિ જાગે તે સમ્યગ્ દનનું પરિણામ છે. સમ્યગ્ દૃષ્ટિ આત્મા ક્રિયા નિશ્ચય અને વ્યવહારની સમન્વયાત્મક દૃષ્ટિથી એટલે કે સમ્યગ્ ઢષ્ટિથી કરે. બધી ક્રિયા કરે પણ ધાવમાતાની જેમ કરે. દેહને નવડાવે, ખવડાવે ત્યારે કહ્યું: ‘ આત્મા તું આ દેહમાં છે એટલે આને નવડાવવા પડે છે, ખવડાવવા પડે છે. તુ ન હેાય તેા એને ખાળવા જ રહે.’ અજ્ઞાનીને દેહને માટે મમતા છે. મમતા ત્યાં ભય. ભય અસંભવિત વસ્તુને સંભવિત બનાવે છે. આત્મભાવ અને દેહભાવમાં શા ફરક છે? દેહભાવમાં અંદરથી બીકણપણું પ્રગટે છે. હું મરી જઇશ, મારું લૂટાઇ જશે, મારું શું થશે? આમ એ કલ્પનાથી અસ`ભવિતને સંભવિત કરી દે છે. જે કાલે બનવાનું નથી તે બનવાનું છે એમ માની આજે જ ઉપાધિ ઊભી કરે. જે વસ્તુ નથી તેને ભયથી ખેલાવી લે છે. જે માણસ બીકણ હાય, અંધારાથી ખીતા હોય તે અંધારામાં બેઠો હાય તે વિચાર કરે કે અંદર કોઈ છે તેા નહિ ને ! અંદર કંઈ નથી પણ ‘કદાચ હાય’ એવા વિચાર કરી તેને સંભિવત બનાવે છે. જરાક પતરુ હાલે કે લાકડી પર પ્રકાશ પડે એટલે એને એ કંઇક' સમજી ભયભીત બને છે, મોટાભાગના લોકો દેહભાવને લીધે ભયના વિચાર દ્વારા અસ`ભવિતને સભવિત કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૮૫] . આત્મદશા આવી પછી કઈ જાતને ભય નહિ. સંભવિતને એ અસંભવિત કરે. કહે કે મારા આત્માને શું નુકસાન થવાનું છે? થાય તે દેહને થવાનું છે. પછી એ કેઈથી ન ડરે. આત્માની શક્તિ અભય છે. ભય હોય તે સ્મશાનમાં ધ્યાન લગાવી કેમ બેસે? ભય હોય તેને તે રાતે ઘરમાં જતાં પણ બીક લાગે. દેહભાવ બીકણ છે. એક રાજાએ એકવાર સંન્યાસી બનવાનું જાહેર કર્યું. એ ગુરુની શોધમાં પડ્યા. ઘણું ય સંન્યાસીઓએ વિચાર કર્યો કે આપણે એના ગુરુ બનીએ. આ આશામાં ઘણા સંન્યાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા : “અમે મોટા આશ્રમવાળા છીએ. તમને બધી જાતની સગવડ અમે આપી શકીશું.” રાજાને હસવું આવ્યું. એણે કહ્યું: “હું એને ગુરુ બનાવું જેના આશ્રમનું આંગણું લાંબામાં લાંબુ હેય.” પછી રાજા જેવા નીકળે. દરેકનું આંગણું પહેલાના સંન્યાસીના આંગણાં કરતાં મોટું હતું. એક સંન્યાસી જે ચૂપ હતા એની પાસે ગયા તે ત્યાં આંગણું જ નહિ. પૂછયું તે કહેઃ “જેતા નથી ! આ ક્ષિતિજ એ જ તે મારા આશ્રમનું આંગણું છે. ધરતી કે છેડે આભકી પિછોડી. આભને ઓઢું છું અને ધરતીને બિછાવું છું. ક્ષિતિજ પ્રતિ જ્યાં સુધી જઈ શકાય એ બધું આશ્રમનું આંગણું જ ગણું છું.” કઈ પણ વસ્તુને મર્યાદિત કરીએ એટલે એમાં પુરાઈ - જઈએ છીએ. મુક્તિને અનુભવ અનંતમાં જ થાય. માણસ વિચાર કરતે થાય કે આ દેખાય છે એની પાછળ Page #93 -------------------------------------------------------------------------- ________________ [૬] પૂના પગથારે જે નથી દેખાતું એ મહત્વનુ છે. અદેખતાને દેખતા થવા માટે દિવ્ય અ ંજન જોઇએ, દ્વિવ્ય દૃષ્ટિ જોઈએ. દેખતાને સહે દેખે પણ ન દેખતાને દેખે એનું નામ સમ્યગ્ દૃષ્ટિ. બધું કરે પણ આત્માને ભૂલે નહિ. હવે બીજો વિચાર. પરિસ`વાદનું બીજુ સેાપાન: જો હું અમર રહેવાના છું, મરતા નથી તે અહીંથી કયાં જવાના ? અને જ્યાં જઈશ ત્યાં સાથે શું આવવાનું? અહીં જે હું કરણી કરવાના તે સાથે આવવાની. અહીં બધું ગોઠવાયેલું છે, કાંઈ કરવું પડતું નથી જ્યાં આ જીવ જન્મે છે ત્યાં બધાં સગાં થઇને આવે છે. જીવ આવે છે ત્યારે એકલા આવે છે. કોઇકને મારુ કુટુંબ હોય છે, કાઇકને કાઇ જ નહિ. તા આ એકપણું અને આ અનેકપણુ એ કાની ગોઠવણી ? પૂર્વજન્મમાં જે પુણ્ય અને પાપ કયુ તે પ્રમાણે આ જન્મમાં ગાઠવણી થાય છે. આ એવી સૂક્ષ્મ ગૂંથણી છે કે એમાં બુદ્ધિ પણ કામ નથી કરતી. આત્મા એક ભવથી બીજા ભવમાં જાય છે ત્યારે જતી વખતે સાથે કાણ આવે છે ? આત્મા સાથે કર્મ નામની સત્તા આવે છે. ક` એક છે પણ કર્મોથી એ વસ્તુ અને છે : પુણ્ય અને પાપ. જીવ એક ગતિમાંથી નીકળી બીજી ગતિમાં જાય છે ત્યારે પુણ્ય અને પાપ એના પરલોકનાં ભોમિયા અને છે, સાથી અને છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૮] મિત્ર પણ સાથે નથી આવવાના અને દુશ્મન પણ સાથે નથી આવવાના. બન્ને અહીં રહી જવાના છે. પણ એ નિમિત્તે કરેલાં પુણ્ય-પાપ સાથે હશે. સંસારની આ હળવી બાજુ તા જુએ. જે આપ મહેનત કરી, પૈસા ભેગા કરી દીકરા માટે મૂકીને જાય એ દીકરાની આપને પ્રેમ કરવાની રીત કેવી ? બાપને અગ્નિસંસ્કાર દીકરા જ કરે. બાપને મળવાના હુક દીકરાને હકથી મળે ! સંસારના પ્રેમ આગ લગાડવાના જ ને! જેટલાં સગાં આગ લગાડે એટલાં દૂરનાં નથી લગાડતાં. શાક અને સંતાપ નજીકનાથી ઊભા થાય છે. લાકા જેને સ્નેહ કહે છે એમાંથી જ આ બધાં દુઃખાના દાવાનળ ઊભા થયા છે. આ જગતમાં જે કાંઇ અને છે તે પુણ્ય અને પાપના કારણે અને છે, તેને લીધે સુખ અને દુઃખના ચોગ થાય છે, કમ્પ્યુ પણ ન હેાય તેની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું હાય તેના વિયાગ થાય છે. = પુણ્યને લીધે અનુકૂળ મળે ત્યારે નમ્ર બને. અને પાપને લીધે પ્રતિકૂળ `મળે ત્યારે સમભાવ રાખો. પ્રતિકૂળ આવે ત્યારે અનુકૂળ બની જાએ. પ્રતિકૂળને અનુકૂળ થા અન્યા વિના ચાલ્યા જ જવુ' પડે. તા પ્રતિકૂળને પ્રતિકૂળ લેાકેાને સુખ ભોગવવું ગમે છે પણ દુ:ખ ભગવવુ નથી ગમતું. સુખ અને દુઃખ એ એ પોતાની કરણીથી જ પ્રાપ્ત થાય છે, બન્ને ભોગવી લઇએ તે જ મુકિત થાય. જ કવિવર લખે છે: પગમાં ઢોરીની ગૂંચ પડી હોય ત્યારે Page #95 -------------------------------------------------------------------------- ________________ [22] પૂર્ણના પગથારે કુદાકુદ કરવાથી તે વધારે ગૂંચ પડે. એ વખતે તે બેસીને શાંતિથી ગૂંચ ખેલવાથી જ એ ઊકલે. ' એમ આપણા કર્મના લીધે ગુંચ પડી જાય તે વખતે શાંતિ અને સમાધાન રાખવાને બદલે, ધ્યાન, મૌન અને સ્વાધ્યાય કરવાને બદલે ધાંધલ-ધમાલ કરીએ તે એને ઉકેલ કેમ થાય? ભલે બધું ય પ્રતિકૂળ થાય પણ તું અનુકૂળ બની શકે તે બધું જ સરળ બની જાય. એક ઋષિની ચામડી ઉતારવા જલ્લાદ આવ્યા તે ઋષિ કહે કે, તું કહે તેમ હું ઊભે રહું જેથી ચામડી ઉતારતાં તને ક્યાંય વાગી જાય નહિ. આનું નામ જ પ્રતિકૂળને અનુકૂળ. પ્રતિકૂળતા વખતે દુઃખમાં દુઃખ વડે વધારે કરે, આર્તધ્યાનમાં દિવસ પૂરે કરે એના કરતાં કહે કે આ દિવસ પણ પૂરે થઈ જશે. વાદળ ખસતાં પ્રકાશ પાછો આવવાને જ છે. આ વિચાર કોને આવે? જે પરિસંવાદ કરે છે તેને આવે. એ પિતાને જ પૂછે કે શું આ નિમિત્તામાં એટલી તાકાત છે કે તને દુ:ખ આપી શકે? દુઃખ તેને કેણ દે છે? નિમિત્તે નહિ, તારા પૂર્વજન્મનું દેવું દુઃખ દે છે. સાધુને સહ વંદન કરે પણ રસ્તામાં ગાડે મળે તે ગાળ દે. ત્યારે સાધુ શું વિચાર કરે? એણે ગાળ કેમ દીધી, તુંકારે કેમ દીધો? એમ નહિ વિચારે પણ વિચારશે કે ગાંડે છે, એને કર્મને ઉદય છે. મારે એના નિમિત્તે આવું સાંભળવાને ઉદય છે. તે જીવ તું સાંભળી લે. એક કર્મ બાંધે છે, બીજે સમતા રાખે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૮] - ભગવાન પાર્શ્વનાથને ધરણેન્દ્ર પૂજે છે અને સામાન્ય કમઠ હેરાન કરે છે. આ એક ઉપાસના કરે છે, બીજે ઉપહાસ કરે છે. એ બેની વચ્ચે સમતા રાખવી, તુલ્ય મનોવૃત્તિ રાખવી એ જ તે વિચારણાની મઝા છે. - આ સમજણ જેટલી જેટલી જીવનમાં આવતી જાય, તેટલા તેટલા જન્મ સુધરતા જાય. દેવું પૂરું થઈ જતાં લેણિયાત નહિ આવે. - જીવે બેસીને શાંતિથી વિચાર કરવાને છે કે કર્મો બાંધ્યા છે એનું પરિણામ પુણ્ય અને પાપ છે. એમાં સમતુલા રાખવા માટે સદા જાગ્રત રહેવું જોઈએ. વીતરાગ પાસે ચકવતીને ન હોય એવી રિદ્ધિસિદ્ધિ હોય છે અને એની પાસે ન હોય એવી ત્યાગવૃત્તિ છે. આ બેનું સંમિશ્રણ વીતરાગમાં જોવા મળે છે. તે - આજે તમારી શ્રીમંતાઈ તમને દેવ, ગુરુ અને ધર્મની નજીક લાવવાને બદલે આઘા તે લઈ નથી જતીને? ખરી શ્રીમંતાઈ કઈ? જેમ જેમ ધન આવે, જેમ જેમ સગવડતા મળે તેમ તેમ દેવ, ગુરુ અને ધર્મની નજીક લઈ જાય તે જ સાચી શ્રીમંતાઈ. એ વૈભવ શું કામને કે જે વૈભવ આપણને આત્માથી દૂર લઈ જાય ? પુણ્ય અને પાપને ઉદય એ પૂર્વજન્મમાં કે આ જન્મમાં કરેલાં શુભ કે અશુભ કૃત્યેનાં પરિણામે મળે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ [9] પૂર્ણના પગથારે પણ ભગવટા વખતે અંદરની સ્વસ્થતા કેમ રાખવી, વિચારે કેવા ઉદાત્ત રાખવા એ વિશિષ્ટ જીવનની વિશિષ્ટતા છે. ઘણીવાર પુણ્યને લીધે થાકી જાઓ એટલું સુખ મળે અને પાપને લીધે ત્રાસી જાઓ એટલું દુઃખ મળે. બન્ને કર્મ સત્તાનાં પરિણમે છે. પુણ્ય અને પાપના ઉદયમાં સ્વસ્થ રહીએ તે નિર્જરા થાય. આપણને સુખ અને દુઃખ કેઈ નથી આપતું. નહિતર કર્મ સત્તાને કઈ માનતું ન હોત. દુઃખમાં હસવું એ તત્ત્વજ્ઞાનનું કામ છે. જે અવસ્થામાં કર્મ બંધાય એમાં જ જ્ઞાનદશાથી કર્મ છેડી શકાય. એ માટે જ તત્ત્વજ્ઞાન છે. - તત્વજ્ઞાન શું કરે છે? જગતનાં જે પદાર્થો અજ્ઞાનીને રડાવે તે જ્ઞાનીને હસાવે છે. આત્માને ત્યાં પુણ્ય અને પાપ નામના પદાર્થો આવ્યા છે. એને લીધે કે ઇવાર અનુકૂળ મળે, કેઈવાર પ્રતિકૂળ મળે; સુખ મળે, દુઃખ મળે પણ એ બધાયમાં ચિત્તની સ્વસ્થતા રાખવી. આ બધાય એ હતઋતુનાં ફળ છે. Seasonનાં Fruits છે. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને વર્ષ ઋતુમાં વરસાદ વરસે પણ તે બધામાં કાળ એક જ છે, તેમ પુણ્ય અને પાપની ઋતુઓમાં આવતા સુખ-દુઃખના પલટાએમાં આત્મા એક છે. ભિન્ન હવામાન ઊભું થાય તે વખતે મનની શાંતિ જાળવી શકે તે ઘણું ઘણું મેળવી શકે. છે જેમાં જીવ બાળે તેમાં કર્મ બંધાય. માટે જીવ બાળ નહિ. શેક, સંતાપ, ચિંતા, ઉદ્વેગ ઊભાં થાય તે Page #98 -------------------------------------------------------------------------- ________________ પરિસ’વાદ [૧] ઊભા થઈ જાઓ, આંટો મારી આવે, સ્વાધ્યાયમાં સ્નાન કરી આવેા. સ'સાર કાર્યાંથી નથી વધતા, પણ શાકથી વધે છે. જીવ શાકમાં ડૂબી જાય તે વખતે અભ્યાસ, સ્વાધ્યાય, ચિંતનવડે જીવને અદ્ધર રાખા. જે જીવ અદ્ધર રહી શકે તે જીવનની બધી ઋતુએમાં સ્વસ્થ રહી શકે છે. આત્માને સંસારમાં બાંધનાર શાક અને આસકિત છે. આપણા ધર્મો એ નથી કે કબરમાં ગયા એટલે પૂરુ થયું. આપણા ધર્મ એ છે કે અહીં કરેલું કામ જે હજુ અધૂરું હાય તે આવતી કાલે કરવાનું છે અને અહીં રાખેલુ દેવુ' આવતી કાલે દેવાનુ છે. અહીં વાવેલું દાન ત્યાં જઈને લણવાનુ છે. હું તમે કદી વિચાર કર્યાં કે મને આટલી બધી સગવડ કેમ ? મને કેમ આટલાં બધાં સાધના મળ્યાં ? જ્યાં હાથ નાખુ છુ ત્યાં જોઈએ એટલી વસ્તુઓ મેળવી શકુ છું અને બીજા લોકો ટળવળે છે, કરગરે છે, વિનવે છે છતાં અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક વસ્તુઓ પણ પૂરતી મેળવી શકતા નથી. બિહારમાં છેકરાએ ઘરમાં જાય એટલે એમની માએ ચૂંટલા ભરે, ખચકાં ભરે કે તમે ઘરમાં આવશે નહિં. ખાવાનું જ નથી ત્યાં રાતાં કકળતાં એવાં તમને આપીએ શું? જાઓ, જ્યાં જવું હાય ત્યાં જાઓ, ખાવા મળે ત્યાં જઇને ખાઓ. એટલે કરાંએ આઠ આઠ દિવસ સુધી ઘરમાં આવે નહિ. કચાંક ઝાડની નીચે પડ્યાં રહે, કયાંક મહુડા ખાય, કચાંક આપણા તરફથી ચાલતાં અન્નક્ષેત્ર પર જઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ [૨] પૂર્ણના પગથારે પેટને ખાડે ભરે. મા જેવી મા જે પ્રેમની મૂતિ કહેવાય એ બાળક ઘરમાં આવે ત્યારે ચૂંટલા ભરીને કાઢી મૂકે આવું ક્યારે બને? એ જાણે કે એ દર્દ હવે એનાથી જોઈ શકાય એમ નથી, એનાં કરતાં એ દુઃખિયાં છેકરા દૂર ચાલી જાય તે સારું. - ત્યારે બીજી બાજુ સાહેબી એટલી બધી હોય છે કે દીકરે કહે કે પપ્પા ! મારે world tour ઉપર જવું છે. તે કહેઃ “જઈ આવ, બેટા.” “પાંત્રીસ હજારને ખર્ચે થશે.” તે કહે: “કાંઈ વાંધો નથી.” એ world tour ઉપર જઈ આવે અને પચાસ હજાર ખરચી આવે ! એ વિચાર કરે. ત્યાં તમે કાંઈ કરી શકતા નથી. કેટલી માણસની નિરાધારતા છે ! આ છોકરાં તમારાં પણ છે, છોકરાં એનાં પણ છે. એક છોકરાને ખવડાવી શકવા સમર્થ નથી એટલે ચૂંટલા ભરીને દૂર કાઢે છે. બીજાને છેક ઘરમાં ખાઈ ખાઈને થાકી ગયે છે એટલે હવે બહાર જઈને ગમે એટલા હોટેલના ખરચા કરીને આવે તે ય હસીને વધાવે! આ બધી વસ્તુઓની પાછળ કેણ કામ કરી રહ્યું છે? એને જે તમે વિચાર નહિ કરે, એ વાતને ગંભીરતાથી નહિ જુઓ તે નુકસાન જગતને નહિ, તમને છે. નુકસાન જડને નહિ, જીવને થાય છે. કારણકે પોતે જે કરણી કરીને આ એ અહીં જ પૂરી કરી નાખે તે આગળ શું? - પરિસંવાદ કરે તે જ વિચાર આવે કે મેં એવી કેઈક પુણ્યની કરણી કરી છે કે જેથી આજ મારી Page #100 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૨] આસપાસ હું ઈચ્છા કરું છું અને વસ્તુ હાજર થાય છે. તે હવે આવતા ભવમાં આગળ વધી શકાય એ માટે હું શુભ કરણીને, સુંદર કરણીને પ્રવાહ ચાલુ રાખું. - તમારા ઘરની ત તમારે જે બળતી રાખવી હોય, તોફાનની અંધારી રાતમાં ભયથી બચવું હોય તે એટલું તે ધ્યાન રાખવું જ કે ઉંઘી જવા કરતાં તમારા દીવામાં થોડું થોડું તેલ ભરતા રહે. ત્રીજું પગથિયું ? આ આત્મા કેનાથી બંધાય છે?' આસંવથી. - જ્યાં સુધી જીવનરૂપી સરેવરમાં આસવને પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી એક પ્રકારનું દુઃખ બંધ થશે તે બીજા પ્રકારનું દુઃખ આવવાનું. દુઃખનું કારણ આસવ છે, પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ અને પ્રમાદ જ્યાં સુધી છે ત્યાં સુધી આસવ બંધ કેમ થાય? આ પાંચે આસવનાં મુખ્ય કારણ છે. આ પાપથી, આસવથી મુક્ત થવા માટે સંવર છે. સંવર એટલે સારી રીતે બંધ કરવું. જે જીવ સંવર કરીને, ઉપર જણાવેલાં પાપનાં દ્વાર બંધ કરીને જીવન જીવે છે એ આત્મામાં પાપરૂપી ચેર ઘૂસી જ કેમ શકે? * સંવર માટે સમ્યકત્વ, સંયમ, દેશવિરતિ, સર્વવિરતિ, વ્રત વગેરે છે. આ વ્રત કરે છે તે કોઈને માટે નહિ પણ પિતાના આત્માને પાપમાંથી બચાવવા માટે. સંવર કરવાથી નકામાં પાપ બંધાતાં નથી. આ એક ભાઈ કહે કે જે વસ્તુ અમે નથી વાપરતા એ વસ્તુનું પાપ અમને કેવી રીતે લાગે? મેં કહ્યું કે તમે Page #101 -------------------------------------------------------------------------- ________________ [૪]. પૂણેના પગથારે ત્યાગ નથી કર્યો એ જ પાપનું કારણ છે. તમે વાપરતા નથી પણ વાપરવા માટે પાપનાં બારણું ખુલ્લાં છે. નિયમ કરે ત્યારે જ એને સંબંધ તૂટે છે. પ્રતિજ્ઞા લીધી હોય તે જાગૃતિ રહે છે. પણ પ્રતિજ્ઞા ન લીધી હોય તે બાર મહિના ન ખાધું પણ એકવાર ખવાઈ જાય તે તમને કંઈ અફસોસ ન થાય. વ્રત કેવાં છે? ધારે કે કેઇના શરીરમાં એક ઠેકાણે રળી હોય. ભેજન કરતાં ઈચ્છે કે સારું ખાઉં તે શરીર સારું રહે. એ એમ ઈચ્છતું નથી કે હું જાડ થાઉં એની જોડે મારી રળી પણ મટી થાય! પણ શરીર વધવાનું તેની સાથે રસોળી પણ વધવાની. રસોળી વધતી અટકાવવા operation કરવું પડે છે. નહિતર શરીર વધતાંની સાથે ખોરાકને અમુક ભાગ રસોળીની વૃદ્ધિમાં વપરાવાને. તમે ઈચ્છયું ન હોય પણ બન્યા વગર રહે નહિ. તેમ આ વિશ્વરૂપ દેહમાં બેઠેલા જીવે વ્રતરૂપી opera. tion ન કર્યું હોય તે આસવમાં વધારો કરે જ છે. માટે જ વ્રત અનિવાર્ય છે. Vaccination કેમ આવ્યાં ? જે લેકે બહારનું ખાય, Cleanliness (સ્વચ્છતા) ન જળવાય, ગમે તે ખાય એનાં 215172Hi Germs o1424a Hiton all tå. Vaccinationell તે બહારથી આવેલા જંતુઓ સાથે લઢી શકે. પણ જે તંદુરસ્ત, સ્વસ્થ જીવન જીવે તેને Vaccinationની જરૂર નથી. આ વિશ્વમાં મહાપુરુષોએ જે નિયમ કર્યા તેમાં સંવરને માર્ગ બતાવ્યું. ગીમાં Germsને પ્રવેશ જલદી થતું નથી, Page #102 -------------------------------------------------------------------------- ________________ પરિસ’વાદ [૫] પણ ભાગીમાં Germsના પ્રવેશ જલદી થાય ! સંયમી પાસે સવરની શક્તિ છે. સક્રમ આત્માને તેા ઉજજવળ કરે પણ તન અને મનને પણ તંદુરસ્ત રાખે. સમય સામાયિકમાં વીતે અને સમય સામાયિક જેવા વીતે એમાં ફરક છે. એક ભાઇ સવારના મળ્યા. કહે કે કાઇ મરી ગયુ છે એટલે ગયા વિના છૂટકા નથી. પણ સામાયિકમાં જીવન જીવે તેને આમ ખભે ખેસ નાખીને સવારમાં જ જવાના વારા નહિ આવે. ૪૮ મિનિટ માટે સામાયિકનુ વ્રત લીધું એટલે અનિવાર્ય સંજોગામાં પણ બહાર ન જઇ શકે. ત્યાગી વનની ઘણી મહત્તા છે. સ’સારના વ્યાપારના ઇચ્છાએ અનિચ્છાએ ત્યાગ થઇ જાય. સંયમી જીવનમાં ઇચ્છા સૂકાં પાંદડાંની જેમ ખરી જાય છે. જે લેાકાને પુણ્ય અને પાપની સાંકળમાંથી છૂટવું હાય તેણે આ ભૂમિકાએ પહાંચવુ રહ્યુ અને તેને માટે પ્રારંભમાં તેા નાના નિયમે પણ સહાયક બને છે. • સવર વિના નિરાના મા સહેલા થતા નથી. પુણ્ય અને પાપ સંસારના જીવાને લાગેલાં છે. એમાંથી મુકત થવા માંગીએ છીએ પણ તે માટેની ભૂમિકા કયાં છે? સમ્યગ્દર્શન પહેલાં વિરતિ કરે એ માત્ર અજ્ઞાન કષ્ટ છે. એથી દેવલાકનાં સુખ મળે. સમ્યગ્દર્શન પછીની સાધના ભૌતિક સુખ માટે નહિ પણ આત્મિક પ્રકાશની પ્રાપ્તિ માટે હાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણના પગથારે આત્મા માટે શ્રદ્ધા થવી એ સમ્યગદર્શન છે, આત્માને જાણ એ જ્ઞાન અને આત્માને કર્મથી જ પાડે એનું નામ ચારિત્ર્ય. | મારા આત્માને લપેટીને બાંધેલું તત્ત્વ કર્મ છે. એ કર્મની નિર્જરા એ જ આત્માની નિર્મળતા. આ જ અનુભવ અપૂર્વ છે. કપડું ગંદુ હોય અને એને ઈસ્ત્રી કરે તે સારું ન લાગે, પણ મેલ કાઢી, સ્વરછ કરી ઇસ્ત્રી કરે તે કેવો રંગ આવે? તેમ નિર્જરા પછી થતી નિર્મળતા પણ એક સૌદર્ય બની જાય છે. કણાદ નામના એક સાધુ હતા. પિતાના દેહને નભાવવા કણકણને એ વીણી ખાતા એટલે એમને લેકે કણાદ કહેતા. એ સદા પોતાના સ્વાધ્યાય અને સાધનામાં મગ્ન અને મસ્ત રહેતા. લેકે વાત કરતા કે એમની પાસે સુવર્ણ સિદ્ધિ છે. આ વાત ઊડતી ઊડતી રાજાના કાન સુધી પહોંચી. રાજાને થયું આ સિદ્ધિનો લાભ ઉઠાવું. એ ફળફૂલ, ઉત્તમ ભેજન લઈ ત્યાં પહોંચ્યા અને એમના ચરણે ધર્યા. પણ કણદ પિતાના કાર્યમાં એવા મગ્ન હતા કે એ વસ્તુઓની સામે પણ એમણે ન જોયું. એટલે રાજા ચિડાઈ ગયા. જતાં જતાં મનમાં કહે : “છે તે ભિખારી પણ મગરૂબી કેટલી છે !” મંત્રીએ સાચી સલાહ આપી. “રાજન ! મગરૂબી કેમ ન હોય? એ સિદ્ધિના સ્વામી છે! એમની ઉપેક્ષા કરવા કરતાં એમને ભકિતથી પ્રસન્ન કરે અને ભકિત ધનથી નહિ તનથી થાય; પૈસાથી નહિ, પ્રેમથી થાય. એ પ્રસન્ન થાય અને હૈયાની દાબડી ખોલે તે તમારું કામ થઈ જાય.” Page #104 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદ [૭] '' રાત્રીના શાંત સમયમાં રાજા ભિસ્તીના વેશે ત્યાં જાય છે. ઉનાળાના દિવસ હાવાથી એના ઝૂંપડા આગળ પાણી છાંટે છે. પછી કણાદના એ પગ દાખે છે. લાકડા જેવા પગ દાણી રહ્યા છે. અડધા કલાક પછી રાજાએ પગ દાખતાં દાખતાં પૂછ્યું “પ્રભુ ! આપને દુઃખ તે નથી થતું ને?” ત્યારે સાધુએ સ્મિત કરી કહ્યું : “ભાઈ, આ લાકડાને શું થવાનુ હતું! એના ઉપર તા ૨'દાએ ફર્યાં જ કરે છે, પણ રાજાના આ કામળ પાંખડી જેવા હાથને દુ:ખ નથી થતું ને ? ” રાજાને થયું કે આ જાણી ગયા. રાજાએ આશ્ચર્ય પૂર્વક પૂછ્યું: “આપ જાણી ગયા ? ” તે સાધુ કહેઃ “એમાં જાણવા જેવું શું છે? પણ હું તમને એક વાત પૂછું ? હું અકિંચન હોવા છતાં તમારે ત્યાં દિવસે પણ નથી આવ્યે અને તમે રાજા હેાવા છતાં મહેલ મૂકીને આ ઝુપડીમાં રાત્રે કેમ આવ્યા?” ,, રાજાએ કહ્યું: “મેં જાણ્યું છે કે આપ ખંડમાંથી સેનુ' બનાવા છે. આપ જ કહે। શું આ સાચું છે? ” સાધુએ માથું ધુણાવ્યું “હા, હું જાણું છું. હું લેખ’ડમાંથી સાનું અનાવું છુ. ગમે ત્યારે અને ગમે તેટલુ સાનુ` બનાવી શકું અને એ સાનુ એવુ` કે અન્યા પછી મૂકીને ન જવું પડે એવું સેાનું બનાવું છું. ” રાજાએ કહ્યું: “એવુ ? મને મતાવેા. ’” 22 66 કણાદે કહ્યું: “તમને એક પ્રશ્ન પૂછુ ? ફૂલ થાય છે એ શેનામાંથી થાય છે? તેા કહેઃ “ માટીમાં રહેલા બીજમાંથી થાય છે. અનાજ થાય છે એ શેનામાંથી થાય છે?” તેા કહે: “ખાતરમાં ભળેલા બીજમાંથી થાય છે. ” ખાતરને કોઇ ભાણામાં આપે અને ખાવાનું કહે તા નહિ ખવાય, ઊલટી થાય. પણ એ જ ખાતરમાંથી અનાજ Page #105 -------------------------------------------------------------------------- ________________ [૯૮] પૂર્ણના પગથારે પેદા થાય છે જેને માણસ આનંદપૂર્વક ખાય છે. અને માટી ભેજનમાં આપી હોય તે કઈ પણ ખાય? નહિ ખાય. પણ એ જ માટીમાંથી બીલેલાં સુરભિવાળાં ફૂલે થાય છે જેને લોકે પિતાના ઘરના મુખ્ય ખંડમાં શભા માટે ફૂલદાનીમાં ગોઠવે છે. જેમ માટીમાંથી ફૂલ થાય અને ખાતરમાંથી અનાજ થાય છે તેવી જ રીતે આ દેહમાં રહેલા આત્મામાંથી પરમાત્મા થાય. તેને ઉપયોગ કરતાં આવડે જોઈએ. એમનું એમ ખાતર મૂકી દે તે કાંઈ પણ ન થાય; એમની એમ માટી મૂકી દે તે પણ કાંઈ ન થાય; એને તૈયાર કરીને એનામાં બીજ વાવવામાં આવે તે એમાંથી ફૂલ પણ થાય, અનાજ પણ થાય. એમ, હે રાજન! માણસના વિકારે, માણસની વૃત્તિઓ, માણસના અવશે એ ખાતર જેવા છે. એનું ઊર્ધ્વીકરણ થાય તે એ વિકાસમાં પરિણમી જાય, એનાથી પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ થાય.” અને એ વાત તે માનવી જ પડે છે કે તમારામાં રહેલા વિકારે, તમારામાં રહેલી વૃત્તિઓ, તમારામાં રહેલા આવેશે ઊર્ધ્વીકરણ માગે છે એમ બને તે એ જ તમારી સાધનાનું સાધન બની જાય છે. જે તમને સામાન્ય ભૂમિકામાં રાખે છે અને પશુની સામાન્યતામાં મૂકી દે છે એનું જ તમે Sublimation કરે. નિર્માલ્ય માણસે કઈ ઠેકાણે કોઈ જ કરી શકતા નથી. તાકાત તે જોઈએ જ, પણ એટલે ફેર કે જે તાકાત અને આવેગ દુનિયાની વાતમાં કામ લાગવાનાં હતાં એને તમે હવે અધ્યાત્મમાં ફેરવી નાંખે છે. જે વૃત્તિએનું ખાતર કેહવાઈને ગંધ મારવાનું હતું એ જ ખાતરમાંથી સુંદર સુગંધી ફૂલે પેદા કરે છે અને ધૂળમાંથી ફૂલ અને પાક ઉતારે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ [૯] પરિસંવાદ એટલે ભાઈ, લેખંડનું સેનું બનાવવું એટલે શું ? આ શરીર સાધના માટે વાપરવું અને આત્માને પરમાત્મા બનાવી દે.” - એ કેનાથી બને? જેમ પેલા પારસમણિના સંપર્કથી લેખંડ સેનું બને એમ પરિસંવાદના સંપર્કથી આ આત્મા પરમાત્મા બને. જે લેકે લેખંડમાંથી સેનું બનાવતા હતા એ વિદ્યા એટલે શું ? આ દેહને પરમાર્થ માટે વાપરે અને આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી દે એનું નામ જ એ લેખંડમાંથી સેનું બનાવવું, એ આ વિદ્યાનું રહસ્ય છે. આ વસ્તુ જે તમને સમજાય તે પરિસંવાદ દ્વારા તમે ઉપર અને ઉપર જઈ શકે. આ મંથનમાં તમે તમારી સાથે વાત કરતા થાઓ. આ સ્વાધ્યાયથી માણસ ધીરે ધીરે કર્મથી, મળથી અને વૃત્તિઓથી મુક્ત થતું જાય છે અને મુક્ત થયેલ આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. જેવી રીતે ઊંચે જવું હોય તે કોઈ નિસરણી જોઈએ એમ પરમાત્મતત્વે પહોંચવું હોય તે આ પરિસંવાદ એક નિસરણ છે. તે એ પરિસંવાદમાં શું આવે છે? '. આત્માને મુક્ત કર એ જ આ મનુષ્ય જીવનને એક હેતુ છે. અને આ હેતુ પરિસંવાદથી જ સિદ્ધ થાય છે. તે જેવી રીતે માટીમાં રહેલા બીજમાંથી ફૂલ બને, ખાતરમાં ભળેલા બિયામણમાંથી સુંદરમાં સુંદર અનાજ બને એવી જ રીતે આ કર્મમાં ભળેલા આત્મામાંથી પરમાત્મા બને. - આ પરિસંવાદ દ્વારા એ પરમાત્મતત્વના પ્રકાશને પામી પૂર્ણની પૂર્ણતામાં પૂર્ણ બની જવીએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ જીવનને પૂર્ણ કેમ બનાવવું? ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णम् उदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ ગાધીજીની પ્રાર્થનામાં આ સુભાષિતને સમાવેશ થયેલ છે. આ સુભાષિત પ્રત્યેક પ્રભાતની પ્રાર્થનાના વાતાવરણને અર્પણના મંગળમય ભાવથી ભરી દે છે. એમાં સમર્પણની ઉલ્લાસમય અભિલાષા છે. પ્રવૃત્તિનું કેન્દ્ર નિવૃત્તિ છે. પણ નિવૃત્તિ મેળવવા પ્રવૃત્તિ આવશ્યક છે. મનુષ્યજીવન એ એક પ્રયાણ છે, યાત્રા છે, ક્યાંક જવાનું છે, આગળ દિશા છે, પણ ધ્યેય નિશ્ચિત અને અચલ છે. આપણે પૂર્ણતાએ પહોંચવાનું છે. પહેચનાર પૂર્ણ છે પણ કામલેભની અપૂર્ણતામાં એ પૂર્ણને ભૂલી ગયા છે. પૂર્ણને લક્ષ્યમાં રાખી પ્રયાણ કરે તે જ પૂર્ણમાં મળી પૂર્ણ બને મનુષ્ય પૂર્ણ પ્યાસી છે. તમે જોશે કે સંસારમાં બધા પ્રાણીઓની ગરદન અને દષ્ટ નીચે છે જ્યારે મનુષ્યની દ્રષ્ટિ આકાશ પ્રતિ છે. એનું મસ્તક ઉન્નત છે. આથી મનુષ્યને [૧૦૦] Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવનને પૂર્ણ કેમ બનાવવું ? [૧૧] કહેવું પડે છે કે નીચે જોઈને ચાલ. કારણકે એ ઉંચે જોઈને ચાલે છે. એને ઉપર જવું છે. પ્રાણીઓમાં શ્રેષ્ઠતા મનુષ્યની છે કારણકે મનુષ્યની દષ્ટિ પૂર્ણ પ્રત્યે છે. જે મનુષ્ય પાસે પૂર્ણની દષ્ટિ નથી, પૂર્ણતાની અભીપ્સા નથી એ મનુષ્ય પશુ સમાન છે. એક કવિએ કહ્યું છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન મનુષ્યમાં અને પશુમાં સરખાં છે. પણ મનુષ્ય માટે ગૌરવપ્રદ અને શ્રેષ્ઠ વાત તે એના દિલમાં જલતે ધર્મને દીપક છે, જે ગાઢ અંધકારમાં પ્રકાશ આપે છે. - કેટલાક કહે છે કે અમારે ધર્મ સારે છે. હું કહું છું, “ધમ એ દીપક છે. અને જે દીપક પ્રકાશ પાથરે છે અને પથદર્શક બને છે તે સારે છે. એ અમારો કે તમારે નથી, આચરે તેને છે. દીપક પ્રકાશ માટે છે, ઝઘડવા માટે નહિ. ઘણ તે દીપકના પ્રકાશને ઉપયોગ કરવાને બદલે મારાતારાના ઝઘડામાં જ એને પૂરો કરી નાખે છે.” - મનુષ્ય પાસે આ દીપક છે. આ દીપક મનુષ્યને ખોટા રસ્તે જતાં રેકે છે. માનવ જ્યારે સારા રસ્તા ઉપર જાય છે ત્યારે એ દીપક એના મુખ ઉપર પ્રસન્નતાને પ્રકાશ ચમકાવે છે, હદયમાં આનંદ અને અભયની ઉજ્જવળતા પાથરે ' છે અને પ્રવૃત્તિમાં આહલાદ આણે છે. પણ જે મનુષ્ય ખરાબ રસ્તા ઉપર ચઢે કે તરત હૃદયમાં ભય ઊભું કરે છે, મુખ ઉપર ચિંતાનું આવરણ લાવે છે અને આનંદને ઉડાડી દે છે. પછી એ મનુષ્ય મુક્ત હાસ્ય પણ કરી શકતા નથી. આપણે સ્વાર્થનું જ કામ કર્યું જઈએ તે થાક લાગે પણ સેવાનું કામ કરીએ તે આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત Page #109 -------------------------------------------------------------------------- ________________ [૧૨]. પૂર્ણ ના પગથારે થાય. તમારે પિતાને અનુભવ તમને નથી કહેતે કે ઘણવાર સ્વાર્થનું કામ કરતાં કરતાં માણસ જીવનથી પણ કંટાળી જાય છે. જ્યારે પરમાર્થનું કામ માણસને એક પ્રકારને સંતોષભર્યો આનંદ આપે છે. ધનપતિઓ થાકી જાય છે. એમની પાસે સેનું, ચાંદી, હીરા ખૂબ હોય છતાં પણ થાકી જાય છે કારણકે એમની પ્રવૃત્તિના મૂળમાં માત્ર સ્વાર્થ જ છે. આનંદ તે પરમાર્થથી જ મળે. પરમાર્થમાં એક પ્રકારને આરામ-recreation છે. પ્રાર્થના એ પરમાર્થ છે. એ કરીએ છીએ ત્યારે દેહભાવ ભૂલીને દિવ્યતા પ્રતિ પ્રયાણ કરીએ છીએ. પૂર્ણતા પ્રાપ્ત કરવી એ જ જીવનનું પરમ ધ્યેય છે. એક નાના–શા બીજમાં કેવું ભેટ વૃક્ષ સંતાયેલું છે ! કેરી ખાતાં ખાતાં આ વિચાર કર્યો છે કદી ? આ કેરીની ગેટલીના હૃદયમાં પહેલું વૃક્ષ હજારે કેરીઓ આપી શકે એમ છે એ વિચાર્યું છે કદી ? ' એ રીતે આ દેહમાં વસતા આત્મામાં અસંખ્ય શકિતઓથી પરિપૂર્ણ પરમાત્મા છે. આપણે સ્વાર્થ, આપણા કષાય, આપણુ વિકારે આ દિવ્યતાને આવૃત કરે છે. પ્રાર્થના આ દિવ્યતાને પ્રગટ કરે છે. પ્રાર્થનાની પાછળ આ જ ભાવના છે. ગીતામાં કહ્યું છે. પરંતુ સામનામાના ‘ આત્માએ જ પિતાને ઉદ્ધાર કરવાને છે. તું તારો નાશ ન કર. તું જ તારે મિત્ર છે અને તું જ તારે શત્રુ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ જીવનને પૂછ્યું કેમ બનાવવું ? [૧૦૩] મિત્ર ! તારા ઉદ્ધાર કરવા ભગવાન નહિ આવે. લેાકા પ્રતીક્ષા કરતા બેઠા છે એ ભ્રમ છે. ભગવાન આવવાના હેાત તા સેકડા વર્ષ પહેલાં આવ્યા હાત ! He is not a Creator but Indicator. ભગવાન બનાવવા નહિ પણ ખતલાવવા આવ્યા છે: શુ` ભગવાન અહીં આવી શકતા હૈાત તે! આ બધાં યુદ્ધા કરવા દેત ખરા ? કૂતરાની જેમ સતત લડતા માણસાને એ અટકાવત નહિ ? શું આપણાં દુઃખાને દૂર બેઠા બેઠા જોયા કરે એવા એ નિષ્ઠુર છે ? પરમાત્માને આપણે સમજી શકતા નથી. આપણે આપણી કલ્પના પ્રમાણે જ તેમને આકાર આપીએ છીએ. ભૂલે આપણે કરીએ અને એના દેષ ભગવાન ઉપર નાખીએ ! આજથી આઠ વર્ષ પહેલાં સાબરમતી જેલમાં કેદીઓ આગળ પ્રવચન કરવાના મારે પ્રસ`ગ આબ્યા હતા. મેં કહ્યું હતું કે તમને જેલમાં નાખનાર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કે સરકાર નથી. તમને જેલમાં લાવનાર તમારા વિચાર અને, તમારા દુરાચાર છે. 66 આ તમે રસ્તામાં જતા હેા અને એક સરસ વસ્તુ જુએ; મનમાં પ્રલાલન થાય. થાય કે આ વસ્તુ લઈ લઉં ? પણ જો આપણા આત્મા આપણા મિત્ર હાય તેા કહેશેઃ એક પ્રલાભન છે, આ મારુ' નથી, તે મારાથી ન લેવાય. ’ આમ વિવેકવ ત આત્મા પોતે જ પોતાને કાબૂમાં રાખે. પણ વિવેકવાન ન હેાય અને પ્રલેાલનથી પ્રેરાઇ જાય તો પેાલીસ દ્વારા પકડાય. એમાં પેાલીસ ગુનેગાર નથી, તમે જ તમારા શત્રુ બની તમારી જાતને પેાલીસના હાથમાં સોંપી દીધી છે. 3 Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪] પૂર્ણ ના પગથારે તમે તમને ન પકડી શકે તે તમને પેાલીસ પકડે. જો તમે તમારા વિચારને પકડો ! તમને પેાલીસ કેમ પકડી શકે ? જુઠાને પોલીસ ડરાવી શકે, પકડી શકે, સાચાને નહિ. એટલે જેલમાં મેકલનાર વ્યકિતની વૃત્તિએ જ છે. આપણી વૃત્તિ આપણી દુશ્મન બને તે આખું વિશ્વ દુશ્મન બને; અને આપણી વૃત્તિ આપણા મિત્ર અને પુંછી સંસારમાં આપણને નુકસાન કરનાર કાઇ નથી. સત્યના પંથ ઉપર ચાલનાર સદા સ્વતંત્ર છે. દુઃખ દેનારા પારકા નથી, આપણે જ છીએ. આજે દેશમાં પણ પારકા લેાકેા કરતા આપણા લાફ઼ા વધારે નુકસાન કરી રહ્યા છે ને ? આજની પરિસ્થિતિ વિકટ છે. દેશમાં અસ્થિરતા છે. સરકાર જ નિહ પણ માનવ અસ્થિર છે. મનુષ્યની વિકલતાનું કારણ મનની અસ્થિરતા છે. વિકલતામાં અને અસ્થિરતામાં જ જીવન વિતાવ્યે કેમ ચાલે ? આપણું ધ્યેય તે પૂર્ણતાને પ્રાપ્ત કરવાનુ છે. જીવન વિકલતામાં પૂરું થાય તેા કામ અધૂરું રહી જશે. આ પૂર્ણતાનું કામ મનુષ્ય નહિ કરે તે કણુ કરશે ? અહિંસક વસ્તુઓના વ્યાપાર એ અત્તરના વ્યાપાર છે. અત્તર વેચેા કે ન વેચેા તે પણ સુગંધ જેમ મળે, તેમ સત્ય, સદાચાર અને નીતિને વ્યાપાર કરે તેને આર્થિક લાભ સાથે પારમાર્થિક લાભ મળે છે. અને તમે ધારા તા આ પારમાર્થિક લાભ પ્રવૃત્તિ કરતાં કરતાં તમે અહીં મેળવી શકેા છે. બધાં લેાકેા પવિત્રતાની ભાવનાથી પ્રવેશ કરે તે આ સ્થાન અને પ્રવૃત્તિ અને પવિત્ર બની જાય. Page #112 -------------------------------------------------------------------------- ________________ જીવનને પૂર્ણ કેમ બનાવવું ? [૧૫] પ્રવૃત્તિ કરતાં કરતાં અહંકારનું વિસર્જન કરવાનું છે એ સતત લક્ષ્યમાં રહેવું જોઈએ. નહિ તે પતન થાય. મને એક રૂપક યાદ આવે છે. એક શિલ્પી હતે. એને ગર્વ હતું કે મારા જેવાં પૂતળાં કઈ જ ન કરી શકે. પૂતળું એવું સરસ બનાવે કે માણસ અને પૂતળું પાસે પાસે રાખ્યાં હોય તે જેનાર ભૂલી જાય કે આમાં માણસ કેણ અને પૂતળું કેણ? એવામાં શિલ્પીનું મૃત્યુ નજીક આવ્યું. શિલ્પીને થયું કે મૃત્યુને મારી કલા બતાવવી જોઈએ. એણે બાર પૂતળાં બનાવ્યાં. બારે પિતાનાં જેવાં. આકૃતિ, રંગ, આંખની પાંપણ અને નાક-બધું જ નખશિખ એના જેવું જ. પછી એ બાર પૂતળાંની વચ્ચે પિતે સૂઈ ગયે. ત્યાં મૃત્યુને દૂત આવ્યો. એને થયું કે આ તેર વ્યકિતઓમાંથી કેને ઉઠાડું? જેને સ્પર્શ કરીશ તે મરી જશે, ખેટાને પકડીશ તે યમરાજા ગુસ્સે થશે. દૂત પાછા ગયે. યમરાજાને કહ્યું કે કયા શિપીને લાવું ? ત્યાં એક નહિ પણ એક સરખા તેર શિલ્પી છે. પછી મૃત્યુદેવ આવ્યા. જોયું તે વાત સાચી હતી, ઓળખી જ ન શકાય. શિલ્પીએ પ્રાણાયામથી શરીરને પૂતળાં જેવું સ્થિર બનાવ્યું હતું, એટલે કંઈ ખબર જ ન પડે. • મૃત્યુદેવ મનુષ્યની નિર્બળતા જાણતા હતા. મનુષ્યની નિર્બળતા એ જ તે મૃત્યુ છે. પૂતળાથી માણસને જ કેમ પાડે ? એ માટે મૂંઝાયેલા મૃત્યુદેવે માણસની આ નિર્બળતાનું શરણ લીધું. એણે કહ્યું : “સરસ ! ખૂબ સરસ કર્યું છે ! માનવજાતના ઇતિહાસમાં આ શિલ્પી આજ સુધી કઈ પાક્યો નથી. શું અદ્દભુત કામ છે ! પણ નાની શી ભૂલ રહી ગઈ છે !” આ સાંભળતાં તરત શિલ્પી ઊભે જ Page #113 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પૂર્ણના પગથારે થઈ ગયા. બેઃ “મારા શિલ્પમાં ભૂલ? ક્યાં ભૂલ છે?” મૃત્યુદેવે એને સ્પર્શતાં કહ્યું: “આ જ ભૂલ છે. આ તારે અહંકાર એ જ તારી નિર્બળતા–ભૂલ. અને એ જ તારું મૃત્યુ! અહંકાર ન કર્યો હતો તે મૃત્યુ પણ તને સ્પર્શી ન શકત, મારામાં ભૂલ કણ કાઢી શકે? આ અહે માણસને પાડી દે છે.” આ સંસ્થા છે. સંસ્થા એટલે અનેક વ્યકિતઓનું શુભ હેતુ માટેનું એક સ્થાને મિલન. એમાં કદીક મનદુઃખ પણ થાય. કાર્યકર છેટે નથી, કાર્યકરની ભાવના ખોટી નથી પણ કાર્ય કરતાં આ અહં આવી જાય. “હું” એ બહુ વાંકે છે. એને આકાર જ વક છે. - સેવા અને ચિંતનના અમૃતમાં આ અડું તું વિષબિન્દુ ન પડી જાય તે માટે સતત જાગ્રત રહેવાનું છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં મારે અહીંથી નીકળવાનું થયું હતું ત્યારે આ જગ્યા વિદેશી માલથી ભરેલી હતી. આજે એ જ જગ્યા દેશી માલથી અને ભારતીય ભાવથી ભરેલી છે. આ જોતાં આપણને સહજ વિચાર આવે છે કે સેવાની ભાવના સ્થળનું કેવું રૂપાન્તર કરી નાખે છે? જેમ આ સ્થળનું થયું તેમ આ દેહમાં વસતા આત્માનું પૂર્ણ રૂપાન્તર પૂર્ણ પરમાત્મામાં થઈ જાય એવી શુભેચ્છા. (પૂ. મહારાજશ્રીએ ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં આપેલ પ્રવચનની નોંધ. તા.૧પ-પ-૬૭) Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન આ સંસારમાં અનેક દર્શન છે. દરેક દર્શન એમ જ માને છે કે માનવીને હું જ સુખી કરી શકું એમ છું. પહેલા નંબરમાં અર્થદર્શન–અર્થશાસ્ત્ર આવે છે. અને તે એમ કહે છે કે જેની પાસે પૈસે હૈય, એ જ આ દુનિયામાં સુખી. પૈસાથી સંસારની કઈ પણ મનગમતી વસ્તુ તમે મેળવી શકે. સત્તા પણ શ્રીમંતાઈથી ખરીદી શકાય. એટલે સુખનું સાધન અર્થ જ છે. બીજા નંબરમાં ચિકિત્સાદર્શન અગર વૈદકશાસ્ત્ર આવે છે, જે કહે છે કે તંદુરસ્તીમાં જ સુખ છે. બીમારને વળી સુખ શું ? ખાધેલું જ જ્યાં પચતું ન હોય ત્યાં સુખ શું? દુનિયામાં જે તંદુરસ્તી હોય તે બધું જ સારું છે. એટલે વૈદકશાસ્ત્ર પણ આ રીતે દર્શન બની જાય છે. એ પણ કહે છે કે તમારી તકલીફને હું જ દૂર કરું છું. '. ત્યાર બાદ, આજ જેને રાજનીતિ કહેવામાં આવે છે એ રાજશાસ્ત્ર પણ એમ કહે છે કે લોકોને સત્તાને બરાબર ઉપયોગ કરતાં નથી આવડતું એટલે દુનિયામાં અથની અને બીજી બધીય ઉપાધિઓ ઊભી થઈ છે. પણ જે બરાબર શાસન કરતાં આવડે, બરાબર રાજ્ય ચલાવતાં આવડે અને લેકેને આપવાની વસ્તુઓની બરાબર વહેંચણી કરતા [૧૭] Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] . પૂર્ણના પથારે આવડે તે બધાં જ દુઃખ દૂર થઈ જાય અને શાંતિ પ્રસરી જાય, એટલે રાજ્યનીતિ આપણને એમ બતાવવા પ્રયત્ન કરે છે કે જગતમાં જે કંઈ દર્શન બની શકે એમ હોય તે બીજુ કેઈ નહિ, પણ હું જ બની શકે એમ છું. તેવી જ રીતે કામશાસ્ત્ર એમ કહે છે કે દુનિયામાં જેટલા વધારે લેગ ભેગવી શકાય તેટલો માણસ સુખી! અર્થ, શરીર, અને રાજ્ય–આ બધું પણ અંતે તો ભેગનાં સુંદર પ્રસાધને પૂરાં પાડવા માટે માત્ર સાધન જ છે ને? સુખ તે ઉપગમાં છે. એટલે કામ પણ આ રીતે એક દર્શન બની બેઠું છે. અર્થ, વૈદક, રાજ્ય અને કામ-આ બધા સંપ્રદાયે પિતાની જાતને દર્શન બનાવવા માટે તૈયાર બન્યા છે. એટલે જ્ઞાનીઓ આપણને બતાવે છે કે સંસારમાં આ બધાંય દશને માનવ જાતનાં દુઃખને ઉકેલ કરવા માટે નીકળી તે પડ્યાં છે પણ એ બધાંય એવાં પંગુ છે કે એક વસ્તુ મળતાની સાથે બીજી વસ્તુની તરત ઊણપ ઊભી થાય છે. તે વસ્તુને કણ પૂરી કરી શકે એની એમને સમજણ જ નથી. માણસને પૈસે મળી જાય અને એનાથી જ જે જીવન સુખ અને શાંતિમય થઈ જતું હોય, તે દુનિયાના મોટા મેટા ઉદ્યોગપતિઓ મંદિરમાં જઈ જઈને લાંબા થઈ નમસ્કાર કરે છે અને નવાં નવાં મંદિરે બાંધે છે એ મંદિરે બાંધત જ નહિ, કારણકે એ લેકે તે આજે કરોડપતિઓ છે જ. ધનથી પૂર્ણ સમૃદ્ધ છે એને મંદિર બંધાવવાની શી જરૂર છે? એ મંદિર બંધાવે છે, પ્રાર્થના કરે છે એ જ, Page #116 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૯] બતાવી આપે છે કે એના જીવનમાં હજી કઈક એવી વસ્તુની ઊણપ છે જે ખટકે છે, ખૂટે છે. એટલે અર્થશાસ્ત્ર પણ પૂર્ણ સુખશાંતિ આપવા સમર્થ નથી. એવી જ રીતે રાજ્ય ચલાવનાર માણસે, એમને પાંચ પાંચ વર્ષ સુધી સત્તાને સંપૂર્ણ દેર આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે કાયદાઓથી કે હુકમથી તમે જે કાંઈ કરવા માગો તે કરીને પણ સુખ લાવો. પણ એ બધુંય કરવાં છતાં પ્રજાની ઉપર નિષ્ફળતાનો આરોપ મૂકીને જ્યારે એ નીકળી જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે ખરેખર રાજ્યશાસ્ત્ર એ પણ દર્શન બનવા માટે ચગ્ય અને ઉચિત નથી. ભેગશાસ્ત્ર, જેમાં કહેવામાં આવે છે કે ઇંદ્રિયે વડે તૃપ્તિ કરે, ભેગ ભેગવે, પણ એનીય મર્યાદા છે. તમને હા બહુ ભાવતી હોય એટલે તમને એક કપ હા મળે તે તમને જરા મઝા આવે. પછી બે ૫ આવે, પછી પાંચ કપ આવે, પછી દશ કપ આવે, કેઈ કહે કે તમે પીએ જ જાઓ. પછી તમે હાથ જોડે. ત્યાં પેલે કહે કે જેટલા કપ પીએ એટલી તમને હું ગીની આપતે જાઉં છું. તમારામાં બહુ જોર હોય તે તમે પંદર અને વીસ કપ પી જાઓ. પછી એક મર્યાદા આવીને ઊભી રહે છે. પછી કહે કે હવે હું બે ગીની આપું. કદાચ ગીનીના માર્યા એક કપ વધારે પી જાઓ. પછી પેલે કહે કે હવે એક કપની ત્રણ ગીની આપું, તમે કેટલીક પીવાના? જે એ માણસ ત્યાં મર્યાદા ન મૂકે તે ઊલટી થાય, માંદે પડે, બીમાર થાય અને સ્મશાન ભેગે થઈ જાય, ગીનીઓ એમની એમ રહી જાય ! Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦] પૂણેના પગથારે તે, દુનિયાની આ બધી વસ્તુઓ આપણને બતાવે છે કે સંસારનાં આ વૈદકશાસ્ત્ર કહે, અર્થશાસ્ત્ર કહે કે પછી રાજ્યશાસ્ત્ર કહે–એ ગમે એવાં શકિતશાળી હેય, તે પણ એ મર્યાદિત સુખ આપી શકે, પૂર્ણ અને શાશ્વત નહિ જ. અમર્યાદિત સુખ આપનાર, શાશ્વત સુખ આપનાર, જે સુખ આવ્યા પછી દુઃખને સંભવ જ ન હોય એવું સુખ આપનાર જગતમાં કઈ હોય તે એ આત્મદર્શન છે. આત્મદર્શન કેઇ દવે નથી કરતું, અને એ કઈ દહાડે બજારમાં આવીને એમ પણ નથી કહેતું કે મારા વિના તમને નહિ ચાલે. પણ તમે જે શોધ કરશો તે તમને અંતે ખબર પડશે કે એના વિના આપણને ચાલે એમ નથી. એ બેલતું નથી; અને એટલા જ માટે ધર્મની ભાષા એ મૌનની ભાષા છે; એ માનમાં જ બધું કહે છે, અને મૌનમાં જે એને અનુભવ થાય છે. એટલા માટે ધર્મની બધી જ ક્રિયાઓ શાંતિપ્રધાન, યેગપ્રધાન, સંયમપ્રધાન, સમાધિપ્રધાન અને મૌનપ્રધાન છે. ધર્મક્રિયાઓમાં આ પાંચ વસ્તુઓ જેટલી આવતી જાય એટલું તમારામાં ઊંડાણ આવે અને આત્મદર્શનને તમને અનુભવ થતે જાય. આત્મદર્શન–આત્મશાસ્ત્ર એ શાંતિપ્રધાન છે. આપણે જેવા એ માર્ગે ચાલીએ ત્યાં અંદરથી સંભળાયઃ ઠરી જાઓ. તમે કરશે ત્યારે જ તમારું જે છે તે તમને દેખાશે. ઠેરવાનું જે કઈ કહેતું હોય તે એક જ દર્શન કહે છે, અને તે આત્મદર્શન કહે છે. કારણ કે જ્યાં સુધી ઠરે નહિ ત્યાં સુધી પિતાની વસ્તુ પિતાને મળે નહિ. જ્યાં સુધી ચંચળતા Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૧૧] છે, જ્યાં સુધી અસ્થિરતા છે, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ દેખાય નહિ. ઠરે તે જ વરે. તમે નદીમાં નહાવા ગયા છે અને નહાતાં નહાતાં તમારી હીરાની વીંટી હાથમાંથી સરકીને પાણીમાં પડી જાય. પાણીને પ્રવાહ જે વહેતે હેય, તે એ પ્રવાહમાં તળિયે પડેલી વસ્તુ તમને દેખાય નહિ. પણ એ પાણી જે શાંત હોય, તરંગ વગરનું હેય, સ્થિર હેય, તે તળિયે પડેલી વસ્તુ તરત દેખાઈ જાય. જ્ઞાનીઓએ આપણને કહ્યું કે અંદર સુખ છે. પણ આ જીવ સમજતો નથી, ઠરતે નથી, અને ભમ્યા જ કરે છે. અને ભમવામાં તે આખું જીવન પૂરું થઈ જાય છે. એ કઈ માણસ તમે અહીં બતાવશે કે જે માણસ ઘણી ઓળખાણવાળ હોય, ઘણું પિછાનવાળ હોય, જેને ઘણું દેતે હોય, ઘણા માણસોની નામાવલિ જેની પાસે હેય અને આખી જિંદગી સુધી લેકને રાજી રાજી કરતે ગયા હોય અને છેલ્લે એ પિતાના જીવનનું કામ પૂરું કરીને ગયે હોય ! . ' જ્ઞાનીઓએ કહ્યું કે ભૌતિક વસ્તુઓમાં કેઈના ય જીવનનું કામ પૂરું થવાનું જ નથી. તમને એમ લાગશે કે આ વર્ષે હું નિવૃત્ત થાઉં છું. જે વખતે નિવૃત્ત થવાને તમે વિચાર કરે એ જ વખતે પ્રવૃત્તિને પ્રારંભ થાય છે. પણ લેકે અજ્ઞાન છે અને આ દીવાલની પાછળ શું છે એને એમને ખ્યાલ નથી. અહીં એ લોકેએ અમુક જાતની કલ્પનાઓ બાંધી છે કે અમને અમુક રૂપિયા મળી જાય તે સુખ થાય, પરણી જાઉં તે સુખ થાય, એક કરે Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] પૂના પદ્યારે હાય તે સુખ થઈ જાય, અગર તેા અમુક કાર્ય આ રીતે થાય તે સુખ થાય. પણ પૂર્ણ સુખ એમ મળવાનુ નથી.. આ અતૃપ્તિ માણસને દોરતી ઢોરતી ઝાંઝવાનાં જળની જેમ ખેંચતી જ જાય છે. તમે પણ આમ વિચાર કરતાં કરતાં આટલાં વર્ષ કાચાં છે ને ?–કે હમણાં સુખ આવે છે. આ વર્ષે જશે એટલે આવતું વર્ષ, આવતુ વર્ષાં જશે એટલે.... ત્રણ વ્યાખ્યા જગતની મે બાંધી છે: સમજીને સરકવુ એનુ નામ સ ંસાર; જાણીને જીવવું એનુ નામ જીવન અને મૂકીને મુક્ત થઈ જવું એનુ નામ મેાક્ષ. આ સંસારમાં ડાહ્યો માણસ કેણ ? જે સંસારમાં રહે ખરા, પણ ધીમે ધીમે સરકતા જાય. કા'કવાર ચારપાંચ ગુંડાઓ તમને ઘેરી વળ્યા હાય અને તમે એકદમ ભાગવા જાઓ તે તમને છરી મારી દે એવી પરિસ્થિતિ હાય ત્યારે ધીમે ધીમે વાત કરતાં કરતાં એની પકડમાંથી તમે સરકવાના કેવા કુશળતાભર્યાં ઉપાય શેાધા છે ? એમ આ સંસારમાં પણ એ જ કામ કરવાનું છે. આપણે સસારના એક સર્કજામાં આવી ગયા છીએ. તમે એકદમ ભાગવા જાઓ તે બધા ય લેાકેા તમારા કપડાં ફાડી નાખે ત્યાં સુધી તમને વળગેઃ “ નહિ, તમે નહિ જાઓ. તમારું' અમારે કામ છે.” કારણકે રનીરળીને બધાયના પેટ ભરતા હાય અને ચિંતા કરતા હાય એવા વગર પગારના નેર ચાંથી મળે ? હું ઘણા વૃદ્ધ માણસને જોઉં છું. Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૧૭] છેલ્લી ઘડી આવે ત્યાં સુધી એ દુકાને બેસે, છેકરાઓનાં છોકરાંને રમાડતાં રમાડતાં રાજી થાય અને મનમાં માને : “આ છોકરાઓનું મારા વગર કેણ કરશે?” પણ એ ગમારને ખબર નથી કે તું જે ચિંતામાં ઉપડીશ તે તારું કેણ કરશે? યુવાને પણ જાણે છે કે આજના જમાનામાં બસે રૂપિયા આપતાં પણ પ્રામાણિક નકર મળતા નથી; અને આ માણસ વગર પગારે ખાલી બે ટંક રેટી ખાઈને આખો દહાડે આપણે માટે મહેનત કરતો હોય તો એમાં શું ખોટું છે! એટલે એ લેકે તમને રાજી રાખવા જરૂર પ્રયત્ન કરે. પણ જીવે પોતે તે સમજવું જોઈએ કે “ભાઈ, હવે મારું શું? હું આ બધું સાચવ્યા કરીશ, લેકેને મળ્યા કરીશ, વેણ અને વેવાઈઓને મનાવ્યા કરીશ, સગાંવહાલાંઓને બોલાવ્યા કરીશ, ગામમાં જેટલા લગન હોય એમાં હાજરી આપ્યા કરીશ, જેટલી મેકાણ હોય એમાં રેયા કરીશ, તે જીવન આમ ને આમ પૂરું થઈ જશે.” હા, એમ કરનાર માણસને દુનિયા બહુ ડાહ્યો માણસ ગણશે, વ્યવહારકુશળ માનશે અને કહેશે કે આને ઘણી ઓળખાણ હતી. પણ આત્માની ઓળખ વિના આ બધી જ ઓળખ નકામી છે. આત્માની ઓળખ કરવા માટે આ મનુષ્યજન્મ જ શ્રેષ્ઠ છે, દેને જન્મ પણ નહિ. દે મનુષ્ય કરતાં ઘણું સમૃદ્ધ છેઃ હીરાથી, પન્નાથી એ શેભતા હોય છે છતાં ય દેવને ભવ માનવના ભવ કરતાં ઊંચો નથી. આચાર્યશ્રી સ્વયંભવસૂરીશ્વરે દશવૈકાલિકના પ્રારંભમાં જે શ્લેક બનાવ્યું એ શ્લેક નથી, પણ જીવનમંત્ર છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] પૂણના પગથારે " धम्मो मंगलमुक्किट्ठ: अहिंसा सजमो तवो; . देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ।" . અહિંસા, સંયમ અને તપ – આ ત્રણ તત્વયુકત એ ધર્મ એ સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગળ છે. આ ધર્મ જેના હૈયામાં વસે છે અને તે દેવે પણ નમન કરે છે. . એમણે કહ્યું કે બધા જ મંગળમાં પણ જે ઉત્તમ મંગળ કઈ હોય તે તે ધર્મ છે.. આ અહિંસા, આ સંયમ અને આ તપે જેના હૃદયમાં ઊતરી જાય છે એને માણસે તે નમે, પણ દેવતાઓ ય નમે છે. કરોડપતિએ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઈ ફૂલી જવાની જરૂર નથી. જે કુલાય તે એ મુનિ ગમાર છે. એણે તે વિચારવાનું છે, જે ત્યાગને એ નમે છે તે એની પાસે છે? લેકે માણસને નથી નમતા; એણે જે ત્યાગ કર્યો છે એ ત્યાગને નમન કરે છે. એ ત્યાગ જેની પાસે છે એ બધાયને નમન થાય છે. અને દેવતાઓ નમન કરે છે એ ક્યા ભાવથી નમે છે? આ માણસ ઘણી ઓળખાણવાળો છે, મોટા સત્તાધીશ છે, આને ઘણી ડિગ્રીએ લાગેલી છે અગર તે એને ઘણી પદવીઓ મળેલી છે એટલે નહિ. એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છેઃ અહિંસા, સંયમ, તપ છે. તેને એ નમે છે. જે માણસ અહિંસક છે એની પ્રવૃત્તિ કેવી હોય? એના જીવનથી, એની કરણીથી કેઈને ય દુખ ન થાય, ક્યાંય એ હિંસાનું નિમિત્ત ન બને. તેવી જ રીતે એ મનમાં ય Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૧૫] એમ વિચારે કે મારે કેઈનું ખરાબ શા માટે કરવું જોઈએ? અને વાણીને વાપરતાં વાપરતાં પણ એ અનેક વાર વિચાર કરે કે મારી વાણી કડવી તે નથી ને? નિર્દોષ ને મીઠી છે ને? લેકે કારેલાનું શાક બનાવતાં હોય તે પણ એમાં છેડે ગેળ નાખે છે-કડવાં ન લાગે એટલા માટે. તે વિચાર કરે માણસની વાણીમાં કટુતા હોય તે સાંભળનારને કેટલું દુ:ખ થાય ! એટલે જ સાચે અહિંસક મનસા વસા શર્મા નિર્દોષ હોય છે. . બીજા નંબરમાં સંયમ. આપણી પાંચેપાંચ અનિયંત્રિત ઇન્દ્રિયે રેસના ઘડાઓ જેવી છે. એ નિયંત્રિત હોય તે જ કાબૂમાં રહી શકે છે. ઈન્દ્રિો ઉપર સંયમ લાવવો જોઈએ અને એ સંયમ વડે ઈન્દ્રિયોને સુંદરમાં સુંદર ઉપયોગ કરવો જોઈએ.' માણસ નક્કી કરે કે મારે મારી ઇન્દ્રિયને સારે ઉપયોગ ક છે તે એ કેટલું સારું કરી શકે ! આંખથી નૈસર્ગિક સૌન્દર્યની સૃષ્ટિ મનમાં ભરી શકે, શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનું વાચન કરી શકે, અને તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવે મનમાં વસાવી શકે. કાનથી કેઈની ય ગંદી વાત સાંભળીએ તે એના પ્રત્યે દુર્ભાવ કેળવાય. કેઈનું ય ખરાબ સાંભળીએ એટલે એ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં અભાવ ઉત્પન્ન થઈ જ જાય છે, એના પ્રત્યે જે સદ્દભાવ હોય તે નીકળી જાય છે. માટે કેઈનીય મલિન વાત સાંભળવી નહિ. એના કરતાં કંઈ પ્રવચન સાંભળ્યાં હોય, જીવનને પ્રેરણા આપતી કેઈ કથા સાંભળી હોય, કે મહાપુરુષના જીવનમાં બની ગયેલા Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬] પૂણ ના પગથારે સાચા બનાવા સાંભળ્યા હાય તો મન કેવું સુવિકસિત બની જાય ! ખરાબ વાતા ઘણીવાર આપણા દિવસે અને રાતાને અગાડી મારે છે, જ્યારે સારી વાત, સૂવા જતા પહેલાં સાંભળેલી કે વિચારેલી એક સારી વાત – રાતને સુંદર ભાવાથી ભરી દે છે. – નિયમિત પ્રાર્થના કરતા હાઇએ, પ્રભુનું સ્મરણ કરી, કોઈ મહાપુરુષનું જીવનચરિત્ર વાંચી, એ સુંદર સ્મરણામાં અને સ્મરણામાં ઊંઘી જતા હાઇએ તા કદાચ સ્વપ્ન આવે તે એમાં પણ ભગવાનની મૂર્તિઓ, તીર્થ સ્થળેા, સંતાનો સમાગમ, પ્રકૃતિનું પટણ એવું બધું જ આવવાનું. કેટલાકને સુંદર સ્વપ્ન આવે ત્યારે નવાઈ લાગે કે આજે ભગવાન મને સ્વપ્નામાં દેખાયા ! એક જ દહાડા સ્વપ્તામાં ભગવાન દેખાય એવું કેમ બને ? રાજ શયતાના દેખાય અને એક દહાડા ભગવાન દેખાય એટલે આશ્ચય ન થાય તે શું થાય ? પણ રાજ ભગવાન દેખાય એવું થવા માટે સૂતા પહેલાં પૂરી શાંતિ જોઇએ. કાનમાં સારા શબ્દો ગુ ંજતા હાય, આંખમાં સુંદર છબીઓનુ દર્શન હેાય અને પ્રાણામાં પ્રભુતાના પરાગ હાય તેનુ નામ સંયમી જીવન. અહિં'સા, સયમ પછી આવે છે તપ. માણસને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તપશ્ચર્યાં અનિવાર્ય છે. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણું કે ઉપવાસ જ નહિ; એ કલાક પલાંઠી વાળીને બેસવું એ પણ તપ છે. “આ કામ હું કરીને જ ઊઠીશ.” એવા સંકલ્પથી તમે જે કર્યુ” એનુ નામ અભ્યંતર તપ કહેવાય. તમારી કાયાના ઉત્સર્ગ કરી સકલ્પ બળથી એટલી વાર તમે એક આસન પર બેઠા એ આંતરિક તપ છે. દેખનારને ખ્યાલ ન આવે કે આ Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દુન [૧૧૭] તપ કરે છે પણ કરનાર સાધનામાં છે એટલે અભ્યંતર તપ ચાલુ છે. જીવનમાં જેટલાં શ્રેષ્ઠ કામ કરવાનાં છે એમાં તપશ્ચર્યાંની જરૂર છે. કોઈપણ માટુ કામ તપશ્ચર્યા વિના સિદ્ધ થતુ નથી. સહેલાં કામેા, ખાવાપીવાનાં કામેા વગર તપશ્ચર્યાએ થઈ જવાનાં. પણ દુનિયાના મેટાં કામ તપશ્ચર્યાં વિના થયાં જાણ્યાં નથી. અહિંસા, સંયમ અને તપ–આ ત્રણ વાત જેના હૃદયમાં હાય તેને તા દેવતાઓ પણ નમન કરે છે. દુનિયામાં દેવે બહુ ઉત્તમ અને મેટા કહેવાય છે. પણ દેવાને મન આવેા માણસ વધારે ઉત્તમ છે, એનુ’ કારણ એ કે આત્મદર્શન જો કાઇ કરી શકે, આત્માના વિકાસ જો કાઇ કરી શકે અને આ દેહ દ્વારા મેક્ષ જો કાઇ મેળવી શકે તે તે એક માત્ર માણસ જ છે. આ શરીર એ સામાન્ય વસ્તુ નથી. આ શરીરથી માક્ષ મળે છે. આ દુનિયામાં આ શરીર જેવું ઉત્તમ સાધન એક પણ નથી. શરીરને તમે* જરૂર જાળવજો પણ તે એક માત્ર સાધના માટે. પહેલું સુખ તે જાતે નર્યાં.’એમ વૃદ્ધોએ કહ્યું .છે તે શા માટે? કારણકે એ મેાક્ષનું સાધન છે; મેાક્ષનુ સાધન બનવા માટે સમ છે. એ ત્યારે અને કે જ્યારે તમારા મનમાં તમારુ ધ્યેય નિશ્ચિત હાય. મૂકીને મુકત થવું એટલે મેક્ષ. એ મેાક્ષ મેળવવા માટે મારે આ સંસારમાંથી સમજીને સરકતા રહેવું જોઇએ. જીવ અજ્ઞાનથી આવૃત્ત છે એટલે એ સમજીને સરકતા નથી. છેલ્લી ઘડી સુધી વસ્તુએમાં એની મમતા રહે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] પૂર્ણના પગથારે મને એક પ્રસંગ યાદ આવે છે. જબલપુર પાસે ધૂંવાધાર કરીને એક પાણીને ધેધ છે. એ ધેધમાં પાણી ખૂબ ઉપરથી પડે છે અને નીચે પથ્થરની મેટી મેટી જે શિલાઓ છે એના ઉપર પછડાય છે ત્યારે પાણીની એટલી બધી ઝીણું કણ થાય કે જાણે ધુમાડે હોય એવું દૂરથી, લાગે. એ દશ્ય બહુ જ મનહર છે. એ જોવા માટે લેકે દૂરદૂરથી આવે છે. એક વાર યુરોપથી ત્રણ મિત્રે મોટા દૂરબીન સાથે આ જેવા આવ્યા હતા. એક ટેકરી ઉપર ચઢીને દૂરથી આવતા આ પાણીના પ્રવાહને એ જોઈ રહ્યા હતા. એ પાણીને પ્રવાહ આવે છે અને આવતે આવતે પેલી કિનાર ઉપર આવે, ત્યાંથી પછડાય અને ચૂરેચૂરા થઇ વિખરાય. એમણે દૂરબીનથી જોયું તે માણસનું એક મડદું પાણીનો પ્રવાહ ઉપર તરતું તરતું આવી રહ્યું હતું. એ મડદુ પાણી પર હોવાથી ફુલાઈ ગયું હતું, અને એના ઉપર એક સમડી તાકી રહી હતી. સમડીને પ્રલેભન થયું. લાવ, હું આમાંથી ડું ખાઈ લઉં. એટલે અનંત આકાશમાં સ્વતંત્ર રીતે ઊડતી સમડી એ મડદાને ખાવા માટે એકદમ નીચે ઊતરી અને એ મડદા ઉપર બેસી ગઈ. - મડદું પાણીના પ્રવાહ ઉપર છે. પ્રવાહ જેરથી વહી રહ્યો છે તે મડદું પણ સ્થિર નથી. એ પણ પ્રવાહની સાથે તણાઈ રહ્યું છે. પણ મડદા પર બેઠેલ સમડીને બધું સ્થિર લાગે છે, કારણકે એનું ચિત્ત ખાવામાં મગ્ન છે. એણે તે પિલા મડદામાં ચાંચ મારી અને એનું માંસ ખાવા મંડી પડી. મડદાની ગતિ ચાલુ છે ત્યાં સમડીને Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૧૮] જરા ભાન આવ્યું અગર તે એમ કહે કે છેડે વિચાર આ રે, આ કિનાર તે નજીક આવે છે. જે હું નહિ ઊડું આ મડદા ભેગી પાણીમાં હું પણ સપડાઈ મરી જવાની. એણે પિતાની પાંખે તૈયાર કરી અને આસપાસ જોયું. હજુ કિનાર દૂર છે. હમણાં હું ઊડી જાઉં છું. પણ ઊડવાની ભાવના કરતાં ખાવાની લાલસા બહુ જબરી હતી. સ્વતંત્રતાના આનંદ કરતાં વસ્તુઓની મમતા બહુ તીવ્ર હોય છે. - સમડી સમજે છે કે ઊડ્યા વિના છૂટકે નથી. જે નહિ ઊડું તે મડદાની ભેગી હું હમણાં જ પછડાઈ જવાની. જ્યાં પાણીની કણ થઈ જાય અને ધુમાડાની જેમ થઈને ઊડે ત્યાં આ સમડીનું શું ગજું કે જીવી શકે? પણ પેલું આકર્ષણ, કયું આકર્ષણ? પેલું માંસ ખાવાનું આકર્ષણ, મમતાનું આકર્ષણ, એ એટલું તીવ્ર હતું, એવું આસક્તિવાળું હતું કે એને સત્ય સ્પષ્ટ દેખાતું નહોતું. જરાક ખાઈ લઉં એમ વિચારી ફરીથી એમાં મેઢું નાખ્યું ત્યાં કિનાર આવી ગઈ. અને પાણીને પ્રવાહ, પિલું મડદું, સમડી સૌના ચૂરેચૂરા ! પિલા ત્રણે મિત્રએ દૂરબીનથી આ દશ્ય જોયું. આ દશ્યની છાપ એમના ચિત્ત પર એટલી ઊંડી પડી કે એકે . તે પોતાની આત્મકથામાં આ પ્રસંગે લખે. માણસને સ્વતંત્રતા કરતાં મમતાનું આકર્ષણ કેવું તીવ્ર હોય છે અને તે કે શ્રમ ખડે કરે છે ! માણસ પણ એ જ છે. કાળરૂપી પ્રવાહ ઉપર આ દેહરૂપી મડદામાં સમડી જે સ્વતંત્ર આત્મા બેઠે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦] પૂર્ણ ના પગથારે કાળના પ્રવાહ તા વડે જ જાય છે, કેલેન્ડરો બદલાતાં જાય . છે, લેાકા વગાંઠ ઊજવે છે. પણ ખરી રીતે તે ધૂંવાધારની નજીક આવતા જાય છે. ધીમે ધીમે પાતે તણાતા જાય છે પણ ઉપયાગ નથી. માણસ બીજાઓને મરતાં જુએ છે પણ ‘પેાતાના વિચાર નથી કરતા. આ જ રીતે માણસે સમડીની જેમ આ મમતાના મડદામાં ચોંટી રહ્યા છે. એમ ન માનશે કે લેાકેા જાણતા નથી. બીજાને શિખામણ દેવા એસે તે એમ જ કહે કે હવે તમે છૂટી જાએ. પણુ પાતાના વારો આવે છે ત્યારે એ એમ કહે કે ભાઇ, મારી સ્થિતિ તા હું સમજું, કારણકે મારાં છેકરાંઓ, મારું કુટુબ, મારા ભાઇએ અને મે જે વળગાડ ઊભા કર્યાં છે એ બધુ એવુ વિકટ છે કે એમાંથી એકદમ છૂટવુ મુશ્કેલ છે. માણસ જાગૃતિના પ્રભાતમાં પોતે પોતાની રીતે વિચાર નહિ કરે તેા એની સ્થિતિ એ થવાની જે સમડીની છેલ્લી ઘડીએ થઈ. કાળના પ્રવાહમાં માણસ તણાઇ જવાના. કાળના પ્રવાહ વાટ જોઈને ઊભા રહેતા નથી. અને એ વિચાર નથી આવતા કે આ માણુસને થોડું કામ બાકી રહી ગયું છે તે પૂરું કરે ત્યાં સુધી રોકાઈ જાઉં. કાળ તા ઝડપથી વહી જ રહ્યો છે. હું કાકવાર મારા દીક્ષાના દિવસને યાદ કરું છું ત્યારે મને થાય છે કે એ દિવસેામાં જે જન્મ્યા હતા એ આજે યુવાન થઈ ગયા છે, જે યુવાન હતા તે વૃદ્ધ થઇ ગયા છે અને જે વૃદ્ધ હતા એ સ્વગે સિધાવી ગયા છે. કાળ માણસને કેવી રીતે માપી રહ્યો છે; કાળ વહી રહ્યો છે છતાં માણસના Page #128 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૧] મનમાં મમતાનું એક ખેંચાણ એવું પડ્યું છે કે એને કારણે એ પૂર્ણ રીતે જાગતા જ નથી. હા, કદીક એ જાગી જાય છે, કદીક કદીક એ સારા વિચારે પણ કરી નાખે છે પણ ફરીથી પેલું આવરણ આવીને એના ઉપર એવું બેસી જાય છે કે પાછો એ રાગદ્વેષના કીચડમાં ખેંચી જાય છે. માણસના મન ઉપર મમતા એવું આવરણ લાવીને નાખે છે કે એકવાર જાગ્રત બનેલ આત્મા પણ પાછ ભુલભુલામણીમાં ફેકાઈ જાય છે. એવો ભુલભુલામણીમાં ફેંકાય કે એક વખત નિવૃત્ત થયેલા આત્માને પણ પાછું પ્રવૃત્તિનું જેતરું વળગી જાય છે અને એ પ્રવૃત્તિના જોતરામાં ખેંચાતે જાય છે. અને પછી તે એમાં એવો અટવાય છે કે પિતાને માટે એક કલાક કાઢો હેય તે પણ એ કાઢી ન શકે. જ્ઞાનીઓ પૂછે છે: “આ માનવદેહ જેને દેવતાઓ નમન કરે છે, એવા માનવદેહને તું માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પૂરું કરી નાખીશ? આ માનવદેહ જે દેવદુર્લભ છે, એવા આ માનવદેહને માત્ર તું થોડું ધન ભેગું કરવામાં, ડાં મકાનને સંગ્રહ કરવામાં, શેડ પદવીઓ લેવામાં અને થોડીક વાહવાહ કહેવડાવવામાં સમાપ્ત કરીશ તે જીવનના સમગ્ર દુ:ખનો નાશ કરનાર અને પરમસુખની પ્રાપ્તિરૂપ મોક્ષને કયારે મેળવીશ? આત્મદર્શન આ મૂળ વસ્તુની મહત્તા સમજાવે છે; રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ભૌતિક વસ્તુઓ તરફ દષ્ટિ રાખે છે; જ્યારે આત્મશાસ્ત્ર પરમાર્થિક સત્યને લક્ષ્યમાં રાખે છે. અહીં જ આ ભેદરેખા દેખાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પૂર્ણના પગથારે - આત્મશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિને, બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં સંતેષને ઉદય થાય છે. ચિત્તને શાંતિની જરૂર છે. “અશાતા કુત: પુલમ અશાન્તને સુખ ક્યાંથી? એ ખાવા બેસે તે ખાવામાં ય એને આનંદ નહિ. અશાન્તિથી ખાનારના મોઢા ઉપર જે આનંદ ન હોય તે ઘણીવાર શાન્ત તપસ્વીના મેઢા ઉપર હોય છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ચિત્તમાં શાંતિ તે છે જ. ચિત્તમાં શાંતિ ન હોય એવા કઈ તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછો કે તમે શું ખાઈને આવ્યા? તે કહેશે ભૂલી ગયે, કારણકે એ ધમાલમાં પડેલું હતું, એવી પરિસ્થિતિમાં વસ્તુનો આસ્વાદ એ ક્યાંથી માણી શકે? પણ આવે અશાંત, ધમાલિયે આસ્વાદને માણી નથી શક્ય એટલા માત્રથી એને અનાસક્ત ન કહેવાય. આસકિત તે છે, પણ અવકાશ નથી. સુખ વસ્તુમાં નથી, તમારા ચિત્તમાં છે. એ ચિત્તમાં જે શાંતિ ન હોય તે દુનિયાની સમગ્ર વસ્તુઓ આપી દેવામાં આવે તે પણ માણસ સુખી બની શક્તો નથી. એટલે થેડી વસ્તુઓ ભલે મળે પણ તમે પ્રાર્થના એ કરે કે શાંતિ મળે.' કેટલાક માણસોની એવી માન્યતા હોય છે કે હું નહિ હાઉં તે આ બધાનું શું થશે. અને આમ માની ધમાલ અને ધાંધલ કરતા હોય છે. પણ લખી રાખજો કે તમે નહિ હે તે જગત વિઘુર નથી બની જવાનું. જગત તે એમ જ ચાલ્યા કરવાનું છે. કેઈએમ માનતે હોય કે હું નહિ હેવું તે શું થશે! અરે ભાઈ! તુ નહેતે તે પણ જગત ચાલતું હતું અને તું નહિ હોય તે પણ જગત ચાલવાનું. Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૨૩] છે. મેાટા મેાટા રાજાધિરાજ ચાલ્યા જાય તેા પણ રાજ્યના કારભાર બંધ થતા નથી, તેા ઘરના એક માણસ ચાલ્યા જાય તો શુ થવાનુ છે? એટલે કાઇ પણ બાબતમાં બહુ ધમાલ કરવાની જરૂર નથી. એક જ નિ ય કરવાના કે મારે જે કાંઇ પ્રવૃત્તિ ક૨વાની છે એ બહુ શાંતિથી કરવાની છે. કાઇ tensionની જરૂર નથી. અને એ શાંતિનું જીવન જેટલી ક્ષણા જિવાય, જેટલા કલાકે જિવાય અને જેટલાં વર્ષોં જિવાય એ જ તમારુ` જીવન છે; બાકી બધું તે માત્ર જીવન પૂરું કરવાનું. ચેાગીરાજ શ્રી આનંદઘને તે ગાયું : આદું પહેારકી ચાસ ઘડીયાં, દે ધડીયાં તેરી સાચી; પ્રભુ ભજ લે મેરા દિલ રાજી.’ રાત-દિવસ મળી આઠ પ્રહર છે એમાં જો સાચી ઘડીએ હાય, શાંતિની ઘડીએ હાય તો તે એ છે જેમાં પ્રભુને ભજતા ભજતા તુ તને રાજી કરે છે, દરવાળાને રાજી કરે છે; દેહ નહિ, મન નહિ, મગજ નહિ પણ અંદરનાને રાજી કરવાના છે. : મેં એવા માણસાને પણ જોયા છે જે બજારમાંથી પૈસા ખૂબ કમાઇને આવ્યા હોય છતાં રાજી ન હોય. અંદર બેઠેલા કહે કે, તું કયાં કમાયેા છે? તે તા લૂંટ કરી છે, બીજાને છેતરી નાખ્યા છે. ખીસાં તર હાય પણ જીવ અંદર ખળ્યા કરતા હાય. અંદર એમ થાય કે મેં આ શુ કરી નાખ્યું? હતા. એને રાજી કરવા એ જુદી વાત છે. એક ગરીબ માણસ મહુ જ જ વૃદ્ધ હૈાવાથી કંઈ કામ નહાતા કરી શકતા. Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪] પૂર્ણના પગથારે જરૂર પડે ત્યારે કોઈની પાસે માગી લેતે. એક દિવસ સવારના એ ચાલ્યું જતું હતું. એને કકડીને ભૂખ લાગી. સામેથી એક માણસ આવતું હતું. એનું ખીસું બહુ મોટું હતું. એમાં ચણા ભરેલા હતા. આણે એની પાસે માગણી કરી. પેલાએ કહ્યું કે “મારી પાસે બીજુ તે કંઈ જ નથી, માત્ર ખીસામાં ચણે છે.” એણે હસીને કહ્યું, “ભાઈ ! ભૂખ્યાને બીજું શું જોઈએ?” એટલે એણે મૂઠી ભરીને ચણ આપ્યા. એ ચણું લઈને એની ઝૂંપડીમાં ગયે અને ખાવા બેઠે. જોયું તે એની અંદર એક ગીની આવી ગઈ હતી! આપનારના ખીસામાં ગીની હશે તે ભૂલથી ચણ ભેગી આવી ગઈ. ' એણે ચણ ખાધા અને ગીની કપડાના છેડામાં બાંધી રાખી મૂકી. એને રાતના સૂતાં સૂતાં વિચાર આવ્યા પેલા સજજને ચણ આપેલા, ગીની જાણીને તે નથી જ આપી. ભૂલથી ગીની આવી ગઈ છે. આ ગીની રાખી લઉં તે મહિનાઓ સુધી મારે ચણ નહિ માગવા પડે. પણ અંદરથી આત્મા કહે કે આ તે એક જાતની ચરી છે, અન્યાય છે એણે તને આપ્યું નથી છતાં તારે રાખી લેવું છે? ભલમનસાઈને આવો દુરુપયેગ! આખી રાત એ અશાંતિમાં સૂતે સૂતે વિચાર કરતે રહ્યો. મને કહે કે રાખી લે, આત્મા કહે કે પાછી આપી દે મને કહે કે તારે મહિને સારે જશે, આત્મા કહે છે કે મહિને તારે બગડી જશે. મન કહે છે કે આટલે પૈસે વારંવાર તને ક્યાં મળવાનું છે? પણ આત્મા કહે છે કે આવા અન્યાયના પૈસાથી તું સુખી ક્યાં થવાને છે? આમ રાતભર ઘર્ષણ ચાલ્યા જ કર્યું ! Page #132 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૨૫ આ વિવેક કેને જાગે? જાગ્રત હોય તેને. જેને આત્મા બુટ્ટો બની ગયા છે અગર તે આવરણ વડે પોતાની જાતને ગુમાવી નાખી છે તેને તે આ પ્રશ્નો ઊઠતા જ નથી. જે જાગ્રત છે, જેને આવું ઘર્ષણ ઊભું થાય છે અને એ શુદ્ધિ લાવે છે, પૂર્ણતા તરફ લઈ જાય છે. આ વૃધે સારી રાત ચિન્તનમાં વિતાવી, પ્રભાતે એ નિર્ણય સાથે ઊડ્યો અને પેલા સજજનની ધમાં નીકળી પડ્યો. જે ઠેકાણે એ સવારે ફરવા આવતે અને જે બાંકડા ઉપર બેસતે ત્યાં ગયો. જોયું તે પેલે સજજન બેઠો હતો. “લે, ભાઈ આ તમારી ગીની !” પેલે આશ્ચર્ય પામી ગયે. “ગીની ! ક્યાંથી લાવ્યા?” કહ્યું “તમે મને કાલે ચણા આંખ્યા એની ભેગી આ ગીની આવી છે.” પુત્રના સગપણ પ્રસંગે આવેલી ગીની એના ખીસામાં જ રહી ગયેલી. એણે આશ્ચર્યથી પૂછયું : “આવી ગરીબી છે છતાં તમને ગીની પાછી આપવાનું મન કેમ થયું ?” એણે કહ્યું: “મારા ઘરમાં કજિયે . એક કહે, રાખે બીજે કહે, “આપી દો.” પેલા ભાઈએ પૂછ્યું : “તમે તે કાલે કહેતા હતા કે હું એકલે જ છું અને મારી ખબર કાઢનાર કોઈ નથી. અને હમણાં કહે છે કે ઘરમાં કજિયે થયે. તે કજિયે તેની સાથે થયે? વૃદ્ધના ગાલ પર પ્રસન્નતાની સુરખી આવી. “ઘર એટલે શરીર. અને કજિયે મન અને આત્મા વચ્ચે. એ બેને કજિયે થયે. મન રાખવાનું કહેતું હતું, અને આત્મા આપવાનું કહેતે હતે. આખી રાત કજિયે ચાલ્યા. એમાં આત્માને વિજય થયે, મનને હરાવી દીધું એટલે આ ગીની આપવા હું આવ્યો છું.” Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨૬] પૂના પગથારે પેલા માણસને થયું : આવા માણસના સંગ મને કામના છે. ખેલ્યા: “હવે તમારે કાઈ ઠેકાણે જવાની જરૂર નથી. બે ટંક આવીને મારી સાથે જમા, કલાક એ કલાક આવી જ્ઞાનગોષ્ઠિ કરો. તમારી વાણીને, તમારા સત્સંગના મને સંગ કરવા દે. મારે અતિથિસત્કાર સફળ થઇ જશે. ’ એવા માણસે આપણી પડખે જોઈએ. જેમનામાં મન અને આત્મા વચ્ચેના વિવેક હાય, ઘણમાં આત્માના જ વિજય હાય, આંતરિક વિજયના આનંદ હાય. તમને પણ એ અનુભવ નથી થયા કે જે દિવસે સારુ કામ કરીને આત્મા હસી જાય છે તે દિવસનેા આનંદ એ જિંદગીના મેટામાં મેાટા આનંદ હાય છે. એ આનંદ મેળવવા માટે જ સમગ્ર જીવનના પ્રયત્ન છે. ઘણીવાર ધન-વૈભવ મળી જાય છતાં માયલે રાજી નથી થતો. માયલાને રાજી કરવા એ સહુથી કઠિન વાત છે. બીજા બધાયને સમજાવી શકીએ પણ એ નથી સમજતા, કારણકે એ સૌથી વધારે સમજે છે--મીજા બધા જે સમજે છે એના કરતાં એ વધારે સમજે છે. સર્વજ્ઞ કેાર્ટિના હાય તા તે આત્મા છે. તમારી દલીલા, તમારા તર્ક, તમારી સમજણ, અને .સમજાવી શકતાં નથી. અંદર છે એને સમજાવવા માટે તે પોતે પોતાની મૂળ અવસ્થામાં આવે તે જ એ સમજીને રાજી થાય છે. એટલે આનદઘનજીએ લલકાર્યું : “પ્રભુ ભજ લે મેરા દિલ રાજી !” Page #134 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દર્શન [૧૨] પ્રભુ! હું જ્યારે તમારી સાથે એકાકાર બનું છું તે જ સાચી અને સફળ ઘડીએ છે. તે આપણું જીવન કેલેન્ડરથી નથી મપાતું, આવી ઘડીઓથી મપાય છે. અને જીવન વર્ષોથી નહિ, પણ આવી સુખદ અને આનંદમય પળેથી ધન્ય બને છે. એવી નોંધપોથી હોય તે કેવું સારું ! જેમાં તેના સમાગમની મીઠી યાદ હોય, પ્રવચનની ટૂંકી નેંધ હોય, દાન દઈને તમે ઔદાર્યને ઉત્સવ માણે હેય એનું શુભ સ્મરણ હોય. કોઈક ઢળતી સાંજે અગર ઊઘડતા પ્રભાતે તમે એ નેંધપોથી લઈને બેસે અને વાંચતા વાંચતાં અનુભવો કે મારા જીવનની કિતાબમાં કેવા સુંદર પ્રસંગે પ્રતિષ્ઠા પામી ગયા! એ સુંદર પ્રસંગે એ જ સાચું જીવન છે. એની યાદ પણ અદ્ભુત આનંદ છે જેમાં જીવન યાદગાર બને છે. જીવનમાં યાદ કરવા જેવું શું છે એ આપણે સમજવાનું છે. યાદ કરવા જેવું આ શાંતિ, આ સંતેષ અને આ તૃપ્તિ એ જ જીવનના મહત્વવાળાં સાર્થક ઉત્તમ તત્ત્વ છે. - આત્માનું દર્શન થાય પછી અર્થશાસ્ત્ર, ભગશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને રાજ્યશાસ્ત્ર – એ બધાં ય શાસ્ત્ર આત્મશાસ્ત્ર આગળ સામાન્યશાસ્ત્ર લાગે છે. - બધાં જ દર્શન અને શાસ્ત્રમાં સમ્રાટનું સ્થાન ભેગવતું હોય તે આ આત્મદર્શન છે, આ આત્મશાસ્ત્ર છે. - આ આત્મદર્શન કરવા માટે આ ત્રણ ભૂમિકા છે. જે સંસારમાં તમે છો એમાંથી સમજીને સરકવું એનું નામ Page #135 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] પૂર્ણના પગથારે સંસાર, ધીરે ધીરે સરક્તા જાઓ, સમય આવે એટલે કહે “આ નીકળે! ચાલે!” આને સમજીને સરકવાનું કહેવાય. ભલે તમે એકદમ ન સરકી શકે પણ સરકવાનું છે એ ભૂલશે નહિ. ગાડી જ્યારે રીવર્સમાં લેવાની હોય ત્યારે ડ્રાઈવર કે. સાવધાન હોય છે! કારણકે એને ગાડી ગલીમાંથી બહાર કાઢવી છે. એમ આ સંસારરૂપી સાંકડી ગલીમાં જો તમે ભરાઈ ગયા છે તે સમજીને સરકતા જવું. બીજો વિચાર તે જાણીને જીવવું. જેટલું જીવન જીવે એ જાણીને છે. જાણીને જાગ્રતિથી જીવવું એનું નામ જ જીવન; અને ત્રીજો વિચાર તે મમતાને મૂકી જીવનમુક્ત થવું એનું નામ જ મેક્ષ છે. જીવનદર્શન કરવું હોય તેં આ ત્રણે ય વસ્તુને વિચારવી પડશે. સમજીને સરકાર, જાણીને જીવનાર અને મમતાને મૂકી મુક્ત બનનાર જ પરમસુખને પામી શાંતિમાં પ્રતિષ્ઠિત થાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સમ્યગદર્શન અને મિથ્યાદર્શન એ કઈ સંપ્રદાયનાં નામ નથી અને એ એ કઈ પંથ નથી કે અમુક વ્યક્તિને માની લે એટલે સમ્યગદર્શન અને અમુકને નહિ માને એટલે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન એ શબ્દ જ બતાવી આપે છે કે એ ખોટું દર્શન છે, એ ભ્રમવાળું દર્શન છે, એ મિથ્યાદર્શન છે. મિથ્યાત્વ મટી જાય અને સાચું દર્શન પ્રાપ્ત થાય એનું નામ સમ્યગ્દર્શન, સમ્યગદર્શન એટલે શું? આ શરીરમાં એક એવું પ્રકાશમય તત્વ પડ્યું છે જે તત્ત્વ સાધના કરે તે ઊંચામાં ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી શકે અને પરમાત્મા બની શકે. દુનિયામાં જે મહાત્માઓ બન્યા, પ્રગતિશીલ સંતે બન્યા અને વિશ્વના કલ્યાણમાં જેમણે કાંઈક ફાળે આપે એવા પ્રકાશવંતા. શકિતશાળી માણસે આમાંથી જ બન્યા. પણ બન્યા ક્યારે? આત્માને વિકાસ કરતા ગયા ત્યારે. એ મહાત્મા બની ગયા તે હું મારા આત્માને એ શા માટે ' ન બનાવું? જે આત્મા બીજામાં છે એ જ આત્મા મારામાં પડેલે છે એ જાતનું જ્યારથી જ્ઞાન થાય, જ્યારથી એવી દષ્ટિ ઊઘડે, જ્યારથી આ આત્મતત્વની અનુભવમય અનુભૂતિ થાય ત્યારથી સમ્યગદર્શનને પ્રારંભ થાય છે. . એ સમ્યગદર્શન સ્થૂળ રીતે દુનિયામાં કેવી રીતે ઊતરે [૧૨] Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૩૦] પૂર્ણના પગથારે છે એ જુઓ. પિતાનું દર્શન થયા પછી દેવનું, ગુરુનું અને ધર્મનું દર્શન થાય છે. , લેકે કહે છે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. પણ પહેલાં પિતાને પિતાનામાં શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ. એમ થાય તે પછી દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા થાય. જેને પિતાના ઉપર જ શ્રદ્ધા નથી એ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા પણ કેવી રીતે મૂકવાને ? એટલે પહેલાં તે તારું દર્શન તને થવું જોઈએ? હું આત્મા છું, હું ચિતન્ય છું, હું મરી જનારે સ્થી, હું જડ નથી. મારા તત્ત્વનું અસ્તિત્વ જડથી ભિન્ન છે. દુનિયાનાં સાધના વિકાસમાં નહિ પણ દુનિયાનાં સાધનેના હાસમાં મારે વિકાસ રહેલ છે. આ ઉપરથી તમને લાગશે કે વ્યકિતગત ભૌતિક સાધન નેને એટલે જેટલે વિકાસ થતું જાય તેટલે તેટલે આત્માને હ્રાસ થતું જાય છે. ભૌતિક દષ્ટિ અને આધ્યાત્મિક દષ્ટિ વચ્ચે અંતર છે. ભૌતિક દૃષ્ટિ એમ બતાવે છે કે સાધનની વૃદ્ધિ એ ખરેખરી પ્રગતિ છે.જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિ સૂચવે છે કે ભૌતિક સાધને મળતાં જાય તેમ આત્મા સાધનોમાં અટવાતે જાય છે. સમૃદ્ધિ વધતી જાય એમ એક રીતે જુઓ તે આત્માને તે હાસ થતું જાય છે કારણકે જેટલાં પરનાં સાધન વધારે થવાનાં એટલી સ્વની સાધના ઓછી થવાની. કઈ એમ કહે કે આ માણસ પાસે ખૂબ પૈસે છે, એની સત્તા વિશાળ છે, ડિગ્રીઓ અનેક છે, મોટી પદવીઓ Page #138 -------------------------------------------------------------------------- ________________ [૧૩૧). સમ્યગ્દર્શન છે એટલે એણે આધ્યાત્મિક સાધના કરી હોવી જોઈએ-તે એની સાથે હું સંમત નહિ થાઉં. ભાઈ! આ બધાં લક્ષણે એ આધ્યાત્મિક સાધનાનાં નહિ, ભૌતિક સાધનાનાં છે. - આધ્યાત્મિક સાધના શું છે? એ આવે એટલે ભૌતિકતા છૂટી જ જાય. નંદીવર્ધને મહાવીરને કહ્યું કે આવું રાજ્ય જેવું રાજ્ય છોડીને તમે ક્યાં ચાલ્યા? અને આવો વૈભવ છેડીને તમે જંગલમાં શાને જાઓ છે? ભગવાન મહાવીરે કહ્યું : “હે નંદીવર્ધન ! જે દુનિયાનું રાજ્ય સાચવવા બેસી જાય છે એ આત્મા ઉપર કદી રાજ્ય કરી શકતા નથી. અને હું આત્માનું રાજ્ય મેળવવા માટે આવ્યો છું, નહિ કે દુનિયાનું રાજ્ય. આ રાજ્ય સામે પીઠ ફેરવીશ તે જ પેલું રાજ્ય મેળવી શકીશ. આ રાજ્ય અને તે રાજ્ય, બેને સાથે રાખી કેઈપણ માણસ મોક્ષ મેળવી શકતા નથી.” કોઈ એમ કહેતું હોય કે માણસની પાસે પૈસો હેય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય એનાથી કલ્યાણ થાય છે, તે એ ભૂલ છે. આ સાધને માત્ર પુણ્યના એક ચમકાર રૂપે આવે છે. એને તમે ય ગણી નાખે, સાધ્યરૂપે ગણું નાખે તે જીવનને એક ભ્રમ બની જાય. જીવનની આ ભ્રમણા એ જ મિથ્યાત્વ છે. • સાચી દષ્ટિ પ્રાપ્ત થતાં તમને નવું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માને કે તમે ધર્મ કરતા હો અને તમારી પાસેથી પૈસે ચાલ્યા જાય; તમે કઈ મેટા સત્તાધીશ છે અને ધર્મ કરતાં કદાચ તમે સત્તા ઉપરથી ઊતરી પણ જાઓ: તમે ધર્મ કરતા છે અને તમારી પ્રતિષ્ઠાને લેકે એકદમ ઝુંટવી લે અને તમારા ઉપર કીચડ ઊડે, તેમ છતાં પણ તમને એમ થાય કે આ બધું જે થયું એને અને મારા આત્માને Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૩૨] પૂર્ણ ના પગથારે કાંઇ લાગતું-વળગતું નથી. પ્રતિષ્ઠા, કીર્તિ, ધન, પ્રસિદ્ધિ, વાહવાહ એ બધાંય ભૌતિક દુનિયાના પદાર્થી છે. અને આ બધુ જવા છતાં આત્માનું સત્ત્વ તલમાત્ર આછું થતુ નથી. સાધકે સાધનાકાળમાં કાઇ કારણે કલકિત બનવું પડ્યું તેા કલંકિત પણ અન્યા, પણ કલ ંકિત ન અનુ એટલા ખાતર હું ધર્મને છોડી દઉં”, આત્માની વાત છોડી દંઉં એવા વિચાર એમણે નહાતા કર્યાં. ઝાંઝરિયા મુનેિ અસત્યની સામે જો નમી ગયા હત દુનિયાની વાહવાહમાં આવી ગયા હૈાત તે શું થાત? પણ તે અસત્ય સામે નમ્યા નહિ. એમણે તે કહ્યું કે લોકો જોડા મારે તે પણ શું થઈ ગયું? મારે આત્મા સત્યની ઉપાસનામાં અચલ છે. જેને આત્મદૃષ્ટિનું ભાન થાય છે અને, એટલા જ ખ્યાલ આવે કે આ દેહ તા માત્ર એક કવર છે, એમાં રહેલા કાગળ જુદો જ છે. કવર અને કાગળ એ જુદાં છે એ સમજવુ બહુ મુશ્કેલ છે. મેટા ભાગના માણસાને તા હુ એક કવર છે અને અંદર એક કાગળ છે એવા કોઇ ખ્યાલ જ નથી. આ ૧૫ પૈસાના કવરમાં લાખ રૂપિયાના ચૅક પડ્યો હાય, તેથી કાંઇ પેલા ૧૫ પૈસાના કવરની કિંમત લાખ રૂપિયા થતી નથી; કિંમત તે પેલા લાખ રૂપિયાના ચેંકની છે. એવી રીતે જ્ઞાનીએએ કહ્યુ કે આ દેહ છે એ તા એક ૧૫ પૈસાનું પરબીડિયુ છે. એમાં જે ચક પડ્યો છે એની જ કિંમત છે. ચકને ઓળખવાની જે દૃષ્ટિ છે એનુ નામ સમ્યગ્દર્શન. Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૩૩] જેને આ ખ્યાલ આવી જાય એ કવરને એવી રીતે ફાડે કે કવર ભલે ફાટે, પણ ચેક ન ફાટે. કુશળ વ્યાપારી કવરને ગમે તે બાજુથી ફાડી નાખે. એને લાગે કે ઍક ફાટી જાય એમ છે તે બીજી બાજુથી ફાડે, વચ્ચેથી ફાડે, જરૂર પડે તે આખું કવર પણ ફાડી નાખે એને ચેક સાચવો છે, કવરની સાથે કંઈજ સંબંધ નથી. . આ દષ્ટિ મળતાં તમને થશે કે મારા આત્માને જાળવિીને હું આ શરીરની પાસેથી કામ લઉં. શરીર એક કવર તરીકે જરૂર કામનું છે. આ કવરની મહત્તા હોય તે એટલા પૂરતી જ કે એ પેલા ચૅકને એક ગામથી બીજે ગામ પહોચાડવાનું કામ કરે છે. આ શરીરની મહત્તા પણ એટલી જ છે. આ આત્માને મોક્ષ સુધી પહોંચાડવામાં એ સાધનાનું કામ કરે છે.' આ દષ્ટિ આવ્યા પછી તમારું શરીર ગમે ત્યાં હાય; મંદિરમાં હોય કે મસાણમાં, પણ તમે જાગતા છે. તમે જાણે છે કે આ તે ઉપરનું એક કવર છે, અંદરને ચેક હું કઈ જુદે જ છું.' - ધમી આત્મા કોને કહેવાય ? જેના અંતરની આ દષ્ટિ ખૂલી હોય. * - મને ઘણા કહે કે દેવ ઉપર, ગુરુ ઉપર અને ધર્મ ઉપર મને ખૂબ શ્રદ્ધા છે. હું એમને પૂછું : “એવી જ જે શ્રદ્ધા હોય તે મુસલમાનને પણ એના ઈમામમાં શ્રદ્ધા હોય છે, એને પણ એની મસ્જિદમાં શ્રદ્ધા હોય છે અને એને પણ એની નમાજમાં શ્રદ્ધા હોય છે. એમાં અને સમ્યગ દષ્ટિમાં ફેર શું ?? Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૩૪] પૂણેના પગથારે પણ ના! ત્યાં આત્માની શ્રદ્ધા નથી, અહીં આત્માની શ્રદ્ધાથી શરૂઆત થાય છે. આચારાંગ સૂત્રમાં પહેલી વાત એ બતાવી કે એને ગયા” તું પહેલાં આત્માને, એકને જાણું. એને જાણી લીધા પછી, એને સમજ્યા પછી, એનું જ્ઞાન થયા પછી પ્રાણ માત્રમાં તારા જેવા આત્માનું દર્શન થશે; એના નાના–શા દુઃખનું પણ તને સંવેદનામાં સ્પર્શન થશે. પછી હિંસા તે સંભવે જ કેમ? એટલે દેવ, ગુરુ અને ધર્મ શું થયાં? સાધ્ય નહિ, સાધન થયાં, નિમિત્ત થયાં. સાધ્ય કેણ? આત્મા પિતે છે. કેઈ માણસને નિસરણ ઉપર ચઢવું પડે છે, શા માટે ? ઉપર આવવા માટે. એટલે નિસરણી શું થઈ? એક સાધન થયું. એ સાધન જે ન હોય તે ઉપર ન આવી શકે. સાધન મહત્વનું છે, inevitable છે. એ અનિવાર્ય–indispensable ખરું પણ તમે ઉપર આવી ગયા પછી એનું કાર્ય પૂરું થયું. એમ દેવ, ગુરુ અને ધર્મ મેક્ષ પામવામાં એક મહત્વનું સાધન છે, નિસરણી છે. પણ પહોંચવાનું કેને? સાધકને પિતાને. એટલે કહ્યું કે આત્માની ઓળખથી સમ્યગ દર્શનને પ્રારંભ થાય છે. ઘણે ઠેકાણે એમ કહેવામાં આવે કે દેવમાં શ્રદ્ધા રાખો, ગુરુમાં શ્રદ્ધા રાખે, ધર્મમાં શ્રદ્ધા રાખે. પણ ભાઈ ! શ્રદ્ધા રાખનારે કેણ? એને તે ઓળખે. શ્રદ્ધા શા માટે રાખવી એ આપણે જાણવું પડશે. શ્રદ્ધા રાખીને મેળવવાનું શું એ આપણે સમજવું પડશે. આ વસ્તુઓ જે આપણને Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૩] સમજાય નહિ તે મૂળ વાત એ છે કે શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે ઝઘડા કરે; શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે રાગદ્વેષ વધારે. એટલે શ્રદ્ધા તે છે પણ શ્રદ્ધા શા માટે રાખવી એ વાત ભુલાઈ ગઈ. નાનપણમાં તમે આ વાત સાંભળી હશે. કોઈ એક ભેળો આદમી માલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં એને ચિરે મળ્યા, એને લૂંટ્યો. માલ બધો જ લૂંટાઈ ગયે. જ્યારે એ ઘરે આવ્યા ત્યારે લેકે એ એને પૂછયું કે તારે બધો માલ ચોરાઈ ગયે છતાં તું હશે કે કેમ? તો કહે કે ચેરે કેવા મૂખ ! માલ લૂંટ્યો છે પણ ભરતિયું તે મારી પાસે પડ્યું છે. એ વેચશે કેમ? એમને ભાવની ખબર પડશે કેમ? આ વાત સાંભળીને તમે કેઈકવાર હસ્યા હશે. પણ ખરેખર, જીવ એમ જ માને છે કે મારી પાસે શ્રદ્ધારૂપી ભરતિયું છે. પેલે ભેળે માણસ જેમ ભરતિયાને પકડીને બેઠે છે એમ આ માણસે શ્રદ્ધાને પકડીને બેઠા છે. પણ એકલી શ્રદ્ધા શું કામ લાગવાની? શ્રદ્ધા શા માટે રાખવી એ એક પ્રશ્ન છે. જ્યાં સુધી એને નિર્ણય ન કરે, એ માટે તમને અનુભવ ન થાય, એની અનુભૂતિને સ્પર્શ ન થાય ત્યાં સુધી એ શ્રદ્ધા માત્ર ભરતિયાને વળગી રહેવા બરાબર જ છે. એવી શ્રદ્ધાને નામે અજ્ઞાન, મિથ્યાત્વ પિષાઈ જાય છે. સંપ્રદાય અને વ્યક્તિઓની શ્રધ્ધાથી માનવી ધર્મથી વંચિત થાય છે, તીર્થથી વંચિત થાય છે અને સાચા સાધુઓથી વંચિત થાય છે. કહે છે કે મને તે અમુક દેવ, ગુરુ અને ધર્મ પર શ્રાધ્ધા થઈ ગઈ. જેવી રીતે સુન્ની શિયા પાસે Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬] • પૂર્ણના પગથારે ન જાય અને શિયા સુન્ની પાસે ન જાય એમ આ શ્રદ્ધાને નામે એક સંપ્રદાય, એક પંથ અને એક વ્યક્તિને વળગી રહે પછી માણસની જીવન દષ્ટિમાં વિશાળતા અને પ્રકાશ આવે કેમ? સંકુચિતતા જીવનનું સત્યાનાશ વાળી નાખે છે. સાધના કરવાને આ એક જ ભવ છે. એમાં વિકાસહીન અને વિશાળતાહીન જીવન કેમ પાલવે ? સંપ્રદાયની તુરછતામાં જીવન પૂરું થયું તે ન પૂરી શકાય તેવું નુકસાન પિતાના આત્માને જ થવાનું છે. ચકવતીનાં સુખ ભોગવવા માટે બીજો ભવ મળે પણ ખરે, દેવલેકમાં તે તિર્યંચમાંથી પણ જવાર્ય છે પણ મુક્તિ પામવા તે સાધનસામગ્રીપૂર્ણ આ જ એક ઉત્તમ મનુષ્યજન્મ છે. બીજું એવું કેઈ સ્થાન નથી કે જ્યાંથી મેક્ષે જવાનું હેય. અનુત્તર વિમાનમાં ગયેલા કે જેને મોક્ષ બહુ નજીક છે તેવાઓને પણ સાધના કરવા માટે આ માનવજન્મમાં આવવું પડે છે! આ માનવજન્મમાં આપણા વિકાસને વિચાર કરવાને બદલે આવી અજ્ઞાન શ્રદ્ધામાં જીવન પૂરું થઈ જાય તે આપણે જે મેળવવાનું છે, દષ્ટિ જે રીતે ખીલવવી છે અને આત્મઅવબોધ કરી સાધના દ્વારા આ એક જન્મમાં આપણે જે કામ કરી લેવાનું છે તે રહી જશે. સાંજે લગ્ન હોય અને તમારે બધી જ તૈયારી કરવાની હોય તે તમે એ દિવસને ઉપયોગ કેવી રીતે કરે છે? એ વખતે મિત્ર આવીને કહે કે ચાલે, હૉટલમાં જઈને બે ચાર કલાક બેસીએ, ગપ્પાં મારીએ! તે તમે શું કહે ? તમે કહે કે “ભલા માણસ, સાંજે તે લગ્ન છે, આ કાંઈ Page #144 -------------------------------------------------------------------------- ________________ સિમ્યગ્દર્શન [૧૩૭] ગપ્પાં મારવાને સમય છે?” પેલે કહે કે મારા ખરચે હું તમને ચા પાઈશ, તે તમે તરત કહેશેઃ “તું સમજ કેમ નથી. મારી પાસે સમય બહુ થડે છે, તેને હું કેવી રીતે નકામે વાપરી શકું? સાંજે લગ્ન છે અને બધી તૈયારીઓ કરવાની છે.” - જ્ઞાનીઓ કહે છે કે પરણવા બેઠેલે માણસ પણ આવી ભૂલ નથી કરતે, છતાં કરે તો ય એને એટલું નુકસાન ન થાય જેટલું આ આત્મા પ્રમાદ કરે તે થાય. છતાં મનુષ્ય તો પિતાને કીમતી સમયને વેડફી જ રહ્યો છે. ગમે ત્યાં બે કલાક ગપ્પાં મારવાં હોય તે કહે, ચાલ. ખાલી પત્તાં કટવામાં ચાર કલાક વેડફવા હેય તે કહે, ચાલ, પણ એ સમયને આપણે સ્વાધ્યાયથી, ચિંતનથી, અભ્યાસથી, ધ્યાનથી કે યેગથી ન ભરી દઈએ ! ધન અને ધાંધલમાં પડેલા મનુષ્યને ન કેઈ સાધનને ખ્યાલ છે, ન કોઈ તત્ત્વજ્ઞાનને ખ્યાલ છે, ન તત્ત્વાર્થને અભ્યાસ છે, ન કેઈ આત્મબેધ છે. જીવનું સ્વરૂપ સમજવા માટે દષ્ટિને વિકાસ થ જોઈએ પણ તેમ થતું નથી. પરિણામ એ આવે કે આખું આ જીવન આ મેંઘામાં મેંવું જીવન, એમનું એમ ખલાસ થઈ જાય છે. માણસ કાંઈ પણ કર્યા વિના ચાલ્યા જાય છે ત્યારે એની પાછળ રડવાનું થાય છે. રડવાનું કેની પાછળ છે? શા માટે રડવાનું છે? કાંઈ કર્યું નહિ એટલા માટે. લેકે કહે કે બાપડે ગયા. ને અમારું કર્યું, ન પિતાનું કર્યું. માણસને એમ લાગે છે કે હું ઘણું જીવવાને છું. આથી - જીવનની તૃષ્ણામાં પાછળ રહેલાંનું પણ કાંઈ કરતું નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૩૮]. પૂણના પગથારે મહિના પહેલાની વાત છે. હું એક વ્યક્તિને ત્યાં ગયે હતો. એ મરણપથારીએ હતા. મેં કહ્યું કે તમે હવે ધર્મધ્યાન કરે, જે કાંઈ દાન કરવું હોય એ કરી લે અને થોડીક તૈયારી કરે. તે કહે “મહારાજ, શું આપ એમ માને છે કે હું મરી જવાને છું? એટલા માટે મેં તમને લાવ્યા છે?” મેં કહ્યું “હું એટલા માટે નથી આવ્યું, તે તમને એ કહેવા આવ્યો છું કે આત્માની સાધના કરવી હોય તે નિવૃત્તિ અનિવાર્ય છે.” પેલા ભાઈ કહે “હું તે પાછો ઊભું થઈ જવાને છું. મહારાજ ! તમે આવી કેવી વાત કરે છે? હજી તે મને પાંસઠ થયાં છે. નિવૃત્તિ અત્યારે?” આવાને કહેવું પણ શું? મેં કહ્યું તમે તે હજી સો વર્ષ છે એવા સશકત છે, પણ જાગ્રત રહે એટલું જ મારું સૂચન છે. ચાલ હું તમને ધર્મ સંભળાવું.” ચાર દિવસ પછી મેં સાંભળ્યું કે એ ભાઈ તે ઊપડી ગયા! માણસ અજ્ઞાનમાં ન પિતાનું કરે છે, ન પાછળ રહેલાં સ્વજનનું કરે છે. પણ માણસ જે દષ્ટિવાળા હોય તે સ્વનું પણ કરે અને પરનું પણ કરે. મને લાગે છે કે આજની જે દેહરૂપી કંપની-company છે એ ક્યારે ફડચામાં-liquidationમાં જાય અને એનાં સગાંરૂપી શેરહોલ્ડરે રેતાં થઈ જાય એ ખબર પડે એમ નથી. જો ખરેખર વિચાર કરવા જાઓ તે આ સગાં બધાં જ શેરહોલ્ડરે છે. કેઈકને નવ ટકા તે કેઈકને બાર ટકા મળ્યા જ કરે અને આ કાયારૂપી કંપની ૨ળ્યા કરે. જેવી આ કાયારૂપી કંપની ગઈ એટલે સૌ રેવાનાં. એમાં જેના વધારે શૈર છે એ વધારે રૂએ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૩૯] * રડવું કેને માટે છે? કંપની માટે નહિ, કંપનીને નફે-profit બંધ થઈ ગયે એને માટે. ૬૦ કે ૮૦ વર્ષને માણસ મરતે ત્યારે પહેલાના જમાનામાં લાડવાનું જમણ થતું, કારણકે કંપની ૨ળતી જ નહોતી. એમાં શેરહોલ્ડરેને નાહવા-નિવવાનું કાંઈ જ નહિ, પણ યુવાન કંપની હોય, રળતી હોય, શરીર સારું હોય, બે પાંચ હજારને પગાર હોય અને એ જે એકદમ જાય તે એની આસપાસના શેરહોલ્ડરોને થાય કે હવે આપણું શું? એટલે ખરી રીતે આત્મા માટે કઈ રડતું નથી. વૃદ્ધ જાય ત્યારે તમે શું કહે છે? ઘરડે માણસ હતા, સુખી થયે, છૂટ્યો. પૂછો : કોણ? તું કે તે? ખરી વાત જેવા જાઓ તે મરણ એ બીજું કાંઈ નથી, આરામ છે. માણસ બાર કલાક કામ કરે અને ઊંઘ ન આવે તે ઊંઘ લાવવા ગેળીઓ લેવી પડે. માણસ ૬૦ કે ૭૦ વર્ષ કામ કરે અને જો મૃત્યુ ન આવે તે થાય પણ શું? આ પણ એક ઊંઘ છે, ચિરનિદ્રા છે. ઊંઘ પછી પણ ઊઠવાનું છે અને મૃત્યુ પછી પણ જન્મ લેવાને છે. ઊંઘ ખરાબ નથી, મૃત્યુ પણ ખરાબ નથી. પણ એ બે વચ્ચેને જે ભેદ દેખાવે જોઈએ એ ભેદ જ્ઞાનદ્રષ્ટિથી જ દેખાય. જે લેકે કાંઈ પણ કર્યા વિના જાય છે એમની પાછળ રૂદન ચાલે છે, આંસુઓ વહે છે અને હાહાકાર કરવામાં આવે છે. સાધુ કાળધર્મ પામે ત્યારે એમની પાછળ શું થાય? દેવવંદન થાય. કેઈ ધનવાન ગૃહસ્થ મૃત્યુ પામે અને એના - સ્વજને લખે, “અમારા પિતા, અમુક દિવસે સ્વર્ગવાસ Page #147 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પૂર્ણ ના પગથારે પામ્યા!” એને જવાબ તમે ઝીણવટથી વચ્ચે છે? દીકરે. ભલે લખે કે અમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે, જવાબમાં તે લેકે લખે છે: “તમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે એ બહુ જ છેટું થયું !” કારણકે સ્વર્ગવાસ પામે એવું કેઈ કામ એણે કર્યું જ નથી એ તેઓ જાણતા જ હોય છે. તે એ લાગવગ લગાડીને સ્વર્ગવાસમાં કેવી રીતે ગયો? બાપડે દીકરે લાગવગ લગાડીને મોકલી દે કે મારા બાપા સ્વર્ગવાસમાં ગયા છે, પણ લેકે શેના, માને ? એટલે જ ખે- ખું લખે છે, “આ બહુ છેટું થયું !” જેમ કોર્ટમાંથી બેટે માણસ છૂટી જાય અને તમે કહે કે બહુ ખોટું થયું, ન્યાય જેવી કઈ વસ્તુ રહી નથી, લાગવગથી કામ થાય છે. કાગળના જવાબમાં પણ આ જ અર્થ રહેલે છે. માણસ જે સારું જીવન જીવે તે આવે કઈ પ્રશ્ન આવતે જ નથી. સમાધિમરણ પામવા માટે જીવનની આ એક યાત્રા છે. એ યાત્રામાં મનુષ્ય પોતાને વિચાર કરવાને છે. પહેલે વિચાર એ કે હું એક આત્મા છું અને મારા આત્માના વિકાસ માટે આ દેહને મેં એક સાધનરૂપે સ્વીકાર્યું છે. ગમે ત્યાં જાઉં પણ મારે આત્મા સ્વચ્છ રહેવું જોઈએ. આ કવરની ખાતર મારે ચેક ક્યાંય ગુમ ન થઈ જાય એ મારે જોવાનું છે. કવરને તમે ખૂબ સારી રીતે સાચવજે, કારણકે એમાં જ તમારે આ ઍક રહેવાને છે. પણ જ્યારે એ Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૪૧] પ્રશ્ન ઉપસ્થિત થાય કે બેમાંથી ક્યું ફાટી જાય તે એ વખતે તમારે નિર્ણય લેવાને કે ભલે કવર ફાટી જાય, ચેંક ફાટવો ન જોઈએ. એમ આત્મા અને દેહજ્યારે એકાંતમાં બેઠા છે અને તમને થાય કે મારા આત્માને નાશ થાય છે તે ગમે તેવા લાભને પણ જતે કરે. આત્માને બચાવવાની દૃષ્ટિ આવી ગયા પછી તમે ટેળામાં છે કે એકાંતમાં હો, પ્રલેનમાં હો કે પ્રવૃત્તિમાં, પણ તમે અડગ રહી શકશે. જે લેકે પ્રલેભન સામે અડોલ રહી શક્યા અને જેમનામાં અડેલ રહી શકવાની તાકાત આવી તે આ દષ્ટિથી જ. સ્થળીભદ્ર ચાર મહિના વેશ્યાને (કેશ્યાને) ત્યાં રહ્યા. રૂપ, રંગ અને શંગારથી ભરેલી નાર સામે છે, ષડરસનાં ભેજન છે, ઉત્તેજક નૃત્યનાં ચિત્રોથી ભરેલી રંગશાળા છે. માણસની વૃત્તિઓ પ્રદીપ્ત થઈ જાય એવા વાતાવરણ વચ્ચે પણ સ્થૂળીભદ્ર શાંત અને સ્વસ્થ છે. શાંત અને સ્વસ્થ રાખનાર તત્વ કયું ? આ આત્માનું જ્ઞાન. એ જ્ઞાન ન હોય પછી ઘડપણ હોય કે વડપણ હોય તીર્થ હેાય કે તરાપ હય, લપસતાને કેઈ નહિ બચાવે. . આત્મજ્ઞાનના અભાવે વ્યાસ જેવા વ્યાસ તરાપ ચલાવતી મસ્યગંધામાં મેહી પડ્યા. તમે એમ માને કે તીર્થમાં જાઓ અને તરી જાઓ? દુનિયામાં એવું કેઈ સ્થળ નથી કે જયાં અજ્ઞાની માણસને વિકાર જાગતે ન હોય ! અને એવું કેઈ સ્થાન કે વ્યકિત નથી કે જે જાગ્રત આત્માને પાડી શકે. બચવા માટે પહેલાં પિતાને જ્ઞાન થવું જોઈએ. - પરણવા માટે મા-બાપે દબાણ કરી આગ્રહપૂર્વક પૃથ્વી Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રિણના પગથારે ચંદ્રને લગ્નના મંડપમાં બેસાડ,–કહ્યું પરણવું જ પડશે. પણ એમણે લગ્નના મંડપને જ વૈરાગ્યને મંડપ બનાવ્યા. એના અંતરમાં, રેમરોમમાં વૈરાગ્ય ભર્યો છે. એ સ્ત્રીને કઈ દૃષ્ટિથી જુએ છે? આ શરીરમાં એક ત ઝગી રહી છે. આ તનના કેડિયામાં ચૈતન્યને પ્રકાશ તગતગે છે. નારી નરકની ખાણ એમ કઈ બેલી દે એ ઉપરથી એમનામાં વૈરાગ્ય છે એ ભ્રમમાં કદી પડશે નહિ. એ નરકની ખાણ નથી, પિતાની વૃત્તિઓ નરકની ખાણ છે. પિતાનામાં જ અધમ વૃત્તિઓ પડેલી હોય તે સામી વ્યક્તિ શું કરે ? જેઓ એમ માને કે સ્ત્રીઓને વધારેમાં વધારે ભાંડીએ, ઉતારી પાડીએ, નિંદા કરીએ તે આપણે નિર્વિકારી, તે તે ભૂલ છે. એક રીતે જ તે પિતાની વૃત્તિઓનું પ્રદર્શન છે. સાચી સમજણમાં સ્ત્રી કે પુરુષ ખરાબ નથી પણ એના પ્રત્યે જે કામવૃત્તિ જાગવી એ ખરાબ છે; અને કામવૃત્તિ જે દેહમાં જાગે છે એ દેહ નરક છે. જે કામવૃત્તિ ન હોય તે આ દેહ એક મંદિર છે. જે દેહમાં કામવૃત્તિ જાગી એ દેહમાં નરક આવ્યું. ત્યાં સામી વ્યકિત નરક ક્યાંથી થઈ ? બે વૃદ્ધ મિત્રો વાત કરતા હતા, “અઢી નંબરના ચશ્મા લીધા હેય તે સારી રીતે વાંચી શકાય.” ત્યાં એક ગામડિયે બેઠા હતા અને કાને આ વાત પડી એ ઊડ્યો અને સીધા ગયે ચશ્માવાળાને ત્યાં. “એય ! અઢી નંબરના ચશ્મા લાવ.” એ ચશ્મા ચઢાવી આગળથી જુએ પાછળથી જુએ પણ વાંચી શકે નહિ. ચશ્માવાળાએ કહ્યું કે તમારે નંબર બરાબર નહિ હેાય, એટલે ત્રણ નંબરના આપ્યા. એનાથી પણ ન વંચાયું. કલાકની મહેનતને અંતે દુકાનદારને Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૪] જરા શંકા આવી એટલે પૂછયું : “ભાઈ, તમે આ બધું કરે છે પણ તમને વાંચતાં તે બરાબર આવડે છે ને ? ” ગામડિયાએ કહ્યું : “મને જે વાંચતાં આવડતું હોત તો હું ચમ લેવા શું કરવા આવત ?” ચમાથી વાંચતાં નથી આવડતું પણ વાંચતાં આવડતું હોય તે વાંચનમાં એ મદદકરે છે, એ વાંચતાં શીખવાડતા નથી. જેમ પિલા ગમાર માણસે ચશમા ઊથલાવી ઊથલાવીને પેલાને હેરાન કરી મૂકે એમ આ જીવ પોતાનું અજ્ઞાન તપાસ્યા વિના સંસારમાં ગાળે દેતે ચાલ્યા જાય છે આ ખરાબ, તે ખરાબ. પણ વસ્તુ ખરાબ છે કે વૃત્તિ ખરાબ છે એનું સંશોધન એણે કદી કર્યું નથી. જ્યાં સુધી વૃત્તિ સામે તમારી દ્રષ્ટિ ન જાય, વૃત્તિનું વિશ્લેષણ ન કરે ત્યાં સુધી જગતના પદાર્થોમાં સમભાવ અને તટસ્થતા આવવાં બહુ દુષ્કર છે. મેં એવા ઘણાં માણસને જોયા છે. એ ધર્મમાં જોડાય, મંદિરમાં જાય ત્યારે ઘેલા ઘેલા થઈ જાય અને બહાર જાય એટલે જાણે ધર્મ સાથે કાંઈ લાગેવળગે જ નહિ. , જ્ઞાન અંદરનું હોય તે એક સરખે સમભાવ ટકી શકે. તમે જે કરે તેમાં સંવાદ લાવે. તમને ખ્યાલ રહે કે પ્રત્યેક પ્રવૃત્તિમાં મારો આત્મા છે, જે સમાધાન ચાહે છે. એવું તે ન જ બને કે તમે આખે ય દિવસ ઉપાશ્રયમાં કે દેરાસરમાં રહે. દિવસના ૨૨ કલાક તમારે દુનિયામાં કાઢવાના છે. તમે દુનિયામાં ઉપયેગવંત–જાગ્રત ન રહે. અને અહીં માત્ર બે કલાક માટે જ ઉપયોગવંત રહો તે Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પૂણેના પગથારે ૨૨. કલાકનું શું? એથી તે બે કલાકનું પણ ધોવાઈ જાય. જમા કરતાં ઉધાર વધી જાય. ઉપયોગની સાવધાની તમને મળી જાય, તે દરેક પ્રસંગે તમે વૃત્તિઓનું સંશેધન, અવકન, નિરીક્ષણ કરી શકે. નાનક એકતામાં બહુ માનતા નાનકને લખનૌના નવાબ અવારનવાર જ્ઞાનગોષ્ઠિ કરવા મળતા. નવાબને કાજીએ કહ્યું : “નાનક મેટી વાતો કરે છે પણ નમાજ પઢવા કદી આવે છે?” એટલે નવાબે નાનકને પૂછયું: “તમે મારે ત્યાં આવીને નમાજ પઢશે ? ” નાનકે કહ્યું: “હું આવીશ, જરૂર આવીશ. એમાં મને શું વાંધો છે ?નાનક તે ગયા. નમાજ પઢવાની શરૂઆત થઈ. નાનક તે એકધ્યાન, એકતાન હતા. પેલા બનનેએ નમાજ તે શરૂ કરી. ત્યાં નવાબને થયું: “નમાજ જલદી પૂરી થવી જોઈએ. આજે અરબસ્તાનથી ઘડાવાળા આવવાને છે. સારામાં સારા ઘેડા લેવાના છે. મેં વળી નાનકને આજે ક્યાં બોલાવ્યો !” કાજી ગર્વમાં ચકચૂર હતે- કે કે આ નાનકને ઝુકાવીને લઈ આવ્યું. એને મસ્જિદમાં માથું ઘસત કરી નાખે ! મેં એને વટલાવી નાખે ! સ્વાર્થની ધૂનમાં જ નમાજ પૂરી થઈ. કાજીએ કહ્યું : “અરે! તમે તે ઊભા જ છો. અમારી જેમ વળી વળીને. નમાજ તે પડ્યા જ નહિ.” નાનકે કહ્યું: “નમાજ તે ખરી રીતે હું પહયો છું, તમે નમાજમાં હતા જ કયાં? એક જણ ઘેડા ખરીદવા ગયા હતા અને બીજો નાનકને વટલાવી નાખે તેની મગરૂરીના ગર્વમાં ચકચૂર હતે.” બન્નેને આશ્ચર્ય થયું. અંતરની વાત એ કેમ જાણી ગયા ! વટલાવવાથી કંઈ કલ્યાણ થતાં નથી, પિતાને સુધારવાને બદલે બીજાને સુધારવાને જાણે ઈજા લીધો! Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૫] આપણે કોઈને સુધારવાને ઈજા લીધે નથી. પહેલાં તે આપણે પિતે જ સુધરી સ્વને વિકાસ કરીએ. પૂર્ણ વિકસિત અને શુદ્ધ આત્માના સંપર્ક માત્રથી જે સુધારે અને નિર્મળતા આવી શકે તે અણવિકસેલ અને અશુદ્ધ માણસનાં ભાષણેથી પણ નહિ આવે. મારા અભ્યાસ કાળમાં મારા ગુરુ કહેતા કે તું પ્રવચન આપે ત્યારે એ ખ્યાલ પણ ન આવવો જોઈએ કે હું લેકેને ઉદ્ધાર કરું છું. તું એમ વિચારજે કે હું સ્વાધ્યાય કરવા બેઠો છું, અને એ સ્વાધ્યાયમાં આ બધા મારા સાક્ષી છે. સ્વાધ્યાયમાં કયાંય પ્રમાદ થાય તે શ્રેતાઓ સુધારે કે તમે આ વિષય ઉપર બોલતા હતા અને કયાં ઊપડી ગયા? આમ તમારા સ્વાધ્યાયને ઉપયોગ અખંડ રહે. શ્રેતાજને તે તમારા પરીક્ષકે છે. તમે એકલા ચેપડી વાંચતા હે અને તમારે થેડકવાર આરામ કરે છે તે કરાય, ચેપડી મૂકી પણ દેવાય, પણ એક કલાક પ્રવચન ચાલતું હોય એમાં એ ન ચાલે. સ્વાધ્યાય ચાલતું હોય અને એમને કંઈ વિચાર કેકને ગમી જાય, જચી જાય, અંતરમાં ઊતરી જાય, ક્યાંક લાગુ પડી જાય અને શુદ્ધિ આવી જાય તે તે સહજ છે. પણ ઉદ્ધાર કર્યાને અહંકાર તું આવ જોઈએ. નદી વહે છે, વહેવાને એને સ્વભાવ છે. એને એ હેતુ નથી કે લાવ, ગામનાં લેકેનાં કપડાં ધતી જાઉં, લેકેને પાણી પાતી જાઉં. એને તે વહેવું છે સાગરમાં મળી જવું છે; વચ્ચે આવતાં ગામડાઓના લેકેને પ્રવાહને લાભ મળતું હોય તે એ એમનું સદ્ભાગ્ય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૪૬]. પૂર્ણના પગથારે એવી રીતે સાધુ સાધનાના પ્રવાસમાં પ્રયાણ કરી રહ્યો હોય છે. એમાં લોકે આવીને લાભ લેતા હોય તે બહુ સારી વાત છે. આમાં સાધુને ગર્વ નહિ આવે. ઘણાને તે અમુક દેશના ઉદ્ધારક હોવાને ગર્વ આવી ગયે છે. પિતાના નામની આગળ વિશેષણ તરીકે એને ઉપગ કરે ! અમુક દેશદ્વારક! પણ પહેલાં તું તારે ઉદ્ધાર તે કર ! કઈ કેઈને ઉદ્ધાર કરી શકતું નથી. આ એક અજ્ઞાન છે અને આ અજ્ઞાન જ માણસને ભુલામણીમાં નાખે છે. તે જે ઘડીએ આ દષ્ટિ આવી, કે મેં આને ઉદ્ધાર કર્યો, એને તાર્યો, એ જ ઘડીએ પતન. આ ગર્વે ઉપર લઈ જવાને બદલે નીચે નાખી દીધે. માણસે સહજ દશામાં રહેવાનું છે. - જેમ દીવે બળતું હોય એના પ્રકાશમાં કોઈ પણ વાંચી શકે, તેમ જ્ઞાનદશામાં કે સ્વાધ્યાયમાં પણ સહભાગી બને. અહંકાર આવતાં અસ્મિતાનું કેન્દ્ર સ્થૂલ બની જાય છે. ત્યાં સૂક્ષ્મતા સંભવે જ કેમ? - આંતરવનિ સૂમ છે. આ ધ્વનિને સ્પર્શ એ જ પ્રાર્થના છે. સમાધિ કહે કે પ્રધાન કહે, આ બધાં તે નામ છે. મૂળ વસ્તુ શું છે એ આપણે જોવાનું છે. લેકે લઠી ક્યાં રહ્યા છે? નામના નામે લઢી રહ્યા છે. આત્મ-રામના કામના નામે ઝૂરતા હતા તે તે કલ્યાણ થઇ ગયું હેત. પણ રામનું કામ શું છે એ ખબર નથી અને નામ યુદ્ધનું ધામ બન્યું છે. . આ વિશ્વમાં એક ઊર્ધ્વગામી પરમતત્વ છે. એ પરમતત્ત્વ સાથે એકતા સાધવી એનું નામ પ્રાર્થના, એનું નામ Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૪૭] ધ્યાન, એનું નામ સામાયિક, એનું નામ શુદ્ધિ અને એનું નામ સમાધિ. - ભગવાન આગળ સ્તવનમાં શું કહીએ છીએ? “હું તે કોધ કષાયને ભરિયે, તું તે ઉપશમને દરિયે.” આ અંતરને ખ્યાલ આપે છે? હું કોધથી ભરેલું છું, તું ઉપશમથી સભર છે, તે હવે તારા અને મારા વચ્ચે મેળ કેમ જામે? - આ વસ્તુને વિચાર કરવા માટે આપણે તીર્થે, મંદિરે જઈએ છીએ. આ એકતા ન આવે; પરમાત્મતત્વની સાથે મળવાનું ન થાય; તે આપણે જે લેવું જોઈએ, જે મેળવવું જોઈએ, તે જ રહી જાય. કેઈકવાર તે પરમતત્વને મળો ! મળવાની એ ઘડી કેવી પરમશાતિની હોય! એનું મિલન વર્ષમાં એક વાર પ્રાપ્ત થાય તે પણ ભલે. એ ભલે એક કલાક માટે હોય પણ એ એક કલાક જીવનના હજારો કલાકને ટપી જાય એ કલાક છે. જિંદગી વર્ષોથી નથી મપાતી, આવા કલાકેથી મપાય છે. જિંદગી જે વર્ષોથી મપાતી હોત તે તે વૃક્ષે અને જનાવરે હજાર વર્ષ આમનાં આમ જીવતાં હોય છે. - જીવવું શું છે? અનુભવવું છે, સંવેદન કરવાનું છે. અને સંવેદન કેની સાથે? પરમતત્ત્વની સાથે એકતાનું સંવેદન કરવાનું છે. જેટલી એકતા માણસ કરી શકે એટલે . એ સાચા અર્થમાં જીવે છે. • રાવણ બીજી બધી બાબતમાં પૂરે હતે પણ એક વાર થોડા સમય માટે એ એકતાર બની ગયે, એકરૂપ બની Page #155 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પૂર્ણને પગથારે ગ, સ્વમાં ઓગળી ગયે. સારંગીને તાર તૂટે તે એની એકતા તૂટે. એની ખાતર એ નસ તેડીને પણ એકતા ટકાવવા માગે છે. એણે શું કરી નાખ્યું? ગજબ કરી નાખ્યું. તીર્થકર ગેત્ર બાંધી નાખ્યું. કેટલી વારમાં તીર્થ". કર નેત્ર બાંધ્યું? વર્ષો નહિ, કલાકમાં. આ તે સેદે છે. લાગી જાય તે થેડીકવારમાં. આ જન્મારે સુધરી જાય. કેટલાક હમેશ બજારમાં જાય અને કાંઈ ન મેળવે; અને કેટલાક બજારમાં જાય, બેસે, એકાદ સેદો એ કરે કે પછી બાર મહિના એમને ઊંચું પણ જેવું ન પડે. - ધર્મ પણ એમ જ છે. કેઈ એમ કહે કે હું જ ઉપાશ્રયમાં બેસું છું, સૂઈ રહું છું. એ ઉપરથી એમ માનવા જેવું નથી કે આ બહુ કમાણીવાળે લાગે છે. હા, એ બેઠે બેઠે બીજું પણ કરતા હોય. કેણ શું કરે છે એની જ ગણતરી કરતે હોય. એમ તે પૂજારી પણ ભગવાન પાસે જ રહે છે. શું એ તરી જાય છે? તરવાની રીત કાંઈ જુદી જ છે. આધ્યાત્મિક કમાણી સહેલી નથી. લય લાગ એ બહુ મુશ્કેલ છે. શિખર ઉપર ગયેલા તળેટીએ આવી પછડાયા હજારે દાખલાઓ છે. શિખર ઉપર ગયેલાઓને પણ કેઈકવાર પાછું નીચે તળેટીમાં જવાનું મન થઈ જાય છે. ધર્મમાં પણ એવું જ છે. માણસ ધર્મ કરતે હોય, એ બધાને છેડી બેઠે હોય. અને છેડ્યો, માનને છેડ્યું, માયાને છોડી, લેભને છોડ્યો પણ કેઈકવાર એને પાછો એવી વૃત્તિ જાગે અને એ બીજા જ પ્રકારના લેભમાં ઊતરી જાય. ધનને લેભ ન હોય પણ બીજે જ કેઈ લે જાગી Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૪] જાય. આ બધું છોડીને એ શિખર ઉપર ગયે હતે પણ બીજા લેભે પાછે એને ત્યાંથી તળેટીએ આયે. નાનકે પેલા કાજીને એ જ કહ્યું: “પ્રાર્થના, નમાજ તે મેં કરી. તું તે મને ઝુકાવવાની ધૂનમાં હતે. તમે બનેએ નમાજ પઢી છે જ ક્યાં ? તમે તે ખાલી ઊંચાનીચા થતા હતા. વૃત્તિ તે સ્વચ્છેદ થઈ ભટકતી હતી.” નવાબે અને ઈમામે પૂછ્યું: “અમારા મનની અંદર રહેલી વાત તમે કેમ જાણું?” દિલ અને દિલ વચ્ચે સંદેશા ચાલ્યા જ કરે છે. મનના પડઘા છાના નથી રહેતા. માણસ ન બેસે તે પણ ઘણીવાર જણાઈ આવે છે. એક ડેશી પિતાની દીકરીને લઈને જાય છે. રસ્તામાં ઊંટવાળાને જોઈને કહે છે કે મારી દીકરી તું ઊંટ ઉપર બેસાડ, એ થાકી ગઈ છે. પેલાએ કહ્યું કે આ ઊંટ હવા ખાવા અને ફરવા માટે છે, ભાડા માટે નહિ. આગળ જતાં ઊંટવાળાને વિચાર બદલાયે યુવાન છે કરી હતી, દાગીના પહેરેલાં હતાં. આ તક મેં જતી કરી ! એ ઊભે રહ્યો. ડોશી આવી એટલે ઊટવાળાએ કહ્યું, કે તારી છોકરીને બેસાડી દે, એટલે મને સેવાને લહાવે મળે. ડોશીએ કહ્યું : એ સમય તે ગયે.” “કેમ?” “તને જે કહી ગયે એ જ મને કહી ગયે.” “શું કહ્યું? ” “તને જે વિચાર આવ્યો એ વિચાર મને પણ આવી ગયે.” આવું reflection સામાન્ય ભૂમિકા પર રહેલા માણસને પણું થાય. તમે વ્યાપાર કરતા હે અને કેઈકવાર મુશ્કેલીમાં આવે તે પહેલાં જ તમને intuition નથી આવતું ? બહાર Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦] પૂર્ણના પગથારે ગામ કેઈ બીમાર હોય અને તમને એના પત્રથી જાણ થાય એ પહેલાં કાગળ લખવાનું મન થઈ જાય છે ને? કઈક માણસ આવતે હેય ને તમને સાંભરે કે ફલાણાભાઇ કેમ આવ્યા નથી? અને એ જ સમયે એ બારણે ટકોરા મારે. તમે કહે કે તમે તે વર્ષના થવાના, હમણાં જ તમને યાદ કર્યા. વાત એ છે કે વિચારની કેટલી જબરજસ્ત શક્તિ છે એને લેકેને ખ્યાલ નથી. મહાપુરુષને એને ખ્યાલ છે, એટલે એકેએક વિચારને એ સારે રાખે છે. દરેક વિચારને એ ધોઈને સ્વચ્છ રાખે છે. અમુક દેશના સમાચાર લેકના રેડિયે ઉપર ન આવવા દેવા હોય તે રેડિયે સેન્ટરવાળા centreમાંથી એ તાર જરા ફેરવી નાખે પછી એ સેન્ટર ઉપર તમે ગમે એટલીવાર સ્વિચ ફેર પણ ત્યાંના news તમારા સ્ટેશન ઉપર નહિ આવે. - એવી જ રીતે આપણું આ ચૈતન્ય એક એવું centre છે, જેમાં વિશ્વના બધા જ પ્રવાહે તમે પકડી શકે. પણ અંદરને તાર ખસી ગયે તે સામાન પ્રવાહ નહિ ઝિલાય. . એટલે જેટલા વિચારે સારા બનતા જાય, શુદ્ધ બનતા જાય, ઉચ્ચ બનતા જાય, એને ફાયદે કેને છે? તમને છે. પછી તમે બધા વિચારે wavesની જેમ receive કરી શકે. આ શકિત બધામાં પડી છે. ખાસ કરીને એ માતાઓમાં દેખાશે. માતૃહૃદય એટલું તૈયાર હોય છે કે, પિતાના સંતાનનાં અશુભમાં અને શુભમાં એ તારે ઝણઝણ ઊઠે છે. . ? " Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન [૧૧] | એક wire હાય, એ ખાલી પડેલે હોય ત્યારે એમાં કઈ જ ઉષ્મા ન હોય. પણ એ જ wireને લઈ તમેsocketની સાથે જોડી દે છે પછી એ electrified થઈ જાય છે. એમાં હવે વિદ્યુતપ્રવાહ વહે છે, electricity છે. આ શું થયું ? એનું જોડાણ મૂળ સાથે થયું. એની બંધી શક્તિ પેલા wireમાં આવી ગઈ. પછી એને જે જે bulb અડે તે પ્રકાશથી ઝળહળી ઊઠે. એવી જ રીતે આ ચૈતન્ય મહાચતન્યની શકિતનાં કેટમાં ગોઠવાઈ જાય છે અને એની બધી શકિતઓ આ નાનકડા વાયરમાં, ચૈતન્યમાં અવતરણ પામે છે. આપણે એકાગ્રતા દ્વારા, ધ્યાન દ્વારા, પ્રાર્થના દ્વારા, આ શકિતને પિતાનામાં સંચાર કરાવવું એ જ આપણી બધી ય કિયાઓની પાછળ રહેલે એક મુખ્ય ઉદ્દેશ અને આશય છે. આ પણ એ પહેલાં આપણને ખ્યાલ આવો જોઈએ કે હું એક તિ છું, પ્રકાશ છું અને આ દેહ એ તે માત્ર એક કેડિયું છે. આ કેડિયામાં જે ત છે એની જ કિમત છે. કેડિયું. ફૂટે તે ફૂટવા દે પણ તને જાળવી રાખવાની છે. સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા દેવ, ગુરુ અને ધર્મ - ઉપર શ્રદ્ધા રાખવી એ છે. આત્મામાં શ્રદ્ધા શરુ કરવી એ સૂક્ષ્મ ભૂમિકાની વાત છે. . આ ભૂમિકાને પ્રધાન વિચાર-હું આત્મા છું, અમર છું. મરી જાય છે તે દેહ છે. જ્યાં સુધી હું આ દેહ અને વૃત્તિઓના સંગે હું ત્યાં સુધી હું મરણધમ બની પરિ- બ્રમણ કરું છું. Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પૂર્ણના પગથારે આ મરણધમી ન બનવા માટે દેવ, ગુરુ અને ધર્મને ટેકે છે. એના સહારાથી હું શુદ્ધ બનું છું. દેવ, ગુરુ અને ધર્મ મારાં સાધન છે, સહાયક છે, ઉપકારી છે અને ઠેઠ મેક્ષ સુધી પહોંચાડવામાં પૂર્ણ મદદગાર છે. મદદગાર છે પણ મદદ લેનારે હું પિતે છું. મદદ લેનારમાં જેર નહિ હે તે મદદગાર તમને શું કરે ભાઈ? પગથિયું છે પણ ચઢનારે જ જે તૈયાર ન હોય તે પગથિયું કેઈને ઉપર ધકેલતું નથી. આ ચઢનારને ઘણું ભૂલી ગયા અને પગથિયાં એમને યાદ રહી ગયાં. આ ગોટાળે નથી? આજે મોટા ભાગના માણસો પગથિયાંને જ યાદ કરે છે, ચઢનાર પ્રતિ લક્ષ્ય જ નહિ. મારે કહેવાનું એ જ છે, કે સમ્યગ દર્શનને પ્રારંભ એટલે “ચઢનાર કેણ”ની સમજ; ચૈતન્યનું લક્ષ્ય આ લક્ષ્યને સતત લક્ષમાં રાખી દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરે અને સ્વરૂપને પૂર્ણ અનુભવ કરે. . Page #160 -------------------------------------------------------------------------- ________________ “વિકાસ” “વિકાસ” એ તમારી સંસ્થાના માસિકનું નામ છે. હું ઈચ્છું કે એ જ તમારા સૌને જીવન-આદર્શ હે. વિકાસ! હા, વિકાસ એટલે ખીલવું, હદયને ખેલવું, અંધકારને બહાર ફેંક અને પ્રકાશને સત્કાર કરે. વિકાસ એ વૃત્તિ નહિ, પ્રવૃત્તિ છે. ગતિ નહિ, પ્રગતિ છે. કળી એ વિકાસ અભિમુખ બને છે. એ ખીલતી જાય છે અને સૂર્યને પ્રકાશ હદયમાં ભરતી જાય છે. પ્રકાશના સ્પ કળકળીમાંથી સૌદર્ય વિકસે છે. માણસનું જીવન પણ બિડાયેલી કળી જેવું છે. એ વિકસે તે ભકિત, પ્રેમ અને પ્રભુતાને પ્રકાશ ઝીલી, પિતાના જીવનને સૌંદર્યમગ્ર બનાવી દે. ઘરના મધ્ય ભાગમાં ફૂલદાનીમાં પુષ્પને ગોઠવે છે, કારણકે એ ખીલી જાણે છે, પ્રકાશને ઝીલી જાણે છે, પિતાના જીવનને વિકાસ કરી જાણે છે. જે પુષ્પ ખીલી જાણે તે માણસનું હૃદય શા માટે ખીલી ન શકે? ફૂલને વિકાસ માણસના મનને આકર્ષી શકતે હોય તે વ્યક્તિને વિકાસ કેમ ન આકર્ષે ? [૧૫૩] Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૫૪] પૂર્ણ પગથારે જેમણે પિતાના વિકાસમય જીવનની સુવાસ ફેલાવી એમના નામને, એમના સ્મરણને, એમની કીર્તિને ડંકે આજે પણ સર્વત્ર વાગી રહ્યો છે. એ કાંઈ ધન-સંપત્તિ આપી નથી ગયા પણ એ વિકસી ગયા. એમના સમયમાં એ વિકાસની પૂર્ણતા પામી શક્યા.. જેમ જેમ કાળ વહેતે જાય છે તેમ તેમ આવા મહાપુરુષના નામની સુવાસ વધારે અને વધારે ફેલાતી રહે છે, લોકોને પ્રેરણાનાં પાન કરાવી તેમના માર્ગને અજવાળી રહે છે. જે દેહ માં જીવીએ છીએ એ દેહ પડી જવાને, જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયા વિખરાઈ જવાની અને જે સ્વજને આપણી પાસે છે એ છૂટા પડવાના. ટૂંકમાં કશું જ શાશ્વત નથી, છતાં આપણે જાણે અમરત્વ પ્રાપ્ત કરીને આવ્યા હોઈએ એમ વતી એ છીએ? માણસ પૂતળાં મુકાવવાથી કે ફટાથી અમર નથી બનતે. એ એનાં સુકાર્યોથી અમર બને છે. જેમ જેમ કાળ વહેતે જાય તેમ તેમ સુકાર્યોનું તેજ વધતું જાય છે. જેમ અંધારામાં દીવ ચમકે છે એમ કાળ વ્યતીત થતાં એમનાં નામ ચમકે છે. ' આપણે વિચારીએ કે આપણે સંસારમાં શું કરી શકીએ? સંસારને શું આપી શકીએ ? સંસારમાંથી શું લઈ જઈ શકીએ ? ' ડુંક લેતા જઈએ ને થોડુંક દેતા જઈએ. આ લેવડદેવડ છે. પણ તમને એમ થશે કે શું લેવું અને શું દેવું ? આ સંસારમાં લેવા જેવું હોય તે લેકની શુભેચ્છા છે. રોજ એકાદી પણ શુભેચ્છા જીવનના ખાતામાં જમે ક Page #162 -------------------------------------------------------------------------- ________________ “વિકાસ” [૧૫] થવી જોઈએ સાંજે સૂવા જતી વખતે તમારા મનને પૂછો કે આજે મેં શું સારું કામ કર્યું ? એકાદ નાનકડું પણ કામ યાદ કરે. આંધળાને દોરવાનું, કૂતરાને રોટલી આપવાનું, તરફડતા જીવજંતુને છાંયે મૂકવાનું, પાડેશીને સારી વાત કહી દુઃખમાં આશ્વાસન આપવાનું, એ નાની વાતમાં પણ શુભેચ્છાઓને સંગ્રહ છે. બીજાના હૃદયમાંથી પ્રગટેલ આશીર્વાદને પ્રવાહ તો તમારા જીવનને નવપલ્લવિત કરી દે એ હોય છે. - લેકે એકબીજાની નિંદા કરે, પાછળથી ખરાબ વાતે કરે. પણ આ કુટેવથી ફાયદે શે ? જીભ અપવિત્ર થાય, મન ખરાબ થાય અને જેની વાત કરી એને તો એની ખબર પણ નથી. આ વાતને ઊંડાણથી વિચાર કરશે તો થશે કે શા માટે હું બીજાની વાત કરવા જાઉં છું? બીજાના પ્રશ્નોને વિચાર કરવાને મને શું અધિકાર અધિકાર હોય તે મારી કે મારી જોડે બેઠેલા હોય તેની વાત કરવાને છે. "" મેટા ભાગની શકિતઓ બીજાની ટીકા કરવામાં, બીજાના દેષ જોવામાં ખલાસ થઈ જાય છે. - આવી નિશાખોરીને કારણે સમાજમાં ઘણું નુકશાન થયું છે. જે સારા અને સાચા છે એમને માટે પણ હૃદયમાં ભાવ ન જાગે, થાય કે દુનિયા આવી જ છે તે આપણે પણ એવા કેમ ન બનીએ ? તો બીજાના દોષ જેવા, દુર્ગણ જેવા અને બીજાની પંચાતમાં જીવનના કીમતી સમયને વેડફ એના કરતાં Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬] પૂણેના પગથારે જેને માટે તમને ખરેખર લાગતું હોય તેને જ કહેઃ તમારામાં ઘણી સારી ટેવ છે એ જોઈ મારું મન તમારા પ્રત્યે આદર સેવે છે પણ તમારી આ એક ટેવ મારા મનમાં ખૂંચે છે, એને દૂર કરે તે સુવર્ણમાં સુગંધ ભળ્યા જેવું થાય.” પણ એની ગેરહાજરીમાં વાત કરવી એ સંસ્કારી સ્ત્રીને અને એમાં પણ ધમીને તે શેભતી જ નથી. ' ધર્મને માત્ર ધર્મસ્થાનમાં જ પૂરી ન રાખે, એને સંસારમાં વાળે. ધર્મ એ જીવનને પારદર્શક, શુભ્ર બનાવવાને કીમિયે છે. શબ્દને નિંદા કરવામાં વાપરે એના કરતાં આશ્વાસનના હૂંફાળા બે શબ્દને બીજાને શાંતિ આપવામાં વાપરે તે કેવું સારું ? તમારી પાસે પૈસે હેય, સાધને હેય તે જે દુનિયામાં તમે રહેતા હે ત્યાં પાડેશીને જુઓ. માણસ માણસને કામ નહિ આવે તે કણ કામ આવશે ? તકતી માટે આપવા કરતાં તકલીફમાં ડૂબેલાં કુટુંબને ખાનગી રીતે મદદ કરવામાં જ સાચી માનવતા છે. આવી મદદ કરનાર પ્રત્યે તે આદર પણ જાગે અને આશીર્વાદ પણ પ્રગટે. એક બહેન પહેલાં ગરીબેને સારી મદદ કરતાં હતાં પણ થોડા સમયથી એમણે એ બંધ કરી હતી. એમને પૂછયું તે કહેઃ “હું હવે ગરીબને મદદ નથી કરતી કારણકે એકવાર એમનાં છોકરાને મીઠાઈ લાવીને ખતાં મેં જોયાં. મને થયું આ મદદને પાત્ર નથી.” ' પૂછયું: “તમારી જેમ એ મા નથી? માને જીવ છે, પેટે પાટા બાંધી, દુઃખ વેઠીને પણ કેઈ સારા, Page #164 -------------------------------------------------------------------------- ________________ “વિકાસ” [૧૫] દિવસે પૈડા લઈ એના ભૂલકાંને આપે. આ જોઈને તે તમારી આંખમાં અમી વસવાં જોઈએ. તમને એમ થવું જોઈએ કે અમે તે રેજ ખાઈએ છીએ, ચાલે ગરીબ પણ ખાય છે. એ પણ જીવ છે, મનુષ્ય છે. આ દષ્ટિ કેળવવાની જરૂર છે.” ઘણીવાર આવા પ્રસંગે જોઈ દાન દેનારા આ બહાને આપવાનું બંધ કરે છે. સમાજમાં વ્યકિત વ્યક્તિ વચ્ચેના ખોટા ખ્યાલ નીકળી જાય તે સમાજ બહુ નજીક આવે, એકબીજાને સમજે અને એકબીજાને ટેકે બને. આજે સુખને દિવસ છે. શી ખબર કે કાલે સુખને દિવસે નહિ બદલાય ! કંચન, કાયા અને કુટુંબ અશાશ્વત છે. એ હોય ત્યારે એને સારે ઉપગ કરી લે તે જીવન ધન્ય થાય. વસ્તુ હોય ત્યાં સુધી ઉપયોગ કરી લે. એક રાજા પાસે એક વિચારક ગયે. વિચારકે પૂછ્યું: “તમે આટલા બધા સુખી કેમ છે?” રાજાએ કહ્યું : આજે ઉત્તર નહિ આપું પણ આ વડલાના ઝાડ નીચે બેસ, ત્યાં છ મહિના રહેવું પડશે. આ વડલો સુકાઈ જશે ત્યારે કહીશ.” - પેલા વિચારકને એક જ વિચાર રાત-દિવસ આવે. આ વડલે જલદી સુકાતે કેમ નથી? ક્યારે સુકાશે? રેજ જુએ. ધીમે ધીમે પાંદડાં પીળાં પડવા લાગ્યાં અને ત્રણ મહિનામાં વડલે સુકાઈ ગયે. વિચારક રાજા પાસે ગયે તે રાજાએ કહ્યું : “વડલે નવપલ્લવિત બને, ફળફૂલથી લચી પડે ત્યારે ઉત્તર આપીશ. Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] પૂણેના પગથારે અને નવપલ્લવિત થતાં પહેલાં જે જ રહીશ તે તને સજા કરીશ.” પિલે વિચારક જ બેઠે બેઠે કહે: “હે વડલા! તું નવપલ્લવિત બને તે ઉત્તર મળે. ઉત્તર નહિ મળે તે કાંઈ નહિ પણ હું જીવતે ઘરભેગે તે થાઉં.” ત્રણ મહિના પછી કંપળ ફૂટી. એ દેડી ગયે રાજદરબારમાં. રાજન ! વડલે નવપલ્લવિત થયે છે.” રાજાએ કહ્યું : “ઉત્તર મળી ગયે ને ? વડલા નીચે બેસી જ નિસાસા નાખતું હતું તે તારા નિસાસાથી વડલે સુકાઈ ગયે. બીજા ત્રણ મહિનામાં આશીર્વાદ આપવા માંડે, શુભેચ્છાઓ વરસાવવા લાગે તે સૂકો વડલે લીલે થયે.” * | સંસારમાં લેકેની શુભેચ્છા લે તે વડલાની જેમ નવપલ્લવિત રહે, સુખી બને. અને નિસાસા લે તે સુકાઈ જાઓ, દુઃખી બને. . માત્ર મારું કલ્યાણ થાય એમ નહિ પણ સહુનું ભલું થાએ એમ ઈચ્છો. સહુના ભલામાં મારું ભલું છે એમ વિચારે. કેટલાક કહે કે, બીજા ગયા ખાડામાં પણ બીજા ખાડામાં જશે તે તમે ટેકરા ઉપર કેમ રહી શકશે ? : બીજાં સુખી તે તમે સુખી. સવારે પ્રાણ રેડીને પ્રાર્થના કરે : शिवमस्तु सर्व जगतः, परहितनिरता भवंतु भूतगणाः । दोषा प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवंतु लोकाः ॥ બધાનું કલ્યાણ હો બધા સુખની છાયામાં રહે; આ શબ્દો સાથે એકરસ બને, આ છે આ પ્રાર્થનાને સાર. પછી જુઓ Page #166 -------------------------------------------------------------------------- ________________ ‘વિકાસ [૧૫૯] કે સુખ તમારે આંગણે દોડતુ દોડતુ' આવે છે કે નિહ. રેડિયામાંથી તર ંગો દ્વારા સંગીત તે તેમ વિશ્વમાંથી સંગીતનાં માજા' છૂટે. એ ગુપ્ત છે, પ્રચ્છન્ન છે પણ એ એક હકીકત અને બળ છે. જે બધાંનુ સારુ.. ઇચ્છે એનુ પૂરુ કરનાર કાણુ ? 99 સુવાસ દેખાતી નથી પણ સૂંઘી શકાય છે, એમ આશીર્વાદ દેખાય નિહ પણ અનુભવાય ખરા. સુખને અનુભવ થાય છે ને ? એ કયાંથી આવ્યું ? કેમ આવ્યુ ? આશીવૉદના ખીજમાંથી સુખના છેોડ પ્રગટ્યો છે. સુખની લાલી જીવનમાં લાવવી હોય તેા શુભેચ્છાએ વધારવી પડશે. દુનિયાભરમાંથી શુભેચ્છાએ ભેગી કરે; જ્યાં જાઓ ત્યાં નમે. નમ્યા તે સૌને ગમ્યા. સુખના દહાડામાં માથુ` ઊંચું કરશે નિહ. નમતા રહ્યા. દુનિયાને શીખવા દે કે આ આત્મા આટલા સુખી છતાં કેવા વિનયી ! કોઇ ભૂરા વિચાર મોકલે તે આશીર્વાદના જળપ્રવાહમાં એ પૂરા વિચાર• તરત જ અગારાની જેમ મુઝાઇ જાય છે. વિપુલ પાણીમાં ખળતા કાલસા બુઝાઇ જાય એમ શુભેચ્છાના સરોવરમાં દુવિચારના કાલસા બુઝાઇ જવાના જ. દુનિયામાં શું લેવાનું છે ? શુભેચ્છા. દુનિયાને દેવાનુ શું છે ? પ્રેમ. બધાં પ્રેમ ચાહે છે. કૂતરુ માણસને ગમે છે કારણકે એ પ્રેમી છે. માલિકને જુએ અને નાચવા માંડે એ બીજી ભાષા નથી જાણતું. એની આંખમાં પ્રેમ છે, માલિકને સાચા Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પૂણેના પગથારે દિલથી એ ચાહે છે. એટલે જ માણસ દીકરાને ન ચાહે એટલે કૂતરાને ચાહે અને સાચવે. - એક માળામાં રહેતું કુટુંબ બીજે રહેવા ગયું. એના ગયા પછી માળામાં કહે કે એ કેવું સારું કુટુંબ હતું, એનાથી આખે માળે સુવાસિત હતા, તેઓ ગયા અને માળાની રોનક ચાલી ગઈ. માળ ખાલી ખાલી લાગે છે. આમ શા માટે ? એટલા માટે કે એ કુટુંબ જીવન જીવી જાણતું હતું, પ્રેમ અને મૈત્રોની હવા ફેલાવી જાણતું હતું. શુભેચ્છા લેવાની છે અને નિર્મળ પ્રેમ આપવાનું છે. ત્રીજી વાત, છોડવાનું શું? કોધને છોડવાને છે. બહેનેનાં મગજ જલદી ગરમ થઈ જાય છે. તે શું કરવા સંસારમાં પડ્યાં? ઇચ્છીને સંસાર સ્વીકાર્યો છે, હવે ક્રોધ કરે શું વળે? જવાબદારી લીધી છે તે પૂરી કરે. સંસારમાં પડ્યા છે તે શાંતિ રાખે. ઘણી બહેને ક્રોધમાં આવે ત્યારે બાળકને મારે, પતિને કટુવચને સંભળાવે. ક્રોધ એક એવે તેફાની વાયરે છે જે વિવેકના દીપકને બુઝવી દે, પછી સામે કેણ છે તે દેખાય જ નહિ. કોઇ ત્રણ વસ્તુને નાશ કરે છે. પ્રીતિ, વિવેક અને વિનય.' કોઈ આવ્યું અને પ્રીતિ ગઈ. બે મિનિટમાં બધું ખાખ. અરે, કીધી તે પિતાની જાતને પણ નુકશાન કરે. સ્ત્રીઓ કધમાં આવી જઈને આપઘાત પણ કરે છે ને? પુરુષને આપઘાત કરતા જોયા છે? સ્ત્રોજાતમાં આપઘાતના બનાવે Page #168 -------------------------------------------------------------------------- ________________ “વિકાસ” [૧૬૧] ઘણા બને છે. કારણકે એ એટલી નિર્બળ બની જાય છે કે પિતાની જાતને પણ જાળવી ન શકે. - પતિ કે પત્ની કોધ કરે એમાં બિચારું નિર્દોષ બાળક ટીચાઈ જાય. પ્રેમનું અમૃત વરસાવતી મા ક્રોધના કારણે કાળી બની જાય. નિર્બળને કોઈ જલદી આવે. વીર જ ક્ષમાવાન હેય. આશીર્વાદને સંચય કરે, નિર્મળ પ્રેમનું દાન કરે, ક્રોધને ત્યાગ કરે. - પૂજા કરવા જતાં ફૂલવાળી અડી જાય તે સ્નાન કરી શુદ્ધ - થાઓ પણ ક્રોધરૂપી વાઘરણ આવી તેનું પ્રાયશ્ચિત્તશું? પેલામાં તે પૂજા બગડી ગઈ પણ આમાં તે ભવ બગડી જશે. - ઘણી બહેને નાનકડી વાત ઉપર એટલે બધો ક્રોધ કરે, ઝઘડા કરે કે આખું જીવન અને વાતાવરણ કટુતાપૂર્ણ બની જાય. ક્રોધનું પ્રાયશ્ચિત્ત લે. તમે જ તમારા ગુરુ બને. આમ જાગૃતિપૂર્વક પ્રયત્ન કરતાં આ જૂની ટેવ નીકળી જશે. ક્રોધ આવે તે કહે કે મારે ભગવાન આગળ સો ખમાસણું દેવાં, વીશ બાંધી નવકારવાળી ગણવી. જેની પાસે કોઈ નથી એ તે પ્રેમની દીવડી છે. એના પ્રકાશમાં સુખ અને શાંતિ વસે છે. ચેથી વાત, આત્મચિંતન કરવું ? હું શા માટે આ દુનિયામાં આવી? મારા જીવનને હેતુ ? મારે કરવું જોઈએ ? છે. આમ ડૂબકી મારશે તે જીવનના ઉપગને ખ્યાલ આવશે. અંતરમાં ડૂબકી મારવી, પિતાનું અવેલેકન કરવું ‘એ મેટી વાત છે. પુરાણની આ વાર્તા છે? Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પૂર્ણના પગથારે હિરણ્યકશ્યપુ ભગવાનને મારવા નીકળ્યો. એની પાસે એક વરદાન હતું, એ ગમે તેને મારી શકે. હિરણ્યકશ્યપુત્રણે લેક ફરી આવ્યું પણ ભગવાન એને ન મળ્યા, થાકીને એણે મારવાનું માંડી વાળ્યું. ઘણાં વર્ષો પછી નારદે ભગવાનને પૂછ્યું: “તમે ત્યારે ક્યાં સંતાઈ ગયા હતા ? ભગવાને કહ્યું: “હું એની પાસે જ હતો, એના હૃદયમાં જ છુપાયે હતે. હિરણ્યકશ્યપુ બધે ગયે પણ પિતાના હૃદય તરફ નજર ન નાખી. એ જ્યારે નાખે? વાંકે વળે. ત! પણ એ અભિમાની હતે નમીને નજર અંદર નાખે તે એને ભગવાન દેખાય ને?” - નમ્ર બને. થોડી થોડી વારે અંતરમાં અવેલેકન કરે, નિરીક્ષણ કરે, તે તમને જ તમારામાં રહેલું પરમતત્ત્વ દેખાશે. લેવાને આશીર્વાદ, દેવાને પ્રેમ, ત્યાગ કરવાને ક્રોધને અને જાણવાનું સ્વતત્વ. એ નહિ થાય તો પ્રવાસ નિષ્ફળ જશે. - તમારું નાનકડું મંડળ, દુઃખી માટે, સખત તડકામાં છાંયે આપતા વડલાનું કામ કરી રહ્યું છે એ જોઈ મને આનંદ થાય છે. કેઈનાય સળગતા પ્રશ્નોને સમજીને ઉકેલવામાં સહાય થવું એ પણ એક સેવા જ છે. સેવાના ક્ષેત્રે નાનું શું કામ પણ મહત્વનું છે. કેઈને પાણીનું પવાલું પાવાનું કામ કર્યું હશે તે એને પણ સંતોષ થશે. . સેવા કરવાની ભાવના તમારા બધામાં છે, તમારા કાર્યકરો ઉત્સાહી છે, તો સેવાની સુવાસ કેમ ન ફેલાય? આજની આ ચાર વાતને લક્ષમાં રાખી તમે સહુ કમળની જેમ વિકસતા જાઓ, પાંખડીમાં રંગ લાવતા જાઓ, પ્રકાશને હદયમાં ભરતા જાઓ અને પરમાત્માના પ્રેમના પ્રકાશને પામતા જાઓ એવી શુભેચ્છા. (શ્રી જૈન મહિલા સમાજમાં આપેલું પ્રવચન) Page #170 -------------------------------------------------------------------------- ________________ “આપણું સંસ્કાર ધન" આજને સ્વાધ્યાય “આપણું સંસ્કાર ધન” છે. જે ધનવડે ભારત સમૃદ્ધ હતું, સમૃદ્ધ છે અને સમૃદ્ધ થશે. જો કે ઓટ આવી છે છતાં એની ગૌરવગાથાઓ એવી જ ગવાઈ રહી છે. જે સંસકૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લેકે આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીઓ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે વિચારીએ. ધન કેનું નામ? જે માણસને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું બનાવે અને મૃત્યુને મંગળમય બનાવે. જે ધન માણસને ચિંતા કરાવે, જે ધન માણસને કંગાલ બનાવે, જે ધનવડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી અને અજ્ઞાની બને એ ધન નથી, એને પૈસે કહી શકે.. પસે અને ધન એ બે વચ્ચે મોટું અંતર છે. પૈસો જુગારીની પાસે પણ હેઈ શકે, નટ અને નર્તકી પાસે પણ હોઈ શકે પણ ધન તે સંસ્કાર સંપન્ન નરનારી પાસે જ હેય. એટલા જ માટે પૈસે મેળવ્યા પછી પણ ધન મેળવવાનું બાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય પણ શ્રીપતિ ન કહેવાય, ધનપતિ ન કહેવાય, લક્ષમીપતિ ન કહેવાય. લક્ષ્મી, ધન, શ્રી એ બધાંય જીવનની શેભાનાં ઉપનામ છે. [૧૬૩] Page #171 -------------------------------------------------------------------------- ________________ [૧૬૪] પૂણના પગથારે આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તે અમેરિકા આપણા કરતાં ઘણું સમૃદ્ધ છે. પણ ભારતવર્ષની સમૃદ્ધિ જુદી છે. જે ધનવડે કરીને માણસ સુખી હોય, પ્રસન્ન હય, હૃદયને ઉદાત્ત હય, જ્ઞાનને ઉપાસક હય, જીવનને ધન્ય બનાવતા હોય અને મૃત્યુને મંગળમય બનાવતું હોય એ ધન આપણા દેશનું ધન, જેને હું આપણે વારસે કહું છું, આપણી મૂડી કહું છું. પૈસે ચાલ્યા જાય તે પણ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તે ચાલે પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી કંગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિર્ધન અને કંગાલ ન બની જાય એ માટે મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરવા માગું છું. મહાવીર જૈન વિદ્યાલય” આખર તે એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ લૅજિંગ અને બેડિગ નથી કે ખવડાવ્યું, રાખ્યા અને રવાના કર્યા! આ સંસ્થા સાથે મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની ભવ્યતાનું સ્મરણ આ એક નાનકડું નામ કરાવે છે. અઢી હજાર વર્ષ પહેલાં એ જમાને હતું, જેમાં બુદ્ધ અને મહાવીર વિચરતા હતા, જેમાં અહિંસા અને પ્રેમને પ્રસાર હતું, જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાઓ રાજ્ય છોડીને, મંત્રી મંત્રીપદ છેડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છેડીને સંતના ચરણમાં જઈ બેસતા. એમને લાગતું હતું Page #172 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧૬] કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાને છે કે એ ધન શું હતું કે જે ધનને મેળવવા માટે પૈસાદારે પણ માતા કે આ ધન મળે તે જ અમે સાચા ધનપતિ. મને એક પ્રસંગ યાદ આવે છે, અઢી હજાર વર્ષ પહેલાને આ પ્રસંગ છે. ભગવાન બુદ્ધ રાજનગરીમાં આવ્યા છે; એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાયે નરનારીએ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામને નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો? ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું. એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી લઈને આવીશ પણ હું આપીશ શું? આપ્યા વિના કાંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના કાઈ ભરી શકાતું નથી.” અંદર જે ભરેલું હોય તે નવું તમે કેમ ભરી શકે? અંદર ભરેલું હોય એને કાઢો નાખે તે જ તમે નવું ઉમેરી શકે છે. શિશિરઋતુ હોવાથી બધાં કમળ બળી ગયાં છે, સુકાઈ ગયાં છે, માત્ર એક જ કમળ રહી ગયું છે. આ કમળને સદાસ માળી વેચવા નીકળે છે. નગરશેઠ લેવાની વાત કરે છે: “કેટલા પૈસા?” સુદાસ એક સેનામહોર માગે છે. એટલામાં તે રાજપુત્ર આવે છે. એ કહે “હું તને પાંચ આપું.” બન્ને વચ્ચે હરીફાઈ ચાલે છે. સેનામહેરની હરીફાઈમાં બન્ને ઘણું આગળ વધી જાય છે. સુદાસ આશ્ચર્યથી પૂછે છે: “આપ આ કમળનું શું કરવા માગે છે?” બન્ને કહે છે: “ભગવાન બુદ્ધના ચરણેમાં આ કમળ અમારે ધરવું છે.” સુદાસને વિચાર આવ્યો જેનાં ચરણમાં કમળ ધરવા માટે આ નગરશેઠ અને રાજપુત્ર હરીફાઈ કરે છે એ ચરણે કેટલાં પાવન હવા Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પૂણેના પગથારે જોઈએ! તે આ કમળને વેચું એના કરતાં હું જ જઈને એ ચરણમાં આને સમર્પિત શાને ન કરું ?” અને એ દેડી. આવ્ય, આવીને બુદ્ધનાં ચરણોમાં કમળ ધરી ઢળી પડ્યો. ભગવાન બુદ્ધે કહ્યું : “વત્સ! તારે શું જોઈએ છે?” . સુદાસે નમ્ર ભાવે કહ્યું : “માત્ર તમારી કૃપા નજરનું એક કિરણ મળે અને મારા અંતરનું તિમિર ટળી જાય!” . જે વસ્તુ રાખીએ અને ચેરેને ઉજાગર કરે પડે છે વસ્તુને માટે ભાઈઓને લડવું પડે, પિતા-પુત્રને મન દુઃખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધ શું કહ્યું? “આજની સભામાં સાચો સંસ્કારી અને ધનપતિ હોય તે આ સુદાસ છે.” આ વાર્તા ભગવાન બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે એને સરસ વિચારની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદગાર થાય એનું નામ તે ધન છે, બાકી બધું ય પૈસો છે. આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી પણ દેશ, કાળને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે, બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી. આપણું આ સંસ્કાર ધન શું હતું? આપણી સંસ્કારગાથાને કવિ કાલીદાસે રઘુવંશમાં નોંધી છે. शैशवे अभ्यस्त - विद्यानां, यौवने पुरुषार्थीनाम् । वार्धक्ये मुनिवृत्तानां, योगान्ते च तनुत्यजाम् ॥ . Page #174 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧૬] માનવ જીવનના ચાર તબક્કાઓની ચાર વાતે આમાં મૂકી છે. પહેલું શૈશવ, બીજું યૌવન, ત્રીજું પ્રૌઢત્વ અને એથું મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગેને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયે આપણને બતાવ્યા છે. - “રાવે પૂસ્તવિદ્યાનામું” શૈશવ શેનાથી અલંકૃત અને ચિરંજીવ બને? તે કહે, - શૈશવ વિદ્યાથી ભર્યું હોવું જોઈએ. જેમ કેઈ પાત્ર અમૃતથી ભરેલું હોય તે પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હોય તો? ખાલી. પાત્ર ગમે એટલું સુંદર હોય પણ એનાથી આપણું તૃષા છીપતી નથી. પાત્ર પ્લેટિનમનું હોય તે પણ શું? પ્યાસ તે એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે. એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલું હોય તે જ એ જીવનની પ્યાસને મિટાવે છે. - શેશવ એ વિદ્યાને માટે જ કહેવું જોઈએ. મુરબ્બીઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકના વિદ્યાભ્યાસના સુવર્ણકાળમાં એમના તરફથી જાણતા કે અજાણતાં એમાં કઈ પિત્તળ ન મળી જાય કે એમનું સુવર્ણ, જીવનના ખરા સમયમાં ખોટ પડી જાય! આ વાત રાજદ્વારી માણસે, નેતાઓ અને માતાપિતાએ ધ્યાનમાં રાખે તે બાળકના જીવનમાં સદા વિદ્યાને જ પ્રકાશ રહે અને એનું શૈશવ સુંદર અને સંસ્કૃત બની જાય. તે પણ આજે વિદ્યાને અને વિદ્યાથીઓને ઉપયોગ ઘણાખરા પિતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. રાજદ્વારી માણસો Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮]. પૂર્ણના પગથારે એમની પાસે પથરા ફેંકાવીને, કલેજે અને યુનિવર્સિટીઓ સળગાવડાવીને, શિક્ષકેની સામે બેલતા કરીને, ચોપડીઓ અને પુસ્તકાલયોને બાળતા કરીને એમના શૈશવને બગાડી રહ્યા છે. જે બીજાનું શૈશવ બગાડે એને બુઢાપો શા માટે ન બગડે? એનાં મૂળ કેણ છે? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલાં, જેમનું તમે હારતેરા લઈને સ્વાગત કરે છે અને ગયા પછી નિંદા શરૂ કરે છે ! . વિદ્યાર્થીઓ કે જેમનું મન નિર્મળ છે એમના જીવનમાં તમે બગીચે સર્જવાને બદલે એને વેરાન કેમ કરે છે? Blotting Paperનું (શાહી ચૂસનું) કામ, સામે જે હોય તે ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે વાદળી હોય. એવું જ કામ વિદ્યાર્થીઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું શીઘગ્રાહક છે, જે આપે તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માર્ગે વાપરે છે. એક રીતે કહું તે, એ ભારતીય સંસ્કૃતિનું murder ખૂન કરે છે, એ મેટામાં મેટે ગુને કરે છે. સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથે આપવા પ્રયત્ન કરવાનું છે. આપણા વિચારથી, આપણી વાણીથી અને આપણા વર્તનથી એમના માનસ પર કઈ અસ સ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે. વિદ્યાની ઉપાસના કરતે કરતે વિધાથી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાથી ભણીને આવ્યા એની પ્રતીતિ શું છે? જીવનદર્શન શું છે? એના માપદંડનાં આ બે પાસાં છે : એક તે જીવનની શાશ્વત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યને વિવેક. બીજે પિતાનામાં જે આત્મા છે એવા જ Page #176 -------------------------------------------------------------------------- ________________ [૧૬] આપણું સંસ્કાર ધન આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી પોતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતે હોય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ વિદ્યાનું આ દર્શન છે. જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. શાશ્વત અને અશાશ્વત એ બેને વિવેકથી જુદા પાડે. એ જુએ કે એક દેડ છે, બીજે આત્મા છે, એક મૂકી જવાનું છે, બીજું લઈ જવાનું છે. આ બંને વિવેક થતાં શાશ્વતને ભેગે અશાશ્વતને ન સાચવે. જરૂર પડે તે એ અશાશ્વતને ભેગે શાશ્વતને ટકાવી રાખે. આવી પ્રજ્ઞા, આવો વિવેક જેનામાં જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તું આત્મા માટે સ્વાધ્યાય કર, પરલેક માટે પ્રયત્ન કર. કારણકે એ જાણ હોય છે કે આ મારે આત્મા શાશ્વત છે, એના ભેગે હું દુનિયાની કઈ પણ અશાશ્વત વસ્તુને સંચય નહિ કરું, શાશ્વત-તત્વને હું હાનિ નહિ પહોંચાડું. આજે વિદ્યાવાન ઘણા છે પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા? વિદ્યાથી આ દષ્ટિ ન આવે તે માનવું કે માત્ર પુસ્તકિયું જ્ઞાન છે, બીજી રીતે કહું તે માત્ર શબ્દોને સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાજ્ઞ પુરુષ નથી બની શકતે. - તેવી જ રીતે માણસ માત્ર પુસ્તક જ રટી જાય, ' ભણી જાય, યાદ રાખી જાય પણ જરૂર પડે ત્યારે આચરી ન શકે તે એ ગધેડા પર લાદેલા ચંદન જેવું ગણાય ને? Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૦] પૂર્ણના પગથારે એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words. and not of deeds is like a garden full of weeds. માત્ર શબ્દને સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન દાખવે એને એક બગીચા સાથે સરખાવે છે, જેમાં પુષ્પ અને ફળો કાંઈ નથી માત્ર કાંટા અને ઝાંખરાં જ ઊભાં છે. : - ભણતરથી માત્ર મરણશકિત વધે, શબ્દશક્તિ વધે, વાક્ચાતુર્ય વધે અને આચરણ ન વધે તે આપણું જીવનમાં ત્યાગનું તેજ કેમ આવે ? વસ્તુને છોડવા માટેની અભિરુચિ કેમ જાગે? શાશ્વત અને અશાશ્વતને વિવેક કરે એ જ તે વિદ્યાનું પ્રથમ પાસું છે. - બીજું દર્શન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના બધા જ આત્માઓમાં નિવાસ કરી રહ્યું છે તે એકાંત અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું એવું જ આચરણ હું જગતના 9 પ્રત્યે કરું. આ દષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં અને એના આચારમાં એક જાતની ઉચ્ચતા આવે છે. આ ઉચ્ચતા લેકેને રાજી કરવા બહારથી લાવેલી નથી પણ અંદરથી ઊગેલી છે. વિશ્વમાત્રના પ્રાણીસૃષ્ટિમાં ચૈતન્યના નિવાસનું એણે દર્શન કર્યું છે. આવી દષ્ટિવાળા માણસે આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિંકન એકવાર હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પિતે કીચડમાં જઈ એને કીચડમાંથી કાઢે છે, પછી જ હાઈટ હાઉસ જાય છે. ત્યાં કેઈએ ડ્રાઈવરને પૂછ્યું કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ? ડ્રાઈવરે કહ્યું કે ડુક્કરને કીચડમાંથી બહાર Page #178 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧૧] કાઢતાં ડાઘા લાગ્યા છે. આ સાંભળી એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા. ત્યારે લિંકને કહ્યું : “રહેવા દે. મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું પણ ડુક્કરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યથાને કાટ કાઢવા ડુક્કરને કાઢયા વિના છૂટકે નહોતે.” આટલું કહીને લિંકન ચાલતા થયા. બીજાને દુઃખી જોઈને પિતે દુઃખી થવું. આ એક સમભાવ અવસ્થા; પ્રાણું મૈત્રીની ભાવના; વિશ્વમાં રહેલા ચૈતન્યમાં પિતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન. પિતાના દુઃખને દૂર કરવા માટે જે પ્રયત્ન કરે એ જ પ્રયત્ન જગતના જીવ પ્રત્યે આપણે કરતા રહીએ, દર્દ દૂર કરવા માટેની આપણી સતત અભિલાષા હોય ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાને પ્રકાશ આવી જાય છે, એ વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ. રાજસ્થાનના ગામડાને આ પ્રસંગ છે. બે ભાઈઓ છે, મોટાભાઇને વસ્તાર વધારે છે, નાના ભાઈને વિસ્તાર ઘેડે છે. બન્નેનાં ખેતરે છે, વચ્ચે એક વાડ છે. કાપણી પછી હૂંડાને ઢગલે થયે છે. રાત્રે મોટા ભાઈ વિચારે છે કે આ . મારે ભાઈ માને છે, મેં સંસારમાં માણવાનું બધું માથું લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે, નાના ભાઈને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારે પોતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈને ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે * છે કે મોટા ભાઈને વસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે? હું તે જુવાન અને સશકત છું, રળી શકું એમ છું. એટલે એ પિતાના ખેતરના પૂળાઓને મેટા Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૭૨] પૂણને પગથારે ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બે ત્રણ દિવસ ચાલ્યું. ચોથી રાત્રિએ બને ભાઈઓ ભેગા થઈ ગયા. એકે પૂછ્યું “તું ક્યાં જાય છે?” બીજાએ પૂછ્યું “તું ક્યાં જાય છે?’ બનેના હાથમાં પૂળા. પેલે આને ત્યાં નાખવા જાય અને આ પિલાને ત્યાં નાખવા જાય ! આ વિદ્યા છે, આ કેળવણી છે. નાના મોટાને વિચાર, કરે, માટે નાનાને વિચાર કરે. આ એકબીજાને સમજવાની શકિત છે. આવી વિદ્યાથી સમાજનું દર્શન પ્રાપ્ત થાય છે. આવી વિદ્યા વિના કહો, સમાજ ઊ એ કેમ આવે? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય? સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણું નહિ આવે તે મને લાગે છે કે આપણે હવામાં ઊડ્યા કરીશું, જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતા નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે પરંતુ સ્થિર નહિ હેય. હવામાં ઊડવાની પણ એક મર્યાદા છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની, ધર્મની જાગૃતિ જે વ્યવહાર શુદ્ધિથી શરૂ ન થાય, બીજા માં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગૃત ન થાય તે જે ધ્યેય તરફ પહોંચવાનું છે ત્યાં એ કદી પહોંચી નહિ શકે. માત્ર આપણા શબ્દોમાં મેક્ષ, વિચામાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તે આવા સમાજદર્શનથી જ થશે. શાશ્વત અને અશાશ્વતનાં મૂલ્યને વિવેક અને સર્વ Page #180 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧૩] ભૂતમાં પિતાના જેવા જ ચૈતન્યનું દર્શન. આ સમાનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા. - આવો વિદ્યવાન પુરુષ મનમાં વિચારે છે ત્યારે એ વિચારેની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્ત્વ હોય છે, એના આચારમાં કમળતા ને સંવેદના હોય છે, એના આચરણમાં સૌનાં સુખ અને શાતિને પરિમલ હોય છે. એનું દર્શન આત્મસ્પશી હોવાથી સમાજને માટે એક આશીર્વાદરૂપ બની જાય છે. શીવને પુણ્યાર્થીના જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એ શૈશવમાંથી નીકળીને તમે યૌવનમાં આવે છે. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને કાંઈક કરી જવાની મનમાં સ્વપ્ન સૃષ્ટિ છે. યૌવનમાં જે સ્વપ્ન અને સર્જનાત્મક શકિતના વિચારે ન હોય તે એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે. મારે આ સંસારના બગીચામાં એકાદ રેપ પીને જવું છે, અને તે સંસારને બગીચે સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કરું પણ એકે પાને ઊખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવામાં નિમિત્ત તે ન જ બનું. એક રાજમાર્ગની બાજુમાં એક એક્યાસી વર્ષને વૃદ્ધ ખાડે છેદીને નાનકડે છેડ રેપી રહ્યો છે. એટલામાં બે યુવાને ઠેકડી કરતાં પૂછવા લાગ્યા : “દાદા, શું કરે છે?” આંબાનું ઝાડ વાવું છું.” “હૈ! આ ઉમ્મરે આબેનું ઝાડ વાવો છો? એકયાસી વર્ષે ઝાડ વાવે છે ? આ આ 'ઊગશે ક્યારે? એને કેરીઓ આવશે ક્યારે? અને દાદા - તમે ખાશે કયારે? ઘડપણમાં તૃષ્ણ અને મેહ જાગ્યાં છે!” Page #181 -------------------------------------------------------------------------- ________________ [૧૭] પૂણેના પગથારે વૃધે નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણા તે હેય. હું એમ કહેતું નથી કે મારામાં તૃષ્ણા ન હેય. ન હોવાને દાવો કરે એ વસ્તુ હોવાને સિદ્ધ કરવા બરાબર છે. પણ આ જે આંબે હું વાવું છું એ મારે માટે નહિ. આ રસ્તાની બન્ને બાજ જે ઝાડ ઉગેલાં છે એની છાંયાને, એના ફળને મેં ઘણા વર્ષો સુધી લાભ. ઉઠાવ્યા છે. તે હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કઈક તે આપતાં જવું જોઈએ ને? એટલે હું વાવતે જાઉં છું. ગઈકાલ પાસેથી લીધું છે તે આવતીકાલને આપણે કાંઈક આપવાનું છે, અને આપ્યા વિના ચાલ્યા જઇએ તે આપણે કુદરતના ચોર કહેવાઈએ! હું ચાર ન બની જાઉં એટલા માટે આ માટે પ્રયત્ન છે.” પેલા બે યુવાને આ સાંભળીને નમી પડ્યા, “દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ છે.” * , માણસ માણસને સમજવામાં ભૂલે છે ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે, માણસ સામાને સમજી શક્તિ હોય તે એની યાત્રા કેવી સફળ થઈ જાય ? યૌવન શેભે છે પુરુષાર્થથી. ઘણી વાત કરનારને હું મહત્ત્વ નથી આપતે, એને માત્ર વાતને રાજા ગણું છું. તમારા હાથથી કાંઈક દયાનું, કરુણાનું, સેવાનું, કાંઈક તે કામ થવું જોઈએ. ગયા વર્ષની વાત છે. બિહારમાં દુષ્કાળ પડયો ત્યારે ચારપાંચ લાખ ભેગા કરી ત્યાં ભેજનગૃહ શરૂ કર્યા. ત્યાં કહેવાતા એવા એક આધ્યાત્મિક ભાઈ આવ્યા. કહેઃ “મહારાજશ્રી ! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડ્યું છે? આત્માની વાત કરે. બિહારના લેકે તે જન્મે છે અને મરે છે, તે સ્વભાવ Page #182 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન | [૧૭૫] છે. કેણ જગ્યું તે નથી કર્યું ? એમાં તમે પાંચ લાખ માણસને અનાજ પહોંચાડયું તે શું અને ન પહોંચાડયું તે શું ? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિબિર યે ને!” આપણામાં જાગૃતિ જે ન હોય તે ઘડીભર એના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાને દીપક ઢંકાઈ જાય. મેં કહ્યું: “આત્માની વાત કરનાર માણસ આત્માએને દુઃખી જેઈને દ્રવે નહિ, એને હાથ લંબાય નહિ તે એને આત્માને અનુભવ થયે છે એમ માનવું એ પણ અજ્ઞાન–જન્ય ભ્રમ છે.” જે જે મહાપુરુષેએ આત્મ–અનુભૂતિ કરી છે તેમનાં જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દષ્ટાંત જડ્યાં છે. પંઢરપુરના દેવના અભિષેક માટે નામદેવ ગંગાજળ કાવડમાં લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તે એમણે એને એ પહેલાં પાયું. કેઈએ પૂછયું “અરે, ગંગાજળ આ ગધેડાને પાયું?” ઉત્તર મળે “ગધેડામાં આત્મા છે ભાઈ!” આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક, હકારાત્મક, સેવાની એક સહજ ભાવના જાગી જાય છે. યુવાનીમાં પુરુષાર્થ આ રીતે આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે. “વાર્થ મુનિવૃત્તાનાં શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવેલે એ છે એ હવે વાર્ધક્યમાં પ્રવેશ કરે છે. વાર્ધક્ય એટલે ઘડપણુ જ નહિ. જ્યારથી ધોળાવાળને પ્રારંભ થાય, : જ્યારથી તમને એમ લાગે કે તમારા અંગે પાંગમાં * કાંઈક ફેર જણાય છે, દાંત હાલવા માંડે, આંખમાં, | મોતિયે આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય તે વિચાર Page #183 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પૂણેના પગથારે કરે કે જીવનનું આ ત્રિીજું પ્રસ્થાન છે. હવે હું ત્યાં જાઉં છું, શૈશવ અને યૌવનમાં જે ભેગું કરેલું છે એને ઉપગ " હવે વાર્ધક્યમાં કરવાનું છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાર્થની કાર્યશકિત દ્વારા સ્વપ્ન સૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાર્ધક્યમાં મુનિવ્રતપણું આવે છે. તે મુનિ એટલે કેણ? જે મૌનમાં આત્માને સંગીતને અનુભવ કરે, સંસારના વિસંવાદમાં વિદ્યા અને પુરુષાર્થની . બે શકિતઓને લીધે પિતે સમાધાનાત્મક ચિત્તની એક અવસ્થામાં રહી શકે એનું નામ તે મુનિ છે. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે એ ગુંજનને અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતું નથી. ' એક અનુભવી બાપે પિતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરૂ દાટેલો છે એ કાઢી લેજે. અને બાપ મરી ગયો. પેલા દીકરાઓ તે મંડી પડ્યા ખોદવા. આળસુ હતા પણ શરૂ જોઈતા હતા એટલે ખરીદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું. ક્યાંયે ચરૂ ન મળે એટલામાં વર્ષા થઈ, ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી અને ખેતર મેલથી લચી ગયું. ત્યારે પેલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું: “તમારા બાપે કહ્યું હતું કે ખેતરના ઊંડા ભાગમાં દાટેલું છે એટલે જેમ જેમ ખોદે તેમ ખેતર પિચું થાય. એમાં જે ઊગે એ જ તમારે ચરૂ અને એ જ તમારી સમૃદ્ધિ છે.” - વૃદ્ધ પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે અંદર જાઓ, ઊંડા ઊતરે. જેમ જેમ તમે તમારામાં ઊંડા ઊતરતા જાઓ તેમ તેમ તમને નવી જ Page #184 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧] અનુભૂતિ થાય. આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થા આવે છે. જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમતત્ત્વ મારામાં છે. આ પરમ તત્વની સમૃદ્ધિને અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું. પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થ જોઈએ. અને અનુભવ થયા પછી કહેવાનું રહેતું નથી, અનુભવવાનું જ રહે છે. ઘણું લેકે કહેતા ફરતા હોય છે “હું આ છું” જ્યાં આમ કહીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌન છે. ત્યાં બોલવાનું બંધ થઈ જાય છે. ભ્રમર મધુરસનું પાન કરે છે ત્યારે ગુંજન બંધ જ હોય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે મધુપાન બંધ હોય છે. એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતે બંધ થઈ જાય છે. ત્યાં માત્ર અનુભવની જ અનુભૂતિ હોય છે. આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બિમારી પર્શતી નથી; એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે. . આ અનુભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાથી જેમ પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ standardમાં આગળ વધતું જાય છે. એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૭] પૂર્ણના પગથારે વિદ્યાપીઠમાં પહોંચી શક્તા નથી. એકદમ યુનિવર્સિટીમાં જાય તે એ peon કે સિપાઈ તરીકે જાય અથવા કલાર્ક તરીકે જાય પણ એ પ્રોફેસર તરીકે નથી જ તે જઈ શકતે. એટલે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શૈશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ. માણસ સુધરતે સુધરતે જ ઉપર જાય છે. જો કે એમાં પણ exception અપવાદ હોય છે. એમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા છે, પણ એ અપવાદ General rule ન બની શકે. આ ત્રીજી અવસ્થા એટલે અંદરના સંગીતને અનુભવ વાને સમય. આવા માણસો જ સંસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ બને અને વિઘાથીઓના ભેમિયા બને છે. હું તે એમ ઈચછું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં થડાક આવા ઠરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારથી સમૃદ્ધ પુરુષે વિદ્યાર્થીઓના વાલી બને. વાલી વિના વિદ્યાથીએને માત્ર બેડિંગ અને લેજિગ મળે પણ પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહ કયાંથી મળે? વિદ્યાર્થીઓને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુઃખ છે? તમારી શી વાત છે? તે વિદ્યાર્થીઓ વાત્સલ્યથી વંચિત ન રહે, અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે. પણ જેમને વાત્સલ્ય નથી મળ્યું એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક બની જાય છે કે જીવનના વિવિધ ક્ષેત્રમાં એ ભયંકર વિકૃતિઓ લાવે છે. બેડિંગ અને લેજિંગમાં ભણતા છોકરાઓ માટે એક psychological problem છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧૭૯] જેમને માબાપનું વાત્સલ્ય ન મળે, બહેનને પ્રેમ ન મળે, ભાઈને સ્નેહ ન મળે, એમનાં હૃદય આઠ–દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક બની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પિતાની શુષ્કતાને પરિતૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દેડે છે. એ વખતે વિવેક અદશ્ય બની જાય છે. એટલે જેમણે મુનિવ્રત કેળવ્યું હોય, મન અને તનમાં મૌનનું સંગીત હેય તે બહુ ઉપયોગી નીવડે. - “સોજો ૨ તનુચના ચોથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ વિદ્યાથી ભરેલું છે, જેનું યૌવન સ્વપ્ન અને કાર્યથી સભર બનેલું છે, જેનું વાર્ધક્ય મૌનના સંગીતથી મગ્ન બનેલું છે તે આ દેહને છેડવાને દિવસ આવે તે કેવી રીતે છેડે? વેગમાં દેહને છોડે. મરતી વખતે સીલ અને વિલ એ બે વાતે દૂર રહેવી જોઈએ. એક છેકરે આવીને કહે કે બાપાજી વીલ કરવાનું બાકી છે, અહીં સાહી કરે. બીજે કહે કે સીલ મારે. આમાંથી બચવાનું છે. પહેલેથી જ એગ્ય વ્યવસ્થા કરી નાખવી. યેગની સમાધિમાં દેહ છોડે. પણ વેગ એટલે શું છે. છે? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે ગ. હા, તનને સ્વભાવ છે એટલે એ બિમાર પણ પડે. એવું નથી કે જેગી પુરુષને તનની શાંતિ જ હોય. કદાચ અશાંતિ પણ હય, પણ - અશાંતિમાં પણ શાંતિને અનુભવ કરે તે યોગીની વિશિષ્ટ શક્તિ છે. ગીરાજ આનંદઘનજીને એક જીવનપ્રસંગ યાદ આવે Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૮૦] પુર્ણને પગથારે છે. તેઓ માંદા છે. ખૂબ તાવ આવે છે. એમને એક ભકત એમને વંદન કરવા જાય છે. આનંદઘનજી તે ગાઈ રહ્યા છે, સંગીતમાં મસ્ત છે. ભકત પગ દાબે છે, શરીર ગરમ ગરમ છે, ભકતે કહ્યું : “ગુરુદેવ! આપના શરીરમાં તે જવર છે.” આનંદઘનજીએ કહ્યું : “વર તે આ શરીરને છે. આત્મા તે સ્વસ્થ છે.” અબ હમ અમર ભયે ન મરેંગે એ ગીત ત્યારે જ પ્રગટયું. દેહ વિનાશી છે અને હું તે અવિનાશી છું. છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે. ' જિંદગીને મર્મ કેઈએ એક કવિને પૂછયે ત્યારે એમણે હસીને કહ્યું: “કેણ કેમ મરી ગયે એ તમે મને કહે એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયે.” (જીવનનું સરવૈયું એ તે મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી જાય છે એ મોટી વાત છે. . આયોગની આનંદમય ભૂમિકા પ્રત્યેકને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહેઃ “હું જાઉં છું. આપણે જીવ્યા, સાથે રહ્યા, હવે રડશે નહિ, આંસુ પાડશે નહિ, કાળાં કપડાં પહેરશે નહિ, કારણકે હું તે મુસાફિર છું. નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઉં છું.” ગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને આવ્યાને એક સંદેશ આપીને જવું એ સમગ્ર જીવનને હેતુ છે, ઉદ્દેશ છે. આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એને Page #188 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કાર ધન [૧૮૧] આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણું મસ્તિષ્ક આદરભાવથી નમી જાય છે. આપણા વારસા કેવા મેટા છે! એ વારસાને આવી કેાઈ પળેામાં શાંતિથી બેસીને વાગાળીએ કે એ વારસાના વારસદારાએ વારસાને કેટલા જાળવ્યા છે ! આપણું ધન–સ ંસ્કાર ધન-આપણને મળશે તે આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સમૃદ્ધિ આ જ છે. પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પૈસાથી કે મકાનથી નથી માપવાનુ. જીવનને માપવા માટે હૃદય ભાવાથી કેટલું સમૃદ્ધ છે, મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્રતાથી કેટલી શુદ્ધ છે એ જોવાનું છે. આ વિચારણા માટે આજના આ મગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર બની રહે। એ શુભેચ્છા. ( નાંધ : .મહાવીર જૈન વિદ્યાલય પ્રવચનમાળામાં તારીખ ૨૩-૧-૬૮ના પૂ. મુનિશ્રી ચ ંદ્રપ્રભસાગરજી ( ચિત્રભાનુ પ્રવચનની આ નોંધ છે. ) સુવર્ણ મહોત્સવના પ્રસંગે યાજાયેલ મગળવારે બરલા ક્રીડા કેન્દ્રમાં મહારાશ્રીએ આપેલ મનનીય Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ” આ વાત સદા સ્મૃતિમાં રહે કે પુણ્યને ઉદય એટલે સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ, અને પાપને ઉદય એટલે ગરીબી નહિ, પણ દુબુદ્ધિ માણસે પુણ્યના ઉદયને જગતમાં મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યા છે. જેની પાસે કેટલી સંપત્તિ છે એને એ હિસાબ કાઢે છે, અને જેની પાસે વધારે સંપત્તિ હોય એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે. પણ સદ્દબુદ્ધિ હાય અને સંપત્તિ ન હોય તે લેકે એમ કહે કે ભણેલે ખરે, મગજ સારું પણ સાવ કડકે છે, તકદીર નથી, ખાલી છે. આમ એને પુણ્યશાળી ગણવામાં નથી આવતું. જેટલા જેટલા તમને સંપત્તિવાન પુરુષે દેખાશે એ બધા જ તમને ભાગ્યવાન અને પુણ્યવાન લાગશે. અલબત્ત, પૈસે પુણ્યથી મળે છે પણ પૈસે એ જ પુણ્ય છે એમ નથી. બે વચ્ચે અંતર છે. પૈસો મળે છે એ પુણ્યથી મળે છે એ સાચું પણ પૈસામાં જ બધું પુણ્ય આવી ગયું એવું નથી. એ પૈસે કેટલીકવાર તે કલ્પના પણ ન કરી શકે એવાં પાપને લઈ આવે છે. પૈસે ન કરવાના કજિયા તમારી પાસે કરાવી શકે છે, પૈસે આત્માની નમ્રતાના રાજમાર્ગને બદલે ભયંકર એવા અહંકારના ડુંગરાઓમાં અટવાવી શકે છે, અને પૈસે તમને [૧૮] Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૮૩] સંતપુરુષના સમાગમમાં લઈ જઈને ઉપદેશામૃતનું પાન કરાવવાને બદલે મદિરા, માંસ અને મૈથુનના વિષભર્યા ખાડામાં ફેંકી શકે છે. તાત્પર્ય કે પુણ્યથી પૈસે મળે પણ પુણ્ય એ પૈસે નથી. અહીં પૈસે જ પાપનું કારણ થઈ ગયા. ગણિતશાસ્ત્રની જેમ જ આ જીવનશાસ્ત્ર છે. લેકે ભ્રમમાં પડયા છે અને આ ભ્રમ ઠેઠ ધર્મસ્થાન સુધી આવી ગયા છે. જ્યાં જરાક પૈસે દેખાશે એટલે ધર્મોપદેશક પણ કહેશે કે તમારા જેવા ભાગ્યવાન કોણ? જગત તે ભ્રમમાં છે, માયાએ તે માનવને ભ્રમમાં નાખ્યું હતું, જગતના એ ભ્રમ ઉપર સાધુઓએ તે પ્રમાણપત્ર આવ્યું.. હવે એ ભ્રમને ઉડાડશે કેણ? માણસની આ એક પ્રગાઢ નિદ્રા છે. એમાંથી માણસને પ્રબુદ્ધ કરશે કેણ?— જગાડનાર જ ઊંઘી જાય તે ! એટલે જ ધીમે ધીમે એ મૂછ વધતી જાય છે, પૈસા તરફની દેટ વધતી જાય છે; સંપત્તિની મમતા વધતી જાય છે અને સુબુદ્ધિ તરફ દુર્લક્ષ થતું જાય છે. ' સંપત્તિ આવી, ઠીક છે, બેટું નથી; એની સામે વિરોધ નથી અને એને વખોડવા જેવી પણ નથી. પણ સંપત્તિની સાથે સુબુદ્ધિ આવી કે નહિ એ મોટી વાત છે. - જ્યારે સંપત્તિ સુબુદ્ધિ સાથે આવે છે ત્યારે જ એ- લક્ષ્મી બને છે, જીવનને અજવાળે છે, તમારામાં એક જાતની રાજશ્રી આવે છે. એ રાજશ્રી શું છે? આ માણસને જીવનમાં રસનું દર્શન થાય. એને લાગે કે હું જીવન જીવી રહ્યો છું. એના શબ્દમાં મધુરતા હોય, Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૮૪] પૂર્ણ પગથારે મગજમાં નમ્રતા હોય, વિચારમાં ધમહેય અને આચરણમાં સદાચાર હેય. આ બધી વસ્તુઓ કેને લીધે આવે છે? સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તે જ એ બધીય વસ્તુ આવે. મહાભારતને એક પ્રસંગ છે. પાંડ અને કેરે. શ્રીકૃષ્ણની સહાય માગે છે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું: “જુઓ, એક બાજુ મારી આ બધી સેના અને વિભૂતિમત્તા છે અને બીજી બાજુ હું એકલે છું. એટલે આવું પણ લડું નહિ. આ બેમાં જે પસંદ કરવું હોય તે કરી લે, કારણકે મારે મન તે તમે બન્ને સરખા છે; તમે બધા ય એક જ બીજનાં ફૂલ છે; મારે મન તમે સમાન છે.” કૌરવોએ વિચાર કર્યોઃ “ઓહ! કેટલે મેટે વૈભવ છે, કેટલી મોટી શ્રીકૃષ્ણની સંપત્તિ અને સેને છે! આ બધું આપણને મળતું હોય તે આ એક ખાલી કૃષ્ણનું આપણે શું કામ છે.” કૌરવોએ કહ્યું: “અમને તમારી બધી વસ્તુઓ-હાથી, ઘોડા, સૈન્ય આપજો.” કૃષ્ણ કહે “કબૂલ છે. ” જ્યારે બીજી બાજુ ધર્મરાજાએ કહ્યું : “અમારે કાંઈ ન જોઈએ. અમારે તમે જોઇએ, બીજું કાંઈ નહિ જોઈએ. એક જે તમે હશે તે શૂન્યમાંથી સર્જન થશે અને જો તમે નહિ હે તે આખું સર્જન શૂન્ય થઈ જશે.” આ માગણીમાં જીવનનું દર્શન છે. આ રૂપક છે. રૂપકની ભાષા સમજવી પડશે. કૃષ્ણ એટલે શું ? અને એનું સૈન્ય એટલે શું ? એનું રાજ્ય ને સૈન્ય એટલે સંપત્તિ, અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ. જીવનના રથને દેશના સારથિ જે સુબુદ્ધિ નહિ હોય તે સમજી લેજો કે આ જીવનરથ ક્યાંય અથડાઈ પડવાને. Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૯૫] સમરાંગણમાં અર્જુન જે સફળતા મેળવી શક્યા હોય તે એની બાણાવલિ તરીકેની કુશળતાને લીધે કે એના ગાંડીવના પરાક્રમને લીધે નહિ પણ એક સુકુશળ સારથિને લીધે. છે જેની પાસે સદ્દબુદ્ધિ છે એને કઈ જ મારી નહિ શકે. તમે અરણ્યમાં જાઓ, અજાણ્યા પ્રદેશમાં જાઓ, કેઈના ય સથવારા વિના એકલા જાઓ પણ તમારી સાથે જે સુબુદ્ધિ હોય તે તમને સફળતા મળ્યા વિના રહેવાની જ નથી. પણ જેની પાસે સુબુદ્ધિ નથી પણ માત્ર સંપત્તિ જ છે એની સંપત્તિ લેકે ઝૂંટવી શકે છે, રાજાએ એને દંડ દઈ શકે છે અને સરકાર એની ઉપર તપાસણી કરી શકે છે. શા માટે? સંપત્તિ છે પણ સુબુદ્ધિ નથી માટે. - જીવનસંગ્રામમાં જેના જીવનરથને સારથિ શ્રીકૃષ્ણરૂપ સુબુદ્ધિ છે એ આત્મારૂપ અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરે ? આ સુબુદ્ધિ જેની પાસે હોય એ જ માણસ પુણ્યવાન છે, ભાગ્યવાન છે અને એ સુબુદ્ધિના જોરે સંસારની સંપત્તિને પિતાની પાસે એ લાવી શકે છે. અને ન બેલાવે તે જગતની સંપત્તિના સ્વામીઓને પિતાને ચરણે મુકાવી શકે છે. : એક સુબુદ્ધિમાન રાજા હતે. એને ત્યાં સંપત્તિવાન રાજા મહેમાન થયા. આ ધનાઢય રાજાને વૈભવ અને વિસ્તાર બહુ મેટે હતે. ધનાઢય રાજાએ આ રાજાને ત્યાં ખૂબ મહેમાનગીરી માણી. આ રાજાને મહેલ સાદે હતે; અને સાદી, એની જીવનચર્યા હતી. પેલા સંપત્તિવાન રાજાએ આ સુબુદ્ધિવાન રાજાને એક પ્રશ્ન પૂછ્યોઃ “તમે રાજ્ય ચલાવો છે કે સદાવ્રતખાતું?” રાજાએ પૂછયું : “કેમ? Page #193 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પૂણેના પગથારે હું રાજ્ય જ ચલાવું છું.” પેલે કહેઃ “મને તો લાગે છે કે તમે સદાવ્રત ખાતું ચલાવે છે ! લેકે પાસે મહેસૂલ લે નહિ, કર વસૂલ કરવો નહિ અને ઉપરથી જે છે એમાંથી પણ લોકોને આપી દે, ગરીબોને વહેંચી નાખો અને તમારા . રાજ્યભંડારને ખાલી રાખો તે રાજ્ય કેમ ચાલશે ? તમારી પાસે હીરા નહિ, ઝવેરાત નહિ, નીલમ નહિ, પન્ના નહિ, કાંઈ જ નહિ. તમારે ભંડારી પણ કે સાદે છે? મારા ભંડારની વાત જવા દે પણ મારા શરીર ઉપરનું ઝવેરાત પણ એક કરેડ રૂપિયાનું થાય. મારા રાજ્યભંડારને તમારા ભંડાર સાથે સરખાવું છું ત્યારે મને લાગે છે કે મારું રાજ્ય છે, જ્યારે તમારું સદાવ્રતખાતું છે. મેં તમારે ત્યાં અન્ન ખાધું છે એટલે મને થાય છે કે રાજ્ય કેમ ચલાવવું એની રીત શીખવતે જાઉં. ” સુબુદ્ધિમાન રાજાએ પૂછ્યું : કેવી રીતે ? ” એટલે એણે પ્રજાને કેવી રીતે નીચવવી, પ્રજા પાસેથી વધારેમાં વધારે કેમ લેવું છતાં પ્રજા પ્રત્યે કેમ દુર્લક્ષ કરવું અને રાજ્યભંડારને કેમ સમૃદ્ધ બનાવે એ બધીય વર્તમાન રીત એણે બતાવી દીધી. . એનું આ કહેવું સાંભળી સુબુદ્ધિવાન રાજાએ કહ્યું : તમે તમારી રીત બતાવી. તમે કહે તે હું મારી રીત બતાવું.” “હા બતાવે.” હું તમને પૂછું કે તમારા રાજ્યની સંપત્તિ કેટલી છે એ કહે.” એ રાજાને પિતાને જે આછો આછો ખ્યાલ હતું તે આખે. આટલા હીરા, આટલા પન્ના એમ કરીને જેટલા અબજ રૂપિયા થતા હતા એ બધા ય ગણાવીને કહ્યું કે મારી રાજ્ય સંપત્તિ આટલા અબજ રૂપિયાની થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૮૭) - સુબુદ્ધિવાન રાજા કહેઃ “તમારી પાસે આટલા અબજ રૂપિયા છે, હવે મારી પાસે શું છે તે બતાવું.” - એણે તરત ગામમાં ઢંઢેરે પિટા. “હું મુશ્કેલીમાં છું, મારે બીજા રાજાને આટલા અબજ રૂપિયા આપવાના છે, રાજાના રક્ષણને આ પ્રશ્ન છે. માટે પોતાની શકિત હોય એ પ્રમાણે પ્રજા પ્રેમથી પિતાને ફાળો રાજ્યભંડારમાં નેધાવી જાય.” ત્રણ દિવસમાં તે પ્રજાએ ધન, રત્ન, હીરા, પન્ના, બધું ય લાવી રાજ્યભંડારમાં મેટે ઢગલે કર્યો. - સુબુદ્ધિવાન રાજાએ સંપત્તિવાન રાજાને કહ્યું: “હવે જરા ગણું જુઓ, તમારી સંપત્તિને મારી આ સંપત્તિ સાથે સરખાવી જુએ આ સંપત્તિના રાશિના ઢગલા આગળ પેલાની સંપત્તિ વામણી લાગતી હતી. “ રાજ્ય ચલાવતાં તમને આવડે છે કે મને ? તમે ભેગું કરીને એની રક્ષા માટે ચેયિાત રાખે છે, પોલીસ રાખે છે, બીજા રાજાએને શત્રુ બનાવે છે અને સંગ્રહ કરીને બીજા રાજાઓનાં મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા જગાડે છે. અહીં એટલા ચેકિયાત પણ નહિ અને ઈર્ષ્યા પણ નહિ. ઉપરથી તમારા જેવા પણ એમ કહે છે કે સદાવ્રત ખાતું ચલાવે છે. મારે ભંડાર મારે ત્યાં નહિ, પ્રજાને ત્યાં છે. મારે રાજ્યભંડાર સંપત્તિ નહિ, સુબુદ્ધિ છે.” આ બે વચ્ચેનું અંતર તમને ખ્યાલમાં આવ્યું ? સુબુદ્ધિ અને સંપત્તિ. એકની પાસે સુબુદ્ધિ હતી એટલે એ પ્રસન્ન અને સંતોષી હતે બીજાની પાસે સંપત્તિ હતી એટલે એ સદા પ્રજાને લૂંટવાના વિચારમાં બન્યા કરતે હતે. તમારે ત્યાં કોઈ ઘરાક આવે ત્યારે તમને એમ વિચાર આવે ને કે આજે આને બરાબર “શીશામાં ઉતારું.” આ Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૮૮] પૂર્ણને પગથારે બહુ સારો શબ્દ છે ! અને પછી ઘરાકને બરાબર “શીશામાં ઉતારીને તમે રાજી થતા કહેશે : ઘરાકને કે બનાવ્યું, કેવી રીતે લૂંટ્યો. શીશામાં ઉતારનાર પિતે પણ ક્યાંક ઊતરી રહ્યો છે એ ભૂલી જવાય છે. તું કેઈકને ઉતારે છે, તને કેક ઉતારે છે. દુબુદ્ધિ એ સહુથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. ઘરાકની સાથે વ્યાપાર કરે છે તે એમ નહિ ઈચ્છે કે આજ આ બરાબર હાથમાં આવ્યા છે, હું લૂંટી લઉં, મારું ઘર ભરી લઉં. એ તમારી કુબુદ્ધિ. તમને સુખે નહિ જીવવા દે. જે બની શકે તે સરસ વિચાર કરે. “જેમ હું પેટ લઈને બેઠે છું એમ એને પણ પેટ છે. હું જેમ સુખી થવા માગું છું એમ ગ્રાહક પણ સુખી થવા અહીં આવ્યા છે. હું આની સાથે એ વ્યાપાર કરું કે જેમાંથી મને પણ બે પૈસા મળે અને આ લઈ જનાર માણસ પણ સુખી થાય.” ઘરાકનું સારું નહિ ઈ છે ત્યાં સુધી વ્યાપારીનું સારું નહિ થાય. વ્યાપાર એ ત્રાજવું છે. એક બાજનું પલ્લું ઘસક છે, બીજી બાજુનું પલ્લું વેચનાર છે. વેચનાર અને લેનાર બંનેના પલાં સરખાં રહે તે જ એ ત્રાજવું પ્રામાણિક ગણાય. ધરતીકંપ એ બીજું કાંઈ નથી, માણસના જીવનના પડઘાઓ છે. માણસને આઘાત આપે છે, ધડકાવે છે, ગભરાવે છે, સદબુદ્ધિના અસ્તિત્ત્વને ખ્યાલ આપે છે. કહે છે કે તું એમ માનીશ નહિ કે બધું વિજ્ઞાન ઉપર જ ચાલે છે. અનિયંત્રિતને નિયંત્રિત કરનારું તત્ત્વ વિશ્વમાં પ્રચ્છન્ન છતાં જીવંત છે, જે અનુશાસન કરી શકે છે. તમે જોશે કે વિજ્ઞાન બધે પહોંચી શકયું પણ ધરતીકંપ ક્યારે થવાને છે એ કહેવાની વિજ્ઞાનની ય શક્તિ નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૮૯] - આ બિચારા જોષીઓની તે વાત જ જવા દે. એ તે ગેરખધંધા જ કરતા હોય છે. એ બધા તકસાધુઓ છે. બનાવ બની ગયા પછી ઓગળ છેડનારા અને કહેનારા ગમે એટલા હોય પણ ધરતીકંપ પહેલાં કેઈએ આવીને કેઈ છાપાના તંત્રીને કે ખબરપત્રોને નહેતું કહ્યું કે તમે ચાર વાગે બધાને ચેતવી દેજે. આ પ્રકૃતિને નિયમ છે. એને અર્થ એ નથી કે પ્રકૃતિ આપણાથી વિરુદ્ધમાં છે, આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં છીએ. પ્રકૃતિ તે આપણા સંવાદમાં છે. માણસે પ્રકૃતિને પડકાર કરે છે એટલે પ્રકૃતિ પોતાની શકિતને આવિષ્કાર એવા કેઈ બનાવો દ્વારા કરે છે. માણસે માત્ર સંપત્તિ માટે નહિ પણ સુબુદ્ધિ માટે સાધના કરવાની છે. કદી એ વિચાર આવે છે કે મારી પાસે સંપત્તિ તે આવી પણ સુબુદ્ધિ છે? ' સુબુદ્ધિ ન હોય તે સંપત્તિ આશીર્વાદ બનવાને બદલે અભિશાપ બની જાય છે; સુખ બનવાને બદલે એક ચિંતા બની જાય છે, પ્રભુતા બનવાને બદલે પશુતા થઈ જાય છે માણસ શેઠિયાને બદલે વેઠિયા બની જાય છે. પૈસે તમને આરામથી ધર્મ ન કરવા દે, સદ્દગુરુએનાં વચનામૃત સાંભળવા ન દે, પ્રાર્થના માટે સમય ન કાઢવા દે અને સુખશાંતિથી બેસવા ન દે ત્યારે તમારે વિચારવું જોઈએ કે પૈસાએ તમને સ્વામી બનાવ્યા કે દાસ? ધનથી જે દાસપણું આવતું હોય તે એ લક્ષ્મીપતિ નહીં પણ લક્ષ્મીદાસ છે ! એક લક્ષમીપતિ છે, બીજે લક્ષ્મીદાસ છે. લક્ષ્મીપતિ Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૦] પૂણના પગથારે કેણ? જે સંપત્તિને દાસ બનાવે. જેના દ્વારા સુબુદ્ધિ દ્વારા. પણ જે લક્ષમીદાસ છે એ બુદ્ધિ ગુમાવી દે છે અને જીવનભર લક્ષ્મીને નેકર થઈને માત્ર આરતી જ ઉતાર્યા કરે છે. એની સારી ય જિંદગી સંચયમાં પૂરી થાય છે. તેમ છતાં લક્ષ્મીને જવું હોય ત્યારે એ આરતી ઉતારનારને પૂછતી પણ નથી કે હું જાઉં ? પુણ્યને ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ છે. જેની પાસે સુબુદ્ધિ છે એની સંપત્તિ ધન્ય છે. ધર્મ સંપત્તિને વિરોધી નથી. સંપત્તિ પુણ્યને એક અંકુર જરૂર છે, પણ એ પૂર્ણ નથી. સંપત્તિને લેકેએ સત્કારી છે પણ સંપત્તિ અલંકૃત કેનાથી બને છે? સુબુદ્ધિથી. સુબુદ્ધિ હોય તે જ સંપત્તિ અલંકૃત બને છે. સંપત્તિથી પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ આવે પણ શાંતિ તે સુબુદ્ધિ હોય તે જ આવે. આપણને એક બહુ મોટું બિરુદ મળેલ છે, “માનવું.” માનવ થવું એ કોઈ સામાન્ય વાત નથી. બધાં જ વિશેષણ એની આગળ વામણાં છે. માનવ બનવા માટે સુબુદ્ધિ અનિવાર્ય છે. આ હોય તે જ વિચાર આવે કે હું કેણ છું અને ક્યાં છું. મિત્ર હોય કે શત્રુ પણ એના માટે માનવના વિચાર તે મંગળમય જ હોય. અમંગળ વિચારે આપણું મંગળ વિચારેને ધૂંધળા કરી નાખે છે. બીજા માટેના અમંગળ વિચારે આપણું જ વિચારેને ધૂંધળા કરે છે. અમંગળ વિચાર ક્યાં આવે છે? Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૯૧] આપણું મગજમાં આવે છે. આપણા મગજના સુવર્ણ પાત્રમાં આ ગંદી અમંગળ વસ્તુ શા માટે આવવા દેવી ? તમારી પાસે માટીનું કઈ પાત્ર હોય અને તમારા હાથમાંથી સરીને એ ગટરમાં ચાલ્યું જાય તે એમાં ગટરની ગંદકી આવ્યા વિના રહે? કદાચ ગંદકીને તમે કાઢી નાખે પણ એના અંશો તે રહી જ જાય છે. એને સાબુથી, ગરમ પાણીથી ધૂએ પણ એકવાર ગટરમાં ગયેલું પાત્ર જલદી શુદ્ધ કેમ થાય ? એવી જ રીતે આપણું મગજમાં ગંદા વિચારે આવી ગયા પછી એટલીવાર તે મગજનું પાત્ર ખરાબ અને ગંદુ થઈ જ જાય ને ? એટલા માટે સારી વસ્તુ એ છે કે સુંદર વિચારે. જે કેઈ તમારી સામે આવે ત્યારે એક જ વિચાર કરેઃ “આનું ભલું થાઓ, મારાથી જે જોઈ શકાય એમ છેતે એનામાં હું સારું જોઉં અને ન જોઈ શકાય તે ખરાબ જેવાની મારે જરૂર નથી.” સુબુદ્ધિવાન માણસ વિચાર કરતે કરતે ધીરે ધીરે પિતાની અંદરની દુનિયાને પિતે સમૃદ્ધ બનાવતે જાય છે. પણ જો એ ખરાબ વિચાર કરતે થાય તે ધીરે ધીરે એનું • અંતર એવું મલિન થાય કે પછી બધે એને અમંગળનું જ દર્શન થાય છે. - જગતમાં આજે સંપત્તિ વધતી જાય છે, સુબુદ્ધિ ઘટતી જાય છે. સુબુદ્ધિને વધારવી હોય તે શું કરવું જોઈએ? પ્રાર્થના. ભગવાનને કાગળ લખવો હોય તે શાહી કે કાગળથી નહિ; એક પ્રાર્થના પૂરતી છે તમારે અવાજ ત્યાં . પહોંચી જાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ [૧૯૨] પૂણના પગથારે પ્રાર્થના એ શબ્દ નથી પણ હૃદયને પિકાર છે. તમારું . હૃદય પોકારે છે : “તારા અને મારા વચ્ચે કેવું અંતર પડી ગયું છે ! તું સુબુદ્ધિને ભંડાર છે અને અહીં કુબુદ્ધિ સિવાય બીજું કાંઈ છે જ નહિ.” બાળક જેમ મને પિકારે છે એમ હદય પિકારે છે : કાં તે તું મને નજીક બેલાવી લે અગર તે દૂર રહું ત્યાં સુધી તું મને તારી હૂંફ આપ” પ્રાર્થના એ માણસને માટે એક અનિવાર્ય અંગ છે. માણસ જ્યારે પ્રાર્થનામાં બેસે છે ત્યારે અંતરનું અવલોકન કરે છેઃ “મારી પાસે સંપત્તિ છે કે સુબુદ્ધિ? સંપત્તિ વધી કે સુબુદ્ધિ?” એક જમાનામાં લાખ રૂપિયાવાળે લખેશરી કહેવાતે. એનું માન પણ કેટલું! આજે લાખ તે ઠીક કરેડાધિપતિને પણ એટલી પ્રતિષ્ઠા નથી મળતી. સમૃદ્ધિ વધી છે, કલ્પના ન કરીએ એટલે પૈસે વધે છે પણ એ સંપત્તિ વધવાની સાથે સુબુદ્ધિ વધી છે કે નહિ એને માપદંડ એ પણ પ્રાર્થનાઓ છે. ભગવાન અને આપણી વચ્ચે એક્તાનું દર્શન થાય છે ત્યારે આપણે ભગવાનની પાસે ને પાસે આવતા જઈએ છીએ; અને જેમ જેમ એની પાસે આવીએ તેમ તેમ કુબુદ્ધિ ઘટતી જાય છે અને સુબુદ્ધિ વધતી જાય છે. ભગવાનની કૃપા એ શું છે? આપણામાં સદ્દબુદ્ધિ આવે ત્યારે સમજી લેવું કે હવે ભગવાનની કૃપાનું અવતરણ આપણામાં થઈ રહ્યું છે. પણ સુબુદ્ધિ ન આવે અને એકલી જ સંપત્તિ આવે તે એમ કહેવું નહિ કે મારા ઉપર ભગવાનના Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ, [18] ચાર હાથ ! ભગવાનના ચાર હાથ હેત તે સુબુદ્ધિ એટલી જ હેત, જેટલી સંપત્તિ. - સુબુદ્ધિ વિનાની સંપત્તિથી માણસને કેટલું નુકસાન થાય છે તેની મીમાંસા એક વિદ્વાને સરસ રીતે કરી છે. સંપત્તિ એકલી કદી નથી રહેતી, કાં તે એ સુબુદ્ધિ સાથે રહે, અને એ ન મળે તે કુબુદ્ધિને બોલાવી લે છે. કુબુદ્ધિનાં સંતાન ચાર છે. કામ, મદિરા, જુગાર અને જલમ. કામથી પદારામાં રત રહે, મદિરાથી વિવેકહીન બને, જુગારથી અનેક અનર્થો સેવે અને જલમી પૈસાને જેરે અનેક નરમારીઓને ત્રાસ આપે. આ ચારે દુર્ગુણને કારણે આવેલી કુટેવ જીવનમાં ઘર કરી જાય છે. આખરે સંપત્તિ તે ચાલી જાય છે પણ આવા માણસના જીવનમાં અંતે દુર્ગણે જ શેષ રૂપે રહે છે. કદાચ આ જન્મમાં સંપત્તિ ન પણ જાય તે પણ પરલેક તે બગડી જ જાય છે, જેનું પરિણામ માણસને પિતાને જ ભોગવવું પડે છે. સંપત્તિ વધારેમાં વધારે આવે તે સ્મશાન સુધી આવે, જ્યારે માણસે એનાથી મેળવેલા સુસંસ્કાર અગર કુસંસ્કાર જીવ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં આ લોક કે પરલોકમાં, સાથે જ ચાલ્યા આવતા હોય છે. - એક સંસ્કારી વ્યકિતએ પ્રાર્થના કરતાં કહ્યું: “ભગવાન! મને ધન આપે તે આપજે, ન આપે તે કાંઈ નહિ, પણ મને સુબુદ્ધિથી વંચિત ન રાખીશ.” જેની પાસે સુબુદ્ધિ હોય અને છતાં એ દુઃખી હોય એ . એક માણસ તમે મને બતાવે. - ઘણીવાર ઘણા કહે છે કે ધમી માણસે બહુ દુઃખી Page #201 -------------------------------------------------------------------------- ________________ [૧૯૪] પૂર્ણના પગથારે હોય છે. હું તમને ખાતરીથી કહું છું કે ધમી કઈ દિવસ દુઃખી હોઈ શકે જ નહિ! ધમી જે દુઃખી હેય તે ધર્મ દુનિયામાં જીવતે નથી એમ માનજે. ધર્મ એ બહાર દેખાવ કે બાહ્ય ચિહ્નો નથી, પણ અંદરની અભીપ્સા છે. અંતરની પ્યાસ એ ધર્મ છે. જેમ પથ્થરમાંથી પ્રતિમા બનાવવાની અભીખા શિલ્પીને હેય છે એમ આત્મામાંથી પરમાત્મા બનાવવાની અભીપ્સા ધમમાં હોય છે. શિલ્પી રાતદિવસ ખરબચડા પથ્થરને ઘડીઘડીને, ટાંકણાં મારી મારીને, એમાંથી આકાર કે તરતે કે તરત એને સુંદર પ્રતિમામાં ફેરવી નાખે છે; જેના સુડોળ આંખ, મોટું અને સમગ્ર આકૃતિનું દર્શન કરતાં આપણું હૃદય આહલાદથી છલકાઈ જાય છે ! હતો પથ્થર પણ બની પ્રતિમા, કારણકે, એમાં શિલ્પીની અભીપ્સા પ્રગટી. એમ જ કેઈ ધમી માણસને થાય કે હું આત્માને પરમાત્મા બનાવું, છ વને શિવ બનાવું, કંકરને શંકર બનાવું, તે એ જંપે? એની આ અભીપ્સા એને વિલાસ અને વસ્તુઓની ભૂખમાંથી મુકત કરાવી વિરાટ તરફ લઈ જાય ત્યારે જ એ જંપ. ધમમાં ચાર લક્ષણનું દર્શન થાય છે, એ પ્રમાદી હેય નહિ, એ પ્રાર્થના કરી છેડે નહિ, પુરુષાર્થ એની પ્રાણ હોય અને પ્રામાણિકતાને એ વળગી રહે છે. આ ચાર લક્ષણવાળો માણસ દુનિયામાં દુઃખી બન્યું હોય એવું કદી બન્યું નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૯૫] હમણાં જ અમેરિકાના પ્રેસિડન્ટ હર્બર્ટ હૂવરનું જીવન વાંચતા હતા. તેમાં તેના જીવનને એક પ્રસંગ આવે છે. યુનિવર્સિટીમાંથી ભણીને કઈ તરત પ્રેસિડન્ટ થને નથી. હર્બર્ટ ઈજનેર થઈને આવ્યા અને એક છાપામાં વાંચ્યું કે અમુક કંપનીમાં ઈજનેરની જગ્યા ખાલી છે. એ તરત ત્યાં પહોંચી ગયે, મેનેજરને મળે, નમન કરી કહ્યું કે, હમણાં જ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થયેલ છું, મારે નેકરીની જરૂર છે. મેનેજરે કહ્યું કે, જગ્યા ખાલી છે પણ તે ઈજનેરની નહિ, ટાઈપિસ્ટની. હર્બર્ટ વિચાર કર્યોઃ જગ્યા ખાલી હોય તે ભરવી. ટાઈપિસ્ટ અને ઈજનેરના સ્થાનમાં કેટલું અંતર છે? પણ એણે વિચાર્યું કે ખાલી બેસી રહેવું, ઉદ્યમ વગરના થઈ જીવવું, એના કરતાં કાંઈક કામ કરવું જોઈએ. એણે કહ્યું: “સાહેબ ! ટાઈપિસ્ટ તરીકે પણ કામ કરવા હું તૈયાર છું.” મેનેજરે કહ્યું : “ત્રણ દિવસ પછી આવજે.” ત્રીજે દિવસે ઐફિસમાં એ હાજર થયે અને કામ પર ચઢી ગયે. એક દિવસ મેનેજર આંટે માર મારતે આ બાજુ આબે, જોયું તે હર્બર્ટ બરાબર કામ કરી રહ્યો હતે. એની આંગળીઓ જાણે રમી રહી હતી. મેનેજર એક મિનિટ • ઊભે રહ્યો અને પેલા યુવકને પૂછયું: “તમે ઈજનેર છે કે ટાઈપિસ્ટ? તમારી આંગળીઓ તે કેવી સરસ ચાલે છે, જાણે વર્ષોથી તમે આ કામ કરતા હે.” હર્બર્ટે કહ્યું : “સાહેબ, જે દિવસે હું આપને મળે ત્યારે ગુરુવાર હતો. - આપની પાસેથી જઈને ભાડાનું ટાઈપરાઈટર લઈને મેં ચાર - દિવસ, રાતદિવસ એના પર જ મહેનત કરી. પ્રાર્થના કરતા ગયે અને પુરુષાર્થ ચાલુ રાખે.” Page #203 -------------------------------------------------------------------------- ________________ [૧૯૬] પૂર્ણના પગથારે માણસ પુરુષાર્થ કરે નહિ અને એકલી પ્રાર્થના જ . કરે જાય એથી કંઈ સિદ્ધિ ન મળે. કોઈ ગાંઠ પડી હોય, અને એને એક આંગળીથી ખેલવા જાઓ તે ખૂલે? રેશમની મજબૂત ગાંઠ ખોલવા માટે બે આંગળી જોઈએ જ. એમ જીવનની ગાંઠેને ઉકેલવા માટે પુરુષાર્થ પણ જોઈએ અને પ્રાર્થના પણ જોઈએ. એકલી પ્રાર્થનાની આંગળી કામ નહિ લાગે. પુરુષાર્થ વિનાની પ્રાર્થના વંધ્ય છે. . જ્યાં જ્યાં પણ તમે પ્રાર્થનાનું ફળ જોયું હશે ત્યાં ત્યાં એના પહેલાં પુરુષાર્થનું બળ હોવું જ જોઈએ. હા, કેટલાક પ્રસંગમાં જોવા મળે છે કે ખૂબ પુરુષાર્થ કરવા છતાં સફળતા ન મળે ત્યારે પ્રાર્થનાનો આર્તનાદ એમને સહાયક બને છે. પણ એ સહાય મળતાં પહેલાં પુરુષાર્થ તે હવે જ જોઈએ. આજે જીવનમાં આ બે અંગ સાવ છૂટાં પડી ગયાં છે. એક વર્ગ એ છે જે પ્રાર્થનામાં માનતા નથી. વીસે કલાક ગદ્ધાવૈતરું કર્યા કરે. એ પુરુષાથી છે. બીજો વર્ગ એ છે જે મહેનત જરાય ન કરે અને કહે કે, મારી પ્રાર્થના ચાલુ છે ને? હું તે જોઉં છું કે આ બધા લકવાના દરદીઓ છે. કેકને ડાબે છે તે કેકને જમણે, પણ આ છે લકવે. જ્યાં સુધી માણસ આ બન્ને અંગે માં-પુરુષાર્થ અને પ્રાર્થનામાં-સમર્થ નહિ બને ત્યાં સુધી એને જીવનમાં સફળતા નહિ જ મળે. જીવનનું આ એક સૂત્ર છે. જેણે જેણે જીવનમાં સફળતા Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૯૭] મેળવી છે એમણે બને અંગેને બરાબર વાપર્યા છે. એ વીરે પ્રાર્થના કરતા રહ્યા અને પુરુષાર્થમાં મંડી રહ્યા. એના જ પરિણામે એ ઇચ્છિત સ્થાને પહોંચી ગયા. હર્બટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે એટલી મહેનત કરી કે ચાર જ દિવસમાં પેલા મેનેજરના મનમાં એ વસી ગયે. એને થાબડીને એણે કહ્યું : “દુનિયામાં એવું કયું સ્થાન છે જે તારા જે તેજસ્વી વિદ્યાથી ન મેળવી શકે?” પણ એને એ વખતે ખબર નહિ કે આ માણસ અમેરિકાને પ્રમુખ થવાને છે. કામ ગમે તે કરે પણ એ કામની અંદર સચ્ચાઈ છે કે નહિ એ જ તારનારી વાત છે. સચ્ચાઈ એ બહુ મેટી વાત છે. ભગવાનની પૂજા કરતો હોય પણ સચ્ચાઈ ન હોય તે પૂજા જેવું ઉત્તમ કામ પણ નકામું બની જાય છે. દિવાળી કપમાં સાંભળ્યું તે હશે ને? કેટલા સાધુઓ, કેટલા આચાર્યો નરકે જવાના? આંકડાઓ સાંભળતાં પણ થરથરાટ થાય. - આચાર્યો નરકમાં કેમ જાય એ પ્રશ્ન છે! કારણકે, જે વ્યવસાય એ કરે છે એ વ્યવસાયની સાથે વફાદારી ન હોય તે એ આચાર્યને પણ નરકમાં જવું પડે. તમે ગમે તે ધંધો કરતા હે, પણ એની સામે તમારી નિ ઠા એ બહુ મોટી વાત છે. ભલે તમે દુકાને બેઠા હે અને કાપડ ફાડતા હે એમાં પણ તમારી નીતિ હેય ! : “હું પ્રામાણિકતાથી આપીશ, ગ્રાહકની સાથે સારો વ્યવહાર કરીશ.” વ્યાપારીને ધર્મ પ્રામાણિકતા છે. એક ભરવાડણ બાઈ શેઠને ઘી આપી ગઇ. શેઠે ઘી તે લઈ લીધું પણ શેઠને જરા શંકા પડી. એણે સાંજે ઘી Page #205 -------------------------------------------------------------------------- ________________ [૧૯૮] પ્રણના પગથારે તેવું તે પણ શેર જ નીકળ્યું. બીજે દહાડે પેલી બાઈ જ્યારે ઘી વેચવા નીકળી ત્યારે શેઠે કહ્યું. તું કેવી અપ્રામાણિક છે! તારા ઉપર મેં વિશ્વાસ રાખે. મેં માન્યું કે ગામડાના લેકે જુઠું નહિ બેલે, અનીતિ નહિ કરે; અને તું તે શેર ઘીને બદલે પિણે શેર આપીને ગઈ.” પેલી બાઈ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગીઃ “ હું અપ્રામાણિક? મારા માથે ઈશ્વર છે. એ શેર જ ઘી છે અને હું કઈ દહાડે જ નથી બેસતી.”, શેઠ કહેઃ “લાવ ત્યારે તેનીએ. કયા શેરથી તે આ ઘી તેવું હતું એ તું મને કહે.” બાઈએ કહ્યું: “મારી પાસે શેર ક્યાંથી હોય? ગઈકાલે તમારે ત્યાંથી એક શેર સાકર લઈ ગયેલી અને એ વખતે મારે આ ઘી તળવાનું હતું એટલે એક બાજુ ઘી મૂકયું અને બીજી બાજુ તમારી સાકર મૂકી. તમે આપેલી શેર સાકરથી મેં આ ઘી તળ્યું છે. હું બીજું કાંઈ જાણતી નથી ! મારી પાસે શેર અને કાટલાં છે જ નહિ. કાટલું તમારી સાકર.” શેઠને ખ્યાલ આવી ગયે: “ઓહ ! મારી સાકરના બદલામાં જ આ ઘી આવેલું છે.” આ જગતમાં અપ્રામાણિક્તા કેમ ફેલાય છે અને ભેળસેળ થઈને તમારે ત્યાં કેવી રીતે આવે છે તે આ વાતમાં જોવાનું છે. આ અપ્રામાણિકતા કેકને દૂધના રૂપમાં આવતી હોય, કેકને ખાંડના રૂપમાં આવતી હોય તે કેકને લેટના રૂપમાં આવતી હેય. જીવનના વિવિધ ક્ષેત્રોમાં એ જુદી જુદી રીતે આવે છે. પણ ધ્યાનમાં રાખવાનું છે કે ખાંડમાં ગયેલી અપ્રામાણિકતા ઘીના રૂપમાં ફરીને પાછી આવી જાય છે. એના forms--આકાર જુદા છે, પ્રવાહ એક છે. એ પ્રવાહને પિછાન એ જ જીવનનું રહસ્ય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૧૯૯] લેકે આ રહસ્યને જોતા નથી. તમે ગમે તે વ્યવસાય કરે; પછી એ પૂજાને હોય કે પટાવાળાને પણ તમારા વ્યવસાયની સાથે તમારી નિષ્ઠા એ બહુ મહત્ત્વની વાત છે. આ વણકરને બંધ કરવા છતાં કબીરને એમ નથી લાગ્યું કે હું વણકર છું એટલે હલકે છું. એ તે તાણું અને વાણની સાથે જીવનને સરખાવતા જ ગયા, વણતા જ ગયા અને ભગવાનનું ભજન કરતા જ ગયા. પિતાના વ્યવસાયને હલકે નહિ ગણતાં વ્યવસાયમાં આવતી વચનાને હલકી ગણે. આ તત્ત્વ ધ્યાનમાં રાખીને માણસ જીવનની ચર્ચા કરે તે એનાં પુરુષાર્થ અને પ્રાર્થના એ બેની અંદર સંવાદિતા આવી જાય. સવારના ઊઠીને પ્રાર્થના કરવાની. કઈ પ્રાર્થના ? પ્રાર્થનામાં એ કે બુદ્ધિ સુબુદ્ધિ બને. જે જે વસ્તુ મારી સામે આવે એના ઉપર હું સુબુદ્ધિને પ્રકાશ ધરું અને સુબુદ્ધિના પ્રકાશમાં જ વસ્તુને ગ્રહણ કરું. પ્રાર્થના એ સવારને નાતે છે, અને રાતના સૂતા પહેલાં લેવા લાયક દૂધને ખ્યાલે છે. ઘણું મેટાં ઘરમાં છોકરાને ઉઠાડીને કહેવાતું હોય છે છે કે, બાબા, દૂધ પી લે બેટા. રાતના દસ વાગ્યા હોય તે પણ સૂવા જતા પહેલાં પૂછેઃ “તે દૂધ પીધું કે?” * પ્રાર્થના આવે જ કેઈક ખ્યાલે છે. માણસ સવારના સુંદર વિચારે અને દઢ સંકલ્પ સાથે ઊઠે અને રાતના Page #207 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પૂર્ણના પગથારે સૂવા જાય ત્યારે આખા દિવસમાં જેને જેને મળે એ બધાની સાથે કેવો વ્યવહાર હતું, જેને માટે ખરાબ બેલ્યો, કેને માટે ભૂંડું છે, તેને માટે અતિશયેક્તિ કરી એની આલેચના કરી, ફરી એવું ન કરવાના વિચાર સાથે પિઢે. આજે સમાજમાં બેટી અફવાઓ, અને નકામી નિંદાએ, ન બનેલી વાતમાં અને બનતા બનાવોમાં સાચીખોટી સંમતિ અને ગંદી વાતે આ બધું કેમ બને છે? કારણકે પ્રાર્થનામાં આલેચનાને અભાવ છે. મને લાગે છે કે લેકે પાસે પ્રાર્થનાના શબ્દ ઘણા છે, ભાવ છેડે છે. શબ્દ વધે અને ભાવ ઘટે તે એમાંથી મળે કાંઈ નહિ. બહુ શબ્દ નહિ, બહુ લાંબાં લાંબા સ્તોત્ર નહિ, ડું, પણ સમજવાનું છે. એક ભાઈ મને કહેતા હતા કે હું સવારના ઊઠીને ગીતાના પાંચ અધ્યાય વાંચી જાઉં છું. મને થયું, “ભલા માણસ, આટલા બધા અધ્યાય વાંચ્યા છતાં શાંતિ નહિ !” એ અધ્યાય વાંચે, યંત્રની જેમ એટલી ઝડપથી એ દે જાય કે અર્થની વિચારણા કરવા તે ઠીક, પણ શ્વાસ લેવા પણ ઊભે ન રહે. - પ્રાર્થના એ માત્ર શબ્દ નથી, ભાવ છે. જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ તેમ તેમ તમારું ચિત્ત એકરૂપ બને છે. હૃદય અને પ્રાર્થના એક બને તે દુનિયામાં એવું શું છે જે ન બને ? જે જે શબ્દ બોલે તેના ઉપર વિચાર કરે, હું જે બેલું છું એ મારા જીવનમાં છે? કંઈ નવું આવે છે ? પછી તમને જ વિચાર આવશેઃ “આ પ્રાર્થના હું કરું છું છતાં મારા જીવનમાં સંવાદ કેમ નથી ? ? ? Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને પુરુષાર્થ [૨૧] પ્રાર્થનાની સાથે ચિંતન હોવું જોઈએ, શબ્દોની વિપુલતા નહિ પણ ભાવનું ઊંડાણ વધવું જોઈએ. - સુબુદ્ધિમાન સાંજે શયન કરવા જાય ત્યારે જેમ જોડા જોડાને ઠેકાણે મૂકે, કેટ કેટને ઠેકાણે મૂકે, ખમીસ ખમીસને ઠેકાણે મૂકે એમ ચિત્તને પરમાત્માનાં ચિંતનમાં મૂકે. પછી કહેઃ “હવે હું તારી સાથે છું, એકરૂપ છું. ” - પરમાત્માના મહાચૈતન્યના પ્રકાશની સાથે તમારા ચિત્તને જોડી દે. જેમ ઘરના ટેબલ-લેમ્પના પ્લગને સેકેટમાં ગોઠવતાં જ લાઇટ થાય છે એમ તમે તમારા ચિત્તને પરમાત્માની સાથે જોડીને સૂઈ જાઓ, એ પ્રકાશસભર થઈ જશે પછી કઈ ભય નહિ, કેઈને ડર નહિ અને કઈ અશુભ અને અમંગળ સ્વપ્ન નહિ. બધું જ શુભ. - રાતના સૂતી વખતે પરમાત્મા સિવાય બધું જ ભૂલી જાઓ. વ્યાપાર પણ ભૂલી જાઓ, સગાં પણ ભૂલી જાઓ, ઝંઝટ પણ ભૂલી જાઓ. આ થેડી-શી રાત તમારા આરામ અને વિરામ માટે જ નક્કી થઈ છે. એ આરામમાં પ્રગાઢ શાંતિ જ હોય. એ આરામ, કદાચ લાંબે પણ નીવડી જાય તે શી ખબર? આપણું યાત્રા એ મંગળમય વિચારેની વણજાર છે. પ્રાર્થનાને હેતુ પરમાત્મા સાથેની એકતા છે. સવારની પ્રાર્થનામાં સુબુદ્ધિની માગણી છે અને રાતની પ્રાર્થનામાં આહાર, ઉપકરણ-belongings અને આ દેહની ઉપાધિ, આ બધાંની મમતાને ત્યાગ છે. જે પ્રવાસી ! તું સાથે શું લઈને જઈશ? તે ત્રણ વાત કહીઃ • પ્રવાસી ત્રણને છેડે છે, આહાર, ઉપકરણ અને દેહ અને આ ત્રણને સાથે લેવાના છેઃ અરિહંત એ દેવ છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પૂર્ણના પગથારે સુસાધુ એ ગુરુ છે અને જિનેશ્વરે કહેલે અહિંસામય માર્ગ એ ધર્મ છે. આ ત્રણને પ્રવાસમાં સાથે લઈ આગળ વધવાનું છે. મંગળ વિચારેથી આપણે જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવી શકીએ. પહેલે વિચાર એ કે પુણ્યને ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ, પાપને ઉદય એ કઠિનાઈ નહિ પણ કુબુદ્ધિ. કઠિનાઈ આવે, ગરીબી આવે તે કહે શું વાંધો છે? દુનિયામાં ગરીબ કેણ નહતું? પુણિયે ગરીબ નહોતે ! જૂના જમાનામાં પણ ઘણું ય એવા ગરીબ હતા જેઓ આ લેકમાં સત્કાર અને પરલેકમાં મેક્ષ પામી ગયા છે. * , ગરીબી એ પાપને ઉદય નથી, કુબુદ્ધિ એ પાપને ઉદય છે. સંપત્તિ એ પુણ્યને ઉદય નથી પણ સુબુદ્ધિ એ પુણ્યને ઉદય છે. : -:: Page #210 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રી ચિત્રભાનું મહારાજના ચિન્તાસભર પુસ્તકો ધમ રત્નનાં અજવાળાં (કર્તવ્યનું દર્શન) આ. ત્રીજી 3-1 ના ઊર્મિ અને ઉદધિ (પ્રાથનાએ) , પહેલી 2 - પૂણિમા પાછી ઊગી (પ્રવચને) , પહેલી 2- તું હવે તે જાગે (પ્રવચને) ,, પાંચમી 2- સૌરભ (ચિન્તન કણિકાઓ), છઠ્ઠી 2 - જીવનમાંગલ્ય (પ્રવચનો) * છઠ્ઠી ૧—ચાર સાધન (પ્રવચન) ,, ત્રીજી 1-- ભવનું ભાતું | (વાર્તાઓ) , ચેથી 1- બિદુમાં સિંધુ (પ્રસંગે) છઠ્ઠી ૦પ્રેરણાની પરબ (રત્નકણિકાઓ) ,. ત્રીજી 0-1 બંધન અને મુકિત (પ્રવચન) ,, ત્રીજી प्रथम आवृत्ति जीवन पाथेय बंधन और मुक्ति जीवन मांगल्य The Beacon Lotus Blog Fountain Bondage & nou To the citizens of no-morrow Inspiring Anecdotes (In Pr