________________
મહાવીર જન્મ કલ્યાણક
[૪૩] પ્રયોગશાળામાં જઈને પ્રયોગ કરે છે એમ મહાવીરે સાડા બાર વર્ષ જીવનની પ્રગશાળામાં, આ ત્રણેને સુધારવા અને અહિંસક બનાવવા પ્રયોગ કર્યો વિચાર ધ્યાનથી અહિંસક બને, ઉચ્ચાર મૌનથી અહિંસક બને અને આચાર તપશ્ચર્યાથી અહિંસક બને.
વિચાર, ઉચ્ચાર અને આચાર: આ ત્રણેને અહિંસક બનાવવા માટે એમને ધ્યાન, મૌન અને તપશ્ચર્યાનાં સાધન જડ્યાં.
એમણે ધીરે ધીરે ધ્યાન ધરતાં વિચારોમાં અહં છે, તેને ધ્યાનથી નાહં કરી સેહને અનુભવ કર્યો. પણ તે કરતાં પહેલાં પ્રભુએ અહમને નાશ કરવા પ્રયત્ન કર્યો. અહમ વચમાં આવે છે.
કવિ રવીન્દ્રનાથે એક નાને પ્રસંગ લખ્યો છે. પૂનમની રાત હતી, હું ઓરડામાં બેઠે હતા અને કાંઈક લખી રહ્યો હતો. લખતાં લખતાં થાકી ગયો અને મેં મારા ટેબલના લેમ્પનું બટન બંધ કર્યું. બત્તી બંધ થઈ. જેવી બત્તી બંધ કરી ત્યાં મારા આશ્ચર્યની વચ્ચે આકાશમાંથી પૂર્ણિમાની ચાંદની બારીમાંથી એકદમ અંદર પ્રવેશી મારા રૂમને પ્રકાશથી ભરી દીધે. શે મધુર, શીતળ, શે સુંદર, એ પ્રકાશ!
એ પ્રકાશને જોઈ કવિહૃદય દ્રવી જાય છે, એમનું દિલ ભરાઈ જાય છે. એ વિચારે છે કે હું છ વાગ્યાથી બેઠે છું, અત્યારે સાડા નવ થયા છે, પણ સાડા ત્રણ કલાક સુધી મેં આ ચાંદનીને કેમ ન જોઈ? એમને ખબર પડી કે એ નાની બત્તી, આકાશમાં પૂર્ણ ચંદ્રમાની જે પ્રકાશસ્ના