________________
[૧૧૨]
પૂના પદ્યારે
હાય તે સુખ થઈ જાય, અગર તેા અમુક કાર્ય આ રીતે થાય તે સુખ થાય. પણ પૂર્ણ સુખ એમ મળવાનુ નથી.. આ અતૃપ્તિ માણસને દોરતી ઢોરતી ઝાંઝવાનાં જળની જેમ ખેંચતી જ જાય છે.
તમે પણ આમ વિચાર કરતાં કરતાં આટલાં વર્ષ કાચાં છે ને ?–કે હમણાં સુખ આવે છે. આ વર્ષે જશે એટલે આવતું વર્ષ, આવતુ વર્ષાં જશે એટલે....
ત્રણ વ્યાખ્યા
જગતની મે બાંધી છે: સમજીને સરકવુ એનુ નામ સ ંસાર; જાણીને જીવવું એનુ નામ જીવન અને મૂકીને મુક્ત થઈ જવું એનુ નામ મેાક્ષ.
આ સંસારમાં ડાહ્યો માણસ કેણ ? જે સંસારમાં રહે ખરા, પણ ધીમે ધીમે સરકતા જાય.
કા'કવાર ચારપાંચ ગુંડાઓ તમને ઘેરી વળ્યા હાય અને તમે એકદમ ભાગવા જાઓ તે તમને છરી મારી દે એવી પરિસ્થિતિ હાય ત્યારે ધીમે ધીમે વાત કરતાં કરતાં એની પકડમાંથી તમે સરકવાના કેવા કુશળતાભર્યાં ઉપાય શેાધા છે ?
એમ આ સંસારમાં પણ એ જ કામ કરવાનું છે. આપણે સસારના એક સર્કજામાં આવી ગયા છીએ. તમે એકદમ ભાગવા જાઓ તે બધા ય લેાકેા તમારા કપડાં ફાડી નાખે ત્યાં સુધી તમને વળગેઃ “ નહિ, તમે નહિ જાઓ. તમારું' અમારે કામ છે.” કારણકે રનીરળીને બધાયના પેટ ભરતા હાય અને ચિંતા કરતા હાય એવા વગર પગારના નેર ચાંથી મળે ? હું ઘણા વૃદ્ધ માણસને જોઉં છું.