________________
જીવનનું દર્શન
[૧૧૧] છે, જ્યાં સુધી અસ્થિરતા છે, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ દેખાય નહિ. ઠરે તે જ વરે.
તમે નદીમાં નહાવા ગયા છે અને નહાતાં નહાતાં તમારી હીરાની વીંટી હાથમાંથી સરકીને પાણીમાં પડી જાય. પાણીને પ્રવાહ જે વહેતે હેય, તે એ પ્રવાહમાં તળિયે પડેલી વસ્તુ તમને દેખાય નહિ. પણ એ પાણી જે શાંત હોય, તરંગ વગરનું હેય, સ્થિર હેય, તે તળિયે પડેલી વસ્તુ તરત દેખાઈ જાય.
જ્ઞાનીઓએ આપણને કહ્યું કે અંદર સુખ છે. પણ આ જીવ સમજતો નથી, ઠરતે નથી, અને ભમ્યા જ કરે છે. અને ભમવામાં તે આખું જીવન પૂરું થઈ જાય છે.
એ કઈ માણસ તમે અહીં બતાવશે કે જે માણસ ઘણી ઓળખાણવાળ હોય, ઘણું પિછાનવાળ હોય, જેને ઘણું દેતે હોય, ઘણા માણસોની નામાવલિ જેની પાસે હેય અને આખી જિંદગી સુધી લેકને રાજી રાજી કરતે ગયા હોય અને છેલ્લે એ પિતાના જીવનનું કામ પૂરું કરીને ગયે હોય ! . '
જ્ઞાનીઓએ કહ્યું કે ભૌતિક વસ્તુઓમાં કેઈના ય જીવનનું કામ પૂરું થવાનું જ નથી. તમને એમ લાગશે કે આ વર્ષે હું નિવૃત્ત થાઉં છું. જે વખતે નિવૃત્ત થવાને તમે વિચાર કરે એ જ વખતે પ્રવૃત્તિને પ્રારંભ થાય છે. પણ લેકે અજ્ઞાન છે અને આ દીવાલની પાછળ શું છે એને એમને ખ્યાલ નથી. અહીં એ લોકેએ અમુક જાતની કલ્પનાઓ બાંધી છે કે અમને અમુક રૂપિયા મળી જાય તે સુખ થાય, પરણી જાઉં તે સુખ થાય, એક કરે