________________
જીવનનું દર્શન
[૧૧૭] છેલ્લી ઘડી આવે ત્યાં સુધી એ દુકાને બેસે, છેકરાઓનાં છોકરાંને રમાડતાં રમાડતાં રાજી થાય અને મનમાં માને : “આ છોકરાઓનું મારા વગર કેણ કરશે?” પણ એ ગમારને ખબર નથી કે તું જે ચિંતામાં ઉપડીશ તે તારું કેણ કરશે?
યુવાને પણ જાણે છે કે આજના જમાનામાં બસે રૂપિયા આપતાં પણ પ્રામાણિક નકર મળતા નથી; અને આ માણસ વગર પગારે ખાલી બે ટંક રેટી ખાઈને આખો દહાડે આપણે માટે મહેનત કરતો હોય તો એમાં શું ખોટું છે!
એટલે એ લેકે તમને રાજી રાખવા જરૂર પ્રયત્ન કરે. પણ જીવે પોતે તે સમજવું જોઈએ કે “ભાઈ, હવે મારું શું? હું આ બધું સાચવ્યા કરીશ, લેકેને મળ્યા કરીશ, વેણ અને વેવાઈઓને મનાવ્યા કરીશ, સગાંવહાલાંઓને બોલાવ્યા કરીશ, ગામમાં જેટલા લગન હોય એમાં હાજરી આપ્યા કરીશ, જેટલી મેકાણ હોય એમાં રેયા કરીશ, તે જીવન આમ ને આમ પૂરું થઈ જશે.” હા, એમ કરનાર માણસને દુનિયા બહુ ડાહ્યો માણસ ગણશે, વ્યવહારકુશળ માનશે અને કહેશે કે આને ઘણી ઓળખાણ હતી.
પણ આત્માની ઓળખ વિના આ બધી જ ઓળખ નકામી છે. આત્માની ઓળખ કરવા માટે આ મનુષ્યજન્મ જ શ્રેષ્ઠ છે, દેને જન્મ પણ નહિ.
દે મનુષ્ય કરતાં ઘણું સમૃદ્ધ છેઃ હીરાથી, પન્નાથી એ શેભતા હોય છે છતાં ય દેવને ભવ માનવના ભવ કરતાં ઊંચો નથી.
આચાર્યશ્રી સ્વયંભવસૂરીશ્વરે દશવૈકાલિકના પ્રારંભમાં જે શ્લેક બનાવ્યું એ શ્લેક નથી, પણ જીવનમંત્ર છે.