________________
[૧૧૪]
પૂણના પગથારે " धम्मो मंगलमुक्किट्ठ: अहिंसा सजमो तवो; . देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ।" .
અહિંસા, સંયમ અને તપ – આ ત્રણ તત્વયુકત એ ધર્મ એ સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગળ છે. આ ધર્મ જેના હૈયામાં વસે છે અને તે દેવે પણ નમન કરે છે. .
એમણે કહ્યું કે બધા જ મંગળમાં પણ જે ઉત્તમ મંગળ કઈ હોય તે તે ધર્મ છે..
આ અહિંસા, આ સંયમ અને આ તપે જેના હૃદયમાં ઊતરી જાય છે એને માણસે તે નમે, પણ દેવતાઓ ય નમે છે.
કરોડપતિએ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઈ ફૂલી જવાની જરૂર નથી. જે કુલાય તે એ મુનિ ગમાર છે. એણે તે વિચારવાનું છે, જે ત્યાગને એ નમે છે તે એની પાસે છે? લેકે માણસને નથી નમતા; એણે જે ત્યાગ કર્યો છે એ ત્યાગને નમન કરે છે. એ ત્યાગ જેની પાસે છે એ બધાયને નમન થાય છે.
અને દેવતાઓ નમન કરે છે એ ક્યા ભાવથી નમે છે? આ માણસ ઘણી ઓળખાણવાળો છે, મોટા સત્તાધીશ છે, આને ઘણી ડિગ્રીએ લાગેલી છે અગર તે એને ઘણી પદવીઓ મળેલી છે એટલે નહિ. એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છેઃ અહિંસા, સંયમ, તપ છે. તેને એ નમે છે.
જે માણસ અહિંસક છે એની પ્રવૃત્તિ કેવી હોય? એના જીવનથી, એની કરણીથી કેઈને ય દુખ ન થાય, ક્યાંય એ હિંસાનું નિમિત્ત ન બને. તેવી જ રીતે એ મનમાં ય