________________
જીવનનું દર્શન
[૧૧૫] એમ વિચારે કે મારે કેઈનું ખરાબ શા માટે કરવું જોઈએ? અને વાણીને વાપરતાં વાપરતાં પણ એ અનેક વાર વિચાર કરે કે મારી વાણી કડવી તે નથી ને? નિર્દોષ ને મીઠી છે ને? લેકે કારેલાનું શાક બનાવતાં હોય તે પણ એમાં છેડે ગેળ નાખે છે-કડવાં ન લાગે એટલા માટે. તે વિચાર કરે માણસની વાણીમાં કટુતા હોય તે સાંભળનારને કેટલું દુ:ખ થાય ! એટલે જ સાચે અહિંસક મનસા વસા શર્મા નિર્દોષ હોય છે.
. બીજા નંબરમાં સંયમ. આપણી પાંચેપાંચ અનિયંત્રિત ઇન્દ્રિયે રેસના ઘડાઓ જેવી છે. એ નિયંત્રિત હોય તે જ કાબૂમાં રહી શકે છે. ઈન્દ્રિો ઉપર સંયમ લાવવો જોઈએ અને એ સંયમ વડે ઈન્દ્રિયોને સુંદરમાં સુંદર ઉપયોગ કરવો જોઈએ.'
માણસ નક્કી કરે કે મારે મારી ઇન્દ્રિયને સારે ઉપયોગ ક છે તે એ કેટલું સારું કરી શકે ! આંખથી નૈસર્ગિક સૌન્દર્યની સૃષ્ટિ મનમાં ભરી શકે, શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનું વાચન કરી શકે, અને તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવે મનમાં વસાવી શકે.
કાનથી કેઈની ય ગંદી વાત સાંભળીએ તે એના પ્રત્યે દુર્ભાવ કેળવાય. કેઈનું ય ખરાબ સાંભળીએ એટલે એ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં અભાવ ઉત્પન્ન થઈ જ જાય છે, એના પ્રત્યે જે સદ્દભાવ હોય તે નીકળી જાય છે. માટે કેઈનીય મલિન વાત સાંભળવી નહિ. એના કરતાં કંઈ પ્રવચન સાંભળ્યાં હોય, જીવનને પ્રેરણા આપતી કેઈ કથા સાંભળી હોય, કે મહાપુરુષના જીવનમાં બની ગયેલા