________________ પ્રાર્થના અને પુરુષાર્થ, [18] ચાર હાથ ! ભગવાનના ચાર હાથ હેત તે સુબુદ્ધિ એટલી જ હેત, જેટલી સંપત્તિ. - સુબુદ્ધિ વિનાની સંપત્તિથી માણસને કેટલું નુકસાન થાય છે તેની મીમાંસા એક વિદ્વાને સરસ રીતે કરી છે. સંપત્તિ એકલી કદી નથી રહેતી, કાં તે એ સુબુદ્ધિ સાથે રહે, અને એ ન મળે તે કુબુદ્ધિને બોલાવી લે છે. કુબુદ્ધિનાં સંતાન ચાર છે. કામ, મદિરા, જુગાર અને જલમ. કામથી પદારામાં રત રહે, મદિરાથી વિવેકહીન બને, જુગારથી અનેક અનર્થો સેવે અને જલમી પૈસાને જેરે અનેક નરમારીઓને ત્રાસ આપે. આ ચારે દુર્ગુણને કારણે આવેલી કુટેવ જીવનમાં ઘર કરી જાય છે. આખરે સંપત્તિ તે ચાલી જાય છે પણ આવા માણસના જીવનમાં અંતે દુર્ગણે જ શેષ રૂપે રહે છે. કદાચ આ જન્મમાં સંપત્તિ ન પણ જાય તે પણ પરલેક તે બગડી જ જાય છે, જેનું પરિણામ માણસને પિતાને જ ભોગવવું પડે છે. સંપત્તિ વધારેમાં વધારે આવે તે સ્મશાન સુધી આવે, જ્યારે માણસે એનાથી મેળવેલા સુસંસ્કાર અગર કુસંસ્કાર જીવ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં આ લોક કે પરલોકમાં, સાથે જ ચાલ્યા આવતા હોય છે. - એક સંસ્કારી વ્યકિતએ પ્રાર્થના કરતાં કહ્યું: “ભગવાન! મને ધન આપે તે આપજે, ન આપે તે કાંઈ નહિ, પણ મને સુબુદ્ધિથી વંચિત ન રાખીશ.” જેની પાસે સુબુદ્ધિ હોય અને છતાં એ દુઃખી હોય એ . એક માણસ તમે મને બતાવે. - ઘણીવાર ઘણા કહે છે કે ધમી માણસે બહુ દુઃખી