________________
[૧૯૪]
પૂર્ણના પગથારે હોય છે. હું તમને ખાતરીથી કહું છું કે ધમી કઈ દિવસ દુઃખી હોઈ શકે જ નહિ! ધમી જે દુઃખી હેય તે ધર્મ દુનિયામાં જીવતે નથી એમ માનજે.
ધર્મ એ બહાર દેખાવ કે બાહ્ય ચિહ્નો નથી, પણ અંદરની અભીપ્સા છે. અંતરની પ્યાસ એ ધર્મ છે.
જેમ પથ્થરમાંથી પ્રતિમા બનાવવાની અભીખા શિલ્પીને હેય છે એમ આત્મામાંથી પરમાત્મા બનાવવાની અભીપ્સા ધમમાં હોય છે. શિલ્પી રાતદિવસ ખરબચડા પથ્થરને ઘડીઘડીને, ટાંકણાં મારી મારીને, એમાંથી આકાર કે તરતે કે તરત એને સુંદર પ્રતિમામાં ફેરવી નાખે છે; જેના સુડોળ આંખ, મોટું અને સમગ્ર આકૃતિનું દર્શન કરતાં આપણું હૃદય આહલાદથી છલકાઈ જાય છે ! હતો પથ્થર પણ બની પ્રતિમા, કારણકે, એમાં શિલ્પીની અભીપ્સા પ્રગટી.
એમ જ કેઈ ધમી માણસને થાય કે હું આત્માને પરમાત્મા બનાવું, છ વને શિવ બનાવું, કંકરને શંકર બનાવું, તે એ જંપે? એની આ અભીપ્સા એને વિલાસ અને વસ્તુઓની ભૂખમાંથી મુકત કરાવી વિરાટ તરફ લઈ જાય ત્યારે જ એ જંપ.
ધમમાં ચાર લક્ષણનું દર્શન થાય છે, એ પ્રમાદી હેય નહિ, એ પ્રાર્થના કરી છેડે નહિ, પુરુષાર્થ એની પ્રાણ હોય અને પ્રામાણિકતાને એ વળગી રહે છે. આ ચાર લક્ષણવાળો માણસ દુનિયામાં દુઃખી બન્યું હોય એવું કદી બન્યું નથી.