________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૯૫] હમણાં જ અમેરિકાના પ્રેસિડન્ટ હર્બર્ટ હૂવરનું જીવન વાંચતા હતા. તેમાં તેના જીવનને એક પ્રસંગ આવે છે. યુનિવર્સિટીમાંથી ભણીને કઈ તરત પ્રેસિડન્ટ થને નથી. હર્બર્ટ ઈજનેર થઈને આવ્યા અને એક છાપામાં વાંચ્યું કે અમુક કંપનીમાં ઈજનેરની જગ્યા ખાલી છે. એ તરત ત્યાં પહોંચી ગયે, મેનેજરને મળે, નમન કરી કહ્યું કે, હમણાં જ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થયેલ છું, મારે નેકરીની જરૂર છે. મેનેજરે કહ્યું કે, જગ્યા ખાલી છે પણ તે ઈજનેરની નહિ, ટાઈપિસ્ટની. હર્બર્ટ વિચાર કર્યોઃ જગ્યા ખાલી હોય તે ભરવી. ટાઈપિસ્ટ અને ઈજનેરના સ્થાનમાં કેટલું અંતર છે? પણ એણે વિચાર્યું કે ખાલી બેસી રહેવું, ઉદ્યમ વગરના થઈ જીવવું, એના કરતાં કાંઈક કામ કરવું જોઈએ. એણે કહ્યું: “સાહેબ ! ટાઈપિસ્ટ તરીકે પણ કામ કરવા હું તૈયાર છું.” મેનેજરે કહ્યું : “ત્રણ દિવસ પછી આવજે.” ત્રીજે દિવસે ઐફિસમાં એ હાજર થયે અને કામ પર ચઢી ગયે.
એક દિવસ મેનેજર આંટે માર મારતે આ બાજુ આબે, જોયું તે હર્બર્ટ બરાબર કામ કરી રહ્યો હતે. એની આંગળીઓ જાણે રમી રહી હતી. મેનેજર એક મિનિટ • ઊભે રહ્યો અને પેલા યુવકને પૂછયું: “તમે ઈજનેર છે કે ટાઈપિસ્ટ? તમારી આંગળીઓ તે કેવી સરસ ચાલે છે, જાણે વર્ષોથી તમે આ કામ કરતા હે.” હર્બર્ટે કહ્યું :
“સાહેબ, જે દિવસે હું આપને મળે ત્યારે ગુરુવાર હતો. - આપની પાસેથી જઈને ભાડાનું ટાઈપરાઈટર લઈને મેં ચાર - દિવસ, રાતદિવસ એના પર જ મહેનત કરી. પ્રાર્થના કરતા
ગયે અને પુરુષાર્થ ચાલુ રાખે.”