________________
[૧૯૨]
પૂણના પગથારે પ્રાર્થના એ શબ્દ નથી પણ હૃદયને પિકાર છે. તમારું . હૃદય પોકારે છે : “તારા અને મારા વચ્ચે કેવું અંતર પડી ગયું છે ! તું સુબુદ્ધિને ભંડાર છે અને અહીં કુબુદ્ધિ સિવાય બીજું કાંઈ છે જ નહિ.”
બાળક જેમ મને પિકારે છે એમ હદય પિકારે છે : કાં તે તું મને નજીક બેલાવી લે અગર તે દૂર રહું ત્યાં સુધી તું મને તારી હૂંફ આપ”
પ્રાર્થના એ માણસને માટે એક અનિવાર્ય અંગ છે. માણસ જ્યારે પ્રાર્થનામાં બેસે છે ત્યારે અંતરનું અવલોકન કરે છેઃ “મારી પાસે સંપત્તિ છે કે સુબુદ્ધિ? સંપત્તિ વધી કે સુબુદ્ધિ?”
એક જમાનામાં લાખ રૂપિયાવાળે લખેશરી કહેવાતે. એનું માન પણ કેટલું! આજે લાખ તે ઠીક કરેડાધિપતિને પણ એટલી પ્રતિષ્ઠા નથી મળતી. સમૃદ્ધિ વધી છે, કલ્પના ન કરીએ એટલે પૈસે વધે છે પણ એ સંપત્તિ વધવાની સાથે સુબુદ્ધિ વધી છે કે નહિ એને માપદંડ એ પણ પ્રાર્થનાઓ છે.
ભગવાન અને આપણી વચ્ચે એક્તાનું દર્શન થાય છે ત્યારે આપણે ભગવાનની પાસે ને પાસે આવતા જઈએ છીએ; અને જેમ જેમ એની પાસે આવીએ તેમ તેમ કુબુદ્ધિ ઘટતી જાય છે અને સુબુદ્ધિ વધતી જાય છે.
ભગવાનની કૃપા એ શું છે? આપણામાં સદ્દબુદ્ધિ આવે ત્યારે સમજી લેવું કે હવે ભગવાનની કૃપાનું અવતરણ આપણામાં થઈ રહ્યું છે. પણ સુબુદ્ધિ ન આવે અને એકલી જ સંપત્તિ આવે તે એમ કહેવું નહિ કે મારા ઉપર ભગવાનના