________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૯૧] આપણું મગજમાં આવે છે. આપણા મગજના સુવર્ણ પાત્રમાં આ ગંદી અમંગળ વસ્તુ શા માટે આવવા દેવી ?
તમારી પાસે માટીનું કઈ પાત્ર હોય અને તમારા હાથમાંથી સરીને એ ગટરમાં ચાલ્યું જાય તે એમાં ગટરની ગંદકી આવ્યા વિના રહે? કદાચ ગંદકીને તમે કાઢી નાખે પણ એના અંશો તે રહી જ જાય છે. એને સાબુથી, ગરમ પાણીથી ધૂએ પણ એકવાર ગટરમાં ગયેલું પાત્ર જલદી શુદ્ધ કેમ થાય ?
એવી જ રીતે આપણું મગજમાં ગંદા વિચારે આવી ગયા પછી એટલીવાર તે મગજનું પાત્ર ખરાબ અને ગંદુ થઈ જ જાય ને ?
એટલા માટે સારી વસ્તુ એ છે કે સુંદર વિચારે. જે કેઈ તમારી સામે આવે ત્યારે એક જ વિચાર કરેઃ “આનું ભલું થાઓ, મારાથી જે જોઈ શકાય એમ છેતે એનામાં હું સારું જોઉં અને ન જોઈ શકાય તે ખરાબ જેવાની મારે જરૂર નથી.”
સુબુદ્ધિવાન માણસ વિચાર કરતે કરતે ધીરે ધીરે પિતાની અંદરની દુનિયાને પિતે સમૃદ્ધ બનાવતે જાય છે.
પણ જો એ ખરાબ વિચાર કરતે થાય તે ધીરે ધીરે એનું • અંતર એવું મલિન થાય કે પછી બધે એને અમંગળનું જ દર્શન થાય છે. - જગતમાં આજે સંપત્તિ વધતી જાય છે, સુબુદ્ધિ ઘટતી જાય છે. સુબુદ્ધિને વધારવી હોય તે શું કરવું જોઈએ? પ્રાર્થના. ભગવાનને કાગળ લખવો હોય તે શાહી કે કાગળથી નહિ; એક પ્રાર્થના પૂરતી છે તમારે અવાજ ત્યાં . પહોંચી જાય છે.