________________
[૧૩૧).
સમ્યગ્દર્શન છે એટલે એણે આધ્યાત્મિક સાધના કરી હોવી જોઈએ-તે એની સાથે હું સંમત નહિ થાઉં. ભાઈ! આ બધાં લક્ષણે એ આધ્યાત્મિક સાધનાનાં નહિ, ભૌતિક સાધનાનાં છે. - આધ્યાત્મિક સાધના શું છે? એ આવે એટલે ભૌતિકતા છૂટી જ જાય. નંદીવર્ધને મહાવીરને કહ્યું કે આવું રાજ્ય જેવું રાજ્ય છોડીને તમે ક્યાં ચાલ્યા? અને આવો વૈભવ છેડીને તમે જંગલમાં શાને જાઓ છે? ભગવાન મહાવીરે કહ્યું : “હે નંદીવર્ધન ! જે દુનિયાનું રાજ્ય સાચવવા બેસી જાય છે એ આત્મા ઉપર કદી રાજ્ય કરી શકતા નથી. અને હું આત્માનું રાજ્ય મેળવવા માટે આવ્યો છું, નહિ કે દુનિયાનું રાજ્ય. આ રાજ્ય સામે પીઠ ફેરવીશ તે જ પેલું રાજ્ય મેળવી શકીશ. આ રાજ્ય અને તે રાજ્ય, બેને સાથે રાખી કેઈપણ માણસ મોક્ષ મેળવી શકતા નથી.”
કોઈ એમ કહેતું હોય કે માણસની પાસે પૈસો હેય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય એનાથી કલ્યાણ થાય છે, તે એ ભૂલ છે. આ સાધને માત્ર પુણ્યના એક ચમકાર રૂપે આવે છે. એને તમે ય ગણી નાખે, સાધ્યરૂપે ગણું નાખે તે જીવનને એક ભ્રમ બની જાય. જીવનની આ ભ્રમણા એ જ મિથ્યાત્વ છે. • સાચી દષ્ટિ પ્રાપ્ત થતાં તમને નવું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માને કે તમે ધર્મ કરતા હો અને તમારી પાસેથી પૈસે ચાલ્યા જાય; તમે કઈ મેટા સત્તાધીશ છે અને ધર્મ કરતાં કદાચ તમે સત્તા ઉપરથી ઊતરી પણ જાઓ: તમે ધર્મ કરતા છે અને તમારી પ્રતિષ્ઠાને લેકે એકદમ ઝુંટવી લે અને તમારા ઉપર કીચડ ઊડે, તેમ છતાં પણ તમને એમ થાય કે આ બધું જે થયું એને અને મારા આત્માને