________________
[૧૩૦]
પૂર્ણના પગથારે છે એ જુઓ. પિતાનું દર્શન થયા પછી દેવનું, ગુરુનું અને ધર્મનું દર્શન થાય છે. , લેકે કહે છે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. પણ પહેલાં પિતાને પિતાનામાં શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ. એમ થાય તે પછી દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા થાય. જેને પિતાના ઉપર જ શ્રદ્ધા નથી એ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા પણ કેવી રીતે મૂકવાને ?
એટલે પહેલાં તે તારું દર્શન તને થવું જોઈએ? હું આત્મા છું, હું ચિતન્ય છું, હું મરી જનારે સ્થી, હું જડ નથી. મારા તત્ત્વનું અસ્તિત્વ જડથી ભિન્ન છે. દુનિયાનાં સાધના વિકાસમાં નહિ પણ દુનિયાનાં સાધનેના હાસમાં મારે વિકાસ રહેલ છે.
આ ઉપરથી તમને લાગશે કે વ્યકિતગત ભૌતિક સાધન નેને એટલે જેટલે વિકાસ થતું જાય તેટલે તેટલે આત્માને હ્રાસ થતું જાય છે.
ભૌતિક દષ્ટિ અને આધ્યાત્મિક દષ્ટિ વચ્ચે અંતર છે. ભૌતિક દૃષ્ટિ એમ બતાવે છે કે સાધનની વૃદ્ધિ એ ખરેખરી પ્રગતિ છે.જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિ સૂચવે છે કે ભૌતિક સાધને મળતાં જાય તેમ આત્મા સાધનોમાં અટવાતે જાય છે. સમૃદ્ધિ વધતી જાય એમ એક રીતે જુઓ તે આત્માને તે હાસ થતું જાય છે કારણકે જેટલાં પરનાં સાધન વધારે થવાનાં એટલી સ્વની સાધના ઓછી થવાની.
કઈ એમ કહે કે આ માણસ પાસે ખૂબ પૈસે છે, એની સત્તા વિશાળ છે, ડિગ્રીઓ અનેક છે, મોટી પદવીઓ