________________
સમ્યગ્દર્શન
[૧૫]
આપણે કોઈને સુધારવાને ઈજા લીધે નથી. પહેલાં તે આપણે પિતે જ સુધરી સ્વને વિકાસ કરીએ.
પૂર્ણ વિકસિત અને શુદ્ધ આત્માના સંપર્ક માત્રથી જે સુધારે અને નિર્મળતા આવી શકે તે અણવિકસેલ અને અશુદ્ધ માણસનાં ભાષણેથી પણ નહિ આવે.
મારા અભ્યાસ કાળમાં મારા ગુરુ કહેતા કે તું પ્રવચન આપે ત્યારે એ ખ્યાલ પણ ન આવવો જોઈએ કે હું લેકેને ઉદ્ધાર કરું છું. તું એમ વિચારજે કે હું સ્વાધ્યાય કરવા બેઠો છું, અને એ સ્વાધ્યાયમાં આ બધા મારા સાક્ષી છે. સ્વાધ્યાયમાં કયાંય પ્રમાદ થાય તે શ્રેતાઓ સુધારે કે તમે આ વિષય ઉપર બોલતા હતા અને કયાં ઊપડી ગયા? આમ તમારા સ્વાધ્યાયને ઉપયોગ અખંડ રહે. શ્રેતાજને તે તમારા પરીક્ષકે છે. તમે એકલા ચેપડી વાંચતા હે અને તમારે થેડકવાર આરામ કરે છે તે કરાય, ચેપડી મૂકી પણ દેવાય, પણ એક કલાક પ્રવચન ચાલતું હોય એમાં એ ન ચાલે. સ્વાધ્યાય ચાલતું હોય અને એમને કંઈ વિચાર કેકને ગમી જાય, જચી જાય, અંતરમાં ઊતરી જાય, ક્યાંક લાગુ પડી જાય અને શુદ્ધિ આવી જાય તે તે સહજ છે. પણ ઉદ્ધાર કર્યાને અહંકાર તું આવ જોઈએ.
નદી વહે છે, વહેવાને એને સ્વભાવ છે. એને એ હેતુ નથી કે લાવ, ગામનાં લેકેનાં કપડાં ધતી જાઉં, લેકેને પાણી પાતી જાઉં. એને તે વહેવું છે સાગરમાં મળી જવું છે; વચ્ચે આવતાં ગામડાઓના લેકેને પ્રવાહને લાભ મળતું હોય તે એ એમનું સદ્ભાગ્ય છે.