________________
[૧૪૬].
પૂર્ણના પગથારે એવી રીતે સાધુ સાધનાના પ્રવાસમાં પ્રયાણ કરી રહ્યો હોય છે. એમાં લોકે આવીને લાભ લેતા હોય તે બહુ સારી વાત છે. આમાં સાધુને ગર્વ નહિ આવે. ઘણાને તે અમુક દેશના ઉદ્ધારક હોવાને ગર્વ આવી ગયે છે. પિતાના નામની આગળ વિશેષણ તરીકે એને ઉપગ કરે ! અમુક દેશદ્વારક! પણ પહેલાં તું તારે ઉદ્ધાર તે કર ! કઈ કેઈને ઉદ્ધાર કરી શકતું નથી. આ એક અજ્ઞાન છે અને આ અજ્ઞાન જ માણસને ભુલામણીમાં નાખે છે. તે
જે ઘડીએ આ દષ્ટિ આવી, કે મેં આને ઉદ્ધાર કર્યો, એને તાર્યો, એ જ ઘડીએ પતન. આ ગર્વે ઉપર લઈ જવાને બદલે નીચે નાખી દીધે. માણસે સહજ દશામાં રહેવાનું છે. - જેમ દીવે બળતું હોય એના પ્રકાશમાં કોઈ પણ વાંચી શકે, તેમ જ્ઞાનદશામાં કે સ્વાધ્યાયમાં પણ સહભાગી બને.
અહંકાર આવતાં અસ્મિતાનું કેન્દ્ર સ્થૂલ બની જાય છે. ત્યાં સૂક્ષ્મતા સંભવે જ કેમ? - આંતરવનિ સૂમ છે. આ ધ્વનિને સ્પર્શ એ જ પ્રાર્થના છે. સમાધિ કહે કે પ્રધાન કહે, આ બધાં તે નામ છે. મૂળ વસ્તુ શું છે એ આપણે જોવાનું છે.
લેકે લઠી ક્યાં રહ્યા છે? નામના નામે લઢી રહ્યા છે. આત્મ-રામના કામના નામે ઝૂરતા હતા તે તે કલ્યાણ થઇ ગયું હેત. પણ રામનું કામ શું છે એ ખબર નથી
અને નામ યુદ્ધનું ધામ બન્યું છે. . આ વિશ્વમાં એક ઊર્ધ્વગામી પરમતત્વ છે. એ પરમતત્ત્વ સાથે એકતા સાધવી એનું નામ પ્રાર્થના, એનું નામ