________________
સમ્યગ્દર્શન
[૧૪૭] ધ્યાન, એનું નામ સામાયિક, એનું નામ શુદ્ધિ અને એનું નામ સમાધિ.
- ભગવાન આગળ સ્તવનમાં શું કહીએ છીએ? “હું તે કોધ કષાયને ભરિયે, તું તે ઉપશમને દરિયે.” આ અંતરને ખ્યાલ આપે છે? હું કોધથી ભરેલું છું, તું ઉપશમથી સભર છે, તે હવે તારા અને મારા વચ્ચે મેળ કેમ જામે? - આ વસ્તુને વિચાર કરવા માટે આપણે તીર્થે, મંદિરે જઈએ છીએ. આ એકતા ન આવે; પરમાત્મતત્વની સાથે મળવાનું ન થાય; તે આપણે જે લેવું જોઈએ, જે મેળવવું જોઈએ, તે જ રહી જાય.
કેઈકવાર તે પરમતત્વને મળો ! મળવાની એ ઘડી કેવી પરમશાતિની હોય! એનું મિલન વર્ષમાં એક વાર પ્રાપ્ત થાય તે પણ ભલે. એ ભલે એક કલાક માટે હોય પણ એ એક કલાક જીવનના હજારો કલાકને ટપી જાય એ કલાક છે. જિંદગી વર્ષોથી નથી મપાતી, આવા કલાકેથી મપાય છે. જિંદગી જે વર્ષોથી મપાતી હોત તે તે વૃક્ષે અને જનાવરે હજાર વર્ષ આમનાં આમ જીવતાં હોય છે. - જીવવું શું છે? અનુભવવું છે, સંવેદન કરવાનું છે. અને સંવેદન કેની સાથે? પરમતત્ત્વની સાથે એકતાનું સંવેદન કરવાનું છે. જેટલી એકતા માણસ કરી શકે એટલે . એ સાચા અર્થમાં જીવે છે.
• રાવણ બીજી બધી બાબતમાં પૂરે હતે પણ એક વાર થોડા સમય માટે એ એકતાર બની ગયે, એકરૂપ બની