________________
[૧૪]
પૂણેના પગથારે
૨૨. કલાકનું શું? એથી તે બે કલાકનું પણ ધોવાઈ જાય. જમા કરતાં ઉધાર વધી જાય. ઉપયોગની સાવધાની તમને મળી જાય, તે દરેક પ્રસંગે તમે વૃત્તિઓનું સંશેધન, અવકન, નિરીક્ષણ કરી શકે.
નાનક એકતામાં બહુ માનતા નાનકને લખનૌના નવાબ અવારનવાર જ્ઞાનગોષ્ઠિ કરવા મળતા. નવાબને કાજીએ કહ્યું : “નાનક મેટી વાતો કરે છે પણ નમાજ પઢવા કદી આવે છે?” એટલે નવાબે નાનકને પૂછયું: “તમે મારે ત્યાં આવીને નમાજ પઢશે ? ” નાનકે કહ્યું: “હું આવીશ, જરૂર આવીશ. એમાં મને શું વાંધો છે ?નાનક તે ગયા. નમાજ પઢવાની શરૂઆત થઈ. નાનક તે એકધ્યાન, એકતાન હતા. પેલા બનનેએ નમાજ તે શરૂ કરી. ત્યાં નવાબને થયું: “નમાજ જલદી પૂરી થવી જોઈએ. આજે અરબસ્તાનથી ઘડાવાળા આવવાને છે. સારામાં સારા ઘેડા લેવાના છે. મેં વળી નાનકને આજે ક્યાં બોલાવ્યો !” કાજી ગર્વમાં ચકચૂર હતે- કે કે આ નાનકને ઝુકાવીને લઈ આવ્યું. એને મસ્જિદમાં માથું ઘસત કરી નાખે ! મેં એને વટલાવી નાખે !
સ્વાર્થની ધૂનમાં જ નમાજ પૂરી થઈ. કાજીએ કહ્યું : “અરે! તમે તે ઊભા જ છો. અમારી જેમ વળી વળીને. નમાજ તે પડ્યા જ નહિ.” નાનકે કહ્યું: “નમાજ તે ખરી રીતે હું પહયો છું, તમે નમાજમાં હતા જ કયાં? એક જણ ઘેડા ખરીદવા ગયા હતા અને બીજો નાનકને વટલાવી નાખે તેની મગરૂરીના ગર્વમાં ચકચૂર હતે.” બન્નેને આશ્ચર્ય થયું. અંતરની વાત એ કેમ જાણી ગયા !
વટલાવવાથી કંઈ કલ્યાણ થતાં નથી, પિતાને સુધારવાને બદલે બીજાને સુધારવાને જાણે ઈજા લીધો!