________________
[૯]
પરિસંવાદ
એટલે ભાઈ, લેખંડનું સેનું બનાવવું એટલે શું ? આ શરીર સાધના માટે વાપરવું અને આત્માને પરમાત્મા બનાવી દે.” - એ કેનાથી બને? જેમ પેલા પારસમણિના સંપર્કથી લેખંડ સેનું બને એમ પરિસંવાદના સંપર્કથી આ આત્મા પરમાત્મા બને.
જે લેકે લેખંડમાંથી સેનું બનાવતા હતા એ વિદ્યા એટલે શું ? આ દેહને પરમાર્થ માટે વાપરે અને આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી દે એનું નામ જ એ લેખંડમાંથી સેનું બનાવવું, એ આ વિદ્યાનું રહસ્ય છે.
આ વસ્તુ જે તમને સમજાય તે પરિસંવાદ દ્વારા તમે ઉપર અને ઉપર જઈ શકે. આ મંથનમાં તમે તમારી સાથે વાત કરતા થાઓ. આ સ્વાધ્યાયથી માણસ ધીરે ધીરે કર્મથી, મળથી અને વૃત્તિઓથી મુક્ત થતું જાય છે અને મુક્ત થયેલ આત્મા પરમાત્મસ્વરૂપ બને છે.
જેવી રીતે ઊંચે જવું હોય તે કોઈ નિસરણી જોઈએ એમ પરમાત્મતત્વે પહોંચવું હોય તે આ પરિસંવાદ એક નિસરણ છે. તે એ પરિસંવાદમાં શું આવે છે? '. આત્માને મુક્ત કર એ જ આ મનુષ્ય જીવનને એક હેતુ છે. અને આ હેતુ પરિસંવાદથી જ સિદ્ધ થાય છે.
તે જેવી રીતે માટીમાં રહેલા બીજમાંથી ફૂલ બને, ખાતરમાં ભળેલા બિયામણમાંથી સુંદરમાં સુંદર અનાજ બને એવી જ રીતે આ કર્મમાં ભળેલા આત્મામાંથી પરમાત્મા બને. - આ પરિસંવાદ દ્વારા એ પરમાત્મતત્વના પ્રકાશને પામી પૂર્ણની પૂર્ણતામાં પૂર્ણ બની જવીએ.