________________
[૧૭]
પૂણેના પગથારે વૃધે નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણા તે હેય. હું એમ કહેતું નથી કે મારામાં તૃષ્ણા ન હેય. ન હોવાને દાવો કરે એ વસ્તુ હોવાને સિદ્ધ કરવા બરાબર છે. પણ આ જે આંબે હું વાવું છું એ મારે માટે નહિ. આ રસ્તાની બન્ને બાજ જે ઝાડ ઉગેલાં છે એની છાંયાને, એના ફળને મેં ઘણા વર્ષો સુધી લાભ. ઉઠાવ્યા છે. તે હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કઈક તે આપતાં જવું જોઈએ ને? એટલે હું વાવતે જાઉં છું. ગઈકાલ પાસેથી લીધું છે તે આવતીકાલને આપણે કાંઈક આપવાનું છે, અને આપ્યા વિના ચાલ્યા જઇએ તે આપણે કુદરતના ચોર કહેવાઈએ! હું ચાર ન બની જાઉં એટલા માટે આ માટે પ્રયત્ન છે.” પેલા બે યુવાને આ સાંભળીને નમી પડ્યા, “દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ છે.” * ,
માણસ માણસને સમજવામાં ભૂલે છે ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે, માણસ સામાને સમજી શક્તિ હોય તે એની યાત્રા કેવી સફળ થઈ જાય ?
યૌવન શેભે છે પુરુષાર્થથી. ઘણી વાત કરનારને હું મહત્ત્વ નથી આપતે, એને માત્ર વાતને રાજા ગણું છું. તમારા હાથથી કાંઈક દયાનું, કરુણાનું, સેવાનું, કાંઈક તે કામ થવું જોઈએ.
ગયા વર્ષની વાત છે. બિહારમાં દુષ્કાળ પડયો ત્યારે ચારપાંચ લાખ ભેગા કરી ત્યાં ભેજનગૃહ શરૂ કર્યા. ત્યાં કહેવાતા એવા એક આધ્યાત્મિક ભાઈ આવ્યા. કહેઃ “મહારાજશ્રી ! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડ્યું છે? આત્માની વાત કરે. બિહારના લેકે તે જન્મે છે અને મરે છે, તે સ્વભાવ