________________
આપણું સંસ્કાર ધન
| [૧૭૫] છે. કેણ જગ્યું તે નથી કર્યું ? એમાં તમે પાંચ લાખ માણસને અનાજ પહોંચાડયું તે શું અને ન પહોંચાડયું તે શું ? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિબિર યે ને!” આપણામાં જાગૃતિ જે ન હોય તે ઘડીભર એના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાને દીપક ઢંકાઈ જાય. મેં કહ્યું: “આત્માની વાત કરનાર માણસ આત્માએને દુઃખી જેઈને દ્રવે નહિ, એને હાથ લંબાય નહિ તે એને આત્માને અનુભવ થયે છે એમ માનવું એ પણ અજ્ઞાન–જન્ય ભ્રમ છે.”
જે જે મહાપુરુષેએ આત્મ–અનુભૂતિ કરી છે તેમનાં જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દષ્ટાંત જડ્યાં છે. પંઢરપુરના દેવના અભિષેક માટે નામદેવ ગંગાજળ કાવડમાં લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તે એમણે એને એ પહેલાં પાયું. કેઈએ પૂછયું “અરે, ગંગાજળ આ ગધેડાને પાયું?” ઉત્તર મળે “ગધેડામાં આત્મા છે ભાઈ!”
આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક, હકારાત્મક, સેવાની એક સહજ ભાવના જાગી જાય છે. યુવાનીમાં પુરુષાર્થ આ રીતે આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે.
“વાર્થ મુનિવૃત્તાનાં શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવેલે એ છે એ હવે વાર્ધક્યમાં પ્રવેશ કરે છે. વાર્ધક્ય એટલે
ઘડપણુ જ નહિ. જ્યારથી ધોળાવાળને પ્રારંભ થાય, : જ્યારથી તમને એમ લાગે કે તમારા અંગે પાંગમાં * કાંઈક ફેર જણાય છે, દાંત હાલવા માંડે, આંખમાં, | મોતિયે આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય તે વિચાર