________________
[૧૬]
પૂણેના પગથારે કરે કે જીવનનું આ ત્રિીજું પ્રસ્થાન છે. હવે હું ત્યાં જાઉં છું, શૈશવ અને યૌવનમાં જે ભેગું કરેલું છે એને ઉપગ " હવે વાર્ધક્યમાં કરવાનું છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાર્થની કાર્યશકિત દ્વારા સ્વપ્ન સૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાર્ધક્યમાં મુનિવ્રતપણું આવે છે. તે
મુનિ એટલે કેણ? જે મૌનમાં આત્માને સંગીતને અનુભવ કરે, સંસારના વિસંવાદમાં વિદ્યા અને પુરુષાર્થની . બે શકિતઓને લીધે પિતે સમાધાનાત્મક ચિત્તની એક અવસ્થામાં રહી શકે એનું નામ તે મુનિ છે. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે એ ગુંજનને અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતું નથી. '
એક અનુભવી બાપે પિતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરૂ દાટેલો છે એ કાઢી લેજે. અને બાપ મરી ગયો. પેલા દીકરાઓ તે મંડી પડ્યા ખોદવા. આળસુ હતા પણ શરૂ જોઈતા હતા એટલે ખરીદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું. ક્યાંયે ચરૂ ન મળે એટલામાં વર્ષા થઈ, ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી અને ખેતર મેલથી લચી ગયું.
ત્યારે પેલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું: “તમારા બાપે કહ્યું હતું કે ખેતરના ઊંડા ભાગમાં દાટેલું છે એટલે જેમ જેમ ખોદે તેમ ખેતર પિચું થાય. એમાં જે ઊગે એ જ તમારે ચરૂ અને એ જ તમારી સમૃદ્ધિ છે.” -
વૃદ્ધ પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે અંદર જાઓ, ઊંડા ઊતરે. જેમ જેમ તમે તમારામાં ઊંડા ઊતરતા જાઓ તેમ તેમ તમને નવી જ