________________
[૧૨૬]
પૂના પગથારે
પેલા માણસને થયું : આવા માણસના સંગ મને કામના છે. ખેલ્યા: “હવે તમારે કાઈ ઠેકાણે જવાની જરૂર નથી. બે ટંક આવીને મારી સાથે જમા, કલાક એ કલાક આવી જ્ઞાનગોષ્ઠિ કરો. તમારી વાણીને, તમારા સત્સંગના મને સંગ કરવા દે. મારે અતિથિસત્કાર સફળ થઇ જશે. ’
એવા માણસે આપણી પડખે જોઈએ. જેમનામાં મન અને આત્મા વચ્ચેના વિવેક હાય, ઘણમાં આત્માના જ વિજય હાય, આંતરિક વિજયના આનંદ હાય.
તમને પણ એ અનુભવ નથી થયા કે જે દિવસે સારુ કામ કરીને આત્મા હસી જાય છે તે દિવસનેા આનંદ એ જિંદગીના મેટામાં મેાટા આનંદ હાય છે. એ આનંદ મેળવવા માટે જ સમગ્ર જીવનના પ્રયત્ન છે.
ઘણીવાર ધન-વૈભવ મળી જાય છતાં માયલે રાજી નથી થતો. માયલાને રાજી કરવા એ સહુથી કઠિન વાત છે. બીજા બધાયને સમજાવી શકીએ પણ એ નથી સમજતા, કારણકે એ સૌથી વધારે સમજે છે--મીજા બધા જે સમજે છે એના કરતાં એ વધારે સમજે છે. સર્વજ્ઞ કેાર્ટિના હાય તા તે આત્મા છે. તમારી દલીલા, તમારા તર્ક, તમારી સમજણ, અને .સમજાવી શકતાં નથી. અંદર છે એને સમજાવવા માટે તે પોતે પોતાની મૂળ અવસ્થામાં આવે તે જ એ સમજીને રાજી થાય છે.
એટલે આનદઘનજીએ લલકાર્યું :
“પ્રભુ ભજ લે મેરા દિલ રાજી !”