________________
જીવનનું દર્શન
[૧૨] પ્રભુ! હું જ્યારે તમારી સાથે એકાકાર બનું છું તે જ સાચી અને સફળ ઘડીએ છે.
તે આપણું જીવન કેલેન્ડરથી નથી મપાતું, આવી ઘડીઓથી મપાય છે. અને જીવન વર્ષોથી નહિ, પણ આવી સુખદ અને આનંદમય પળેથી ધન્ય બને છે.
એવી નોંધપોથી હોય તે કેવું સારું ! જેમાં તેના સમાગમની મીઠી યાદ હોય, પ્રવચનની ટૂંકી નેંધ હોય, દાન દઈને તમે ઔદાર્યને ઉત્સવ માણે હેય એનું શુભ
સ્મરણ હોય. કોઈક ઢળતી સાંજે અગર ઊઘડતા પ્રભાતે તમે એ નેંધપોથી લઈને બેસે અને વાંચતા વાંચતાં અનુભવો કે મારા જીવનની કિતાબમાં કેવા સુંદર પ્રસંગે પ્રતિષ્ઠા પામી ગયા! એ સુંદર પ્રસંગે એ જ સાચું જીવન છે. એની યાદ પણ અદ્ભુત આનંદ છે જેમાં જીવન યાદગાર બને છે.
જીવનમાં યાદ કરવા જેવું શું છે એ આપણે સમજવાનું છે. યાદ કરવા જેવું આ શાંતિ, આ સંતેષ અને આ તૃપ્તિ એ જ જીવનના મહત્વવાળાં સાર્થક ઉત્તમ તત્ત્વ છે. - આત્માનું દર્શન થાય પછી અર્થશાસ્ત્ર, ભગશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને રાજ્યશાસ્ત્ર – એ બધાં ય શાસ્ત્ર આત્મશાસ્ત્ર આગળ સામાન્યશાસ્ત્ર લાગે છે. - બધાં જ દર્શન અને શાસ્ત્રમાં સમ્રાટનું સ્થાન ભેગવતું હોય તે આ આત્મદર્શન છે, આ આત્મશાસ્ત્ર છે. - આ આત્મદર્શન કરવા માટે આ ત્રણ ભૂમિકા છે. જે સંસારમાં તમે છો એમાંથી સમજીને સરકવું એનું નામ