________________
જીવનનું દર્શન
[૧૨૫ આ વિવેક કેને જાગે? જાગ્રત હોય તેને. જેને આત્મા બુટ્ટો બની ગયા છે અગર તે આવરણ વડે પોતાની જાતને ગુમાવી નાખી છે તેને તે આ પ્રશ્નો ઊઠતા જ નથી. જે જાગ્રત છે, જેને આવું ઘર્ષણ ઊભું થાય છે અને એ શુદ્ધિ લાવે છે, પૂર્ણતા તરફ લઈ જાય છે.
આ વૃધે સારી રાત ચિન્તનમાં વિતાવી, પ્રભાતે એ નિર્ણય સાથે ઊડ્યો અને પેલા સજજનની ધમાં નીકળી પડ્યો. જે ઠેકાણે એ સવારે ફરવા આવતે અને જે બાંકડા ઉપર બેસતે ત્યાં ગયો. જોયું તે પેલે સજજન બેઠો હતો. “લે, ભાઈ આ તમારી ગીની !” પેલે આશ્ચર્ય પામી ગયે. “ગીની ! ક્યાંથી લાવ્યા?” કહ્યું “તમે મને કાલે ચણા આંખ્યા એની ભેગી આ ગીની આવી છે.” પુત્રના સગપણ પ્રસંગે આવેલી ગીની એના ખીસામાં જ રહી ગયેલી. એણે આશ્ચર્યથી પૂછયું : “આવી ગરીબી છે છતાં તમને ગીની પાછી આપવાનું મન કેમ થયું ?”
એણે કહ્યું: “મારા ઘરમાં કજિયે . એક કહે, રાખે બીજે કહે, “આપી દો.” પેલા ભાઈએ પૂછ્યું : “તમે તે કાલે કહેતા હતા કે હું એકલે જ છું અને મારી ખબર કાઢનાર કોઈ નથી. અને હમણાં કહે છે કે ઘરમાં કજિયે થયે. તે કજિયે તેની સાથે થયે?
વૃદ્ધના ગાલ પર પ્રસન્નતાની સુરખી આવી. “ઘર એટલે શરીર. અને કજિયે મન અને આત્મા વચ્ચે. એ બેને કજિયે થયે. મન રાખવાનું કહેતું હતું, અને આત્મા આપવાનું કહેતે હતે. આખી રાત કજિયે ચાલ્યા. એમાં આત્માને વિજય થયે, મનને હરાવી દીધું એટલે આ ગીની આપવા હું આવ્યો છું.”