________________
[૨]
પૂર્ણના પગથારે પૈસા પગ કરશે અને પછી તેને કઈ રોકી નહિ શકે. બુદ્ધિશાળી માણસે સાત પેઢી સુધી ચાલે એટલે સંગ્રહ અને - એની વ્યવસ્થા કરી જાય છતાં પણ બીજી પેઢી સુધી પણ ન પહોંચે. અહમદશાહની એવી જ અવસ્થા થઈ સૈનિકોનું,
કરેનું દેવું વધી ગયું. ચૂકવી ન શક્યો અને અધરાતે જેમ ચાર ભાગે તેમ દિલ્હી છોડીને એ ભાગે. પણ એના . સૈનિકે એને છેડે એમ નહતા. અહમદશાહને પકડ્યો અને પિંજરામાં પૂર્યો. જેલમાં ફેંકાઈ ગયે, ખૂબ હેરાન થયે. ' પુદ્દગળ શું હેરાન કરે છે ! પૂરું ખાવાનું કે પીવાનું મળે નહિ. ઉનાળાને દિવસ છે, જેલમાં બેઠે છે, ખૂબ તરસ લાગી છે, પાણી પાણી કરે છે. એક સૈનિક પાસે પાણી માગ્યું, કહ્યું કે અલ્લાહની ખાતર પાણી આપ. જે ભીએ ભીખ માગતે આ અવાજ સાંભળ્યા હશે તેને પણ આંસુ કેમ નહિ આવ્યાં હોય? હીરા-પન્ના પહેરનારે પાણી વગર તરફડે ! સૈનિકને દયા આવી. ઠીકરામાં પાણી આપ્યું. કહે કે વાસણમાં કેણ આપે ! તું મુસલમાન છે. દિલહીને બાદશાહ પાણી પીએ છે. ફરીથી નહિ મળે એમ માનીને ફરી ફરીને પીએ છે. માણસ કેટલે બધે નીચે ફેંકાઈ જાય છે! ત્યારે તે પેલા કેહિનૂરને પણ થયું હશે કે પાછો કોલસે થઈ જાઉં ? મુગટ પહેરનારે ઠીકરામાં પાણી પીએ! માણસની, સમ્રાટની આવી અધમ અવહેલના ! સમૃદ્ધિને પડછાયો માણસને જ બદલી નાખે.
પુદગળની આ અવસ્થા બતાવી ચિંતકેએ કહ્યું કે આત્મા પુદગળના સંગે કે ઈવાર ધનવાન બને, કેઈવાર નિધન બને, કેઈવાર સુખી બને, કેઈવાર દુઃખી બને. વિચારકને થાય કે આ પુગળ મને ગમે ત્યારે અને ગમે