________________
પરિસંવાદ धर्मस्य फलमिच्छन्ति, धर्मम् नेच्छन्ति मानवाः। फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः॥
આજ આપણા સ્વાધ્યાયનું કેન્દ્ર પરિસંવાદ છે. વાદ, વિવાદ, સંવાદ અને પરિસંવાદ–આ ચારમાંથી પહેલા ત્રણ તે તમારા જાણીતા જ છે. વાદ, વિવાદ અને સંવાદમાં જ પિતાના જીવનને વિતાવે છે, પણ પરિસંવાદ કરવા માટે અવસર મળતું નથી. સ્વાર્થ માટે જે કાંઈ જગતમાં થાય છે તે વાદ છે, કલહ માટે થાય તે વિવાદ છે, સ્નેહ માટે થાય છે તે સંવાદ છે પણ શરીર, ઇન્દ્રિ અને આસપાસના વાતાવરણને ભૂલીને પિતાના આત્મા માટે વિચારણા કરવી, એ પરિસંવાદ છે.
દુનિયામાં દષ્ટિ બે જાતની છે સ્વાર્થની અને પરમાર્થની. સ્વાર્થની દૃષ્ટિમાં વાદ, વિવાદ અને સંવાદને સંભવ છે પણ પરિસંવાદ તે ચિત્તમાં પરમાર્થ દષ્ટિ જાગે તે જ પ્રગટે.
- પરિસંવાદ એ અધ્યાત્મની. ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટેની નિસરણું છે. ચિન્તન એ એનાં પગથિયાં છે. જેમ જેમ પગથિયાં ચઢીએ તેમ તેમ પ્રકાશ અને સ્વસ્થ અવસ્થાને અનુભવ થાય છે. આત્માની દુનિયામાં ભય માત્રને અભાવ છે. ત્યાં અભયના પ્રકાશને જ અનુભવ છે.
[૫૯]