________________
[૬૦]
પૂણના પગથારે આ જીવે ગામના લેકે સાથે ખૂબ વાત કરી. મિત્ર સાથે ખૂબ વાત કરી, પત્ની સાથે વાત કરી, નેહીઓ સાથે પણ વાત કરી. આમ દુનિયામાં વાદ અને સંવાદ તે ચાલે જ છે પણ પરિસંવાદ કયારે થાય કે જ્યારે આત્મા પિતાની સાથે વાત કરતે થાય, પિતાની સાથે બેસીને મીમાંસા કરે; વિચારણા કરે, પ્રશ્ન કરે કે હું કેણ છું ? મારું સ્વરૂપ શું છે? હું શું કરવા આવ્યો છું? મારે અહીં આવીને શું પામવાનું છે? શું મેળવવાનું છે ? મારે ક્યાં જવાનું છે? મારી શું કરણી છે? મારી સાથે શું આવવાનું છે ? હું જે જીવન જીવું છું, સંસારમાં દેટ લગાવી રહ્યો છું એને હેત શું છે? મારા જીવનમાં ચારે બાજુ આ જે રોવીસે કલાક ધાંધલ, ધમાલ, અશાંતિ, મૃત્યુ દેખાઈ રહ્યાં છે એ બધું શું છે? - જેમ પાણીમાંથી પર પિટા ઉત્પન્ન થાય, તેમ આ વિચારોમાંથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ પ્રકની પણ એક ભૂમિકા છે. મોટા ભાગના માણસને આ પ્રશ્ન ઉપસ્થિત જ થતા નથી.
પરિસંવાદમાં બીજાની જરૂર જ નથી. સંવાદમાં સામા પાસેથી ઉત્તરની અપેક્ષા રખાય છે, પણ પરિસંવાદમાં આત્મા પિતાની પાસેથી જ ઉત્તર મેળવે છે. અંદરથી જવા મેળવવા માટે અભ્યાસ કરે પડે છે. મનની સ્થિરતાથી ચંચળતાને અભાવ ઉત્પન્ન થાય છે, પછી ચિત્ત એક એવી ભૂમિકાએ પહોંચે છે જ્યાં એને સહજ ઉત્તર મળે. કઈ અને Inner voice-આત્માનો અવાજ કહે છે. પણ જ્ઞાની એને પરિસંવાદમાંથી મળેલે પ્રત્યુત્તર કહે છે, ચિત્ત સ્વસ્થ બને છે ત્યારે અંદરથી ઉત્તર મળે છે. , .