________________
[૧૮]
આત્મશ્રીની પૂર્ણતા પથ્થર પડે, ઘા દેખાય અને ડીક ક્ષણમાં પાછો મટી જાય છે, એવી એની અવસ્થા હોય. એ સમજે છે, જે જે કર્મ બાંધ્યાં છે, પછી તે પૂર્વજન્મનાં હોય કે આ જન્મનાં હોય-એ કર્મને આધીન આ બધા બનાવ બનવાના જ.
તમે પણ જો આ સ્વભાવ દશાને, આત્મદશાને, આત્મશ્રીનો અનુભવ કરી શકે તે સંસારના બધા જ બનાવમાં જેમ પાણીમાં પથ્થર પડે, ખાડે પડે અને તરત પુરાઈ જાય, એવી સહજ અવસ્થાના ભાવને માણી શકે.