________________
પૂર્ણની પ્યાસ
पूर्णता या परोपाधेः सा याचितकमंडनम् । या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ॥
આ સુભાષિતમાં તેના રચયિતા મહાપુરુષે એક સુંદર વાત એ બતાવી કે બડારના સાધનથી, બહારની ઉપાધિથી અને બહારના ભવ્ય એવા ભપકાએથી જે તમે પૂર્ણતા મેળવી છે, અને લેકે તમને જે પૂર્ણ માની બેઠા છે, અને તમે પોતે પણ આ બાહ્ય પૂર્ણતામાં મગ્ન બનીને જે સાચી પૂર્ણતાને ભૂલી ગયા છો. આ પૂર્ણતા તે માગી લાવેલાં ઘરેણાં જેવી છે. કેઈ શુભ પ્રસંગમાં કે કેઈ લગ્નના ટાણે કેઈ ધનવાન પુરુષ પાસેથી તમે અલંકારે, આભૂષણે, વા અને સામગ્રીને માગી લાવે અને એનાથી તમે સારા દેખાવાને પ્રયત્ન કરે, પણ એ દાગીના તમારા નથી, અલંકાર તમારા નથી, વ તમારાં નથી, એ બધી ભાડતી વસ્તુઓ છે. અને જેમણે અલંકાર અને આભૂષણ આપ્યાં હોય એ લેકે મનમાં હસતા હોય છે કે “અમારા અલંકારેથી, આ માણસ પૂર્ણ બનવાને પ્રયત્ન કરે છે.” અને જે માણસ માગીને લાવ્યા હોય એ માણસ હૃદયથી, મનથી અને વ્યક્તિ ત્વથી દીન બની જાય છે. વળી જે માણસનાં અલંકાર અને વચ્ચે માગીને લાવ્યા હોય એને સાચવવા માટે એ માણસ વીલેવલે થઈ જાય છે. કારણ કે જેના અલંકાર છે એને
[૧૯]