________________
[૧]
આત્મશ્રીની પૂર્ણતા - મધની માખીને મીઠાશ છે પણ સ્વતંત્રતા નથી. એ ધારે ત્યારે ઊડી શકતી નથી. , પણ જે જી લીંટની માખી જેવા છે એમના માટે સંસારમાં સુખ પણ નથી અને સ્વતંત્રતા પણ નથી. આસકિતમાં પડ્યા છે, ઍટયા છે, પૂછો કે શું સુખ છે?
તે કહેઃ જીવન પૂરું કરીએ છીએ, ને એમ પૂરું કરવામાં જ જીવન પૂરું થઈ જાય છે. - આ ચાર કક્ષાએ બતાવી. આ ચાર ભૂમિકાઓમાં માખીની તે માત્ર એક ઉપમા આપી છે. પણ જીવના સ્વભાવનું આમાં દર્શન સમાયેલું છે. આ જીવનું દર્શન, એના સ્વભાવનું દર્શન આપણને થવું જોઈએ. આ થાય પછી તમે ગમે ત્યાં રહે, ગમે ત્યાં બેસો, ગમે ત્યાં અનુભવ કરે, પણ તમને એમ થાય કે મારામાં એક આત્મા બેઠેલે છે, જે અવસ્થા વગને છે, જેને ઉંમર નથી, જેને ગામ નથી, કેઈ ઠેકાણું નથી.
એ અનંતકાળથી ચાલતું આવ્યું છે અને એને પ્રવાસ અંતે મોક્ષમાં પૂરું થવાનું છે. - જ્યાં સુધી એ મોક્ષમાં બિરાજમાન ન થાય ત્યાં સુધી
જ્યાં જ્યાં જન્મ લેવો પડે, જ્યાં જ્યાં શરીર ધારણ કરવું પડે ત્યાં એ કમને લીધે કરે છે એમ જાણવું. | આપણામાં આ સ્વરૂપની જાગૃતિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આપણે આત્મા સુખમાં, આનંદમાં અને શાંતિમાં સમૃદ્ધ બનતું જાય છે. પછી એને સંસારનાં દુઃખ નડતાં નથી. એને આઘાતે આવે છે પણ જેવી રીતે પાણીમાં