________________
સમ્યગ્દર્શન
[૧૩૯] * રડવું કેને માટે છે? કંપની માટે નહિ, કંપનીને નફે-profit બંધ થઈ ગયે એને માટે. ૬૦ કે ૮૦ વર્ષને માણસ મરતે ત્યારે પહેલાના જમાનામાં લાડવાનું જમણ થતું, કારણકે કંપની ૨ળતી જ નહોતી. એમાં શેરહોલ્ડરેને નાહવા-નિવવાનું કાંઈ જ નહિ, પણ યુવાન કંપની હોય, રળતી હોય, શરીર સારું હોય, બે પાંચ હજારને પગાર હોય અને એ જે એકદમ જાય તે એની આસપાસના શેરહોલ્ડરોને થાય કે હવે આપણું શું? એટલે ખરી રીતે આત્મા માટે કઈ રડતું નથી. વૃદ્ધ જાય ત્યારે તમે શું કહે છે? ઘરડે માણસ હતા, સુખી થયે, છૂટ્યો. પૂછો : કોણ? તું કે તે?
ખરી વાત જેવા જાઓ તે મરણ એ બીજું કાંઈ નથી, આરામ છે. માણસ બાર કલાક કામ કરે અને ઊંઘ ન આવે તે ઊંઘ લાવવા ગેળીઓ લેવી પડે. માણસ ૬૦ કે ૭૦ વર્ષ કામ કરે અને જો મૃત્યુ ન આવે તે થાય પણ શું? આ પણ એક ઊંઘ છે, ચિરનિદ્રા છે. ઊંઘ પછી પણ ઊઠવાનું છે અને મૃત્યુ પછી પણ જન્મ લેવાને છે. ઊંઘ ખરાબ નથી, મૃત્યુ પણ ખરાબ નથી. પણ એ બે વચ્ચેને જે ભેદ દેખાવે જોઈએ એ ભેદ જ્ઞાનદ્રષ્ટિથી જ દેખાય.
જે લેકે કાંઈ પણ કર્યા વિના જાય છે એમની પાછળ રૂદન ચાલે છે, આંસુઓ વહે છે અને હાહાકાર કરવામાં આવે છે.
સાધુ કાળધર્મ પામે ત્યારે એમની પાછળ શું થાય? દેવવંદન થાય. કેઈ ધનવાન ગૃહસ્થ મૃત્યુ પામે અને એના - સ્વજને લખે, “અમારા પિતા, અમુક દિવસે સ્વર્ગવાસ