________________
[૧૩૮].
પૂણના પગથારે મહિના પહેલાની વાત છે. હું એક વ્યક્તિને ત્યાં ગયે હતો. એ મરણપથારીએ હતા. મેં કહ્યું કે તમે હવે ધર્મધ્યાન કરે, જે કાંઈ દાન કરવું હોય એ કરી લે અને થોડીક તૈયારી કરે. તે કહે “મહારાજ, શું આપ એમ માને છે કે હું મરી જવાને છું? એટલા માટે મેં તમને લાવ્યા છે?” મેં કહ્યું “હું એટલા માટે નથી આવ્યું,
તે તમને એ કહેવા આવ્યો છું કે આત્માની સાધના કરવી હોય તે નિવૃત્તિ અનિવાર્ય છે.” પેલા ભાઈ કહે “હું તે પાછો ઊભું થઈ જવાને છું. મહારાજ ! તમે આવી કેવી વાત કરે છે? હજી તે મને પાંસઠ થયાં છે. નિવૃત્તિ અત્યારે?” આવાને કહેવું પણ શું? મેં કહ્યું
તમે તે હજી સો વર્ષ છે એવા સશકત છે, પણ જાગ્રત રહે એટલું જ મારું સૂચન છે. ચાલ હું તમને ધર્મ સંભળાવું.” ચાર દિવસ પછી મેં સાંભળ્યું કે એ ભાઈ તે ઊપડી ગયા!
માણસ અજ્ઞાનમાં ન પિતાનું કરે છે, ન પાછળ રહેલાં સ્વજનનું કરે છે. પણ માણસ જે દષ્ટિવાળા હોય તે સ્વનું પણ કરે અને પરનું પણ કરે.
મને લાગે છે કે આજની જે દેહરૂપી કંપની-company છે એ ક્યારે ફડચામાં-liquidationમાં જાય અને એનાં સગાંરૂપી શેરહોલ્ડરે રેતાં થઈ જાય એ ખબર પડે એમ નથી. જો ખરેખર વિચાર કરવા જાઓ તે આ સગાં બધાં જ શેરહોલ્ડરે છે. કેઈકને નવ ટકા તે કેઈકને બાર ટકા મળ્યા જ કરે અને આ કાયારૂપી કંપની ૨ળ્યા કરે. જેવી આ કાયારૂપી કંપની ગઈ એટલે સૌ રેવાનાં. એમાં જેના વધારે શૈર છે એ વધારે રૂએ છે.